Jog Sanjog - 11 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 12

પ્રકરણ 12

સેન્ટ માર્ટિન કેથેડ્રલ ચર્ચ: ફ્રાન્સ...

એક નાની માલવાહક ટ્રક ચર્ચ ના પટાંગણ માં આવી ને ઉભી રહે છે. એમા થી 5 એક માણસો ઉતરે છે અને પાછળ નું શટર ખોલે છે. અને એક મોટુ ભૂખરા રંગ નું ક્રોસ બહાર કાઢે છે જેની હાઈટ લગભગ સાડા છ ફૂટ ની છે અને 3 માણસો એ કેરી કરી ને ચર્ચ માં લઇ જાય છે. બીજા બે માણસો લગભગ 5 ફૂટ ની રાખોડી કલર ની જીસસ ક્રાઈસ્ટ ની મૂર્તિ લઈ ને ચર્ચ માં અંદર આવે છે.

ત્યાં જૂની સ્ટેચ્યુ ને કાઢી ને નવી મુકવા માટે ની ગોઠવણ કરવા માં આવે છે. બાજુ માં સ્કિન કલર પેન્ટ નો એક ડબ્બો છે જેમાં સ્કિન કલર નો પેઇન્ટ હતો. એમા એક નાની બોટલ જેટલું બીજું સોલ્યુશન નાખ્યું .

આ આખી પ્રક્રિયા ને સુપરવિઝન બે વ્યક્તિ કરી રહ્યા હતા. એ સોલ્યુશન નાખ્યા પછી એ બે માંથી એક વ્યક્તિ એ કહ્યું " આના ઉપર રોજ વોટર સ્પ્રે મારતા રહેવા નું ફાધર ને કેહવુ પડશે, બાકી આટલી મેહનત નો કોઈ મતલબ નહિ નીકળે. "

બીજા એ હકાર માં માથું હલાવી ને ફાધર ને બોલાવ્યા. ફાધર એમની પાસે આવ્યા એટલે શાંતિ થી જણાવ્યું, કે શું કરવાનું છે. ફાધર એ હા પાડી અને બદલા માં ને એક એક સિક્કા આકાર નો નાનો પણ 200 ગ્રામ નો રાખોડી પથ્થર આપ્યો અને કહ્યું " મે ગોડ બ્લેસ યુ વિથ પ્રોસપરિટી". અને ત્રણે જાણ હસ્યા..

ઓમ શિવ મંદિર : ગયા.. (ઉત્તર પ્રદેશ, ભારત).

શિવ મંદિર ના પટાંગણ માં એક રિક્ષા માં નંદી ની અને કાચબા ની ભૂખરા રંગ ની મૂર્તિ લઈ ને બે વ્યક્તિ ઓ મંદિર ની જગ્યા માં પ્રવેશે છે અને મંદિર ની પાછળ ના ભાગ માં રહેવાસ વિભાગ ના એક સ્ટોર રૂમ માં જાય છે. ત્યાં નંદી અને કાચબા ના જે રંગ ની હોય એવા સ્કિન અથવા ઓફ વ્હાઇટ કલર ના પેઇન્ટ ભરેલા ડબ્બા છે અને એમા ત્યાં હાજર બે સુપરવાઇઝર્સ માં થી એક ત્યાં ના મુખ્ય બ્રાહ્મણ ને બોલાવે છે અને બીજો પોતાના ખિસ્સા માંથી એક નાની બોટલ માં થી એક સોલ્યુશન એ પેઇન્ટ માં નાખે છે. અને બ્રાહ્મણ ને ઇન્સ્ટરકશન આપે છે કે રોજ શિવ લિંગ નીં સાથે સાથે નંદી અને કાચબા ને પણ શિવ લીંગ ની જેમ જ પાણી નો થોડો થોડો અભિષેક કરવો બાકી આખી મેહનત એળે જશે. પછી એક વ્યક્તિ પોતાના ખિસ્સા માં થી સિક્કા ના આકાર નો 200 ગ્રામ નો રાખોડી પથ્થર કાઢી ને હાથ માં આપે છે અને " ભગવાન તમને ખૂબ સમૃદ્ધિ આપે" કહે છે અને ત્રણે જણ હસવા માંડે છે.

આજ પ્રક્રિયા શ્રીલંકા, દુબઇ, થાઈલેન્ડ, રશિયા, મ્યાનમાર, નેપાળ, લંડન, સિંગાપોર, ઓમાન, મસ્ક્ત ના વિવિધ મંદિરો, ચર્ચ, મસ્જિદ અને બીજા અન્ય ધર્મ સ્થાનો ઉપર કરવા માં આવે છે. અમે ત્યાં ના તામામ ધાર્મિક ગુરુ ઓ ને સિક્કા ના આકાર ના રાખોડી પથ્થર 200 ગ્રામ ના આપવા માં આવે છે .

તેમજ આજ તમામ દેશો ના પરફ્યુમ શોપ્સ માં ફ્રાન્સ નીં જેમ પરફ્યુમ વહેંચવા નો બંદોબસ્ત થાય છે અને એ તમામ દેશો ના સ્થાનિક પરફ્યુમ પ્રોડક્શન હાઉસ ને સોંપવા માં આવે છે. તેમજ અગર બત્તી, ધૂપ, મીણબત્તી, લોબાન જે એ સેમ સોલ્યુશન ના મિશ્રણ થી બની હતી એને તમામ ધાર્મિક સ્થળે વાપરવા ની અને ત્યાં થીજ વહેંચવા નીં સિસ્ટમ બનાવી ને લાગુ કરવા માં આવે છે.

અને એ કામ પણ તમે દેશ ના લોકલ પ્રોસેસિંગ યુનિટ્સ ને આપવા માં આવે છે.

આ એક મેસેજ ના જોરે થાય છે. એ મેસેજ ઇન્ડિયા થી હતો.

શીતલ નું ફેક મર્ડર, અંશુમન અને એના પિતા ધર્મેન્દ્રસિંહ નું એ પ્લાનિંગ, સુરેન્દ્રનગર અને પોરબંદર થી નીકળેલ કનસાઈનમેન્ટ ને સુરત અશ્વિની માં ઉતારવા નો મેસેજ અને બહામાસ થી નીકળેલ કનસાઈનમેન્ટ ની જગ્યા તેમજ આ વિવિધ દેશો ના વિવિધ ધર્મો ના ધાર્મિક સ્થળો ઉપર ની ગતિવિધિ ઓ કયા કઈ રીતે જોડાયેલ છે, ધર્મેન્દ્રસિંહ કઈ રીતે સંકળાયેલ છે અને એમનો શુ હેતુ છે એ જાણવા માટે વાંચો પ્રકરણ 13...

...... વધુ આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED