રુદયમંથન - 24 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 24

બધા જમીને હોલમાં આવ્યા ત્યાં તો કેસરી ભાઈએ એક એલાન કર્યું.બધા એમને સાંભળી રહ્યા, "સાંભળો મિત્રો, આજે મહર્ષિ અને ઋતાં એ એક નિર્ણય લીધો છે."
આ વાક્ય સાથે જ માધવીના મનમાં ધ્રાસકો પડ્યો, ક્યાંક શિખાની વાત સાચી ના પડી હોય! એ શિખા સામે જોવા લાગી, શીખીએ એનો ભ્રમરો ઊંચી કરો ઈશારો કર્યો, તૃપ્તિ પણ એ બંનેના ઈશારામાં જોડાઇ, અને હતું જોડીને ભગવાનને વિનાવવાનો ઈશારો કરવા માંડી, એ ત્રણને એવું જ હતું કે આ મહર્ષિને ઋતા ગમી ગઈ હશે અને એમને ક્યાંક લગ્ન કરવાની પરવાનગી માટે તો બધાને ભેગા નહિ કર્યા હોય! મગજના ઘોડા દોડાવવામાં આમ તો ત્રણેય અવ્વલ હતા, એટલે વાતનું વતેસર ઈશારામાં જ થઈ રહ્યું હતું.
"શું નિર્ણય?"- આકાશ બોલ્યો.
" વાત એમ છે કે તેઓ રતનપુરા માટે કઈક કરવા માંગે છે, અહીંની વસ્તી પોતાની રીતે પગભર થાય અને જોડે એમની સંપુર્ણ વ્યસનમુકિત થઈ શકે એ માટે તેઓએ પોતાની સમજદારી દાખવી છે."- કેસરીભાઈ બોલ્યાં.
" તો આ તો બહુ સરસ વાત છે!"- પવન બોલ્યો.
"પણ આ કામમાં આપ સૌની તેઓને મદદ જોઈશે."- મુનીમજીએ સાથ પુરાવ્યો.
"આ કામમાં ઘણો એવો સમય અને પૈસા વેરાશે, આપ સૌ સાથ આપી શકશો?"- કેસરીભાઈએ હવે મુદ્દાની વાત કરી.
"મતલબ?કઈ રીતે એમને જણાવશો?"- મેઘએ એની મુત્સદ્દી વાપરતા કહ્યું.
" ઋતા બેટા તું જ એક્સપ્લેન કર, તું તારી વાત વધુ સારી રીતે સમજાવી શકીશ!" - કેસરીભાઈએ એને આગળ કરી.
"હા કાકા."- પાછળ ઊભેલી એ આગળ આવી, આગળ આવતા આવતા એની કુર્તીનો ઘેર મહર્ષિના ખભે અને હાથે સ્પર્શ્યો, એની સાથે મહર્ષિના રોમેરોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ, પણ એને એની જાત પર કાબૂ રાખ્યો એને બધાની સામે એને એની ભાવનાને છૂપાવવાનો પાક્કો પ્રયત્ન કર્યો.
" આપ સૌ જાણો જ છો કે અહીંની આદિવાસી બહેનો પાસે શિક્ષણના નથી પરંતુ એ નહિ જાણતાં હોવ કે ભગવાનની દેન છે કે તેઓ પાસે આર્ટ એન્ડ ક્રાફ્ટનું હુનર છે." એણે બાજુમાં પડેલી ટેબલ પરની વસ્તુઓ સામે ઈશારો કર્યો, બધની નજર એ તરફ ગઈ, ટેબલ પર પડેલી વાંસની ટોપલીઓ, છાજલી, શો પીસ, વારલી શૈલીના ભાતના ચિત્રો સાથે સુસજ્જ કપડાં રાખ્યા હતા.
"વાઉ, સચ અ વન્ડરફૂલ!"- બિરવા એ તારીફ કરતાં કહ્યું.
"એક્સજેટલી! આ બધું અહીંની બહેનો બનાવી લે છે, તેઓમાં રહેલી આ ઝીણવટભરી કલા માટે વિકસાવવી છે." - ઋતાએ કહ્યું.
" આ તો બહુ સારી વાત છે!"- આકાશે એની વાતને વધાવી લીધી.
"હા, પણ પપ્પા માત્ર એ વાતને જ વેગ નથી આપવાનો."- મહર્ષિ એની જગ્યાએથી ઊભો થયો અને ઋતા પાસે જઈને ઉભી રહી ગયો.
" યાહ! રાઈટ...."- ઋતાએ એને એની બોડી લેન્ગવેજથી આવકાર્યો.
" અમે કાલે અહી દારૂની લતે ચડી ગયેલા વ્યક્તિઓની કાઉન્સિલિંગ કર્યું, સિતેર ટકાથી વધુ વ્યક્તિઓ આમાં ડૂબેલી છે, આ હુનરની સાથે સાથે તેઓ આ ખરાબ લત છોડી દે એનું કોમ્બિનેશન કરવું એ અમારો મેઈન મોટો છે."- મહર્ષિએ પણ એની વાત સચોટ રીતે રાખી.
"તો તો સોને પે સુહાગા!" - પવન ખુશ થતા બોલ્યો.
" પણ એના માટે મોટા બજેટ અને સારા એવા માર્કેટિંગની જરૂર પડશે, શું દેસાઈ પરિવાર એમાં હેલ્પ કરી શકે?"- મહર્ષિએ વાત રાખી.
"હેલ્પ તો થઈ શકે, પણ...."- પવન બોલ્યો.
"શું પણ..."- કેસરીભાઈએ ઋતાને ઈશારો કરતા બપોર વાળી વાતને તાજી કરાવી.
" પણ અમારા ગયા પછી છેક અમદાવાદથી આ વસ્તુ માટે સમય નીકળી શકવો મુશ્કેલ છે ને!"- પવને એની વાત હવામાં ઉછાળી.
" એમાં શું વાંધો? એ તો વિકમાં એક વાર ગાડી લઈને આંટો મારી જવાનો, બાકી તો ઋતા છે જ ને!"- મુનિમજીએ સુઝાવ આપ્યો.
" જોઈએ એ તો ચાલો, પહેલા અહીથી જવા તો દો."- મેઘે પવનનો સાથ પુરાવ્યો.
"પછી તો બાળકો એમની સ્ટડીમાં લાગી જશે તો ક્યાં આવી શકવાના?"- માધવીએ પણ નકારાત્મક પ્રતિભાવ આપ્યો.
"ને હું તો આવી જ ના શકું,મને તો મારી કિટ્ટી માંથી ટાઈમ જ ક્યાં રહે છે?"- નખરાળી શીખાએ એનો રંગ દેખાડ્યો.
" તો એકાદ કિટ્ટી અહીંની બહેનો જોડે કરી લેજો મહોતરમાં!" - કેસરીભાઈએ એની વાત કાપતાં કહ્યું.
"ઓહ નો! મને તો ના જ ફાવે હા!"- શિખા બોલી.
"અને અહી આવીને આ બધું સાચવવામાં અમદાવાદના બિઝનેસનું શું?"- આકાશે એના સ્વાર્થની વાત રાખી.
"હું સાંભળીશ આ બધું!"- મહર્ષિએ એના મક્કમ અવાજે કહ્યું.
" તો ત્યાંના મેનેજમેન્ટનું શું? તને ખબર પણ છે એમાં કેટલું નુકશાન થશે?"- આકાશે એને પૂછ્યું.
" નુકશાનનું તો મને ખબર નહિ, પરંતુ દાદાની આ જન્મભૂમિ છે, આપની પણ માં છે, તો એનું ઋણ ચૂકવવાનો મોકો છે તો શું કરવા પાછળ પડું?"- મહર્ષિ આકાશ સામે ચર્ચામાં ઉતર્યો.
" પણ તને અહી આ કામ કરીને શું ફાયદો? વ્યર્થ પ્રયત્ન છે અહીંની પ્રજા જોડે કામ કરવાનો."- પવને પણ આકાશનો સાથ પુરાવ્યો.
" હું કઈ નથી જાણતો, પણ આ મારો ફાઇનલ નિર્ણય છે, જો તમારે સાથ આપવો હોય તો આપી શકો છો બાકી મારે આ બધું કરવા માટે મારા હિસ્સામાં આવતી પ્રોપર્ટી ચાલી જશે."- મહર્ષિ જીદે ચડ્યો.
" શું વાત કરે છે દીકરા? તો પછી તારા ભવિષ્યનું શું? તું અહી જ જિંદગી ગુજારી દઈશ?"- માધવીએ એને સમજાવતા કહ્યું.
" તો શું ખોટું છે? ખોટા દેખાડા અને દંભ કરતાં તો સારું જ છે અહી! અને મારા કારણે બીજાનું ભવિષ્ય સુધારે તો એમાં મારું ભવિષ્ય ઊજળું જ થશે."- મહર્ષિએ એના મનમાં ચાલતા વિચારો એક પછી એક સૂચવવા માંડ્યા, અને બીજા એને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં પરોવાઈ ગયા.

ક્રમશઃ