જોગ સંજોગ - 13 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ સંજોગ - 13

(13)

પોરબંદર 1985: ડીપ સી ફિશરીઝ..

બે યુવાન છોકરાઓ લગભગ સરખી ઉમર અને સરખી વિચારધારા સાથે ડીપ સી ફિશરીઝ માં હજી 6 મહિના અગાઉ જ જોડાયા હતા. એમ એક નૂ કામ હતું કઈ માછલીઓ કેટલા વોલ્યુમ માં દરિયા માં થી પકડાઈ છે એ.

અને બીજા નું કામ હતું એમા થી હેલ્ધી અને અનહેલ્ધી કેટલી છે, એ એનલાઈઝ કરી ને આગળ પેકેજીંગ માટે મોકલવાનું. સાથે સાથે એનું સ્ટોરેજ પણ ચેક કરવાનું.

કયા પ્રકાર ની માછલીઓ અને અને એનું વોલ્યુમ જોવા નું કામ પ્રધાન કરતો અને બીજું કામ ધર્મેન્દ્રસિંહ કરતો. બને ની ઉંમર લગભગ 23 ની આસપાસ.

એ બને માં પ્રધાન કેલ્ક્યુલેટિવ પ્રોગ્રેસ માં માનતો અને ધર્મેન્દ્રસિંહ રેસ ની ગતી થી આગળ આવવા માં માનતો. એની નજરે કાચબા જ્યારે સસલું સુઈ જાય ત્યારેજ જીતે જ્યારે સસલા ને ધ્યાન હોય તો સસલો જ જીતે એવી માન્યતા. જ્યારે પ્રધાન રેસ જીતવા નહીં બસ માણવા માં માનતો. એ રતન ટાટા ને પોતાનું ઉદાહરણ માનતો જ્યારે ધર્મેન્દ્રસિંહ અંબાણી ને. ઓએબ બને માં એક સામ્યતા પોતાના ફાયદા માટે બીજા નું નુકસાન ન થવું જોઈએ અને કદાચ થાય તો એટલુ નહીં કે જીવ જોખમ માં આવી જાય.

બીજા વર્ષ ની નોકરી માં ઘણું શીખ્યા, દરિયા ના કયા ભાગ માં થી, કઈ ઋતુ માંથી, કયા પ્રકાર ના ચારા નાખવાથી ક્યા પ્રકાર ની માછલી ઓ પકડાઈ શકે અને એની માર્કેટ વેલ્યુ કેટલી, કઇ માછલી નું સ્ટોરેજ અને પેકેજીંગ કેટલું એ બધું સમજી જાણી અને લોકલ ની સાથે પોરબંદર ની બહાર ક્યાં ક્યાં અને કેટલી અને કઈ માછલી ઓ ની ડિમાન્ડ છે એ જાણી લીધું અને એની સાથે સાથે લોકલ ડિસ્ટ્રિબ્યુર અને માછીમારો સાથે હાથ મિલાવી, ખીસા ભારી કરી ને પેરેલલ પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. એકાદ બે સારા ઓર્ડરસ આવ્યા અને કમાણી થઈ એટલે નોકરી મૂકી દીધી.

હવે પ્રધાન અને ધર્મેન્દ્રસિંહ એ બને ભેગા મળી ને D P બ્લુઝ ફિશરીઝ ની નાની એવી ઓર્ગેનાઇઝેશન ચાલુ કરી જેનું ઓપરેશન અને એકાઉન્ટ્સ પ્રધાન સાચવતો અને માર્કેટિંગ અને સેલિંગ ધર્મેન્દ્રસિંહ સાચવતો. અને એમાં પોતાનો સેલ્સ વધારવા નો એને એક ટોટકો મળ્યો એક સમાચાર ની કટિંગ્સ માંથી જેમાં લખ્યું "મેડલીન કાર્ટલ ના સંસ્થાપક અને ડ્રગ માફિયા પાબ્લો એસકોબાર ની પોલિટિકલ કેરિયર ડામાડોળ".. અને ધર્મેન્દ્રસિંહ ના મગજ માં એક નામ અને એની શોધ માટે નો વિષય સળવળાટ કરવા માંડ્યો અને એ હતો પાબ્લો એસકોબાર..

એના ઉપર ના ઘણા સમાચાર પત્રો માંથી જાણ્યા બાદ નાના પણ એજ તરીકે થી પોતાની ફિશરીઝ નો ધંધો આગળ વધારવા નું નક્કી કર્યું, શરૂ માં પ્રધાન એ વિરોધ નોંધાવ્યો પણ ધર્મેન્દ્ર ની સમજાવટ અને કોઈ પણ વ્યક્તિ ની જાન માલ નું નુકશાન નહીં થાય એની બાંહેધરી આપવા ના કારણ સર એ આ આઈડિયા માં સહભાગી થયો, ને મનો મન એક સોના ની રંણક પણ જવાબદાર હતી. અને શરૂ થયો એ ભારતીય પાબ્લો એસકોબાર વાળો ખેલ..

એની માટે પ્રધાન ઝીંગા, કટલા, હિલસા જેવી રૂટિન પણ ડિમાન્ડ માં રહેતી માછલી ઓ નો સ્ટોક ભેગો કરતો ગયો લોકલ માછીમારો સાથે રહી ને અને પોરબંદર ની લાઈબ્રેરી માંથી એ તમામ માછલીઓ નું એક જ જગ્યા પર બ્રિડિંગ કઈ રીતે થાય એ જાણવા માંડ્યો. એક કોમર્સ નો છોકરો હવે કોમર્શિયલ એક્સપેક્ટ માટે આઉટ ઓફ ધ બોક્સ સર્ચ કરવા માંડ્યો હતો.

બીજી બાજુ ધર્મેન્દ્રસિંહે પોતાના કામ ધંધા વાળા માણસો માંથી એક ને દેશી દારૂ ના ભઠી વાળા ઓ પાસે મોકલી,મળી ને દેશી દારૂ નો બંદોબસ્ત કર્યો. અને એ એમ કાર્ટન માં 20 ટકા દારૂ અને 80 ટકા પાણી નું મિશ્રણ ભેગું કરી અને એ પાણી તમામ માછલી ઓ પર છંટકાવ કરી ને બરફ ના બોક્સ માં ઉપર મીઠું નાખી ને સ્ટોર કરી દીધો.

અને લોકલ ડિસ્ટ્રીબ્યુટર્સ જે પોરબંદર સિવાય દ્વારકા, રાજકોટ, જામનગર, સુરત, અમદાવાદ, વલસાડ અને મુંબઇ સુધી માલ પહોંચાડતા હતા એ સહુ ને એ માલ સબમિટ કર્યો...

અને એક અઠવડીયા માં એનું રિઝલ્ટ આવ્યું.

અત્યાર સુધી મહિને તમામ માછલીઓ નો મળી ને 1000 કિલો નો ઓર્ડર મળતો હતો.

આ મિશ્રણ પછી.. અઠવાડિયા ના 1000 કિલો નો ઓર્ડર મળવા માંડ્યો. હવે મછવારા ઓ ના દરિયા માં રાઉન્ડસ વધવા મંડ્યા અને એટલેજ હવે પ્રધાન ની બ્રિડિંગ ની લીધેલી નોલેજ અહીં કામ આવવા ની હતી.

અને આ બાજુ ધર્મેન્દ્રસિંહ એ પોતાની PR સ્કિલ થી માર્કેટ પણ વધાર્યું સાથે સરકારી ખાતા ઓ માં પણ ધીમે ધીમે ઓળખાણ કરવા નું શરૂ કર્યું કારણ કે જાણતો હતો કે કોઈ પણ ધંધા ને બે રોકટોક ચલાવવું હોય તો સરકાર ના ખોળા માં બેસવું પડે. અને સરકાર ની નજર સમક્ષ આવવા માટે નું કામ પણ ચાલુ કરી દીધું હતું.

ધર્મેન્દ્રસિંહ એવું શું કરી રહયો હતો સરકાર ની નજરે આવવા માટે, પ્રધાન ની નોલેજ અપબ્રિગિંગ DP બ્લુઝ ને કેટલી આગળ લઈ જવાની હતી એ બધું...

વધુ આવતા અંકે...