nava report card books and stories free download online pdf in Gujarati

નવા રિપોર્ટ કાર્ડ


Story on a Gujarati proverb


કહેવત: બોલે તેના બોર વહેંચાય




લગ્ન પહેલાં શિક્ષિકા હોવા છતાં, ખુશ્બુએ જીવન ના પંદર વર્ષ ઘર, બાળકો અને પરિવાર ને રાજી ખુશી સમર્પિત કરી નાખ્યા. જરૂર પડતાં, એ ફરી નોકરી ગોતવાં નીકળી પડી. એના નસીબ સારા હતા અને અંગ્રેજી નું જ્ઞાન હોવાના લીધે, એને તરત એક Kidzee franchise પૂર્વશાળામાં કામ મળી ગયું.


પરિવાર અને પ્રેમાળ પતિના સાથ ના કારણે, ખુશ્બુ ઘર અને સ્કૂલ ના બધા કામમાં પહોંચી વળતી. મહેનતુ તો હતી જ, સાથે ચીવટ વાળી પણ હતી. સ્કૂલની પ્રધાન આચાર્યા એનાં કામથી ઘણી ખુશ હતી. છ માસમાં ખુશ્બુનો પગાર વધી ગયો.


ખુશ્બુએ છ મહિનામાં પૂર્વશાળામાં ઘણાં આધુનિક ફેરફાર કર્યા. સ્કૂલની પ્રધાન આચાર્યએ ખુશ્બુને બોલાવીને કહ્યું,

"ખુશ્બુ, હું તારા કામથી ઘણી પ્રભાવિત છું. તારાં કારણે સ્કૂલમાં બધા કર્મચારીઓની કાર્યક્ષમતા અને ભણાવાની ગુણવંતા સુધરી ગઈ છે."

"Thank you Ma'am. તમારી સરહના મારા માટે ખૂબ અજ મહત્વની છે. તમારો ખૂબ ખૂબ આભાર."

ખુશ્બુ ફૂલી ન સમાણી.


થોડાક સમય પછી અભ્યાસક્રમ બદલાઈ ગયો, જેના લીધે બધા નવા વિદ્યાર્થીઓને નવી પુસ્તકો અને નવા રંગીન રિપોર્ટ કાર્ડ મળવાનાં હતાં. ખુશ્બુનાં વર્ગમાં પચ્ચીસ વિદ્યાર્થીઓ હતાં, જેમાંથી બાર વિદ્યાર્થીઓ જુના અને તેર વિદ્યાર્થીઓ નવા હતા. PTA meeting ને ફક્ત એક મહિનો બાકી હતો.


ખુશ્બુ એની પ્રિન્સીપલ પાસે ગઈ અને કહ્યું,

"મૅમ, મારે તમારી જોડે વાત કરવી છે."

"હા ખુશ્બુ, બોલ, શું વાત છે?"

હિમ્મત જુટાવીને એણે પોતાની વાત ચાલુ કરી.

"મૅમ, openhouse ને ફક્ત એક મહિનો બાકી છે. અને openhouse માં બધા મા-બાપ ભેગા થશે."

"તું કેહવા શું માંગે છે?"

"મૅમ, અડધી ક્લાસ ને જુના સાદા રિપોર્ટ કાર્ડ મળશે અને બાકી બધાને નવા રંગીન રિપોર્ટ કાર્ડ. જેને જુના કાર્ડ મળશે એ લોકો નારાઝ થશે."


પ્રિન્સીપલ મેડમે આગળ બેસતા કહ્યું,

"એમાં આપણે કંઈ નથી કરી શકતા. આ તો Zee તરફથી આવ્યા છે."

ઊંડો શ્વાસ ભરતા ખુશ્બુ બોલી,

"મૅમ, અભ્યાસક્રમ બદલાઈ ગયો, એમાં વિદ્યાર્થીઓ કે એમના માં બાપનો શું વાંક? શું આપણે Zee ની ઓફીસ ને આજીજી નથી કરી શકતા કે જુના રિપોર્ટ કાર્ડ લઇ લે અને એના બદલે નવા રિપોર્ટ કાર્ડ મોકલાવે."


મેડમે ના પડતા માથું હલાવ્યું.

"Impossible ખુશ્બુ. નવું કાર્ડ પાંચસો રૂપિયા નું એક છે, Zee વાળા ક્યારે મફતમાં નહીં બદલી આપે."

ખુશુબુએ ફરી પ્રયત્ન કર્યો.

"મૅમ નવા રિપોર્ટ કાર્ડ ખૂબ સુંદર છે, મા-બાપ હંમેશા સાચવી રાખશે. તમે એક વાર Zeeની ઓફીસ માં પૂછી તો જુઓ. વધુમાં વધુ ના સાંભળવા મળશે, બીજુ શું? પણ જો હાં પાડશે તો parentsમાં આપણી કિંમત વધી જશે."

"Okay, let me try. But there's no guarantee."

"Thank you Ma'am."

ખુશ્બુ ઉભી થઇ અને દરવાજે પહોંચી, જતા પહેલા ફરી અને સ્મિત ભરતા કહ્યું,

"મૅમ, બોલે તેના બોર વહેંચાય."


ખુશ્બુની વાત સાંભળી ને પ્રિન્સીપલ એ Zee ને email લખતાં જુના રિપોર્ટ કાર્ડ બદલવાની માંગ કરી, પણ એને જરાય અપેક્ષા ન હતી.


દસ દિવસ પછી પ્રિન્સીપલ એ ખુશ્બુને પોતાની કેબિનમાં બોલાવી. જ્યારે ખુશ્બુ ખુરશી ઉપર બેઠી, ત્યારે મૅમ એ ચૂપ ચાપ ખુશ્બુ ની સામે એક મોટું પેકેટ રાખ્યું અને મુસ્કુરાતા પેકેટને થાબળતા કહ્યું,

"You were right!"


ખુશ્બુ એકદમથી ઉછળી પડી અને તાળી વગાડતાં બોલી,

"Wow! Really?"

ભંવર ઉંચા કરતા પ્રિન્સીપલ એ કબૂલ કર્યું,

"મને તો જરાય આશા ન હતી, ફક્ત તારા કહેવા પર મેં એમને પત્ર લખ્યો હતો. But Khushboo, I must say, I'm very proud of you. હું અતિશય ખુશ છું કે તું અમારા સ્કૂલમાં ટીચર છો. હું તારી સાથે સહેમત છું...બોલે તેના બોર વહેંચાય!"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED