પ્રેમ, એક ખુબજ મીઠો એહસાસ. હ્ર્દય ના ધબકારા વધારી દે, ચેહરા પર મુસ્કાન બનાવી રાખે અને આસ પાસ બંધુજ ગમવા લાગે.
પ્રેમ ના અનેક રૂપ અને રંગ હોય છે, ઇન્દ્રનધનુષ ની જેમ, સતરંગી. હર સંબંધ માં વિશ્વાસ અને લાગણી, પછી પ્રેમ જાગે, તો એ સંબંધ ની પકડ વધારે મજબૂત થયી જાય.
દરરેક સંબંધ પ્રેમ નો ભૂખ્યો હોય છે. ચાહે પછી પ્રેમ માતા / પિતા માટે હોય, યા પતિ/પત્ની વચ્ચે, કે પછી ભાઈ/બેન યા મિત્રો માટે. પ્રેમ સાથે માન અને સ્વીકૃતિ નો એહસાસ થાય છે.
પ્રેમ કરવું મોટી વાત નથી, બધા ને જ થતો હોય છે. પણ પ્રેમ કઇ રીતે દર્શાવું, એ મહાન વાત છે. દિલ ની આંખ છે શબ્દો અને સ્પર્શ. કયું વધારે મહત્વ નું - શબ્દો...કે પછી સ્પર્શ??
મારુ એવું માનવું છે, કે જુદી જુદી પરિસ્થિતિ માં, શબ્દો અને સ્પર્શ, બન્ને નું અલગ અલગ મહત્વ હોય છે.
બે નાનીકડી ઘટનાઓ સાથે મારી વાત સ્પષ્ટ કરું.
(1) કબીર નીચે મુન્ડી કરી ને પપ્પા ની ગુસ્સા થી ભરેલી ઠપકાર સાંભળી રહ્યો હતો. પપ્પા રિપોર્ટ કાર્ડ માં થી નજર ઉચકતા જોરથી વઢયા,
"ચાર દિવસ મેહનત કર્યા પછી પણ આવું પરિણામ!! ગણિત ના માર્ક્સ જોયા છે? ફેલ નથી થયો, પણ આવા? અડધા થી પણ ઓછા છે. હૂઁ સાઈન નથી કરવાનો."
પપ્પા રિપોર્ટ કાર્ડ ટિપાય પર મૂકી ને અંદર જતા રહ્યા.
કબીર ની આંખ ભરાય આવી. એ રસોઈ માં ગયો અને ધ્રુસકા ભરતો, બારણા પાસે ઉભો રહ્યો. મમ્મી એ બધું સાંભળી લીધું હતું. એને ખબર હતી કે હમણાં કબીર રસોઈ માં આવશે. જયારે કબીર એ નજર ઉંચી કરી ને મમ્મી સામે જોઉં, તો એમના બન્ને હાથ ગળે લગાડવા તૈયાર હતા. કબીર ના રોકાયલા આંસુ છલકાય ગયા, અને એ મમ્મી ને ભેટી પડ્યો.
"I'm sorry mummy."
મમ્મી એ એને ભાત માં લેતા, ધીમે થી કહ્યું,
"Shh... it's alright. Next time work harder."
તરત અજ કબીર નું મન હળવું થઈ ગયું. મમ્મી નો સ્પર્શ સદૈવ એને સુખ નો અનુભવ કરાવતો.
(2) છેલ્લા એક કલ્લાક થી રોશન હર પાંચ મિનિટે ઘડિયાળ સામે જોઈ રહ્યો હતો. અને આખખરે, એની બેચેની ને સબર મળી, જ્યારે મુસ્કાન પાર્ટી માં દાખલ થઈ. એના પર નજર પડતાજ રોશન ના દિલ માં ઠંડક પડી. બે વર્ષ પછી, આજે પણ મુસ્કાન એટલીજ સુંદર લાગતી હતી.
છેલ્લા બે વર્ષ થી, ફક્ત પત્ર નો વહેવાર હતો. અતિશય પ્રેમ હોવા છતાં એ, રોશન એ ન કોઈ વચન આપ્યું અને ન મુસ્કાન પાસે થી માંગ્યું. કયા મોઢે માંગતે? એને ખબર અજ નોહતી કે યુદ્ધ થી પાછો જીવતો આવશે કે નહીં. આજે ફતેહ ની પાર્ટી માં એને જોઈ ને રોશન ના દિલ માં આશા જાગી અને સાથે એક ડર પણ હતો.
મુસ્કાન ની નજર જ્યારે રોશન પર પડી, ત્યારે બન્ને ની મુસ્કુરાહટ એક થઇ ગઇ. અને જ્યાં સુધી એ રોશન પાસે ચાલી ને આવી ત્યાં સુધી બન્ને એ નજર એક બીજા પર કેદ રાખી. રોશન ને ઘણું થયું કે મુસ્કાન એ ગળે લગાડી લે. પણ રોકાય ગયો. અગણિત પ્રશ્ન એના મન માં આવ્યા. શું એણે લગ્ન કરી લીધા હતા?
"Hi Roshan."
રોશન ઠંડી શ્વાસ લેતા બોલ્યો,
"Hi. બઉ સુંદર લાગી રઈ છે."
મુસ્કાન શરમાય ગઈ.
"Thank you. Congratulations and welcome back."
"Thank you."
સવાલ રોશન ની જીભ પર હતો. પૂછે, તો કઈ રીતે? રોશન ની ખચકાટ જોઈ ને મુસ્કાન સમજી ગઈ. થોડીક પાસે આવી, ધીમે થી રોશન નો હાથ પોતાના હાથ માં લીધો અને સિમિત ભરતા, નરમાશથી બોલી,
"Roshan, I was waiting for you."
મુસ્કાન ફક્ત એની સામે નોતી ઉભી, પણ એના પુરા ચેહરા પર છવાય ગઈ. દિલ નાચવા મંડયું અને વગર કોઈ ની ફિકર કરતા એણે મુસ્કાન ને બાથ માં લઇ લીધી.
મુસ્કાન ના એક વાક્ય થી, રોશન નું આખ્ખું જીવન સંપૂર્ણ થઈ ગયું.
પ્રેમની પરિભાષા - શબ્દો અને સ્પર્શ, બન્ને અત્યંત જરૂરી અને એક બીજા વગર અધૂરા.
શમીમ મર્ચન્ટ, મુંબઈ.
________________________________________________