નારી હારી નથી જતી Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

નારી હારી નથી જતી

અરે શ્રીજા, ક્યાં જાય છે દિકુ. સાંભળ ને જરા.
મીત, પ્લીઝ મારો હાથ ને મારો રસ્તો મૂકી દે, નહીતો આજ અહી અનર્થ થઈ જશે.

મિત્રો, આ નોકજોક આ ઝગડો હું મારી આંખે જોતી હતી. ગાર્ડનમાં મારી આગળની બેંચ પર બેઠેલ યુગલ છેલ્લા બે કલાકથી એકબીજાને સમજાવી મનાવી રહ્યાં હતાં. યુવક મીત ની આંખોમાં થોડી નફ્ફ્ટાઈ, વાસના, ક્રૂરતા દેખાતી હતી. જ્યારે યુવતી શ્રીજા, એની આંખે આંસુ, કરુણા, પ્રેમ અને ધિક્કાર છલકાતો હતો. હું છેલ્લા બે કલાકથી બન્નેને આ જગ્યાએ લડતા જોઈ રહી છું.આજ ઘરે જવાનો કંટાળો આવતો હતો, ને બારે હવા પણ સરસ હતી. એટલે આજ અહીજ બેસીને મેડિટેશન કરીશ એવું વિચારીને અહીજ બેસી ગયી. પણ અહીં મેડિટેશન નહિ પણ મન નું ડીવોષન થઈ ગયું.ચાલો તમને આ યુગલની આખી વાત જણાવું. જ્યારથી મે સાંભળ્યુ, એટલું હું સમજી પણ.

મીત,શું થયું આજ તે મને અહી કેમ બોલાવી. તું તો ઘરેથી ટિફિન લઈને ઑફિસ ગયો તો ને તો અહીં કેમ. શું થયું. બધું ઠીક છે ને.
મીત મને છે ને છેલ્લા કેટલાક દિવસોથી કઈક ન બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ખબર નહીં શું થાશે. ડર લાગે છે મીત.

અરે શ્રી, દિકા તું તો જો કેટલું ટેન્શન લે છે તે. ચીલ કર. કોઈ ટેન્શન ની વાત નથી. પરંતુ હવે તો માલામાલ થવાના દિવસો ઓરા આયા છે. એ પણ તારા લીધે. Thanku so much મારી જાન. I love you.

મારા લીધે!!!! માલામાલ!!! તું શું બોલે છે મીત. સરખું બોલ ને, મેં શું કર્યું છે, મારા લીધે માલામાલ કેવી રીતે????

અરે દિકુ, જો મારી વાત સાંભળજે, સરખી સમજજે, ત્યાર બાદ જ રીએક્ટ કરજે, અને ઘરે કોઈને જાણ ન થાય એનુ ધ્યાન પણ તારે જ રાખવાનું.

મીત, પ્લીઝ આમ ગોળ ગોળ ન ફેરવ. સરખું સરખું બોલ. શું જોઈએ છે. તારી લાલચી આંખોમાં મને ઘણું બધું દેખાય છે
તારે બોલવું હોય તો બોલ નહીં તો જઉં.

લાલચી, શ્રી હું તને લાલચી દેખાઉં છું? મારા વિશે હવે તારા આવાજ મંતવ્યો બચ્યા છે?? જા તો ઠીક છે, નથી કહેવું મારે કઈ. તારે જવું હોય તો તું જા.
હું તો આપણી ગરીબી દૂર કરવા, આ અઘરી જીંદગીથી બચાવવા પ્રયાસ કરી રહ્યો છું. ને તું મને લાલચી કહી રહી છે.😞😞😏😏

ઓય, નાટકી, બંધ કર તારા આ નાટક, ને તારા આ મગરમચ્છનાં આંસુ બીજે ક્યાંય વહાવજે. હવે જલદી બોલ જે તારા મનમાં ચાલતું હોય. બાકી મને તારી આંખોમાં ઘણું બધુ દેખાય છે. એમ પણ તે આપણા સંબંધમાં હવે તારા અધિકાર જતવવાના હક સિવાય કંઇ બાકી નથી રાખ્યું.

કાલ આપણને બન્નેને બે દિવસ માટે રિસોર્ટમાં જવાનું છે. મારા બૉસ તરફથી આપણી એનીવર્સરી ગીફ્ટ છે. ને આ લે તારા માટે મારા તરફથી ગીફ્ટ. તારે રિસોર્ટમાં આ જ કપડાં પહેરવાનાં છે.

શ્રીજા બેગ ખોલીને જુએ છે, કપડાં બહાર કાઢે છે, ને એક પ્રશ્નાર્થ ભરી નજરે મીતને જાણે હમણાંજ કાચો ખાઈ જશે, એટલા ગુસ્સાથી પુછે છે મીત આ શું છે. તને ખબર છે ને હું કોઈ દિ આવા વલ્ગર કપડાં નથી પહેરતી. પછી તારી હિમ્મત કેમ થઈ મને આવા થર્ડ ક્લાસ કપડાં ગીફ્ટ કરવાની. ને જ્યાં સુધી હું તને ઓળખું છું ત્યાં સુધી આ તારી ચોઈસ જ નથી. જરૂર તું કોઈના કહ્યા પ્રમાણે કામ કરી રહ્યો છે. મીત હવે ઇજ્જતમાં જે હોય એ મને કઈ દે. હું મારા બનતા દરેક પ્રયત્ન કરીશ.

ઓહ, તો હવે તું મને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તું જાણે છે તારી વેલ્યુ શું છે. તું આજે પણ મારી પત્ની છે ને તને એ બધી વાત માનવી પણ પડશે જ. ને કાન ખોલીને સાંભળ, તને જવાબ જોઈએ છે ને, તો લે આપુ છું તને જવાબ. હા આ મારી પસંદ નથી, આ કપડાં મારા બોસે તારી માટે મોકલ્યા છે. કાલ રિસોર્ટ એ પણ આપણી સાથે હશે, ને એમના બે ત્રણ ખાસ બિઝનેસ પાર્ટનર પણ હશે. તને એ લોકોને તારી જવાની, તારા યૌવન, તારી કાતિલ અદાથી, મંત્ર મુગ્ધ કરી દેવાના છે.ને આ માટે એક એક વ્યક્તિ મને મોં માંગી રકમ આપી રહ્યો છે. એટલે, જો દિકુ શોર્ટમાં કહુતો તું જેટલી ખુલીશ એટલી આપણી તિજોરી ભરાશે.

મીત હજુ આગળ પોતાની વાત પૂરી કરે એનાથી પેલા જ એના ગાલ પર જોરદાર તમાચો પડ્યો. સંનનનન કરતો અવાજ વાતાવરણમાં પસરાઈ ગયો. આવતા જતા લોકો શ્રીજાને જોતા જ રહી ગયા. બે ત્રણ લોકોએ વચ્ચે પાડીને મધ્યસ્થી કરાવવાની કોશિશ પણ કરી. પણ શ્રીજાની આંખે અંગાર વરસતા હતા. શ્રીજાએ હાથમાં પકડેલા કપડા મિતના મોં પર મારે છે.ને કહે છે,

અરે નાલાયક, જરા તો શરમ કર, પત્ની છું તારી, કોઈ ચકલા પર બેઠેલી બજારુ સ્ત્રી નથી, જેનો તું સોદો કરી આયો છે તે. આટલા વર્ષોથી તારો અસહ્ય ત્રાસ સહન કરતી આવી છુ, ફકત એ જ આશે કે તું બદલી જઈશ. પણ તું ન બદલાયો. જાનવર પણ કદાચ પ્રેમ થી બદલાઈ જય પણ તું.... સાલા હરામી તું તો હૈવાન છે. અરે હજુ કેટલી નીચતા બાકી છે તારામાં. ગીફ્ટ આપીશ મને. આવી ચીપ ગીફ્ટ. ને બીજો તમાચો બીજા ગાલે મારે છે.

સાંભળ હવે, હું તને ગીફ્ટ આપુ છું, મંગળસૂત્ર તોડીને મીતના હાથમા આપે છે, ને કહે છે, આજ પચી મારા ઘરમાં પગ મૂકવાની કોશિશ પણ ન કરતો. આપણા બધા સંબંધો તે અહીજ પૂરા કરી દીધા છે મીત. હવે તું મારો કોઈ નથી. ને રહી વાત ઘર પરીવારની તો હું અભણ નથી, હા તારી ખાતર ખુદને અભણ બનાવીને ઘર સંસાર સાચવવા ગૃહિણી બની રહી. પણ આટલું યાદ રાખજે મીત, જે સ્ત્રી તારા પ્રેમ માટે બધું જ છોડી શકે છે, એ સ્ત્રી ધોખા ને ફરેબ માટે તને પણ છોડી જ શકે છે. તારા પ્રત્યેનો આંધળો પ્રેમ હતો કે આટલી બધી તારી ક્રૂરતા પછી પણ મે તારો હાથ, તારો સાથ ન છોડ્યો, પણ આજ તો તે નીચતાની બધી જ હદ વટાવી દીધી છે મીત. તું તારી શ્રી ને વેચી આવ્યો.
શ્રીજા બેન્ચ પર ફસડાઈ પડી.

જો શ્રી, પ્રેમ હું પણ તને કરું છું, પણ ફકત પ્રેમથી ઘર નથી ચાલતું ને, પ્રેમ સિવાય રૂપિયા, ઈજ્જત, ને હાઈ ફાઈ એટિટયુડ પણ સમાજમાં રહેવા માટે જોઈએ છે. ને મેં કંઈ ખોટું નથી કર્યું. તું કેમ ભૂલી ગયી કે આપણા લગ્ન પેલા પણ શરીર વેચવાનું કામ તું જ કરતી હતી. ને હવે જ્યારે મે આપણા બન્નેના વેલ સેટલ ફ્યુચર માટે વિચાર્યું તો તું સંબંધ પૂરો કરી રહી છે. એ તો વિચાર કે જો એ સમયે મે તને ન અપનાવી હોત તો તું આજ પણ એ જ કામ કરતી હોત, એ જ ગટર માં હોત. મીતના ગાલ પર હજુ એક તમાચો પડ્યો.

સાલા, હરામી, નીચ, આ દિવસ બતાવવા પ્રેમ કર્યો તો તે??? હા હું શરીર વેચતી હતી.કેમ કે મારા કોઈ મા બાપ નોતા. અનાથ હતી, અરે મને તો એ પણ યાદ નથી કે કઈ ઉંમરમાં કોણે મને કોની પાસે વેચી. સુધ સાચવી છે ત્યારથી આ મારું કામ છે એવું વિચારીને કરતી રહી. હા એ લોકોએ મને ભણાવી, એમની સ્કૂલ માં, પગભર કરી, સારાનરસાની પરખ કરતા શીખવાડી.પછી એક રાત તું આવ્યો. એ વખતે પેલી વખત મનમાં લાગણીઓના ઘોડાપુર ધસી આવ્યા. મેં એ લોકોને વાત કરી. તારી સાથે સંસાર માંડવાના અભરખા સાથે મેં એમની જોડે બધાં વ્યવહાર કાપી નાખ્યા. એ ગંદગી ભરી દુનિયા મેં તારી માટે છોડી હવે તુંજ મને એ દુનિયામાં પછી ધકેલવા માંગે છે. મેં પુરી નિષ્ઠા, સાથે મારા કર્તવ્ય નિભાવ્યા છે, પણ તું તારી અસલી ઓકાત દેખાડી ગયો મીત. પણ હવે નહિ. સાંજે ઘરે આવીને તારો સમાન લઈ જજે. બા બાપુજીને હું સાચવી લઈશ. ને જા આજ પછી તારી આ નીચ શકલ કોઈ દી ના દેખાડીશ, નહીતો ક્યાંક હું મારા હાથે કોઈ અનર્થ ન કરી બેસું.

શ્રી રડતી ખુદને સાચવતી, ભારી પગે ત્યાંથી જતી રહી. પણ મારા મનમા એના પ્રત્યે એક સમ્માનની લાગણી ભરતી ગયી.

જો નારી ઈચ્છે તો એને કોઈ તાકત હરાવી નથી શકતી,
જો નારી ઈચ્છે તો એ કોઈ દિવસ હરી નથી શકતી,
જોઇએ એને ફકત થોડું માન થોડુ સમ્માન,
એ વગર તો એ ખુદને પણ ચાહિ નથી શકતી,
સાચવશે તમારા વ્યવહાર પોતાની ઈચ્છાઓ પર થીગડા મારીને,
એ સોય બનશે તમારી લાગણીઓને સિવવાની,
જો તમે બનશો દોરા રેશમના તો લાગણીમાં ગાંઠ આવી નથી શકતી,
નારી છે ન્યારી, એની ઇચ્છા બલિહારી, એ કોઈ દી હારી નથી જતી,
બસ તૂટીને વિખેરાઈ જાય છે, એ પછી પ્રેમ ક્યારી નથી બનતી.
B ve