Woman: Family lifeline books and stories free download online pdf in Gujarati

સ્ત્રી: પરિવારની જીવનરેખા


સ્ત્રી અને પરિવાર, બન્ને શબ્દો વાસ્તવમાં એકબીજાના પર્યાય છે, એક હંમેશા બીજા વગર અધૂરું રહેશે.

સૌથી પ્રાચીન સમયથી, જ્યાં સુધી ઇતિહાસ જાય છે, સ્ત્રીઓને હંમેશા ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તે પુરૂષ કરતાં શારીરિક રીતે નબળી છે. પરંતુ, જ્યારે પણ તેના માર્ગમાં કોઈ પડકાર આવે છે, ત્યારે તેણે વિજેતા બનીને બતાવ્યું છે.

એક સ્ત્રીને, ભગવાને પુષ્કળ પરિવર્તનક્ષમતા અને સબર આપી છે, તદુપરાંત આ ગુણો તેને જીવનમાં સતત આગળ વધારતી રહે છે, પછી ભલે ગમે તેટલા સખત સંજોગો હોય. વાસ્તવમાં, 'સ્થિતિસ્થાપકતા' એ દરેક સ્ત્રીનું મધ્યમ નામ હોવું જોઈએ.

સ્ત્રી; એ પ્રેમ, માયા, હિંમત અને સહનશક્તિનો જાદુઈ મિશ્રણ છે. તે તેના ભાઈ-બહેનો માટે સહાયક બહેન બની શકે, જેમને વિશ્વાસ કરવા માટે શ્રેષ્ઠ મિત્રની અથવા રડવા માટે ખભાની જરૂર હોય છે. દીકરીના રૂપમાં તેના માતા-પિતાને આર્થિક રીતે મદદ કરવા માટે, ઘરનો આધારસ્તંભ બની શકે છે. એક પ્રેમાળ માતા, જેનો હૂંફ અને દયાળુ શબ્દો તમારા દિવસોને શાંતિ અને ખુશીઓથી ભરી દે. એક સમજદાર પત્ની, જે થાંભલાની જેમ તમારા બધા સુખ દુઃખમાં પડખે ઉભી હોય.

આ બધું હું એટલે નથી કહી રહી કે હું પોતે એક સ્ત્રી છું. ના. પરંતુ મારો વર્ષોનો અનુભવ અને ઘણી બધી પ્રખ્યાત હસ્તીઓ સાક્ષી આપે છે, કે આપણું કુટુંબ સ્ત્રીની ગેરહાજરીથી ચોક્કસપણે અધૂરું હોત. એમ કહેવું ખોટું નહિ હોય, કે સ્ત્રી તો ઘર પરિવારના હૃદયના ધબકારાની બરાબર હોય છે.

તેમાં તે ક્ષમતા હોય છે કે તે પોતાના બાળકોનો આધાર બને, અને તેમની કાળજી ભરેલી માવજત કરે. તેમને પોતાની જવાબદારીઓ યાદ કરાવે, જુએ તો પ્રેમથી અને ક્યારેક થોડો ઠપકો આપીને. સિમેંટની જેમ, નારી કુટુંબના તમામ સંબંધોને એક સાથે બાંધી રાખે છે.

એક સ્ત્રી બહુવિધ ભૂમિકાઓ સરળતાથી નિભાવી શકે છે. તે સુરક્ષાની છત, હૂંફની દિવાલો અને પ્રેમનો મૂળ છે. આ એટલે નથી કે તે ઘરના કામ કરે છે. તેના માટે તમે નોકર અને રસોઈયા રાખી શકો છો. તે એટલા માટે પણ નથી કે તે પૈસા કમાવીને લાવે છે.

પરંતુ, સ્ત્રીનો સ્વભાવ અને તેનું સોનેરી હૃદય, આ તે વિશેની વાત છે. સ્ત્રી પ્રેમ અને બલિદાનનું પ્રતિક હોય છે. ભૂલ ગમે તેટલી મોટી હોય, તેમાં માફ કરવાની અને ભૂલી જવાની તાકાત છે. સ્ત્રી માટે, કુટુંબ માત્ર મહત્વનું નથી, તે તેની આખી દુનિયા છે, તેનું હૃદય અને આત્મા તેના પરિવારજનોમાં વસે છે.

અલબત્ત, આ દુનિયામાં ઘણા બધા લોકો છે અને તમે કદાચ આપણી ચર્ચા કરતા વિપરીત મહિલાઓને જોઈ હશે. પરંતુ અહીં આપણે બહુમતી વિશે વાત કરી રહ્યા છીએ; સ્ત્રીઓ જેમ કે તે પ્રકૃતિ દ્વારા સર્જાવામાં આવી છે.

મેં એક વાર કોઈને તેના પુત્રને કહેતા સાંભળ્યું,
“હું તારી મમ્મી સમક્ષ મરવાની પ્રાર્થના કરું છું. તે મારા વિના જીવી શકશે, પરંતુ પ્રભુ ન કરે, જો તે પહેલા ચાલી જશે, તો હું તેના વિના જીવી નહીં શકું."

હું નીચેના બે સુંદર અવતરણો સાથે આ લેખ સમાપ્ત કરવા માંગુ છું, જે સ્ત્રીના વ્યક્તિત્વનું સારાંશ આપે છે:

*સ્ત્રી ટી બેગ જેવી છે; જ્યાં સુધી તે ગરમ પાણીમાં ન પડે, ત્યાં સુધી ખબર ન પડે કે તેનામાં કેટલી ક્ષમતા છે.* એલેનોર રૂઝવેલ્ટ

*તમે જ્યારે માણસને શિક્ષિત કરો; તો તમે ફક્ત એક માણસને જ શિક્ષિત કરો છો. પણ જો તમે એક સ્ત્રીને શિક્ષિત કરો; તો તમે આખી પેઢીને શિક્ષિત કરો છો."* બ્રિઘમ યંગ

શમીમ મર્ચન્ટ, મુંબઈ

________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED