સ્ત્રી સંવેદનાની વાત Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંવેદનાની વાત

આજે ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. ઘર ત્યારે જ ઘર બને જયારે તેમાં સ્ત્રી પાત્ર રહેતું હોય બાકી તો એ મકાન જ કહેવાય. સ્ત્રી પાત્રને લખવું અઘરું પડે છે ત્યારે તે નિભાવવું અને તે પણ આજના સમયમાં અશક્ય લાગતું પાત્ર ભજવતી નારીની સંવેદના વિશે આજે વાત કરવી છે કારણ કે પહેલા કોઈની લાડકવાઈ દિકરી,પછી કોઈની પત્ની અને ત્યારબાદ એક માતા આ બધાં પાત્રોને ન્યાય આપતા આપતા પોતાની જાતને સમજાવીને , પોતાના મનની ઈચ્છા અને સ્વપ્નને દફનાવીને પોતાના પરિવાર માટે ન એક માત્ર વટવૃક્ષ વાવે પણ સતત તેની માવજત કરે અને તેનું ધ્યાન રાખતા રાખતા પોતાનું સમગ્ર જીવન પોતાના પરિવાર અને સંતાનો માટે ન્યોછાવર કરતી વ્યક્તિ એટલે સ્ત્રી. ચાલો આજે એક આવા જ વ્યક્તિ અને વ્યક્તિત્વની વાત કરીએ.


એક બહેને મને માફી માગવાનું કહ્યું ત્યારે ચોક્કસ સમય સુધી તેમણે મારી સામે જોયા કર્યું અને ત્યારે મેં તેમની આંખોમાં વિશ્વાસ અને દ્રઢતા જોઈ એટલે નક્કી જ કરી લીધું કે જે પણ હોય હું માફી માંગી લઈશ. માફી માંગવી અઘરી છે જ સાથે જ આપણી ભૂલ ના હોય અને માફી માંગવી એ તો અઘરું છે જ પણ એની પણ અલગ મજા હોય છે અને મેં સાચા હદયથી માફી માંગી અને હળવો થયો.એનાથી પણ વધારે તમને કોઈ માંફી માંગવાનું કહે તો સમજી લેજો કે આ સમયમાં તે વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ વ્યક્તિ છે. હું કહું અરે, બહેન ભૂલ ના હોય તો પણ મારે શા માટે માફી માંગવાની ? તે બહેન મને નિરાંતે બેસાડે અને સતત શીખવે “ભાઈ” ક્યારેક હારીને જીતી જવાનું અને મોટા છો તો તમારી મોટપ બતાવવાની અને તે ના બોલાવે ભલે તેની ભૂલ હોય તો પણ તમે તેમણે સામેથી બોલાવો કારણ કે નાના ભૂલ કરે તો તમે તો મોટા છો ને.


ગુજરાતની નામાંકિત હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરતા એક સાચા અર્થમાં ડોક્ટર મારાથી નાના છતાં હંમેશા મને નાના ભાઈની જેમ રાખે. મને સતત શીખવે. જરૂર પડે માફી પણ મંગાવે અને બહેન હંમેશા વિચાર્યા કરે કે બીજાને કઈ રીતે મદદરૂપ થવું. હું ઘણીવાર વાત-વાતમાં પૂછી જ લ‌ઉં કે બહેન,દર્દી સાથે આટલું નજીકથી કઈ રીતે રહી શકો છો ત્યારે તે કહે મિલનભાઈ “મેં જિંદગીને ઘણી નજીકથી જોઈ છે એટલે.”


પોતાના કરતાં બીજા માટે સતત વિચારતાં રહેવું .ઘરની જવાબદારી સાથે અઢાર કલાક નોકરી કરવી અને તે પણ આપણી સામજિક જવાબદારી નિભાવતા નિભાવતા અને તેનાથી પણ વધારે સહ કર્મચારીઓને સાથે રાખીને કામ કરવું ખરેખર અઘરું છે. એવું પણ નહિ કે ઘરે જરૂરિયાત હોઈ પણ પોતાનો શોખ અને એક કામ કરવાની એક આગવી , અનન્ય અને અદ્ભૂત આવડત સાથે જ બહેનના ચહેરા પર ક્યારેય થાક કે કંટાળો હોય તેવું ના જણાય.સતત કામમાં રચ્યાં પચ્યા રહે. નવું નવું જાણતા રહે. જયારે પણ સમય મળે ચિત્ર દોરવા લાગે અને ગીત સાંભળે. સાથે જ માતા પિતાની આજ્ઞાનું અક્ષર‌ઃ પાલન કરે તો ભગવાનમાં પણ અતુટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવે.


ડોક્ટર બહેન સતત બીજા માટે વિચાર્યા કરે.હું બીજાને કઈ રીતે મદદરૂપ થઇ શકું અને કોને ક્યારે મદદરૂપ થઇ શકીશ સાથે જ હું શું કરી શકું તો સામેવાળા વ્યક્તિનું કામ થઇ શકે. કારણ કે સમાજમાં રહીને સતત બીજા માટે જ વિચાર્યા કરવાનું એ સાધુ જીવન ખુબ જ જટીલ છે. પોતાના મનને મારીને બીજાને ખુશ રાખવા માંગતો માણસ ,પોતાનું કામ અધૂરું મુકીને બીજાના કામને મહત્વ આપીને પોતાનું કામ સમજી ન માત્ર કામ પૂરું કરવા માટે કરે પણ પૂરી નિષ્ઠા – પ્રમાણિકતા અને સાચા હદયના ભાવથી કરે પોતાનું કામ પૂરું કર્યાનો સંતોષ માને.એવું પણ નહિ કે ભૂતકાળમાં એમની સાથે કોઈએ અયોગ્ય વર્તન કર્યું હોય તો પણ જરૂર પડે અને કોઈ કહે કે આ મારે કામ છે એટલે ખુલ્લા પગે દોટ મુકે ત્યારે તે બધું જ ભૂલીને પોતાનું કામ દિલથી કરવા લાગે. મિત્રો આવું અશક્ય જેવું લાગતું જીવન તે પુરી સ્માઈલ સાથે કરે.


અમારી હોસ્પિટલમાં વંશ પરમાર કરીને એક બાળક દાખલ થયું.બાળકને વધારે તકલીફ હતી એટલે ૬ દિવસ રોકાવવું પડ્યું. આ છ દિવસ દરમિયાન મેં જોયું કે બહેન દરરોજ બાળક પાસે ત્રણ કે ચાર વાર જાય અને જ્યુસ અને ભાગ લઈ આવે અને નિરાંતે બાળક સાથે પુરી આત્મીયતાથી વાતો કરે‌.આવું મેં છ દિવસ સુધી સતત જોયું અને એ વસ્તુ કે ભાગ લેવા કોઈને ન મોકલે પણ જાતે જ તે જાય. થોડા દિવસ પછી બાળકને રજા થઇ અને તે જતું રહ્યુ.પછી હું બહેન પાસે ગયો કહ્યું, બહેન ગઈ કાલે જે વંશ પરમાર બાળકને રજા થઇ તે કોઈ સંબંધી હતા ? બહેને કહ્યું ના. તમારી આજુબાજુમાં રહેતા તમારા કોઈ જ્ઞાતિના હતાં ? બહેને થોડી સ્માઈલ સાથે કહ્યું ના.તો બહેન બાળકનું આટલું બધું ધ્યાન રાખવાનું કારણ શું ? હું થોડા ઉચ્ચા અવાજ સાથે બોલ્યો.સામે થી મૃદુ હાસ્ય સાથે અને હળવેથી પૂછ્યું ભાઈ, તમારે જાણીને શું કરવું છે ?મેં કહ્યું કે મારે એટલા માટે જાણવું છે કે તમારા સંબંધી ના હતા, તમારા પાડોશી ના હતાં કે જ્ઞાતિ બંધુ ના હતા છતાં પણ તમે સતત અને આટલું બધું ધ્યાન રાખતા હતાં અને દરરોજ બાળક માટે કઈંક ને કઈંક લઈ આવતા હતા તેની પાછળનું કારણ જાણવું છે. ફરીવાર એટલી જ ધીરજથી બહેને કહયું “ તમે જાણીને શું કરશો ભાઈ ?” પછી મારી સતત હઠ અને આગ્રહના કારણે તેમણે કહયું “ મિલન ભાઈ, હું મારા પરિવાર સાથે મારા ગામડેથી નીકળી હતી ત્યારે નાના ત્રણ પૈડાવાળા ટેમ્પામાં હું મારો પરિવાર અને સામાન આવી ગયા હતા.ઘરમાં કશું જ ના હતું. એમાં પણ મારા પાપાની સર્જરી પછી બે સમયનું ભોજન માટે પણ તકલીફ પડતી હતી.મિલનભાઈ, હું તમારાથી ઘણી જ નાની છું પણ જીવનને ઘણું જ નજીકથી જોયું છે.અને એટલા માટે જ હું બધા સાથે સહજતાથી અને સરળતાથી રહું છું.ક્યારેક બધું જાણવા છતાં મૌન રહું છું.અને વંશ મારા ઘરની પહેલા પરિસ્થિતિ હતી એવું જ હતું એટલું કહેતા જ બહેનની એક આંખનો ખૂણો ભીનો થઈ ગયો.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર નારી શક્તિને કોટી કોટી વંદન.


મિલન મહેતા બુ ઢ ણા .
૯૮૨૪૩૫૦૯૪૨
.