Jog Sanjog - 3 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 3

પ્રકરણ 3

પોરબંદર ના બંદર એ એક જહાજ લાંગર્યું. અને એમાં થી ખાખી રંગ ના મોટા મોટા ખોખા ઓ લઇ ને જહાજ માંથી માણસો ઉતરી રહ્યા હતા. જહાજ માંથી બંદરે ઉતરવા ની ઢલાણ વાળી સિડી ની સામે કસ્ટમ ઓફિસર ના યુનિફોર્મ પહેરેલો વ્યક્તિ રેબેન ના ગોગલ્સ પહેરી ને એ વ્યક્તિઓ ને ખોખા લઇ ને ઉતરતા જોઈ રહ્યો હતો. જોત જોતામાં એવા 100 ખોખા ની કતાર લાગી ગઈ. એ બધા વ્યક્તિ માંથી એક ઊંચી કદ કાઠી વાળો માણસ આગળ આવ્યો અને પેલા ઓફિસર સામે જોઈ ને...

વ્યક્તિ: વાઘેલા સાહેબ. તમારો માલ. હવે આની જવાબદારી તમારી.

વાઘેલા: મને આ લાઇન માં આવ્યા ને 15 વર્ષ થયાં છે રશીદ. મારે રોજ નું છે. તારું કામ પૂરું. તને તારું પેમેન્ટ બે કલાક માં મળી જશે. પણ તને ખબર છે. માલ માં કાઈ પણ ગડબડ નીકળી તો તને ખબર છે પેલો સુરતી આપણી કેવી વલે કરશે.

રશીદ: જાણું છું, સમજુ પણ છું અને હું પણ તમારી જેમ આ લાઇન માં દોઢ દાયકા થી છું. આ ધંધા માં રશીદ હુસૈન કુરેશી નું નામ ઈમાનદાર વ્યક્તિ માં નું એક છે. તમે ચિંતા ના કરો. માલ ચોખ્ખો છે.

વાઘેલા: ઠીક છે. હવે ફટાફટ નીકળ. અને આ માલ સામે પેલી ટ્રક માં ભરાવી દે.

એ લોકો જ્યાં ઉભા હતા એની તદ્દન સામે એટલે કે વાઘેલા ની પીઠ ની સીધી લાઇન માં અને પોર્ટ ની મેઈન એન્ટ્રેનસ ની સામે જ એક મોટી ટ્રેલર ટ્રક ઉભી હતી.

મોટા ગુડ્સ ટ્રક સારી જવા માટે ની ટ્રોલી ઉપર એક ઉપર એક એમ બે બે ખોખા ના 3 સેટ એક ટ્રોલી ઉપર ગોઠવવા માં આવ્યા. અને ટ્રક માં સારવા માં આવ્યા. 20 મિનિટ ની મહેનત પછી બધા બોક્સ ટ્રક માં ગોઠવાઈ ગયા અને વાઘેલા એ ટ્રક ના ડ્રાઇવર ને જવા નો ઈશારો કર્યો. અને સાથેજ પોતાના ફોન માં એ ટ્રક નો એના નંબર પ્લેટ સાથે ફોટો પાડી દીધો. સાથેજ રાશીદ ને પણ જાવા નો ઈશારો કર્યો.

રાશીદ પાછો એ જહાજ માં જતો રહ્યો અને જહાજ એ તરત જ લંગર ખેંચ્યું અને ધીમે ધીમે દરિયા ના મધ્ય ભાગ તરફ જવા માટે નીકળવા માંડ્યું.

અને અહીં વાઘેલા એ પોતાનો ફોન જોડ્યો.. ચાર પાંચ રિંગ ગઈ..પછી ફોન સામે છેડે થી ઉપડ્યો..

વાઘેલા: માલ સુરત માટે રવાના થઈ ગયો છે. ટાઈમ નોટ કરી દયો.. 08/08/2019.. સવારે 7:50 એ. ટ્રક ની ડિટેલ્સ અને ડ્રાઇવર નું નામ અને નંબર મોકલું છુ. કોમ્યુનિકેટ કરતા રહેજો. .

સામે થી "ઓકે" નો અવાજ આવ્યો. વાઘેલા એ ફોન મુક્યો. સામે છેડે થી એક 50 વર્ષીય ચાંદી ના રંગ ધરાવતા વાળ વાળા માણસ એ ફોન મુક્યો. ત્યાન્જ એના ફોન માં બીજી રિંગ વાગી એમા અનનોન નમ્બર ડિસ્પ્લે થતો હતો.

અચરજ થી એ માણસે ફોન ઉપાડ્યો ત્યાન્જ સામે થી એક કર્કશ અવાજ આવ્યો..

માણસ: સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સિંહ જાડેજા બોલું છું ફ્રોમ સચિન પોલીસ સ્ટેશન.. શુ હું "પ્રધાન એન્ડ સન્સ" ના માલિક પ્રદીપ પ્રધાન સાથે વાત કરું છું.?

પ્રધાન: જી બોલું છું સાહેબ. શુ થયું.?

જાડેજા: અર્ધી કલાક માં સચિન પોલીસ સ્ટેશન એ હાજર થાઓ એટલે વિગતે જાણવું..

પ્રધાન ને સવાર ના વહેલા પહોર માં પરસેવા નીકળવા મંડ્યા.. એક સાથે હજારો સવાલ મગજ માં ઉભરાવા મંડ્યા. "આ જાડેજા ને મારો નંબર કઇ રીતે મળ્યો","શુ થયું હશે કે અર્ધા કલાક માં સચિન હાજર થવા નું કહ્યું","જઇને જ ખબર પડશે કે શુ છે" આવા વિચારો સાથે એ તૈયાર થયો અને આગલી 15 મિનિટ માં એ સચિન જાવા માટે પોતાની સફેદ હોન્ડા સીટી માં બેસીને રવાના થઇ ગયો..

25 મિનિટ ના ડ્રાઈવ પછી એ સચિન ના પોલીસ સ્ટેશન એ હાજર હતો અને એ તરત જ જાડેજા સાહેબ ને મળ્યો. એને જોઈ ને..

જાડેજા: પ્રદીપ પ્રધાન??

પ્રધાન: જી. શુ થયું.?

જાડેજા એ છોકરી નો ફોટો બતાવ્યો.. એ બતાવતા..

જાડેજા: આને ઓળખો છો.?

પ્રધાન: હા સર. આ મારે ત્યાં કામ કરે છે. accountant તરીકે. શીતલ નામ છે. શુ થયું શીતલ ને?

જાડેજા: ખૂન..

પ્રધાન: વ્હોટ?? ખ..ખ..ખૂન.. !!!

પ્રધાન ને દિવસે તારા આવી ગયા. એની કર્મચારી નું કોઈએ ખૂન કરી નાખ્યું. હજી એ આ આઘાત માંથી બહાર નહોતો આવ્યો ત્યાન્જ..

અતુલ હાફળો ફાફળો થતો પોલીસ સ્ટેશન માં એન્ટર થયો અને જાડેજા ને જોઈ ને..

અતુલ: (હાંફતા હાંફતા) સર.. સર..

જાડેજા અને પ્રધાન:(સ્તબ્ધ થઈ ને): અતુલ.. તું અહીં..શુ કરે છે? શું થયું..?

અતુલ પ્રધાન ને જોઈ ને ચોકયો કે મારો બોસ અહીં કેમ પછી એના જ સવાલ ઉપર અણગમો પણ થયો કારણ એક જ તો હતું. પછી અતુલે ફોન કાઢી ને કોલ લોગ ઓપન કર્યો અને લાસ્ટ નમ્બર જાડેજા ને બતાવ્યો જેમાં "PRIVET NUMBER" લખેલું ને વંચાતું હતું એ બતાવી ને..

અતુલ: સર આ નંબર ની કોઈ માહિતી મળી શકે?

જાડેજા: (હજી સ્તબ્ધ જ છે અને આ બાજુ પ્રધાન પણ મૂંઝવણ અનુંભવે છે): પણ થયું શુ એ તો કહે?

અતુલ: સર,હમણા મને આ નંબર પર થી કોલ આવ્યો અને એટલું કહ્યું કે ... કે.... શીતલ જીવે છે અને સલામત છે..

આ સાંભળી ને જાડેજા અને પ્રધાન બને જણ એકદમ સ્તબ્ધ થઈ ગયા. જાણે 800 વોલ્ટ નો કરન્ટ લાગ્યો હોય એવી હાલત થઈ ગઈ.. અને હજી કાઈ વિચારે ત્યાં ધર્મેન્દ્ર સિંહ નો ફોન જાડેજા ઉપર આવ્યો. અને એને પણ એજ વાત કહી. એ સાંભળી ને..

જાડેજા: ધર્મેન્દ્ર સિંહ જી, તમને આ કોલ ક્યારે આવ્યો..

ધર્મેન્દ્ર: (ફોન માં કોલ લોગ માં જોઈ ને) 7:50 આજે સવારે ..

આ બાજુ તરત જ જાડેજા એ અતુલ નો કોલ લોગ માં privet number નો ટાઈમ જોયો. એજ સમય. 7:50.

એ જોઈ ને જાડેજા : સાહેબ, થોડોક સમય આપો. હમણાજ આનો ઉકેલ લાવું છુ. કહી ને ફોન કાપે છે.

જાડેજા અસમનજસ માં પડી ગયો. " આ સાલું થઈ શુ રહ્યું છે. એક સમયે બે અલગ અલગ વ્યક્તિ ને એક જ privet number લખેલા નંબર પર થી એક જ વાત કહેતો કોલ આવે છે કે શીતલ જીવિત છે અને સલામત છે. બીજી બાજુ એના કદ કાઠી અને એના જ કપડાં પહેરલી એક છોકરી ની બોડી મળે છે રાત્રે 12 વાગ્યે પણ અતુલ ને શીતલ નો લાસ્ટ વિડિઓ મેસેજ આવે છે 12:30 એ .. કંઈક તો બરાબર રંધાઈ રહ્યું છે" આ વિચારો માં જાડેજા મગ્ન હતો અને પેલા ફોન કોલ થી અતુલ ના આશ્ચર્ય નો હજી કોઈ કળ નહોતો મળ્યો અને એના જ વિચારો માં હતો એ દરમિયાન એ બને નું ધ્યાન એક બાજુ ના ગયું અને એ કે..

પ્રધાન નો ફોન silent mod પર સતત રિંગ કરતો હતો અને કોઈ જોઈ ના જાય એમ એને એ ફોન કટ કરી નાખ્યો..

વધુ આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો