જેમ જેમ વિરેન્દ્રસિંહ ટી સાહેબના બંગલાની અંદર દાખલ થઈ રહ્યા હતા તેમ તેમ તેમને ડર સતાવી રહ્યો હતો. ચહેરા પર ડર જોઈને મહેક વિરેન્દ્રસિંહ ને હિંમત આપતી જાય છે.
આપ એક શૂરવીર રાજવી છો અને હું તમારી સાથે છું એટલે ડરવું એ વ્યજબી નથી. ડરશો નહિ હું તમને કઈક હાનિ નહિ પહોચાડવા દવ.
મહેક નાં આ હિંમતભર્યા શબ્દોથી વિરેન્દ્રસિંહ માં થોડી હિંમત આવી અને ટી સાહેબ નાં મુખ્ય રૂમ તરફ આગળ વધ્યા.
વિરેન્દ્રસિંહ અને મહેક ટી સાહેબનાં મુખ્ય રૂમ પાસે એક માણસ દ્વારા પહોંચ્યા. ત્યાં ટી સાહેબ હાજર હતા નહિ એટલે બંને તેમની રાહ જોવા લાગ્યા. થોડો સમય ત્યાં રાહ જોઈ પણ ટી સાહેબ આવ્યા નહિ એટલે મહેક તે રૂમની બહાર નીકળી ને ત્યાં કામ કરતો એક માણસ ને તેમણે પૂછ્યું.
ટી સાહેબ ક્યારે આવશે.?
આમ તો ટી સાહેબ વિશે કોઈને ખબર હતી નહિ પણ ટી સાહેબ ત્યારે બહાર જતી વખતે તે માણસ ને કહેતા ગયા હતા કે હું આવું ત્યા સુધીમાં મારા રૂમની અને બાજુના રૂમની સફાઈ કરી નાખજે. એટલે તે માણસે કહ્યું ટી સાહેબ ક્યાં ગયા છે તે મને ખબર નહિ પણ તેને આવતા થોડો સમય લાગશે. તમે ત્યાં બેસીને રાહ જુઓ. તે માણસે પ્રેમથી મહેક ને કહ્યું.
મહેક સમજી ગઈ કે ટી સાહેબ ને આવતા વાર લાગશે એટલે કોઈને ખબર ન પડે તેમ હું આ બંગલામાં રહેલ શક્તિ વિશે સારી રીતે જાણી જોવ. મહેક છૂપી રીતે કોઈને જાણ ન થાય તેમ એક એક રૂમમાં છૂપી રીતે પ્રવેશ કરતી ગઈ અને ટી સાહેબ ની શક્તિ વિશે માહિતગાર થતી ગઈ. આ બાજુ વિરેન્દ્રસિંહ ચિંતા માં પડી ગયા કે મહેક આમ અચાનક ક્યાં ચાલી ગઈ.
મહેક બંગલામાં રહેલ બધી શક્તિથી વાકેફ થવા માંગતી હતી એટલે ડર્યા વગર તે એક એક રૂમમાં તપાસ કરતી ગઈ. પણ તેણે અત્યાર સુધી જે શક્તિઓ જોઈ તે શક્તિઓ સામે મહેક આસાની થી તેને માત આપી શકે તેમ હતી. પણ જ્યારે મહેક એક મોટા રૂમમાં દાખલ થઈ અને ત્યાંનું દ્રશ્ય જોઈને તેને ખબર પડી કે આ તાંત્રિક એટલો શક્તિશાળી છે કે તેણે તેનું મોત પણ વશ કરી લીધું છે.
તે રૂમમાં એક જીનાત હતો. એ જીનાત ને જોઈને મહેક તરત રૂમની બહાર નીકળી ગઈ. એક તો મહાકાય શરીર અને આખા શરીર પર કાળી રૂંવાટી થી ઘેરાયેલો જીનાત ને ચહેરો પણ એટલો ડરાવણો હતો કે માણસ જોઈને ત્યાજ જીવ છોડી દે અથવા ત્યાં જ બેભાન થઈ નીચે પડી જાય.
મહેક જ્યારે જીનાત જોયો ત્યારે જીનાત એક ખૂણા માં બેસીને ભોજન આરોગી રહ્યો હતો. એ રૂમ એટલી દુર્ગંધ મારી રહી હતી કે મહેક ત્યાં ઊભા રહેવામાં તકલીફ આવી હતી. પણ હજુ આ રૂમમાં શું શું છે તે જાણવા ફરીથી રૂમનો દરવાજો ખોલ્યો. તો ત્યાં જીનાત ની સામે એક મોટું આશન હતું જોતા એવું લાગ્યું કે જે રૂમના મહેક પહેલા ગઈ હતી અને વિરેન્દ્રસિંહ જે રૂમમાં ટી સાહેબ ની રાહ જુએ છે તે રૂમમાં ટી સાહેબ ની બેઠક જેવી અહી બેઠક હતી.
ફરીથી જીનાત સામે મહેકે નજર કરી તો તેના ગળામાં એક તાવીજ હતું અને એ તાવીજ માં શું છે તે જોવા મહેકે પોતાની દિવ્ય દ્રષ્ટિથી નજર કરી તો તે તાવીજ ની અંદર તાંત્રિક ની છબી હતી. આ જોઈને મહેક સમજી ગઈ કે આ જીનાત ની પાસે જ તાંત્રિક નો જીવ રહેલો છે. એટલે તાંત્રિક ને શક્તિ વિહીન ત્યારે કરી શકીશ જ્યારે આ જીનાત કે તાંત્રિક થી દુર કરી શકીશ. અને ગળામાં પહેરેલ તાવીજ ને કાઢીને તેને તોડી મરોડીને નાશ કરી નાખીશ.
હવે જીનાત ની શક્તિથી મહેક સારી રીતે વાકેફ હતી કેમકે જીનાત આ દુનિયામાં અમર અશુર છે અને તેને ક્યારેય કોઈ મારી શકે નહિ. એટલે તેને કઈ રીતે અહીથી ભગાડવો તે એક પ્રશ્ન મહેક સામે આવીને ઊભો હતો.
તે રૂમમાંથી આગળ નીકળીને મહેકે આગળનાં રૂમમાં નજર કરી પણ ત્યાં કોઈ એવી ખાસ શક્તિ જોવા ન મળી. તાંત્રિક આવી જશે ને વિરેન્દ્રસિંહ રાહ જોતા હશે એ સમજી ને મહેક સમય વેડફ્યા વગર તરત વિરેન્દ્રસિંહ પાસે આવી જાય છે. અને તાંત્રિક ની રાહ જોવા લાગે છે.
જીનાત ને મહેક કેવી રીતે ભગાડી શકશે.? શું ટી સાહેબ ને ખબર પડી જશે કે વિરેન્દ્રસિંહ સાથે આવેલી તે મહેક છે.? જોઈશું આગળના ભાગમાં...
કરશ...