વિરેન્દ્રસિંહ ની રાહ જોઈને મહેક બેઠી હતી પણ વિરેન્દ્રસિંહ ને શું કહીને મદદ માંગવી તે સમજાતું ન હતું. જો તે પરી છે અને તાંત્રિક ને સજા આપવા આવી છું તો તે કદાચ મારી હસી ઉડાવે અથવા નાં કહી શકે. એટલે કોઈ એવી વાત કહીને મદદ માંગીશ જેથી વિરેન્દ્રસિંહ હા કહી શકે.
વિરેન્દ્રસિંહ નાં આવતા પહેલા મહેકે વિચારી રાખ્યું હતું કે કેવી રીતે તેમની પાસે મદદ માંગવી.
મહેક પાસે વિરેન્દ્રસિંહ આવ્યા એટલે મહેકે તેમને બેસવા કહ્યું ને તેમાં માટે પાણી લાવી. મહેક નાં હાથથી લાવેલું પાણી વિરેન્દ્રસિંહ જ્યારે પીધું તરત જ એક અલગ શાંતિ સાથે શક્તિ નો ભાસ થયો. તે પાણી નહિ પણ વિરેન્દ્રસિંહ ને અમૃત લાગ્યું હતું.
મહેક ની સામે બેસીને વિરેન્દ્રસિંહ મહેક ને વારે વારે નીરખી રહ્યા હતા. પણ મહેક તેમની સામે નજર કરે તે પહેલાં વિરેન્દ્રસિંહ તેના પરથી નજર હટાવી દેતા હતા. વાતની શરૂઆત કોણ કરે તે સમજાતું ન હતું. મહેક ને એમ હતું કે વિરેન્દ્રસિંહ પૂછશે કે શું મદદ જોઇએ છે. પણ તેતો ચૂપ રહી તેને નીરખી રહ્યા હતા. તો વિરેન્દ્રસિંહ પણ એમ સમજી રહ્યા કે મહેક ને જે મદદની જરૂર હશે તે કહેશે.
મહેકે વાત ની શરૂઆત કરી.
હું એક સારા કાર્ય કરવા માટે આ શહેર આવી છું. અને મને જાણવા મળ્યું છે કે ટી સાહેબ ઘણી મહિલાઓ સાથે દુષ્કર્મ કરી તેને દાસી પણ બનાવી દીધી છે. હું આ ટી સાહેબ ને પાઠ ભણાવવા અને યોગ્ય સજા આપવા માટે આવી છું. હું જાણું છું કે તે પૈસાદાર ની સાથે તાકાતવર પણ છે. પણ હું બને તે ભોગે તેને સજા આપવા માંગુ છું. આપ મારી મદદ કરશો.? સહજ રીતે વાત કરીને મહેકે વિરેન્દ્રસિંહ પાસે મદદની અપેક્ષા રાખી.
વિરેન્દ્રસિંહ ને ખબર હતી કે ટી સાહેબ પૈસાદાર ની સાથે શક્તિશાળી પણ છે. તે એ પણ જાણતા હતા કે તે ઘણી સ્ત્રીઓ ને તેણે શિકાર પણ બનાવી છે. પણ તેમની પાસે રહેલી શક્તિથી તે વાકેફ થઈ ગયા હતા એટલે તે તેની સામે કઈ કરી શકે તેમ ન હતા. એટલે ચૂપ રહીને આ શહેરમાં શાંતિથી રહેતા હતા.
મહેકે જે મદદની માંગણી કરી હતી તે માંગણી નો પાકો અંદાજો વિરેન્દ્રસિંહ લગાડી શક્યા નહિ પણ એટલું સમજી ગયા કે તાંત્રિક ને સજા આપવામાં મારી કોઈ મદદ ની જરૂર છે પણ કયા પ્રકારની મદદની જરૂર છે તે જાણવા વિરેન્દ્રસિંહ પૂછે છે.
મહેક... કેવી મદદ અને હું કઈ રીતે તમારી મદદ કરી શકું.!!
આગળ મદદ માંગતા મહેક કહે છે. હું ટી સાહેબ પાસે કેટલી શક્તિ અને તાકાત છે તે જાણવા માગું છું. આપ મારી એ બાબતમાં મદદ કરી શકશો.?
ટી સાહેબ પાસે રહેલી તાકાત ને હું સામાન્ય માણસ જાણી કેમ શકું.! પણ એટલું કહીશ કે તે વિદ્યા શક્તિ થી વાળો એક શક્તિશાળી માણસ છે એટલે તેમની પાસે રહેલી શક્તિ ને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તો હું કેમ જાણી શકું.!
પણ બીજી કોઈ બાબતથી હું કઈ રીતે મદદ કરી શકું તે આપ કહેશો તો હું જરૂરથી મદદ કરીશ. મદદની તત્પરતા બતાવતા વિરેન્દ્રસિંહ કહ્યું.
મહેકના મનમાં આવેલી યુક્તિ તાંત્રિક ને સજા આપવા માટે કાફી હતી પણ તે માટે વિરેન્દ્રસિંહ તૈયાર થશે કે નહીં તે અસમંજસ માં હતી. પણ કહ્યા વગર તો કોઈ મદદ માટે તૈયાર ન થાય. એટલે મહેક મદદના હેતુથી મુખ્ય વાત વિરેન્દ્રસિંહ સામે રાખે છે.
હું તમારી સાથે તમારી પત્ની બનીને આપણે બંને ટી સાહેબની પાસે જઈશું. ત્યાં જતાં પહેલા આપણે બધી તૈયારી કરીને જઈશું. લાઇવ કેમેરા સાથે ત્યાં પ્રવેશ કરીશું. ત્યાં હું અને તમે ટી સાહેબ ની શક્તિ અને વિદ્યા વિશે પરિચિત થઈને ત્યાં બનતી બધી ઘટના થી વાકેફ થાશું. પછી ટી સાહેબ આગળ હું મારી મુશ્કેલી જણાવી ને આપણે ત્યાં રહીને તેનો ભાંડો ફોડીશું. આના માટે મારા તરફથી મે બધી તૈયારી કરી લીધી છે બસ તમે સાથે હશો તો આ કામ હું સરળ રીતે પૂરું કરી શકીશ.
મહેક ની આ મદદ સાંભળીને વિરેન્દ્રસિંહ મદદ માટે જે તત્પરતા બતાવી હતી તે નાં માં બદલાવી દીધી. આ મદદ માટે તેમણે નાં કહી.
વિરેન્દ્રસિંહ આ મદદ માટે નાં કહી છે તો હવે મહેક હવે શું કરશે.? તાંત્રિક નો ભાંડો ફોડવામાં મહેક ને સફળતા મળશે કે નહિ.? આ જોઈશું આગળનાં ભાગમાં...
ક્રમશ...