મહેક નાં હાથમાં પરવાનગી નું કાર્ડ મળતા તે તરત તાંત્રિક ને મળવા તેના બંગલાએ પહોંચી. ત્યાં જઈને હોમગાર્ડ ને કાર્ડ બતાવી દાખલ થઈ. અંદર પ્રવેચતા સામે વિશાળ ગાર્ડન હતું અને રંગબેરંગી ફૂલોથી છવાયેલું હતું. ચાલતી ચાલતી મહેક આગળ વધી ત્યાં સામેથી આવતા એક માણસે મહેક ને કહ્યું. મારી સાથે ચાલો હું તમને ટી સાહેબ પાસે લઈ જાવ.
મહેક તે માણસની પાછળ ચાલતી થઈ. એક વિશાળ બંગલામાં મહેક દાખલ થઈ. ત્યાં આટલા બધા રૂમ જોઈને કેટલા રૂમ હશે તેનો અંદાજો માનવો મહેક માટે મુશ્કેલ હતો. કેમ કે તે માણસ અંદર ને અંદર રૂમ પછી રૂમ પાર કરીને લઈ જઈ રહ્યો હતો. બધા રૂમ બંધ જ હતા. પણ બધા રૂમના દરવાજા પર અલગ ચિત્રો દોરેલાં હતા. અને અમુક રૂમ માંથી કોઈનો અવાજ આવી રહ્યો હોય તેવું મહેક ને લાગ્યું. તેમની દિવ્ય દ્રષ્ટિ થી એક રૂમની અંદર નજર કરી તો કોઈ પ્રેત હોય તેવું લાગ્યું. વધુ નજર કરે તે પહેલા તે આગળ નીકળી ગઈ. ફરી બીજા રૂમની અંદર નજર કરી તો ત્યાં કોઈ દિવ્ય પ્રકાશ હતો અને તેની ફરતે દિવડાઓ ની હારમાળાઓ હતી. થોડા આગળ નીકળી જતા ફરી એક રૂમ પર નજર કરી તો કોઈ મોટો અધિકારી એક મહિલા સાથે અર્ધ નગ્ન હાલતમાં હતો. આ જોઈને મહેક સમજી ગઈ કે આ તાંત્રિક કોઈ મહાન તાંત્રિક હોવો જોઈએ અને આ તાંત્રિક નાં કારણે ઘણા મોટા અધિકારીઓ પણ અહી આવી ને આવા કૃત્ય કરતા હશે. આવો બંગલો અને ભૂત પ્રેતને વશ માં રાખનારો તાંત્રિક માં કઈક તો હશે જ એટલે જ તેણે આવી શક્તિઓ ને કેદ કરી ને રાખી છે.
મહેક જે જાણવા આવી હતી તે આ જોઈને ઘણું જાણી શુકી હતી હવે તાંત્રિક ને જોવો બાકી હતો. આખરે તે માણસે જ્યાં તાંત્રિક ની મુખ્ય બેઠક હશે તે રૂમમાં લઇ ગયો.
તે રૂમ પાસે મહેક ને છોડીને પાછો નીકળી ગયો. અને મહેક એકલી ત્યાં ઊભી રહીને આજુ બાજુ નિરીક્ષણ કરવા લાગી. તે રૂમ બહુ મોટો હતો. દીવાલની ફરતી બાજુએ મોટા મોટા દેવી દેવતાના પોસ્ટર લગાવેલા હતા. સામે એક મોટી સોફા વાળી બેઠક હતી અને તેની સામેના ભાગમાં એક હવન કુંડ હતો. તે જોઈને લાગ્યું તે હજુ હવાંકુંડ સળગે છે કેમકે હજુ તેમાં ધુવાડો નીકળી રહ્યો હતો. હમણાજ આ કુંડ ને પ્રજવલિત કરીને કોઈ મંત્રો નાં જાપ કર્યા હશે.
મહેક જે તરફથી અહી સુધી આવી હતી તે કોઈ શક્તિશાળી જ જાણી શકે બાકી સામાન્ય વ્યક્તિ ને ખબર જ ન પડે કે આ બંગલો મેલી શક્તિઓ થી ભરેલો છે. સામાન્ય વ્યક્તિ ને લાગે આ દુઃખ નિવારણ કરનારો બંગલો છે.
ત્યાં એક જગ્યાએ બેસીને તાંત્રિક ની મહેક રાહ જોવા લાગી. ત્યાં સામેનો દરવાજો ખૂલ્યો અને પહેલા બે યુવાન છોકરી બહાર આવી તેની પાછળ તાંત્રિક હતો. તાંત્રિક જોવામાં એકદમ સામાન્ય માણસ જેવો લાગતો હતો. ન હતી દાઢી કે ન હતી મૂછ અને કપડાં જોતા એવું લાગી રહ્યું હતું કે તે જ્ઞાની ની સાથે મહાન પુરુષ હોય એવું. પણ તેની સાથે રહેલી મોર્ડન છોકરીઓ નું થોડું વિચિત્ર લાગી રહ્યું હતું. પણ અત્યારના સમયમાં પૈસા વાળા માણસની સેવામાં યુવાન છોકરીઓની સેવા એક સામાન્ય બાબત બની ગઈ છે.
તાંત્રિક ને જોઈને દેખાડો કરવા માટે મહેક ઊભી થઈ અને તેની સામે પ્રણામ કર્યા. તાંત્રિક પોતાની બેઠક પર બેસી ગયો અને બાજુમાં ઊભેલી છોકરીઓ આજુ બાજુની વ્યવસ્થા કરીને નીકળી ગઈ. હવે તાંત્રિક અને મહેક બંને તે રૂમમાં એકલા સામ સામે હતા.
તાંત્રિક ની નજરથી મહેક સમજી ગઈ કે આ તાંત્રિક પોતાની વિદ્યા થી મને ઓળખી તો ગયો જ હશે. પણ તાંત્રિક ની વાતની શરૂઆત પર થી એવું લાગ્યું નહિ કે તે મને ઓળખી ગયો હોય. તાંત્રિક બોલ્યો.
શું સમસ્યા છે યુવતી.?
મહેક ને તાંત્રિક ના આ સવાલથી લાગ્યું તે મને ઓળખી શક્યો નથી. એટલે મહેકે કહ્યું મને કોઈ મુશ્કેલી નથી પણ હું તમારી સેવા કરવા માગું છું.
અત્યાર સુધીના સમયમાં આવી યુવતી ઘણી તાંત્રિક પાસે આવી ગઈ હતી એટલે મહેક નાં આ જવાબથી નવાઈ લાગી નહિ પણ ખાતરી કરવા માટે મહેક ને તાંત્રિક સવાલ કરે છે.
તને ખબર ન હોય તો કહી દવ મારી સેવા એટલે પોતાનું બધું જ ગુમાવવું. બોલ મંજૂર છે ને તને.? તાંત્રિકે મહેક ની પરીક્ષા લેતા પુછી લીધું.
શું તાંત્રિક ની આ શરત થી તેની સેવા માટે મહેક તૈયાર થઈ જશે. મહેક હવે તાંત્રિક ને શું જવાબ આપશે તે જોઈશું આગળનાં ભાગમાં.
ક્રમશ...