પ્રકરણ 11
રાજકોટ રિંગરોડ પસાર કરી ચૂકેલા ટ્રક ડ્રાઈવર ને મેસેજ આવયો અને એમાં લખ્યું હતું " લેન્ડિંગ એટ અશ્વિની".
લગભગ લીમડી ક્રોસ કરી ચૂકેલા સુરેન્દ્રનગર થી નીકળેલ ટ્રક ડ્રાઈવર ના ફોન પર પણ સેમ મેસેજ આવ્યો "લેન્ડિંગ એટ અશ્વિની". અને આ સેમ મેસેજ ધર્મેન્દ્રસિંહ ને પણ આવયો અને આ એક જ સમયે ત્રણે જણે મેસેજ માં રીપ્લાય કર્યું "ડન". પછી પોરબંદર થી નીકળેલ ડ્રાઈવર એ પોતાનો ફોન બંધ કરી દીધો સાથેજ ક્લીનર નો પણ.
**********
આ બાજુ જાડેજા કેયુર પાસે થી મેળવેલ અંશુમન ના એડ્રેસ પર પહોંચ્યો અને દરવાજો ઠોક્યો.. અંશુમન એ જ બારણું ખોલ્યું અને હજી કઈ કહે કે પૂછે એ પહેલાં જાડેજા એ અંશુમન નો કોલર પકડી ને સવાલ કર્યો "શીતલ કયા છે, બોલ નહીં તો મારી મારી ને ચામડી ઉધેડી ને ઉપર ટેરેસ માં શેકવા મૂકી દઈશ.. dy cm નો છોકરો છે એટલે નરમાશ રાખું છું. બોલ "
" સર શીતલ જીવતી છે અને સેફ છે" ઘભરાયેલ અવાજે બોલ્યો અને બીજી જ સેકન્ડે ફટાક. એક સણસણતો તમાચો અંશુમન ના ગાલ પર પડ્યો. આ એક્શન ખુદ જાડેજા એ પણ એક્સપેક્ટ નહોતું કર્યું અને અંશુમન એ તો જરા પણ નહીં. પણ હવે જાડેજા ની સીમાં આવી ચૂકી હતી. એટલે હવે જે થશે એ જોયું જશે એમ માની ને આગળ વધ્યો.
"એતો મને પણ ખબર છે ચુ@#$, ક્યાં છે એ બોલ અને શું નાટક ચાલે છે એ બોલ.."
અંશુમન જાણી ગયો કે હવે ખેલ ખૂલ્લો થઇજ ગયો સમજો એટલે એણે ધીરે ધીરે બધી વાતો કહેવા ની ચાલુ કરી અને જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ જાડેજા ને આશ્ચર્ય ના પાર ન રહ્યા.. એ પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો કરી શકતો કારણ કે આ બધી જોગ જોગવાઈ ના ગર્ભ માં હતો વાર્ષિક 20000 કરોડ નો બિઝનેસ..
***********
અહીંયા કલાક એક ની મેહનત પછી જામનગર સિક્કા ના ટોલ ના cctv ફુટેજીસ મળ્યા જ્યાં સવાર થી અત્યાર સુધીમાં લગભગ 35 એક ટ્રક પસાર થઈ હતી અને એમાં થી
માત્ર એક જ ટ્રક હતી જેમાં ક્લીનર નહોતો દેખાતો એટલે આ મૃત ક્લીનર એ જ ટ્રક નો હશે એ ગણતરી અને ઇન્સ્ટીનકટ થી ગોહિલ આગળ વધ્યો અને ફુટેજીસ માંથી ટ્રક ની તમામ વિગતો લઈ ને ગુજરાત ની તમામ ટોલ નાકા ઉપર મોકલી એના ઉપર નજર રાખવી એવો આદેશ પાસ કર્યો તેમજ તમામ કનેક્ટેડ હાઇવે પેટ્રોલિંગ ટીમસ ને પણ અવગત કરવા માં આવયા. અને એ ફૂટેજ માં નમ્બર પ્લેટ માં GJ 25 હતો. એટલે પોરબંદર rto ના ટ્રક ની વિગત કઢાવવા પોતાના સાથી ઓફિસર્સ ને કહ્યું..
ગોહિલ કોઈજ ખૂણો બાદ રહેવા દેવા માંગતો નહતો. એને મૃત વ્યક્તિ ની ઓળખ કાઢવા માટે ના રસ્તા વિચારવા માંડ્યો કારણ કે બોડી પાસે કોઈ પાકીટ, પર્સ કે બીજું કંઈજ નહોતું.
***********
અહીં કલાક એક બાદ, સવાર થી કેસ બાબત સર ની ભાગદોડ લઈ ને પ્રધાન એ પોતાના ફોન ચેક નહોતા કર્યા. અત્યાતે ચેક કરતા નજરે પડ્યું કે 5 એક મિસકોલ આવયા હતા જે એ ક્લીનર ના હતા. એને સામે કોલ કર્યો. પણ એ બંધ આવતો હતો. અને એની પાસે આ એક જ નંબર હતો કારણ કે ડ્રાઈવર અને ક્લીનર બને હોવા થી કોઈ એક નો નંબર હોય તો ચાલે એવું માની ને ક્લીનર નો નંબર રાખ્યો હતો જે હવે બંધ આવતો હતો અને એ ક્લીનર નું અત્યારે ખમભાળિયા હાઇવે પર પંચનામું પતિ ચૂક્યું હતું.
**********
એજ સમયે બહામાસ ના પોર્ટ પર એક શિપ લાંગરેલું હતું જેમાં મોટા મોટા બ્લુ કલર ના પીપળા ઓ ટ્રોલી ઉપર મૂકી ને ગોઠવવા માં આવી રહ્યા હતા. આ શિપ નાનું હતું. માલવાહક જહાજ હતું જે એક ટ્રીપ માં 150 લીટર ના 1500 કેન ટ્રાન્સપોર્ટ કરી શકતું હતું. આ શિપ માં પ્રોસેસ્ડ એમ્બરગિસ ના 150 લીટર ના એવા 1000 કેન મુકવા માં આવી રહ્યા હતા જેમાં અંદાજીત 300 કિલો એમ્બરગિસ સ્ટોન ભરવા માં આવ્યા હતા.
આનું સુપરવિઝન કરતો માર્ક ઝુબેન એ પોતાના ફોન માં ટેક્સ્ટ મેસેજ કર્યો " ફાઇનલ લેન્ડ ઓફ ધીસ યર વિલ બી એટ 228252 (12) એન્ડ 708491 (03) ઇન 432 T S ટાઈમ.
સામે થી 5 મિનિટ ના અંતરે મેસેજ આવ્યો "ડન"..
શીતલ ની ફેક હત્યા, અંશુમન ની કબૂલાત, બહામાસ ના કોડ વર્ડ સાથે નું લાસ્ટ એમ્બરગિસ નું લેન્ડિંગ, અફીણ ની તસ્કરી, ક્લીનર ની હત્યાં અને તમામ કોર્ડિંઇટ્સ અને મેસજ નું ધર્મેન્દ્ર સિંહ ને પહોંચવું.. આ કડીઓ આગળ કઇ દિશા માં જાય છે એ તમામ પ્રશ્નો ના જવાબ ...
વાંચો આવતા અંકે...