Tha Kavya - 72 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૨

જીતસિંહ તૈયાર થઈ કાવ્યાને સાથે લઈને મહેલની બહાર આવ્યા, ને વિચારવા લાગ્યા કે આજે કંઈ ગાડી લઈને કાવ્યા સાથે ફરવા નીકળું. વિચાર આવ્યો કે કાવ્યાને પૂછી જોવ તું કંઈ ગાંડી માં સફર કરવા માંગે છે.
કાવ્યા ને લાગશે કે હું મારી ધન દોલત બતાવવા આ બધું કરી રહ્યો છું એટલે આ વિચાર થી જીત સિંહે કાવ્યાને ગાડી વિશે કંઈ કહ્યું નહીં

બહાર પાર્કિંગમાં એક સુંદર કાર પડી હતી પણ તે કાર જીતસિંહ રોજ ઉપયોગમાં લઈ રહ્યા હતા, આજે તેને કોઈ બીજી જ કાર માં સફર કરવી હતી એટલે તે કાવ્યા ને સાથે લઈને ઘણી ગાડીઓ જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં લઈ ગયા.

એક સાથે ઘણી કાર ની હારમાળાઓ જોઈને કાવ્યા થોભી રહી. અને બધી કાર ને નિહાળતી રહી. કોઈ નવા મોડલ ની હતી તો કોઈ જૂના મોડલ ની, કોઈ સ્પોર્ટ્સ કાર હતી તો કોઈ લુક વાળી. બધી કાર જાણે હમણાં જ ખરીદી હોય તેવી ચકચકાટ કરી રહી હતી.

જીતસિહ કાર ની પસંદગી કરવા આગળ વધે છે ત્યાં કાવ્યા આગળ ચાલીને એક લાલ કલરની સ્પોર્ટ્સ કાર પાસે પહોંચી ને તેને નિહાળવા લાગે છે. ફરતી બાજુ જોઈને કાવ્યા તે કાર ની સીટ પર બેસી જાય છે.

જીતસિહ સમજી ગયા કે કાવ્યા આ લાલ કલરની સ્પોર્ટ્સ કાર માં જવા માંગે છે એટલે તેમની પાસે જઈને કહ્યું.
કાવ્યા.. તું કહે તો આ કાર માં આપણે સફર કરીએ.

હા.. કુંવર. મને આ કાર ખુબ જ પસંદ આવી છે. આપણે આ કાર લઈને ફરવા જઇશું.

કાવ્યાને બાજુની સીટ પર બેસાડી ને જીતસિહ સ્ટેરીંગ ની સીટ પર બેસી ગયા. કાવ્યા સામે મીઠી સ્માઈલ કરીને કાર આગળ ચલાવી.

કાર ચલાવતી વખતે જીતસિહ કાવ્યાને નિહાળી રહ્યા હતા. કાવ્યા પણ જીત સિહ સામે હસતો ચહેરો રાખીને મીઠી સ્માઈલ આપી રહ્યા હતા. જાણે બંને વચ્ચે પ્રેમ પાંગરતો હોય તેવું લાગી રહ્યું હતું. ક્યારેક આંખોથી આંખો વચ્ચે વાતો થતી તો ક્યારેક ચહેરાના હાવભાવ થી વાતો થતી હતી. આ શબ્દો વગરની વાતો માં ઘણો પ્રેમ દેખાઈ રહ્યો હતો. પણ હજુ સુધી તેઓ નજીક આવવાનો કે પ્રેમ જતાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

જીતસિહ કાવ્યાના રૂપ જોઈને તેની પર મોહિત થઈ ગયા હતા. જ્યારે કાવ્યા રીંગ મેળવવા માટે જીતસિહ ના પ્રેમમાં પાડવા તૈયાર થઈ હતી.

કાર ગાર્ડનના ગેટ પાસે પહોંચી. અને અંદર દાખલ થઈ. જયાં કાર ના પાર્કિંગની વ્યવસ્થા હતી ત્યાં જીતસિહ કાર પાર્ક કરીને અને ગાર્ડનની અંદર દાખલ થયા.

જીતસિહ ને આવતા જોઈને બધા પ્રેમી યુગલો ઉભા થવા લાગ્યા. તો કોઈ તેનાથી છૂપવા લાગ્યા. તેઓને મનમાં ડર લાગવા લાગ્યો કે કુંવર અહી અચાનક આવ્યા છે તો અમને બધાને અહીથી હાકી કાઢશે અથવા પોલીસ ને બોલાવશે.

પ્રેમી યુગલોને કાવ્યા જોઈ રહી હતી તે સમજી ગઈ કે મારા કારણે આ બધા પ્રેમીઓ ના પ્રેમમા ભંગ પડી જશે એટલે કાવ્યાએ જીતસિહ નો હાથ પકડીને તેની સાથે ચાલતી થઈ.

જીતસિહ સાથે કોઈ સુંદર છોકરીને હાથ પકડીને ચાલતી જોઈને બધા પ્રેમીઓ ત્યાજ ઉભા રહી ગયા અને જે ભાગી રહ્યા હતા તેઓ પણ તેમની જગ્યાઓ લેવા લાગ્યા. જીતસિહ ને આ રીતે જોઈને બધા પ્રેમીઓ ના મનમાં રહેલો ડર નીકળી ગયો અને તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.

ચાલતી ચાલતી કાવ્યાએ જીત સિહ સાથે એકદમ નજીકથી ચાલવા લાગી જાણે બંને એક બનીને સાથે ચાલી રહ્યા હોય. કાવ્યા નો સ્પર્શ જીતસિહ ને કાવ્યા પ્રત્યે પ્રેમનું આક્રષણ પેદા કરી રહ્યું હતુ. શરીર પર એક કંપન થઈ રહ્યું હતું. દિલમાં પ્રેમનું અંકુર ફૂટી ને બહાર આવવા મથામણ કરી રહ્યું હોય તેમ જીતસિહ જાણે હમણાં જ કાવ્યાને આલિંગનમાં લઈ લેશે એવું લાગી રહ્યું હતું. પણ તેઓ એક રાજકુંવર રહ્યા એટલે પોતાની મર્યાદા ખાતર તેઓ સામેથી પ્રેમનો પ્રસ્તાવ મુકવા માંગતા ન હતા.

કાવ્યા કોઈ સરસ જગ્યાની શોધમાં જીતસિહનો હાથ પકડીને ચાલતી રહી. તે એક જગ્યા શોધી રહી હતી. જયાં બધા પ્રેમી યુગલો તેને નિહાળતા રહે અને વિચારમાં પડી જાય કે કુંવર પણ પ્રેમ કરી શકે છે.

કાવ્યા જે જગ્યા શોધી રહી હતી તે તેને મળી ગઈ અને તે જગ્યા પર જીતસિહ ને ત્યાં બેસવાનું કહ્યું.

કાવ્યા બધા પ્રેમી યુગલો સામે શું કરવા જઈ રહી હતી.? શું કાવ્યા શું સાચે જીતસિહને પ્રેમ કરવા લાગી છે કે રીંગ ખાતર તે નાટક કરી રહી છે તે જોઈશું આગળના ભાગમાં.

ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED