Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૮

વિરેન્દ્રસિંહે કરેલો પ્રેમ નો પ્રસ્તાવ મહેક મૂંઝવણ ભર્યો લાગ્યો હતો. કેમકે મહેક પણ વિરેન્દ્રસિંહ ને પ્રેમ કરવા લાગી હતી પણ પરી થઈને તે હમેશા માટે સાથે રહી શકે તેમ ન હતી. એટલે પ્રેમ ના પ્રસ્તાવનો જવાબ શું આપવો તે મહેક વિચારવા લાગી.

મહેક નું આ રીતે વિચારવું વિરેન્દ્રસિંહ ને પણ મનમાં શંકા કુશંકા પેદા કરી રહ્યું હતુ. કે શું મહેક મને પ્રેમ નથી કરતી.!
વિરેન્દ્રસિંહ તો મહેક ને દિલથી ચાહતા હતા મહેક પણ મને પ્રેમ કરે છે કે નહિ તે ખાતરી કરવા ફરી મહેક નો હાથ પોતાના હાથમાં લઈને પૂછે છે.
મહેક...તું મને પ્રેમ તો કરે છે ને.. ?

મહેક નાં મુખમાંથી હા નો શબ્દ નીકળી જાય છે. આ એક શબ્દ મહેક માટે ઘણી મુશ્કેલી પેદા પણ કરનારો બને છે. મહેક નાં મુખેથી હા નો શબ્દ સાંભળતા જ વિરેન્દ્રસિંહ મહેક નાં ગળે વળગી જાય છે.

મહેક ને પણ દિલમાં વિરેન્દ્રસિંહ પ્રત્યે પ્રેમ ના અંકુર ફૂટવા લાગે છે. તેને પણ પ્રેમની ફિલિંગ થવા લાગે છે. પહેલા કરતા આજે વિરેન્દ્રસિંહ તેને નજરમાં ગમવા લાગે છે. એક અલગ જ દિલમાં ખુશી દોડવા લાગે છે. આ પ્રેમની ફિલિંગથી મહેક ને ખ્યાલ આવે છે કે હું દિલથી વિરેન્દ્રસિંહ ને પણ ચાહવા લાગી છું.

વિરેન્દ્રસિંહ ને હા કહ્યા પછી હવે વિરેન્દ્રસિંહ થી દુર કઈ રીતે થઈને પરીઓના દેશમાં જવું એ એક મહેક સામે પ્રશ્ન ઊભો થયો હતો. મહેક પ્રેમથી વિરેન્દ્રસિંહ ને કહે છે.
કુંવર હું એક પરી હોવા છતાં આજે તમને દિલ દઈ બેઠી છું. પણ મારે એક વખત તો પરીઓ નાં દેશમાં જવું પડશે. ત્યાં પરી માં મારી રાહ જોઈ રહ્યા છે. તું મને રજા આપ... એક પરવાનગી માંગી રહી હોય તેમ વિરેન્દ્રસિંહ સામે મહેક આજીજી કરવા લાગી.

આ રીતે મહેક ની વાતથી વિરેન્દ્રસિંહ નો ચહેરો ફિક્કો પડી ગયો. મહેક એક સપનું બની જશે એવો ડર લાગવા લાગ્યો. વિરેન્દ્રસિંહ કળગળા થઈ ને મહેક ને કહેવા લાગી.
મહેક તું મારો પહેલો પ્રેમ છે અને મારા પ્રેમ ને હું મારાથી દૂર થવા માંગતો નથી. હું તને પ્રેમથી કહું છું. તારે કોઈ પરીઓના દેશમાં જવાનું નથી. હમેશા માટે મારી સાથે જ રહવાનું છે. આંખોમાં આંખ નાખીને વિરેન્દ્રસિંહ પ્રેમથી પોતાની દિલની લાગણી વ્યક્ત કરવા લાગ્યા.

મહેક ને પરીઓના દેશમાં જવું જરૂરી હતું પણ વિરેન્દ્રસિંહ નો સાથ પણ છોડવો ગમતો ન હતો પણ વિરેન્દ્રસિંહ સાથે પ્રેમ કાયમ માટે રહે અને હું ફરી પાછી ફરુ છું એ વિશ્વાસ બતાવવા મહેક હવે વિરેન્દ્રસિંહ નો હાથ પકડી એક વાયદો આપે છે.
હું થોડા દિવસમાં પાછી ફરીશ. હું તમને છોડીને ક્યાંય નહિ બસ મારા પર વિશ્વાસ રાખો.

વિરેન્દ્રસિંહ હવે પ્રેમથી વાતો કરવાને બદલે ગુસ્સે ભરાઈ ને બોલ્યા.
તારે કોઈ પરીઓના દેશમાં જવાનું નથી. તું જઈશ એટલે મને વિશ્વાસ છે તું ક્યારેય પાછી ફરીશ નહિ. તું એક પરી છે એટલે. જો પ્રેમ જ કરવો હતો તો વિરહ શા માટે.!! આટલું બોલીને વિરેન્દ્રસિંહ નાં ચહેરા પર આશુ આવી ગયા.

વિરેન્દ્રસિંહ ને વિશ્વાસ આપવો એ મોટો પ્રશ્ન મહેક સામે આવી ને ઉભો રહ્યો. કેમ વિશ્વાસ આપવો તે મહેક ને સમજાતું ન હતું. વિરેન્દ્રસિંહ ને વિશ્વાસ આપવા માટે પોતાની પાસે રહેલી રીંગ વિરેન્દ્રસિંહ નાં હાથમાં આપતા મહેક કહે છે. આ મારા પ્રેમની નિશાની છે. અને આ રીંગ જ્યાં સુધી તમારી પાસે રહેશે ત્યાં સુધી આપણો પ્રેમ કાયમ માટે રહેશે. પણ જોજો આ રીંગ કોઈને આપશો નહિ, નહિ તો આપણે એકબીજાથી અલગ થઈ જાશું અને ફરી એક થવા માટે રીંગ ની જરૂર પડશે. હું આ રિંગમાં આપણા બંને નો પ્રેમ મુકું છું. તમે આ રીંગ ને મહેક સમજીને સાચવજો. હું જલ્દી પાછી ફરીશ.

વિરેન્દ્રસિંહ નાં હાથમાં અમૂલ્ય રીંગ આવી એટલે મહેક પણ થોડો તો વિશ્વાસ બેસી ગયો કે મહેક પરીઓ નાં દેશમાંથી જરૂરથી પાછી ફરશે. પણ ક્યારે પાછી ફરશે તે સવાલ વિરેન્દ્રસિંહ નાં મનમાં ઉદભવતા તે તરત મહેક ને પૂછે છે.
તું ક્યારે પાછી ફરીશ. ? અને તારે આવવામાં મોડું થશે તો...!

હું જલ્દી પાછી ફરીશ. આ રીંગ અને તમારા પ્રેમની મને ફિકર રહેશે. અને જો મારાથી આવવામાં મોડું થાય તો પણ મારી રાહ જોજો પણ આ રીંગ કોઈને આપશો નહિ. આટલું કહીને મહેક ત્યાંથી ઉડીને પરીઓના દેશમાં આવે છે.

શું મહેક પરીઓના દેશમાં ગયા પછી પાછી ફરશે.? શું ફરી મહેક ની મદદે કાવ્યા આવશે. ? કાવ્યા હવે શું કરશે તે જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ...