ટી સાહેબ ને ઊંઘતા જોઈને મહેક ધીરેથી તેની પાસે આવે છે. હજુ તે નશામાં જ છે તે ખાતરી કરવા ટી સાહેબ નો હાથ પકડીને હલાવવાની કોશિશ કરે છે. ટી સાહેબની કોઈ હલચલ ન થતાં મહેક સમજી ગઈ કે હજુ તે નશામાં ઊંઘી રહ્યા છે. એટલે તાવીજ ગળામાંથી ઉતારી લેવું મહેક ને યોગ્ય લાગ્યું પણ ત્યાં વિચાર આવ્યો તાવીજ ઉતર્યા પછી તેને તેના જ પગ નીચે હું કેવી રીતે દબાવી શકીશ. પણ અત્યારે તાવીજ કાઢવું મહેક ને યોગ્ય લાગ્યું કેમ કે તેને અત્યારે શક્તિહિન કરવો જરૂરી હતો.
ટી સાહેબને ખબર ન પડે અને ઊંઘ માંથી જાગી ન જાય તે માટે મહેક ધીરેથી તેના ગળામાં પહેરેલ તાવીજ ઉતારી લે છે અને તે તાવીજ ને હાથમાં દબાવીને દૂર જઈ મહેક ઊભી રહે છે અને તાંત્રિક જગાડવા લાગે છે.
તાંત્રિક ને જગાડવાના અવાજથી વિરેન્દ્રસિંહ અને પેલો ન્યુઝ ચેનલ વાળો માણસ તે રૂમમાં નજર કરે છે. બંને ને રૂમમાં નજર કરતા જોઈને મહેક તેને બહાર રહેવા અને હું જ્યાં સુધી કહું નહિ ત્યાં સુધી અહી આવશો નહિ એવું કહે છે. રૂમની અંદર કઈક તો થશે જ એવું વિચારીને બહાર બંને કંપી રહ્યા હતા.
હવે મહેક બધી તૈયારી કરીને તાંત્રિક સામે બાથ ભીડવા તૈયાર થઈ અને એક યુક્તિ પણ કરી લીધી કે તાવીજ કેવી રીતે તેના જ પગ નીચે દબાવવી.
મહેક નાં સાદ કર્યા પછી તાંત્રિક તરત જાગી જાય છે. ઊભો થયો પણ હજી તાંત્રિક નશામાં જ હતો. સામે મહેક ને આ રીતે જોઈને તાંત્રિક ગુસ્સે થયો ને જાણે મહેકે અત્યારે તેને ખલેલ પહોંચાડી તે બદલ તેને સજા આપવાનો હોય તેમ કોઈ મંત્ર બોલવા લાગ્યો પણ મંત્ર નો કોઈ પ્રભાવ પડ્યો નહિ એટલે તેણે જીનાત પાસે ધ્યાન કરીને મદદ માંગવા ગયો કે આ કોણ છે અને અહી કેમ આવી છે.
ધ્યાન કર્યું પણ તેને જીનાત ક્યાંય નજર ન આવ્યો કે ન આવી તેની કોઈ શક્તિ. તાંત્રિક ને ખ્યાલ તો આવી જ ગયો કે કઈક તો થયું છે નહિ તો આમ મારી શક્તિ અને જીનાત મારાથી દુર ન થાય.
મહેક આ બધું જોઈ રહી હતી તે એટલા માટે હજુ ચૂપ હતી કે તાંત્રિક ને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે હું શક્તિહીન માણસ બની ગયો છું. હવે હું કંઇજ કરી શકીશ નહિ.
તાંત્રિક પાસે હવે એક જ વિકલ્પ દેખાય રહ્યો હતો. તેના ગળામાં પહેરેલ તાવીજ ની શક્તિ. તેણે ગળામાં હાથ મૂકી તાવીજ હાથમાં લેવાની કોશિશ કરી પણ ગળામાં કોઈ તાવીજ મળ્યું નહિ. હવે મારી પાસે કંઇજ રહ્યું નથી એમ સમજી બબેસ તો તાંત્રિક બની ગઈ હતો પણ એથી વધુ તો તે ગુસ્સે થઈ લાલઘૂમ બની ગયો. તેણે મહેક પર નજર કરી તો મહેક શાંતિથી ઉભી હતી પણ તેના હાથમાં કઈક છૂપાયેલું લાગ્યું. તાંત્રિક સમજી ગયો કે આ મહિલાએ જ મને શક્તિહીન કર્યો છે અને તેણે મારુ તાવીજ પણ છીનવી લીધું છે.
તાંત્રિક કઈ હુમલો કરે તે પહેલા મહેક દૂરથી તેની શક્તિ વડે તાંત્રિક ને બંધક બનાવી લે છે. બંધક બનતાની સાથે તાંત્રિક ઘણા પ્રયાસો છૂટવા માટે કરે છે પણ બેવસ બનીને ઊભો રહે છે. તાંત્રિક બેબસ બની ગયો છે એમ સમજી ને મહેક હવે વિરેન્દ્રસિંહ અને ન્યુઝ ચેનલ વાળાને બોલાવવા જાય તે પહેલાં તાંત્રિક મનમાં કઈક બોલ્યો અને થોડીક ક્ષણોમાં ત્યાં તેની ફરતે બંગલામાં રહેલી બધી આત્માઓ આવવા લાગી અને વાતાવરણ ભયાનક બનવા લાગ્યું.
મહેક તે આત્માઓ થી તેને કોઈ ડર લાગ્યો નહિ કેમકે તે આત્માઓ હવે શક્તિહીન હતી અને તે કેદ બની ને અહી રહેલી હતી એટલે તે ફક્ત તાંત્રિક નાં કહ્યા પ્રમાણે લોકો ને ડરાવતી હતી બીજું કંઈ કરી શકતી ન હતી. મહેક ને ખબર હતી કે આ બધી આત્માઓ મારુ કંઇજ બગાડી નહિ શકે એટલે તેને અહીથી મુક્ત કરવા માટે તે આત્માઓ ને કહે છે.
હે આત્માઓ તમે અહીથી ચાલ્યા જાવ. હવે તમે કાયમ માટે મુક્ત છો. હવે આ તાંત્રિક તમારું કંઇજ બગાડી નહિ શકે. તમે તમારા સ્થાન પર ચાલ્યા જાવ. મહેકની આ વાત સાંભળી અને તાંત્રિક ને આવી રીતે વેબસ જોઈને બધી આત્માઓ ત્યાંથી એક પછી એક જવા લાગી અને થોડીજ વારમાં આ બંગલો આત્મા વિહીન થઈ ગયો.
શું હવે તાંત્રિક કઈક જ કરી નહિ શકે. મહેક હવે તાંત્રિક ને સજા આપશે. આપશે તો શું સજા આપશે તે જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ...