Jail Number 11 A - 36 - Last Episode books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૩૬ (છેલ્લો અંક)

સમર્થ પ્રેમ પત્ર લખવા નું  કારણ આપઘાતની રાત પહેલા બોલ્યો હતો.. 

‘એ પ્રેમ પત્રો મારા  હતા.’

‘તો? એ કોઈ બીજાના કહેવા પર લખતો હતો?’

‘ ના. પણ એ હું કોઈ બીજા માટે લખતો હતો.’

‘તો તો તારા એડ્રેસ ખોટા હશે.’

‘ના. પણ મૌર્વિને તો એ પત્રો પહોંચતા હતા.’

‘મતલબ?’

‘હું જે મૌર્વિની વાત કરું છું, તે મૌર્વિ 12 વર્ષ પહેલાની મૌર્વિ છે.’

‘એટલે તું-’

‘જે છોકરો તારી પાછળ દોડતો હતો.. એ હું જ છુ!’

‘યક્ષ?’

‘હા. યક્ષ. મનીષ રાજપૂત અને કીર્તિ રાજપૂત મારી નીચે કામ કરતાં હતા. મને તારી પર પહેલાથી પ્રીત હતી પણ તે વ્યક્ત નહતી થતી. કીર્તિ પણ સિહોરની જ હતી. તે કાગળ લખતી અને મનીષ નજર રાખતો. તારું ધ્યાન રાખવાનો એક માત્ર ઉપાય મારી પાસે આજ હતો. કીર્તિને તારી પર વેર હશે તે મને ખબર નહીં. તે મને તારા વિષે જાણવાનું સ્ત્રોત બનાવતી. પેલા દિવસે લાકડાથી તારા માથા પર ધબ્બા મારનાર એ જ હતી.’

‘પણ આવું તે કેમ કરતી હતી?’

‘એને એની મમ્મી રાધિકાને મે થોડીક બિવડાવી હતી..’

‘એ ચાર દિવસ સુધી તેઓના ઘરની બહાર ન હતા આવ્યા.’

‘આ વાત પણ મને પછી જ ખબર પડી.’ 

‘તે ગુનો કર્યો! અને તને ખબર પણ ન હતી!’

ત્યાં મૈથિલીશરણ ઉઠી ગયો. 

‘અરે યાર તમે લોકો..’ હબકતા - હબકતા તે બોલ્યો. 

‘કાલે મરવાનું છે અને આજે ઝગડો છો.’

ગુસ્સામાં ને ગુસ્સામાં મૌર્વિએ બધીજ વાત મૈથિલને કરી. 

‘શું? આવું કોણ કરતું હશે!’

‘કોઈ કરતું નથી.. થઇ જાય છે.’

‘એટલે જ મમ્મી મને મિથુનથી દૂર રાખવા ઇચ્છતી હશે. તેને ખબર હતી રાધિકા આન્ટી સાથે શું થયું. પણ હવે.. હવે કોઈ કીર્તિને ગોતવા જવાનો મતલબ નથી..’

‘છે!’

મૈથિલ ઉદગાર્યો. 

‘મતલબ?’

‘મતલબ..’ કહી મૈથિલે તેનો આઇડીયા જણાવ્યો. 

‘પણ હવે કીર્તિને ગોતીશું ક્યાંથી?’ મૌર્વિ થોડીક શાંત થઈ હતી. 

‘પેલા ગાર્ડને પૂછવું છે?’ સમર્થે કહ્યું. 

બંનેવે તેનેજ વાત કરવાનો ઈશારો કર્યો. 

અને છેલ્લો આઇડિયા કામ કરી ગયો! તે ગાર્ડ કીર્તિને નહીં પણ તેના ‘બોસ’ મનીષને ઓળખતો હતો. જ્યારે મનીષ આવ્યો ત્યારે.. 

‘સર..’ 

‘મનીષ. પહેલા મારી વાત સાંભળ. તું કીર્તિને લઈ આવ.’ 

મનીષના હાથમાં હતું કે તે ન જાય, અપમાન કરી પાછો ઘરે જતો રહે.. પણ તેને એવું ન કર્યુ. તે કીર્તિને સંગાથ લઈ આવ્યો. 

કીર્તિ મૌર્વિને જોતાં ગુસ્સે લાલ - પીળી થાઇ ગઈ. તે મૌર્વિંના વાળ ખેચી તેને લઈ જ જવાની હતી કે.. 

‘આવી રીતની સજા શું કામ?’

મૈથિલે પૂછ્યું. 

‘કારણકે આ સ્ત્રીએ મારી -’

‘તેઓને ખબર છે, કીર્તિકે તારી સાથે શું થયું હતું. મૈથિલતો બસ એવું જ કહેવા માંગે છે કે..’

‘આ સજા નકામી છે,’ મૈથિલ એ પૂરું કર્યું, ‘જો તારે અમને સજા આપવી જ હોય તો કાલે અમારો છેલ્લો દિવસ છે પૃથ્વી પર, અને અમે ભાગવાનાજ છીએ.  ટ્રાઇ કરી જો કે તું અમને ન ભાગવા દે. પણ ધ્યાન રાખજે અમે તો ભાગી શુજ.’ 

બસ આટલી વાત કીર્તિના મનમાં બેસી ગઈ. 

તેટલેજ સવારે બધા યુટીત્સ્યાના લોકોને તે ભગાવી જતી રહી, અને મૂકી ગઈ તેની પોતાની સેના. તેની અક્ષૌહિણી. એવી સેના કે જેઓ કઈ પણ થઈ જાય, આા દરવાજા કે દિવાલના બંધ તૂટવા દેવાના ન હતા. 

અને છેવટે બધા જ મૃત્યુ પામ્યા. 

તેની સાથે એક બીજી ઘટના પણ થઈ. 

મિથુનનું મૃત શરીર ગાયબ થઇ ગયું. જ્યારે લોકો એ તપાસ કરી, ત્યારે ખબર પડી કે અહી માણસ નહીં, પરંતુ મીણનું પૂતળું લટકાવામાં આવ્યું હતું. 

તો કોઈ વિચારશે મિથુન ક્યાં?

આા પ્રશ્નનો જવાબ સરળ છે: તે ભાગી ગયો. 

આખરે મિથુનને કોઈ કેવી રીતે બાંધી ને રાખી શકે?

તે જીવ્યો. અને ૧૧ - એના તેના સિપાહીનું બલિદાન તેને તો યાદ જ હતું.. કદાચ તેથી જ ક્યાંક વિશ્વના કોઈક ખૂણામાં હજુ `૧૧ - એની કહાની જીવંત છે. 


જેલ નંબર ૧૧ - એને તમારો પ્રેમ આપવા બદલ આભાર. 


જેલ નંબર ૧૧ - એ સમાપ્ત: 

 


          

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED