રુદયમંથન - 25 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 25

માતૃછાયામાં બધાની વાતઘાટો બહુ ચાલી, મહર્ષિ એના નિર્ણય પર અડીખમ રહ્યો, એણે અને ઋતાએ એમનાં ધરેલા પોર્ટફોલિયો પ્રમાણે કામગીરી ચાલુ કરી દીધી, દિવસો વીતતા ગયા, તકલીફો ગણી આવી.
શરૂઆતી દિવસોમાં આ કામ કરવા માટે કોઈ જગ્યા નહોતી, તો ઋતાએ એની હવેલીના પાછળના ખુલ્લા ભાગમાં કરી, પરંતુ ગમે ત્યારે વરસાદ આવી જાય એ મુશ્કેલી હતી, તો હવેલીની અંદરના બંધ ત્રણ રૂમો એમનાં માટે ખુલ્લા મૂકી દીધા, થોડા દિવસમાં એમનું પોતાનું સેન્ટર બની જશે એ માટે મહર્ષિ અને ર
ઋતા બન્ને બહુ સકારાત્મક હતા.
સૌથી વધારે તકલીફ તો એમને કબીલાના લોકોને આ કામમાં જોતરવા માટે હતી, જ્યાં ખેતમજૂરોને રોજના સો રૂપિયા મળી જતા હતાં અને રાત પડે તેઓ દારૂ પી જતા, અહી એમની આ ટેવને સુધારવા માટે એમની કમાણીના માત્ર પચાસ ટકા જ સાંજ પડે મળતાં અને બાકીના મહિને છેલ્લા દિવસે પગાર રૂપે આપતાં, આ બહુ કપરું હતું, એમાં તેઓનું માત્ર ગુજરાન જ થતું, દારૂ પીવા માટે પૈસા બચતા નહિ, માટે જલ્દી અહી કામ કરવા આવતા નહિ, ધીમે ધીમે એમને એમની નીતિઓ બદલાતા ગયા, જોડે એમનાં બાળકોને મફતમાં શિક્ષણ અને કપડાં આપવા, એમનાં ઘરનું સમારકામથી માંડીને એમની સારવારના થતાં ખર્ચમાં ફાળો આપતાં ગયા, કબીલાના જાગૃતિ આવવા માંડી અને ધીરે ધીરે બધા સેટ થવા માંડ્યા.
એમનાં કામમાં સૌથી મહત્વનો કાચો માલ એટલે સાગ અને વાંસ! અહીં આવડત તો હતી પરંતુ પૂરતાં પ્રમાણમાં સાગ- વાંસ ઊગતું નહિ, ઉગે તો પણ એમનાં આટલા મોટા ઉત્પાદનમાં એ ઓછું પડતું, માટે એને ડાંગ જિલ્લાથી મંગાવવું પડતું, અને અહીંના અંતરીયાળ રસ્તાઓ ભેદીને ગાડી આવતાં આવતાં વખત ઘણો લાગી જતો, એમાંય પાછા ફોરેસ્ટ ઓફિસર અને એમની તપાસ! વાંસ આમ તો ઉગી ઝડપી જાય પરંતુ વપરાશ સામે એની વાવણી કરવી પણ જરૂરી હતી, એ માટે પાછું ફોરેસ્ટ ટીમને એ માટે પોતાનો ફાળો આપવાનો, જંગલ ઘટે નહિ એ નૈતિક જવાબદારી પણ એમનાં આ કામને માથે હતી.
ધાર્યા કરતાં કામ જોરે ઉપાડ્યું, ન્નનો ભણતા દેસાઈ પરિવારના બીજા પણ હવે એમાં રસ દાખવવા માંડ્યા, વડીલો તો એમનાં જુના સ્વાર્થમાં રચ્યા હતા પરંતુ જુવાનિયાઓને આ કામમાં ભવિષ્ય ઊજળું દેખાયું, એમની જોડે પવન પણ પરોવાયો હતો એમાં નવી ટેકનોલોજી ઉમેરાય એટલે પરિણામ સારું આવ્યે છૂટકો ન હોય! મુનીમજીના અને કેસરીભાઈના ગામડાઓના અનુભવ અને એમની રહેણીકરણી હવે મદદે આવી ગઈ, ભલે છોકરાઓ શહેરી હતા પરંતુ એમનાં આ કામમાં જે રસ હતો એ પરથી તેઓ અહીંના વતની હોય એવું જ લાગવા માંડ્યું.
કેસરીભાઈએ ઉદ્યોગ માટે થતી બધી કાર્યવાહી સંપૂર્ણ કરી, જરૂરી ઉત્પાદન સામગ્રી પૂરી પાડવા માટે મુનીમજી અને આકાશ એમનો પૂરો સહયોગ આપવા માંડ્યા, મહિલાઓને પૂરતું પ્રોત્સાહન મળી રહે એ માટે માધવી અને તૃપ્તિએ એમને માટે અનુકૂળ વાતાવરણ સ્થાપવાનું બીડું ઝાલ્યું.
ત્રિશા અને તન્મય કબીલાના જે બાળકો એમની માં સાથે આવતાં તેઓને આખો દિવસ રાખવા અને ભણાવવા માટેના કાર્યક્રમો એ સેન્ટર પર જ કરી દીધા,
હમણાં સુધી તો આ બધું કામ નાના પાયે ચાલી ગયું, વ્યાપ વધતો ગયો એટલે એની એક નામની જરૂર પડી, શું નામ રાખવું એ હવે બધા વિચારવા માંડ્યા, બધાએ પોતપોતાના પ્રતિભાવો આપવા માંડ્યા.
"હેય મે એક નામ વિચાર્યું, એ વન આર્ટ કેવું રહે?"- સ્વીટીએ કહ્યું.
"શું અંગ્રેજની મામી! અહીં કોઈને એ ફોર એપલ પણ આવડે છે કે તારા અગ્રેજી નામમાં રસ લે!"- તન્મય બોલ્યો.
" ના, તો રતનપુરા જ રાખી દઈએ તો કેવું રહે?"- ત્રિશા બોલી.
" એવા તો આખા ભારતમાં કેટલાય રતનપુરા છે, કયું સમજવુ? આવું ન ફાવે ભાઈ."- વિધાનએ સુઝાવ રાખ્યો.
"હા, વિધાનની વાત સાચી છે!"- ઋતાએ વિધાનના વિચારમાં સાથ પુરાવ્યો.
"તો ઋતા યા તો મહર્ષિ જ રાખો ને!"- બિરવા બોલી.
" નો વે! પ્લીઝ આવું કોઈ નામ નથી રાખવાનું!-" ઋતા અને મહર્ષિ સાથે ચિલ્લાયા, બધા હસવા માંડ્યા, એ બંનેની આંખ મળી અને એમને એમના કરેલાં દરેક કાર્ય માટે ગર્વની અનુભૂતિ થવા માંડી.
" મુનિમકાકા તમે લોકો તો કોઈ સુઝાવ કરો ને!" - મહર્ષિએ વડીલોને આગળ કર્યા.
" તારા દાદાના નામે જ કરો દો આનું નામ પણ!" - કેસરીભાઈએ એમનું મંતવ્ય કહ્યું.
"ના, એમનાં નામ પર તો અમદાવાદનો આખું એમ્પાયાર છે, તો આને જુદું રાખીએ તો સારું!"- આકાશે સુઝાવ આપ્યો.
"હા, આ બધી મહેનત મહર્ષિ અને ઋતાની છે તો નામ પણ એમને જ રાખવા દો!"- માધવી બોલી.
" પણ એમાં પ્રેરણા તો દાદાની જ છે!"- ઋતા બોલી.
" ના, તો પણ એવું નામ વિચારો કે એમાં કામ પ્રમાણે નામ હોય!"
" તો પછી શું રાખીશું?"- મહર્ષિ બોલ્યો.
"દ્વિજા રાખીશું?"- ઋતા બોલી.
"દ્વીજા? એનો શું મતલબ થાય?"- મહર્ષિ બોલ્યો.
"દ્વિજ એટલે તો બ્રાહ્મણ થાય ને?"- બિરવા બોલી.
" હા, અને દ્વિજ એટલે પક્ષી પણ થાય!"- તૃપ્તિએ એની સૂઝ પ્રમાણે કહ્યું.
" હા, દ્વિજ એટલે બે જન્મ લેનાર! બ્રામ્હન જનોઈ પછી અને પક્ષી ઈંડામાંથી બહાર આવીને ફરી જન્મ લે છે એમ અહીથી પ્રગતિ કરતા જોડાયેલા દરેકને લાગુ પડે છે માટે મારું મંતવ્ય છે કે દ્વિજા કલા કેન્દ્ર રાખીએ તો?"- ઋતાએ બધાને પૂછ્યું.
"અરે વાહ! ખૂબ સરસ નામ એવું કે જે પૂરેપૂરું બંધબેસે છે!"- કેસરીભાઈએ વખાણતા કહ્યું.
" સરસ, ખૂબ સરસ નામ છે બિલકુલ તારા જેવું જ!"- મુનિમજી બોલ્યાં, ઋતા શરમાઈ ગઈ.
"શું કાકા,તમે પણ!"- એણે હસતાં હસતાં વાતને ટાળી દીધી.

બધાએ એ નામ સાથે સહમતિ આપી અને એમની મહેનતને એક નવું નામ મળ્યું, દ્રિજા કલા કેન્દ્ર!