Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૮


જીતસિંહ ફરી માયા ભાભી પાસેથી એ જાણવાની કોશિશ કરે છે કે આખરે તમારી અને મોટાભાઈ વીરેન્દ્રસિંહ સાથે શું એવું બન્યું કે તમે બંને અલગ થવા જઈ રહ્યા છો. પણ માયા આગળ કઈ કહેતી નથી અને મારો સંદેશો મોટાભાઈ વિરેન્દ્રસિંહને આપી દેજો. આટલું કહી ને ભીની આંખો એ માયા ત્યાંથી નીકળી જાય છે.

માયા નાં ગયા પછી જીતસિંહ બહારથી દુઃખી થઈ રહ્યા હતા કે મોટાભાઈ વિરેદ્રસિહ ની પસંદ તેનાથી દૂર થઈ રહી છે પણ અંદર થી તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા કે કાવ્યા ને પામવાનો રસ્તો સરળ થઈ ગયો હોય તેવું લાગ્યું. એટલે કે તેણે કરેલી માંગણી પૂરી થતી હોય તેવું લાગી રહ્યું છે. પણ જીતસિંહ પાસે પણ એટલી હિંમત ક્યાં હતી કે માયા એ કહેલી વાત તે મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહે.

જીતસિંહ ઘરે આવ્યા એટલે મોટાભાઈ વિરેન્દ્રસિંહે ઉદાસ ચહેરો જોઈને આજે ફરી પૂછ્યું. કેમ જીત આજે પણ ઉદાસ દેખાય છે. કઈ થયું..? જાણે કે વિરેન્દ્રસિંહ કઈક જાણવાની જીજ્ઞાશા થી પૂછ્યું.

જે વાત કહેવાની હતી તે જીતસિંહ કયા મોઢે થી કહે તે કઈ સમજાતું ન હતું પણ જીતસિંહ પણ જાણવા માગતા હતા કે આખરે બંને વચ્ચે શું અણબનાવ બન્યો કે બંને અલગ થવા જઈ રહ્યા. આ જાણવા જીતસિંહે મોટાભાઈ ને પ્રેમ થી કહ્યું. મોટાભાઈ મને તો કઈ થયું નથી બસ માથું દુઃખી રહ્યું છે એટલે તમને એવું લાગી રહ્યું છે. પણ મોટાભાઈ એક વાત કહું. માયા ભાભી ને મળવાનું મન થયું છે. આપ તેને ઘરે બોલવાનો ને. ઘણા દિવસથી ભાભી નો 'માં' સમાન પ્રેમ મળ્યો નથી.

જીતસિંહે કરેલી માંગણીથી વિરેન્દ્રસિંહ નો ચહેરો ફિક્કો પડી ગયો. આ જોઈને જીતસિંહ સમજી ગયા કે માયા અને મોટાભાઈ વચ્ચે કઈક તો બન્યું છે પણ શું બન્યું છે તે જીતસિંહ જાણવા માંગતા હતા. જીત સિંહ પોતાના પ્રેમ કરતા ઘરનો પ્રેમ અત્યારે વધુ પ્રભાવિત કરી રહ્યો હતો. અને મનમાં પણ તે એવું જ વિચારી રહ્યા હતા. મારુ ગમે તે થાય પણ હું મોટાભાઈ અને માયા ભાભી ને ફરી થી ભેગા કરીશ.

મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને વધારે પૂછવું જીત સિંહ ને યોગ્ય લાગ્યું નહિ એટલે તે ચુપચાપ પોતાના રૂમના ચાલ્યા ગયા અને ત્યાં વિચારવા લાગ્યા. એક બાજુ મોટાભાઈ ની વ્યથા હતી તો બીજું બાજુ તેમની. ઘણા વિચારો કર્યા પણ કોઈ રસ્તો મળ્યો નહિ. કેમકે જીતસિંહ જાણી શક્યા ન હતા કે માયા ભાભી અને મોટાભાઈ વિરેન્દ્રસિંહ સાથે શું બન્યું.

સવાર થયું એટલે હજુ તો જીતસિંહ પથારી માંથી બેઠા થાય છે ત્યાં કાવ્યા એ ગેસ્ટ હાઉસના ફોન માંથી ફોન કર્યો. પરી બન્યા પછી કાવ્યા ની પાસે કોઈ ફોન હતો નહિ અને અત્યાર સુધી તેને ફોન ની કોઈ જરૂર પડી ન હતી. ફોન રીસિવ કરતા કાવ્યા બોલી. કુંવર આજે શું કરો છો.? ગઈ કાલે તો આપણે મળ્યાં ન હતા, ચાલો ને આજે મળીએ.

હજુ જીત સિંહ ના મગજમાં કાવ્યા એ માંગેલી રીંગ કરતા માયા ભાભી અને મોટાભાઈ વિરેન્દ્રસિંહ ની થઈ રહેલી જુદાઈ નજરે ચડી રહી હતી. એટલે કાવ્યા ને શું જવાબ આપવો તે વિચારે ચડ્યો.

કાવ્યા એ ફરી પૂછ્યું. કુંવર શું થયું.? કેમ કઈ બોલતા નથી.? તમને આજે સમય ન હોય તો કાલે આપણે જઈશું. થોડી વાર કાવ્યા જીતસિંહ નાં જવાબ ની રાહ જોઈ પણ જીતસિંહ ચૂપ જ રહ્યા. આ જોઈને કાવ્યા એ ફોન મૂકી દીધો.

જીતસિંહ ને લાગ્યું કાવ્યા મારાથી નારાજ થઈ ગઈ છે. પણ કાવ્યા ની નારાજગી કરતા માયા ભાભી અને મોટાભાઈ વિરેન્દ્રસિંહ ના સંબંધ ની ફિકર હતી. એટલે બંને ના સમાધાન માટે જીતસિંહ કઈક કરવા માંગતા હતા જેથી બંને ફરી એક થઈ શકે. આ માટે માયા સાથે ફરી મુલાકાત કરવી જીતસિંહ ને જરૂરી લાગી.

જીતસિંહે હાથમાં ફોન લઈને માયાં ભાબી ને ફોન લગાવ્યો. પહેલી રીંગ વાગી એટલે માયા એ ફોન કટ કરી નાખ્યો. જીતસિંહ સમજી ગયા કે માયા ભાભી અત્યારે મારી સાથે કોઈ વાત કરવામાં માંગતા નથી. પણ જીતસિંહ તો સારું કામ કરવા જઈ રહ્યા હતા એટલે તેમના માન ની તેણે કોઈ પરવા કર્યા વગર ફરીથી માયા ભાભી ને ફોન લગાવ્યો. ફરી બીજી વાર માયા એ ફોન કટ કરી નાખ્યો.

શું માયા ફોન રિસિવ શા માટે કરતી ન હતી. તે શું આ સંબંધ હમેશા માટે તોડવા તૈયાર થઈ હતી.? આખરે જીતસિંહ બંને ને એક કરવામાં કામયાબ થશે.જોઈશું આગળ નાં ભાગમાં..

ક્રમશ...