ક્રિસમસ ટ્રી SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ક્રિસમસ ટ્રી

"અરે ધીરજ ધરો બાળકો, શાંત થઈ જાવ! હું જાણું છું કે તમે બધા ક્રિસમસ ટ્રીને શણગારવા માટે ઉત્સાહિત છો, પરંતુ જો તમે તમારી લાઇનની બહાર દોડી આવશો, તો તમને ચાન્સ મળશે નહીં. યાદ રાખો."

સેન્ટ ઝેવિયરના અનાથાશ્રમની મેટ્રન મારી બાજુમાં એક ઉંચી ખુરશી પર બેઠી અને દરેક બાળકને, જ્યાં પણ તે કહે ત્યાં મારા પર આભૂષણ લગાવા આપતી ગઈ.

હું? હું એક ક્રિસમસ ટ્રી છું. હું છું તો નકલી, પણ મને મારા પર ગર્વ છે. લાંબો, સુંવાળો, લીલોછમ અને તદ્દન ગમી જાઉં એવો છું. તેમ છતાં હું કહીશ કે હું એક અજીબ જીવન જીવું છું જેની કોઈએ પણ કલ્પના નહીં કરી હોય. હજારો લોકોને તેનો વિચાર પણ નહીં આવ્યો હશે.

જેમ જેમ દરેક બાળક મને મોટા અથવા નાના રંગબેરંગી સુશોભિત વસ્તુઓ સાથે શણગારવા માટે આગળ આવે છે, મને તે જ સમયે હસવું અને રડવું, ખુશી અને દુઃખ સમાન કદમાં થાય છે. વિચિત્ર છે, આખું વર્ષ હું જૂની ધૂળવાળી, ગંધવાળી કોથળીમાં લપેટાયેલો હોઉં છું અને ગોડાઉનના દૂરના ખૂણામાં પડ્યો હોઉં છું. પરંતુ ડિસેમ્બરના આગમનની સાથે મને લાડ લડાવામાં આવે છે.

ચાર પટાવાળા મને ઉપાડવા માટે આવ્યા હતા અને મને શાંત, અંધારાવાળા ઓરડામાંથી બહાર લાવ્યા. જ્યારે તેઓ મને મારી ગંદી કેદમાંથી બહાર કાઢી રહ્યા હતા ત્યારે સખત મેટ્રન, સિસ્ટર નેન્સી, તેમના માથા પર ઉભા હતા.
"સાવચેતી થી કામ કરો. એક પણ શાખા તૂટવી નહીં જોઇએ."

પછી તો ખૂબ જ કાળજીપૂર્વક, એક, એક કરીને મારા બધા ભાગને બહાર કાઢવામાં આવ્યા, કારણ કે સ્ટોર કરતી વખતે મને છૂટું પાડીને મુકવામાં આવ્યું હતું.
હાશ! મેં લગભગ એક વર્ષ પછી વ્યાપક સૂર્યપ્રકાશ જોયો! તેમ છતાં હું એક નકલી ઝાડ છું, પરંતુ અગિયાર મહિના બંધ રહ્યા પછી, એવું લાગ્યું કે હવે હું શ્વાસ લઈ શકું છું. કેટલીક વાર હું ઈચ્છું છું કે હું જીવતો જાગતો ઝાડ હોત, તો કેટલું સારું થાત. પરંતુ હું માનું છું કે અનાથાશ્રમ દર વર્ષે ક્રિસમસ ટ્રી પર પૈસા ખર્ચ કરી શકતું નથી. તેથી તેઓએ મારાથી કામ ચાલવું પડે છે.

"પહેલા તેને યોગ્ય રીતે ફરી જોડી નાખો અને ગાર્ડનનું પાઇપનો ઉપયોગ કરીને તેને સારી રીતે સાફ કરો."
વાહ! છેવટે મને મારૂ વાર્ષિક સ્નાન પ્રાપ્ત થયું. સાંભળવામાં રમુજી લાગે છે ને? પછી મને એક આખો દિવસ સૂકવવા માટે કમ્પાઉન્ડમાં છોડી દેવામાં આવ્યો. મને ચોકીદાર ઉપર દયા આવે છે. બાળકો મારી આજુબાજુ ન દોડે અને મને પછાડી ન દે, તે ડરથી તેણે પોતાની નજર મારા પર કેન્દ્રિત રાખવી પડી.

અને આખરે અહીં હું સજી ધજીને ઉભો છું. નાનકડો જેમ્સ અનાથાશ્રમમાં સૌથી નાનો છોકરો છે, તે ફક્ત પાંચ વર્ષનો છે. પોતાનું આભૂષણ મારા પર લટકાવીને ખૂબ જ ધીમેથી તેણે મેટ્રનને પૂછ્યું,
"સાન્તાક્લોઝ અમારી મુલાકાત લેવા આવશે?"
મારું હૃદય તેના માટે રડે છે. તે અને હું આ અનાથાશ્રમમાં ભેગા આવ્યા હતા, બે ક્રિસ્ટમસ પહેલા, તે ફક્ત ત્રણ વર્ષનો હતો. મે સાંભળ્યું છે કે તે એક પાર્કમાં બેંચ પર રડતો જોવા મળ્યો હતો અને એક સજ્જન તેને અહીં લાવ્યો હતો.

સિસ્ટર નેન્સી, તેના ગાલોને કઠોરતાથી થાબડીને કહે છે,
"હા ડાર્લિંગ અને મારી પાસે તારા માટે એક સારા સમાચાર છે."
"ખરેખર? તે શું છે?"
"સરપ્રાઈઝ. રાહ જો."

એક બીજી છોકરી, ટીનાએ સિસ્ટર નેન્સીને ડરેલી આંખોથી જોયું અને પૂછ્યું,
"શું આપણે કોઈ ભેટ ઝાડ નીચે નથી મુકવાના?"
"નહીં. કેટલાક પરિવારો અમારી સાથે ઉત્સવની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે અને મને લાગે છે કે તેઓ ભેટો પણ સાથે લાવશે."

અનાથ આશ્રમમાં ક્રિસમસ દરમિયાન મુલાકાતીઓનો સતત પ્રવાહ રહે છે; વર્ષના અન્ય કોઈપણ સમય કરતાં વધુ. પરિવારો, ચર્ચ અને એકલા મુસાફરો આ બાળકોને જોવા અને એ લોકો સાથે સમય પસાર કરવા માટે આવતા હોય છે.

અનાથાશ્રમ; કાંઈ બવું ખુશી અને સૂકુનની જગ્યા નથી. જોકે હું બાળકોને ચાહું છું, તેમ છતાં હું તેમને આ સંસ્થામાં જોવાની ઇચ્છા રાખતો નથી, જે એક જેલ જેવું છે. હા, તે એક બંધિયાર છે, બરાબર મારા ધૂળવાળા, દુર્ગંધ મારનારા કોથળાની જેમ. બાળકોને ઘર અને માતાપિતાની જરૂર હોય છે, જ્યાં તેમની પાસે સુરક્ષાની છત અને પ્રેમની દિવાલો હોઈ શકે. અને આ સ્થાન તેનાથી ખૂબ જ દૂર છે. અહીં લોકોને તેમની સંભાળ રાખવા માટે ચૂકવણી કરવામાં આવે છે અને દુર્ભાગ્યે બધા પર્યાપ્ત કરુણાભર્યા નથી.

જેમ મને વર્ષમાં એકવાર સૂર્યપ્રકાશ જોવા મળે છે, તેમ આ ભૂલકાઓ પણ વાર્ષિક રીતે ખીલે છે, કારણ કે ફક્ત ત્યારે તેમની સાથે સારી વર્તણૂક કરવામાં આવે છે, જ્યારે કે બહારની દુનિયાના લોકો તેમની સાથે સમય પસાર કરવા માટે આવે. સ્વાભાવિક છે, જો કોઈ સારો શબ્દ આજુબાજુ ફેલાય તો જ અનાથાશ્રમને મોટું દાન મળશે. દુર્ભાગ્યે તે બાળકો પર ખર્ચ થતું નથી. તે રહસ્યમય રીતે અન્ય ગુપ્ત ખિસ્સામાં અદૃશ્ય થઈ જાય છે. પરંતુ જો આ છોકરાઓ અને છોકરીઓ નસીબદાર હોય, તો ક્રિસમસ તે સમય છે જ્યારે તેમાંથી કેટલાકને પ્રેમભર્યા પરિવારો મળી જાય છે.

સિસ્ટર નેન્સી તેની ખુરશી પરથી ઉભા થયા અને ઘોષણા કરતા પહેલા સખત નજરે બધાને જોયું,
"હવે તમારા કાન ખોલો અને કાળજીપૂર્વક સાંભળો, હું એક પણ બાળકને નાતાલનાં ઝાડની નજીક જોવા નથી માંગતી. જો હું કોઈને તેનો સ્પર્શ કરતો પકડું તો તમે અંધારાવાળા ઓરડામાં બંધ કરી નાખવામાં આવશે અને રાત્રિનું ભોજન નહીં મળે. સમજાય ગયું?"

આ સાંભળીને મને ઘણું દુઃખ થયું. શું તે ક્રિસમસનો અર્થ પણ જાણે છે? અને તે નન છે, જેનું કામ છે સેવાભાવી હોવું. હવે મને એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે, કે હું પ્રદર્શન માટે મૂકાયેલા ગૌરવ સિવાય બીજું કંઈ નથી.

મારો લાડકો જેમ્સ ધ્રુજી ઉઠયો અને ટીનાની પાછળ છુપાય ગયો. ટીના દસ વર્ષની છે. તેણે જેમ્સને આશ્વાસન આપ્યુ,
"ચિંતા નહીં કર. બસ મારી સાથે રહેજે અને ઝાડની નજીક ન જતો."

નાતાલની આગલી રાતે ખૂબ અંધકાર છે. મારા ઉપર ચમકતા સીરીયલ લાઇટ્સમાંથી જ અજવાળું આવી રહ્યુ છે. મધ્યરાત્રિનો સમય છે અને હું જોઈ શકું છું કે મારો જેમ્સ છોકરાના શયનગૃહના પ્રવેશદ્વાર પાસે ઉભો છે અને મને ઉત્સાહથી જોઈ રહ્યો છે. તે ખૂબ નાનો અને સંવેદનશીલ છે. કાશ હું તેની સાથે વાત કરી શકું અને તેને દિલાસો આપી શકું. ટીના છોકરીઓના વિભાગમાંથી આવી અને ધીમેથી જેમ્સને પૂછ્યું,
"શું થયું?"
જેમ્સે પોતાના આંસુ લૂછયા.
ટીના તેના હોઠ પર આંગળી મૂકી.
"શ્હ ...."
"મને ક્રિસમસ ટ્રીને આલિંગવું છું."

મારું હૃદય તેના માટે ઓગળ્યું.

ટીનાએ આજુબાજુ નજર કરી અને જેમ્સને શાંત રહેવાનો ઈશારો કર્યો, તેનો હાથ પકડી અને ધીમે ધીમે તેને મારી તરફ લઈ આવી. જેમ્સ મારી નજીક
આવ્યો અને તેજસ્વી હસ્યો. તેણે એકવાર ટીના સામે જોયું અને પછી મને બાથમાં લેવા પોતાના બન્ને હાથ મારી આસપાસ ફહેલાવ્યા. તેના હાથ મારે અડધે સુધી પણ નહોતા પહોંચતા, પરંતુ હું તેની હૂંફ અને પ્રેમમાં સંપૂર્ણ રીતે ખોવાઈ ગયો. તેણે આંખો બંધ કરી અને વધુ સ્મિત કર્યું. મે પ્રાર્થના કરી કે સિસ્ટર નેન્સી તેઓ ને ન પકડે. પરંતુ તેનું વિરુદ્ધ થયું. સિસ્ટર નેન્સી એક ખૂણામાં ઉભા બચ્ચાઓ સામે આંખ કાઢી રહ્યા હતા.

બંને બાળકો સિસ્ટરને જોઈને ડરથી ધ્રુજી ઉઠ્યા. સિસ્ટર નેન્સીએ પાસે આવાનો ઈશારો કર્યો. જેમ્સ પહેલેથી જ ટીનાની પાછળ છુપાય ગયો. ટીનાને એને ખેંચીને લઈ જવો પડ્યો. મેટ્રને ટીનાને છોકરીના વિભાગમાં મોકલી અને જેમ્સનો હાથ પકડીને અંદર લઈ ગયા.

ઈસુ જાણે છે કે આપણને કાલે કેવો ક્રિસમસ જોવા મળશે.

* * * * * *

ઘોંઘાટી ખળભળાટ મચી રહ્યો છે જેનાથી મને ખબર પડી કે દરેક મહેમાનોના સ્વાગત માટે તૈયાર થઈ રહ્યા છે. બાળકોને સ્નાન કરાવ્યા, સરસ રીતે વાળ ઓળવ્યા અને સારા, સ્વચ્છ કપડાં પણ પહેરાવ્યા. તેમના ચહેરા પર પાવડર સુદ્ધા લગાડ્વામાં આવ્યું. મે એક છોકરો જોનને તેના મિત્ર સેમને કહેતા સંભળાયું,
"ભગવાનનો આભાર કે આજે ક્રિસમસ છે. હું મારા ગંદા શર્ટ અને મારી કાદવવાળી ત્વચાની ગંધથી ત્રાસી ગયો હતો."
સેમેં જવાબ આપતા કહ્યું,
"આ લક્ઝરી છે, એની સાથે ટેવાય નહીં જા. સાંજ પડતા બધું કાઢીને પાછું આપી દેવુ પડશે."
"હા હા, હું જાણું છું. પણ ખૂબ કેક ખાઈશું તેના વિશે પણ હું ઉત્સાહિત છું."
સેમ તેની પીઠ થાબડી.
"હા. પણ બધી ભેટો આપણને નથી મળવાની."
જોનને ગુસ્સો આવ્યો અને એણે મોઢું બગાડ્યું.
"તે કેટલો અન્યાયી છે! મહેમાનો ભેટ આપણા માટે લાવે છે."
સેમ કટાક્ષમાં હંસી પડ્યો,
"હા અન્યાયી છે, બીજી ઘણી વસ્તુઓની જેમ. હું ફક્ત 18 વર્ષનો થવાની રાહ જોઈ રહ્યો છું અને પછી હું અહીંથી ભાગી જઈશ."
જોને સેમનો હાથ પકડતા કહ્યું,
"મને સાથે લઈ જજે, આપણે સાથે ભાગશું."
"શ્યોર. પણ તે આપણું રહસ્ય છે. તેના વિષે કોઈની સામે ગાતો નહીં."

જો આ બાળકોને આ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે, તો મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે આશ્ચર્યજનક નથી. મે નિસાસો ભર્યું અને મનને આ કહીને મનાવ્યું,
"ચલો કમ સે કમ આ બાળકોને રસ્તા પર તો નથી રહેવું પડતું, નહીં તો એલોકોને પાપની દુનિયામાં ખેંચાતા વાર નહીં લાગત."
તેમ છતાં, આ ફક્ત એક આશ્વાસન છે, અનાથાશ્રમના લોકો જે પાપ કરી રહ્યા છે, તે માફીના લાયક નથી.

આજે તો આખું આશ્રમ ચોખ્ખું મજાનું સાફ સુતરું દેખાય છે. ગાદલા પર નવી ચાદરો અને બારી પર નવા પડદા પણ ટીંગાય છે. હવામાં સુગંધ મહેકી રહી અને મધુર ગીત ગુંજી રહ્યા છે. દેખીતી વાત છે, આ બધું ફક્ત એક દિવસની ઝગમગાટ અને કીર્તિ છે. આવતી કાલથી તો એ જ જૂની દુર્ગંધ અંધારકોટડી બની જશે.

બધા બાળકોને ડાઇનિંગ એરિયામાં ધકેલી દેવામાં આવ્યા અને તેમના ન્યુનતમ નાસ્તા પછી, આક્રમક સ્વરમાં ચેતવણી આપવામાં આવી.
"જો કોઈ સ્માર્ટ કૂકી મુલાકાતીઓ સામે કંઇપણ બડબડવાનો પ્રયત્ન કરશે, તો તેને રસ્તા પર ફેંકી દેવામાં આવશે. તો સમજીલો કે આજે તેની અહીંયા છેલ્લી રાત હશે અને એ કરવામાં મને ઘણી ખુશી થશે. એક ઓછો સંભાળવો પડશે. સમજી ગયા બંધા??"

છે તો ક્રિસમસ, પરંતુ કોઈના ચહેરા પર આનંદ અને ઉત્તેજનાની કોઈ ભાવના નથી. સિસ્ટર નેન્સીની ચેતવણી, આ તહેવારના ઉદ્દેશ્યની વિરુદ્ધ, એક ખોટો સંદેશ આપી રહી છે.

દસ વાગે દરવાજો ખોલવામાં આવ્યો અને લોકોનો સતત પ્રવાહ અંદર અને બહાર જતો રહ્યો. મહેમાનોએ આખી જગ્યાનું નિરીક્ષણ કર્યું, બચ્ચાઓ સાથે વાતો કરી, રમત રમ્યા, અને ચોકલેટ્સ અને ભેટો પણ બધામાં વિતરણ કર્યું. હું જોઈ શકું છું કે સિસ્ટર નેન્સી ખૂણામાં ઉત્સુકતાને દબાવીને ઉભા છે, કે ક્યારે બધા જાય અને ક્યારે તે બાળકોના હાથમાંથી ભેટો છીનવી લે. બહારની વ્યક્તિની સામે સિસ્ટરે પોતાની આંખો, સ્વર અને હાથને નિયંત્રણ માં રાખવાનું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. મને ખાતરી છે કે બનાવટી સ્મિત થી એનું મોઢું દુઃખી ગયું હશે.

કમ સે કમ બાળકોના ચહેરા પરનુ સ્મિત વાસ્તવિક છે. આજના હીરો આ બાળકો છે પણ એલોકોની આ ખુશી એક દિવસની જ છે. તેઓ આના કરતાં વધુ ના લાયક છે. મારી સાથે બધા સેલિબ્રિટીની જેમ વર્તે છે કેમ કે લોકો મારી આસપાસ ભેગા થાય અને ચિત્રો ક્લિક કરવા પોઝ આપે રહ્યા છે. મારો મિત્ર સાન્તા ક્લોસ આળસપૂર્વક તેના મોટા પેટ સાથે બધાને મોહિત કરી રહ્યો છે અને વધુ સ્મિત ફેલાવી રહ્યો છે.

આખરે દિવસનો અંત આવી ગયો અને ભીડ ઓછી થઈ ગઈ, ત્યારે મે એક યુવાન દંપતિને ખૂણામાં બેઠું જોયુ . મારો નાનો જેમ્સને તેમના ખોળામાં બેઠો છે. તે માણસ જેમ્સને લાડ લડાવી રહ્યો છે, અને જેમ્સે તેને જે કહ્યું હશે તે માટે હાસ્યજનક થઈ ગયો છે.
સિસ્ટર નેન્સી તેમની પાસે ગયા અને કહ્યું,
"કૃપા કરીને આવીને થોડા કાગળો પર સહી કરો અને પછી તમે જેમ્સને તમારી સાથે ઘરે લઈ જઇ શકો છો."

અતિ ઉત્તમ! તો આ હતું મારા જેમ્સ માટેનું સરપ્રાઈઝ! જેમ્સની આંખો મોટી થઈ ગઈ અને તે દંપતી તરફ નજર કરી રહ્યો. તેમણે તેમને શંકાસ્પદ પૂછ્યું,
"તમે મારા નવા મમ્મી / પપ્પા બનવાના છો?"
એ સ્ત્રીએ જેમ્સને માથે ચુંબન કર્યું અને તેની આંખોમાં આંસુ આવતા પૂછ્યું,
"હા બેટા. તમે અમને તમારા મમ્મી / પપ્પા બનાવશો?"
નમ્ર, પ્રેમાળ સ્વર અને તે પ્રશ્નએ મને ખાતરી આપી કે મારું બાળક સલામત હાથમાં જઈ રહ્યું છે. હું આનંદથી નાચી ઉઠ્યો. જેમ્સે હા પાડી અને એના નવા મમ્મીના ગળે લાગી ગયો.

ખુશીથી દંપતી સાથે જવા પહેલાં પુષ્કળ ગળે મળવું, સ્મિત, રડવું અને ગુડબાયઝનો રાઉન્ડ ચાલ્યો. જેમ્સ મને અને ટીનાને લાંબો સમય ગળે લાગ્યો. અને મને ધીમેથી કહ્યું,
"તમે મારૂ સૌથી ભાગ્યશાળી ક્રિસમસ ટ્રી છો. થેંક યું."

જેમ્સ અને એનો નવો પરિવાર જતાની સાથે જ એક ડોંગ વાગ્યો અને બધાને ચેતવણી મળી. નવા સભ્યનું આગમન થયું લગે છે. પટાવાળા રડતી છોકરીને બાથમાં લઈને અંદર આવ્યો. ઓહ માય ગોડ! તે ભાગ્યે જ એક વર્ષની હશે. જો લોકોને તેમનું મૂલ્ય ખબર ન હોય તો તેમને શા માટે જન્મ આપતા હશે? પરંતુ હું માનું છું કે હવસ અને જવાબદારીઓ એ સંપૂર્ણપણે બે અલગ અલગ બાબતો છે.

ક્રિસમસના તહેવારનો અંત આવ્યો. તમે વિચારતા હશો કે મારું શું થયું? હું નવા વર્ષ સુધી આસપાસ રહીશ અને પછી મારી ધૂળવાળી કોથળીમાં પાછો પડીશ, મને અવ્યવસ્થિત ખૂણામાં નાખવામાં આવશે, જ્યાં સુધી આગામી નાતાલમાં મારી પાછી જરૂર પડશે ત્યાં સુધી.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.