Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૦

કાવ્યા પોતાના પ્રેમની જાણ મહેક ને કરવા માંગતી ન હતી એટલે તેણે એવી કોઈ વાત કરી નહિ કે જેનાથી મહેક ને થોડો પણ ખ્યાલ આવી જાય કે કાવ્યા પણ કોઈ નાં પ્રેમ છે. અને કાવ્યા એ પણ આગળ મહેક ને કોઈ સવાલ કર્યા નહિ. હા, મનમાં ઘણા સવાલ હતા. મહેક અને વિરેન્દ્રસિંહ ફરી એક થઈ જશે.! શું તે લગ્ન કરી શકશે. આવા સવાલો કાવ્યા મનમાં ઉદભવ્યા હતા પણ હવે કાવ્યા કોઈ મદદ મહેકની કરવા માંગતી ન હતી. કેમ કે તેની મદદ કરવામાં પોતે મુશ્કેલીમાં આવી શકે તેમ હતી.

મહેક પાસેથી કાવ્યા છૂટી પડે તે પહેલાં કાવ્યા તેની પાસેથી એક વચન લેવડાવે છે. જે વચન તેણે કરેલ મદદ નાં બદલમાં હોય છે. કાવ્યા કહે છે.
મહેક મને વચન આપ કે તારી માથે કોઈ પણ મુશ્કેલી આવી પડે તો પણ મારા વિશે કોઈ વાત ગુરુમાં ને કહીશ નહિ.

મહેક વચન આપે છે ને સાથે કહે છે. કાવ્યા તું પણ મારી વાત કોઈને કહીશ નહિ તેવું વચન આપ.

બંને એકબીજાને વચન આપીને છુટા પડે છે.
કાવ્યા ત્યાંથી નીકળી ને કોઈ બીજી જગ્યાએ બેસીને વિચારવા લાગે છે. આગળ મારે શું કરવું..
જો અહી રહીશ તો હું જીતસિંહ નાં પ્રેમ ને ક્યારેય પામી શકીશ નહિ અને જો પ્રેમને પામવા જીતસિંહ પાસે જઈશ તો ગુરુમાં નાં શ્રાપથી બચી શકીશ નહિ. કાવ્યા સામે ગંભીર નિર્ણય આવીને ઉભો હતો.

કહેવાય છે ને પ્રેમ પાગલ હોય છે. તેને આવનારી કોઈ મુશ્કેલી નો ખ્યાલ હોવા છતાં અવગણના કરીને આગળ વધતા હોય છે તેમ કાવ્યા પણ આગળ શું થશે તે ભૂલી ને પ્રેમને પામવા આગળ વધે છે.

ગુરુમાં ને કહ્યા વિના કાવ્યા જીતસિંહ નાં શહેરમાં આવી પહોંચે છે. જ્યા જીતસિંહ પહેલેથી તેની રાહ જોતા હોય છે. કાવ્યા તેની સામે પરીના રૂપમાં પ્રગટ થઈ. આ જોઈને જીતસિહ તેને ગળે વળગી ગયા ને રડવા લાગ્યા.

આવવામાં બહુ વાર લગાડી તે કાવ્યા..!! તારા યાદમાં રોજ તડપી રહ્યો હતો. હવે હું તને ક્યાંય જવા નહિ દવ. હું તને પરીઓના દેશમાં નહિ જવા દવ મારા દિલના દેશમાં પરી ની જેમ તને સાચવીશ. સ્થિર ગંભીર અવાજે જીતસિંહ કાવ્યા ને કહેવા લાગ્યા.

કાવ્યા પણ ફરી જીતસિંહ ને પામી ને તેની આંખમાં પણ આશુ આવી જ ગયા. તે પણ રડતી આખો એ બોલી. હા કુંવર આજ પછી હું તમને છોડીને ક્યાંય નહિ જાવ બસ.

બંને ત્યાં શાંતિથી બેસીને ઘણી વાતો કરે છે. વાતો કરતા કરતા ઘણી વખત એકબીજાને ગળે વળગતા રહે છે. ત્યાં અચાનક વિરેન્દ્રસિંહ તેમની પાસે આવી જાય છે. અચાનક વિરેન્દ્રસિંહ નું આવી રીતે જીતસિંહ નાં રૂમમાં આવવું બંને ને થોડો તો ધ્રાસકો પડે છે. વિરેન્દ્રસિંહ અત્યારે કેમ અહી આવ્યા હશે..?

વિરેન્દ્રસિંહ પાસે આવીને બંનેનાં માથા પર હાથ મૂકીને કહે છે. તમે બંને સુખી થાવો. અને હવે કોઈ મુશ્કેલી આવે તે પહેલાં હું તમારા બંનેના લગ્ન કરાવવા માંગુ છું.

વિરેન્દ્રસિંહ ની આ વાત સાંભળીને કાવ્યા ને ખબર પડી ગઈ કે વિરેન્દ્રસિંહ મારા વિશે પહેલેથી જાણતા હતા કે આ કાવ્યા પરી છે. અને મહેક જેમ મને પ્રેમ કરતી હતી તેમ કાવ્યા જીતસિંહ ને પ્રેમ કરે છે.

જાણે કાવ્યા નાં મનની વાત વિરેન્દ્રસિંહ જાણી ગયા હોય તેમ વિરેન્દ્રસિંહ કહે છે. કાવ્યા હું બધું જાણતો હતો એટલે તમારી બંને વચ્ચે ક્યારેય બાધા રૂપ બન્યો નહિ. મે તમારા પ્રેમ આગળ મારા પ્રેમ ને પણ દાવ માં મૂક્યો હતો પણ મને મારા પ્રેમ પર વિશ્વાસ હતો એટલે હું તમારા બંનેના પ્રેમ ને મજબૂત બનાવવા આટલું બધું કરી રહ્યો હતો.

મોટાભાઈ વિરેન્દ્રસિંહની વાત સાંભળીને જીતસિંહ તેમના ગળે વળગી ને તેમના પર ગર્વ કરવા લાગ્યા. જેટલું કાવ્યા અને વિરેન્દ્રસિંહ જાણતા હતા તેટલું જીતસિંહ જાણતા ન હતા. એટલે વધુ જાણવા માટે જીતસિંહ બંને ને પૂછે છે.
તમે બંને મને કહો.. જે હું નથી જાણતો હોય..!

વિરેન્દ્રસિંહ કહે છે જીતસિંહ તે વધુ આપણે નિરાંતે વાતો કરીશું અને કોઈ મુસીબત આવે તે પહેલાં હું તમારા બંનેનાં લગ્ન કરાવવા માંગુ છું.

જીતસિંહ કહે છે તમારા લગ્ન થઈ જાય પછી હું લગ્ન કરીશ. ત્યાં સુધી હું લગ્ન નહિ કરું..

શું હવે જીતસિંહ અને કાવ્યા નાં લગ્ન થાશે.? જીતસિંહ ની ઈચ્છા છે કે પહેલા મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં લગ્ન થાય. શું તે ઈચ્છા પૂરી થશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ....