તું છે...તો હું છું SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું છે...તો હું છું

"રોહન, પ્લીઝ મારી વાત સાંભળો."
માયા એ ત્રીજી વાર આજીજી કરી.
"નહિ માયા. હવે બસ. તને જેટલું બોલવું હતું, તે બોલી લીધું. અને મને જેટલું સાંભળવું હતું, મેં એના કરતાં વધારે સાંભળી લીધું."
"રોહન પ્લીઝ!"
"માયા, મને ઓફિસ માટે મોડું થાય છે. So cut it." રોહન અરીસા સામે તૈયાર થઈ રહ્યો હતો. માયા પલંગ પર બેસી, એની સામે નિરાશા થી જોઈ રહી હતી.

"રોહન, મારો વિશ્ર્વાસ કરો, ટેન્ડર પાસ નથી થયું, એ વાત સમીર ને મેં નહોંતી કરી."
"તો તારા ભાઈ ને સપના માં ગણપતિ બાપ્પા કહી ગયા? You know he's my competitor!"
રોહન એકદમ થી ફર્યો અને માયા સામે આંગળી ચિંધી.
"તારો ભાઈ એટલો સારો મોકો હાથ માંથી કેમ જવા દેતે? એ તો રાહ જોતો હોય છે, મને નીચે પાડવા માટે. અને તે એને એ મોકો આપી દિધો."

આ સાંભળી ને માયા ની આંખ ભીની થઈ ગઈ. રોહન ક્યારે એટલો વિવેકહીન ન્હોતો. આજે એને શું થઇ ગયુ હતું?
રોહન ખુબજ ગુસ્સા માં હતો. એને પણ ન્હોતી ખબર કે એ શું બોલી રહ્યો હતો.

લગ્ન જીવન ના સુખદ દસ વર્ષે, રોહન નો આ રૂપ માયા માટે અત્યંત આશ્ચર્યજનક હતો.

માયા ઊભી થઈ અને રોહન પાસે જઇ ને એના છાતી પર હાથ મૂકી ને ખુબજ વિનમ્રતા સાથે ધીમે થી બોલી,
"રોહન, હું તમારી પત્ની છું. તમારું માન મારું માન છે. હું એનું અનાદર કેવી રીતે કરી શકું?"

"તો પછી સમીર ને કોણે કીધું? ટેન્ડર ફેલ થયી ગયું, એ ફક્ત તનેજ ખબર હતી."
"ક્યાંક બહાર થી ન ખબર પડી શકે?"
"નહિ. મને તારાથી આવી અપેક્ષા ન્હોતી માયા."
"રોહન!! એટલુજ ઓળખો છો મને?"
રોકાયેલાં આંસુ છલકી પડ્યા અને માયા રડવા લાગી. રોહન કટાક્ષ માં હસી પડ્યો.
"મને તારા પર ફખ્ર હતો માયા. પણ I was wrong. હવે મને નથી ખબર કે હું તને કેટલું
ઓળખું છું."

રોહન એ માયા ના હાથ નીચે છણકી નાખ્યા, પોતાની બ્રીફકેસ ઉપાડી અને જવા લાગ્યો.
"હું જાઉં છું."
"નાસ્તો?"
"ઓફિસ માં કરી લઈશ."
"રોહન....."
શબ્દો હવા માં અટકી ગયા. માયા ની આંખો અને મન, બન્ને ને તરસતા મૂકી, રોહન ઘર ની બહાર નીકળી ગયો.

જેમ દરવાજો બંદ થવા નો અવાજ આવ્યો, માયા હતાશ થઈ ને પાછી પલંગ પર રડતા રડતા ઢળી પડી. રોહન એ આજ સુધી માયા સાથે આ ટોન માં વાત ન્હોતી કરી.

એક મિનિટ માટે માયા ને થયું કે સમીર ને ફૉન કરી ને પૂછે. પછી એને વિચાર આવ્યો, કે આટલા વર્ષો માં ક્યારે પોતાના ઘર ની વાત બહાર નથી કાઢી, તો હવે શા માટે? પછી ભલે એનું કારણ એનો ભાઈ કેમ ન હોય? આ વાત સમીર ની હતી જ નહિ. આ એના અને રોહન ના આપસ ની વાત હતી. એમના વચ્ચે નો પ્રેમ અને વિશ્વાસ. ત્રીજી વ્યક્તિ કોણ છે, એના થી શું ફરક પડે છે?

* * * * *

રોહન ઊંડા શ્વાસ લેતા પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ પામવા નો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. ઘર માં માયા સામે બધું ચાલે. પણ આ મૂડ ઓફિસ માં કામ બગાડી દેશે. ડ્રાઈવર એને ઓફિસ પહોંચાડે, ત્યાં સુધી એણે કાર માં પોતાનું લેપટૉપ ઓન કર્યું અને વ્યસ્ત થવાની બેકાર કોશિશ કરવા લાગ્યો. માયા સાથે થયેલી વડ છડ એના મગજ માથી ખસતીજ ન્હોતી. એને જેટલો ગુસ્સો માયા પર હતો, એટલોજ ગુસ્સો એને પોતા પર પણ આવી રહ્યો હતો.

એટલા વર્ષો મા એણે ક્યારે માયા નુ અનાદર ન્હોતું કર્યું અને ક્યારે પણ એને રળતી મૂકી ઘર ની બહાર ન્હોતો ગયો.
પણ એણે પોતાને આ બહાના થી ટેકો આપ્યો કે આ કોઈ નાની વાત ન્હોતી. માયા એ એની સાથે સારું ન્હોતું કર્યું.

પણ રોહન ના મનના એક ખૂણા માથી સતત અવાજ આવી રહ્યો હતો,
"મારી માયા આવું કરી જ ન શકે."

ઓફિસ પોહચતા જ, રોહન કોઈ ને પણ મળ્યા વગર પોતાની કેબિન માં જઇ ને બેસી ગયો. થોડીકવાર પછી કોઈ એ દરવાજો ઠોક્યો. રોહન જવાબ આપે એની પેહલા સુરેશ અંદર આવી ગયો.
"Hi."
રોહન એ એની સામે જોયું પણ નહિ. સુરેશ રોહન નો પાર્ટનર તો હતોજ, સારો મિત્ર પણ હતો. હવા માં મૌન ફેલાય રહ્યું અને સુરેશ સમજી ગયો કે મહારાજ નુ મૂડ ઓફ છે. એના હાથ મા એક ફાઇલ હતી. મીટીંગ પેહલા એને રોહન સાથે કઈક ચર્ચા કરવી હતી.
ફાઇલ ટેબલ પર મૂકી, સુરેશ ચૂપચાપ રોહન ની સામે બેસી ગયો.

મિનિટો પસાર થવા લાગી અને સુરેશ ફક્ત રોહન ને જોતો રહ્યો.

રોહન ના સબર નું બાંધ તૂટ્યું અને તે ચિડાય ને બોલ્યો.
"શું છે સુરેશ?"
"એ તો મારે પૂછવું જોઈએ."
"મારા કેબિન માં તુ આવ્યો છે." રોહન એ સુરેશ નું ધ્યાન દોર્યું.
"બરાબર. પણ જે કામ માટે હું આવ્યો હતો, તારા મૂળ ને જોતા લાગતું નથી કે આજે તારા થી કોઈ પણ કામ ઉકલશે." સુરેશ એ કટાક્ષ કરતાં રોહન સામે આંખ કાઢી.

"પ્લીઝ હમણાં જા અહીંયાથી. મારાથી તને પણ કાઈક બોલાઈ જશે."
"અચ્છા. તો બીજા કોની શામત આવી આજે?"
રોહન એ ઊંડો શ્વાસ લેતા માથુ હલાવ્યું.

સુરેશ ને કેહવુ કે નહિ. અને અગર કેહવુ તો કેટલું કેહવુ?

રોહન ને મન ની મન માં રાખતા આવળ તુજ નહોતું.

આગળ બેસી, એણે ટેબલ પર બન્ને હાથ મુક્યા અને માયા સાથે સવારે થયેલી વાત કરી.
"મને માયા પાસે થી આવી અપેક્ષા ન્હોતી." રોહન એ ફલિત કર્યું.

"I am sorry." સૂરેશ ધીરે થી બોલ્યો.
"શું? તુ શા માટે માફી માંગી રહ્યો છે?"
"કારણ કે સમીર ને મેં કીધું હતું."
"What!!" રોહન એકદમ શૉક થઈ ગયો.
"સુરેશ! તુ એ મને ગુંચવણ માં મૂકી દીધો. તે આ
શા માટે કર્યું? You know he's our competitor!"

સુરેશ નીચી નજર કરી ને પોતાની સફાઇ આપી.
"હું તમારા બન્ને નો કોમન ફ્રેન્ડ છું. મને લાગ્યું કે સમીર તારો સાળો છે. આપણી મદદ કરશે અથવા સારી સલાહ આપશે."

"સારી સલાહ my foot! તુ હજી એને ઓળખતો નથી. પાછળ થી બે ડંડા મારશે અને કહેશે કે હું તમારી કમર સીધી કરી રહ્યો છું."

"Look, I am sorry. પણ રોહન એને ખબર પડવા થી આપણી તરક્કી માં કઈ ફરક નથી પડતો. એક ટેન્ડર પાસ ન થયું તો શું? We have four more." સુરેશ એ રોહન ને આશા ની કિરણ બતાવી.

"You are right. પણ મને એને મારા પર હસવાનો એક પણ મોકો નથી આપવો."

"એ છોડ. તે માયા સાથે સારું નથી કર્યું. એ હંમેશા તરી સાથે ઊભી રહી છે. તને એની વાત પર ભરોસો હોવો જોઈએ."

રોહન એ સુરેશ સામે કટું હસ્યો અને કટાક્ષ માં બોલ્યો.
"આ તુ મને સમજાવી રહ્યો છે. એક divorcee!"
સુરેશ ને રોહન ની વાત ખૂબજ ખરાબ લાગી. પણ એ એક સારો મિત્ર હતો અને આ સમય ખોટું લગાડવાનું નહોતું.

"Divorcee છું, એટલેજ સમજાવુ છું. આ વાત ને મોટી થવા નહિ દેતો. માયા પાસે માફી માંગી લે."

લાંબી મિનિટો સુઘી ચુપ્પી ધારણ કર્યાં પછી રોહન એ સુરેશ ને પૂછ્યું,
"તે મને આજ સુધી નથી કીધું કે તારા અને સુધા ના છુટ્ટાછેડા શા માટે થયા હતા?"

સુરેશ એ ઉપર નજર કરી અને વીતેલા દિવસો યાદ કર્યા. ગળામાં જાણે એક ગોટો ભરાય ગયો.
"બહુ મામૂલી વાત ઉપર મદભેદ થયું હતું. પણ મને સુધા પાસે જઇ ને ખુલાસો કરવા માં ખુબ અહમ ઘવાતો હતો. વાત વધતી ગઈ અને મદભેદ ક્યારે મનભેદ બની ગયું, ખબરજ ન પડી."

સુરેશ ની આંખ નમ થઈ ગઈ.
"પુરુષ નો અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. સુધા બાપ કહેતી, તો મને સાંપ સંભળાતું. એ વાતાવરણ ને હલકું કરવા માટે હસતી, મજાક કરતી, તો મને લાગતું કે મારા પર હસી રહી છે."

ઊંડો શ્વાસ લેતા સુરેશ એ આગળ વાત કરી.
"આ બધું એના ગયા પછી સમજ માં આવ્યું. એણે આ સંબંધ બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. But as I said, male ego. મારો અહંકાર મારો સૌથી મોટો દુશ્મન બની ગયો."

રોહન નું મગજ બહેર મારી ગયું. શું બોલે સમજ મા જ ન આવ્યું. એણે ક્યારે પણ સુરેશ અને સુધા ના વચ્ચે ની વાત ન ખબર હતી અને ન ક્યારે એમાં એણે રસ લીધો હતો.

સુરેશ ઊભા થતા બોલ્યો,
"હવે મારી પાસે ફક્ત પસ્તાવો અને ખાલી હાથ રહી ગયા છે."

દરવાજા માંથી બહાર નીકળતી વખતે સુરેશ એ જતા પેહલા રોહન ને ફરી કીધું,
"Divorcee છું, એટલેજ સમજાવુ છું. I'll handle the meeting. You take rest."

સુરેશ ના ગયા પછી રોહન વિચારતો રહ્યો. ક્યારે બપોર પડી ગઈ ખબર પણ ન પડી. પ્યુન એનું ટિફિન લાવીને સામે મૂકી ગયો.
માયા રોજિંદી ટેવ પ્રમાણે, છેલ્લા ડબ્બામાં એક મીઠી વાત લખી ચિઠ્ઠી મૂકી દેતી. શુરૂ શુરૂ માં રોહન ને આ વાત બચકાની લાગતી. પણ પછી એને આદત થઇ ગઇ અને ગમવા પણ લાગી.

રોજ જમવાનું જોવા ની પેહલા, ચિઠ્ઠી વાંચવાની ઉત્સુકતા રહેતી. આજે જેનો ડર હતો એજ થયું. છેલ્લો ડબ્બો ખાલી હતો.

રોહન એ જમવાનું શું છે, એ જોયું પણ નહિ. સુરેશ ને મેસેજ કર્યો અને ઘરે જવા નીકળી ગયો.

સુરેશ ની વાત સાંભળયા પછી એને વિચાર આવ્યો,
"માયા વગર કેમ જીવી શકાય?"

જ્યારે રોહન ઘર માં દાખલ થયો, તો માયા રસોઈ માં હતી. રોહન ને જોતાજ ડરી ગઇ.
"રોહન? શું થયું? તમારી તબિયત તો સારી છે? તમે આ સમયે ઘરે?"

રોહન એની પાસે ગયો અને એનો ચેહરો પોતાના બન્ને હાથ માં લેતા બોલ્યો.
"I'm sorry Maya."
"રોહન..?"
"It was Suresh. મારે તારી વાત સાંભળવી જોઈતી હતી. તારા પર વિશ્વાસ કરવો જોઈતો હતો."
માયા ધીમે થી મલકાઈ.
"રોહન હું હંમેશા તમારી સાથે છું અને તમારું ભલું જ વિચારીશ."
રોહન એ હામી ભરી અને માયા ને ભેટી પડ્યો.
"મને ખબર છે."
માયા એ એની સામે જોઈ ને પૂછ્યું,
"તો સવારે શું થયું હતું?"
રોહન હસી પડ્યો
"બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ હતી."
માયા ની પણ હસી ફૂટી પડી.

રોહન એ માયા ના કપાળ પર ચુંબન ભર્યું અને બોલ્યો,
"માયા, તું છે, તો હું છું. તું છે, તો આપણો પ્રેમ છે. તારા વગર કોઈ વસ્તુ નું કંઇ અસ્તિત્વ જ નથી."
માયા ખુશી થી ફુલાય ગઈ.
"એટલી romantic વાત તો તમે મને આજ સુધી નથી કરી."

"જમી?" રોહન એ પ્રેમ થી પૂછ્યું.
"નહિ. અને મને લાગે છે કે તમે પણ નથી જમ્યા."
"Right. તારી ચિઠ્ઠી ન્હોતી, તો બાકી નું ટિફિન મેં ખોલી ને જોયું પણ નથી."
માયા હસી પડી.
"રોજ શું ચિઠ્ઠી થી પેટ ભરો છો?"
"ચિઠ્ઠી થી મન ભરાય જાય છે અને જમવાની મજા આવે છે."
માયા નું મન હળવું થઈ ગયું, એ ખુશી થી શરમાય ગયી.

"માયા, મારા જીવન માં તું અને તારી ચિઠ્ઠી અત્યંત જરૂરી છે."
"અને મારા જીવન માં તમે."
***********************************