Jog Sanjog - 4 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 4

પ્રકરણ 4

પોરબંદર થી ટ્રેલર ટ્રક રવાના થયા ને 1 કલાક ઉપર થી ગયો હતો અને એ જામનગર માટે ના હાઈવે ઉપર પુર પાટે દોડી રહી હતી, ડ્રાઇવર પોતાના મૂડ માં ટ્રક ચલાવયે જતો હતો અને એનો ક્લીનર સતત એક ફોન જોડી રહ્યો હતો પણ એનો કોલ રિસીવ થતો નહતો. એ જોઈ ને.

ક્લીનર: અરે હદ છે યાર. જેનો માલ ઉપાડ્યો છે એ જ માણસ ફોન નથી ઉપાડતો.

ડ્રાઇવર: અરે પણ ઉતાવળ શુ છે તારે. હજી 10 કલાક નો રસ્તો છે. ગમે ત્યારે ફોન કરજે. ક્યારેક તો ઉપાડશે ને. શુ કામ ખોટી ચિંતા કરે છે.

ક્લીનર ને એ વાત સાંભળી ને સમજાયું કે એ ખોટી ચિંતા કરતો હતો. 10 કલાક માં ક્યારેક તો ફોન ઉપાડશે જ. એટલે હવે એના મન ને થોડીક ધરપત રહી અને પોતાની કાંડા ઘડિયાળ માં સમય જોયો. સવાર ના 9 વાગ્યા હતા. અને કેમ કે આ માલ સારવા માટે સવારે 5 વાગ્યા નો ઉઠી ને બંદરે પહોંચ્યો હતો એટલે થોડીક વાર આંખ મીંચી ને ટેકો આપી ને બેસી ગયો અને એ કરતા ...

ક્લીનર: એક જોકુ મારી લઉ છું. વાંધો નહિ આવે ને?

ડ્રાઇવર: તું મારી સાથે કેટલા વખત થી ટ્રાન્સપોર્ટેશન માં છે? તને ખબર છે ને સ્ટિયરિંગ ઉપર હાથ પડ્યો એટલે આંખ માંથી ઊંઘ મિસ્ટર ઇન્ડિયા થઈ જાય. તું તારે ખેંચ, હું અહીંયા સ્પીડ ખેંચુ છું.

એ સાંભળી ને ક્લીનર એ આંખ મીંચી અને એની પાંચ એક મિનિટ માં જ ઊંઘી ગયો અને એવો કે બીજી પાંચ મિનિટ માં નસકોરા બોલવા મંડ્યા એ જોઈ ને ડ્રાઇવર ના મુખ પર હલકું સ્મિત આવી ગયું.. પણ... એ સ્મિત કઈક અલગ હતું..

બીજી 15 મીનિટ સુધી એમ જ ટ્રક ચાલતી રહી અને ખમભાળિયા ચાર રસ્તા પાસે પહોંચ્યા, ચાર રસ્તા પસાર થયા કે ટ્રક માંથી એક બોડી બહાર ફેંકાઈ અને સીધી જાડીઓ માં જઇ પડી.

થોડીક વાર રહી ને એક બાઇક સવાર એજ રસ્તે થી પસાર થયો અને એની નજર એ જાડી ઓ માં પડેલી બોડી તરફ પડી .. એ બોડી ટ્રક ના ક્લીનર ની હતી.

ડ્રાઇવર એ પોતાનો ફોન જોડ્યો.. સામે છેડે થી 3 રિંગ વાગ્યા પછી ફોન ઉચકાયો..

ડ્રાઇવર: પ્રધાન નો માલ બાય પાસ થઈ ગયો સમજો.

સામે છેડે થી ઠંડી ધાતુ જેવી અવાજ માં ઉત્તર આવ્યો..

ફોન માંથી: ઓકે. માલ ક્યાં પહોંચાડવા નો છે એ તને ખબર છે .

ડ્રાઇવર: હા. પહોંચે એટલે કોલ કરીશ.

ફોન માંથી: ઓકે. હવે ડીલીવરી પછીજ કોલ કરજે.

ડ્રાઇવર: ઠીક છે.

ફોન મુકાઈ ગયો. ડ્રાઇવર એ એક્સલેરેટર પર પગ નું દબાણ વધાર્યું અને ટ્રક કાળા ધુમાડા છોડતી સ્પીડ વધારતી આગળ વધવા માંડી..

આ બાજુ સુરત માં સચિન પોલીસ સ્ટેશન માં જાડેજા ને હજી એના સવાલોના જવાબ નહોતા મળતા. અને એને તરત જ કાંઈક સુજ્યું. એને પોતાનો ફોન જોડ્યો..

જાડેજા: હેલો ડો ઘોષ.. જાડેજા ફ્રોમ સચિન.

ઘોષ: બોલો બોલો જાડેજા સાહેબ.

જાડેજા: આજે મધરાતે જે બોડી તમારા મોર્ગ માં હતી એનું ફોરેન્સીક ટેસ્ટિંગ થયું છે ને.

ઘોષ: અફકોર્સ. તમને સબમિટ કર્યુજ છે ને.

જાડેજા: હા કર્યું જ છે.પણ એમાં તો માત્ર મૌત નો સમય અને એનું કોઝ ઓફ ડેથ જ છે.

ઘોષ: (જરા આશ્ચર્ય માં પડી ને) હા. તો. બીજુ શુ જોઈએ છે આપને?

જાડેજા: પ્રુફ ઓફ આઇડેન્ટિટીટી.

ઘોષ: ચોખવટ થી કહો ને.

જાડેજા: એક કામ કરો. હું થોડીક જ વાર માં ત્યાં પહોંચું છું. તમે પોસ્ટમોર્ટમ માટે એ બોડી ના જે જે સેમ્પલ્સ લીધા હોય એ તૈયાર રાખજો. પ્લીઝ. બીજું કાંઈ ના પૂછો હમણાં જ પહોંચું છું ત્યાં બધું કહું છું.

અતુલ પોતાના ઘર માં જ હતો. આજે એ કામ એ જઇ શકે એમ નહોતો. એક તો શીતલ ની કથિત હત્યા ના સમાચાર એમા પછી શીતલ જીવિત છે અને સલામત છે ના ફોન, એ બધા ના આઘાત અને પ્રશ્નો માથી બહાર નીકળવા માટે પોલીસ સ્ટેશન માં જ પ્રધાન પાસે રજા માંગી હતી. અને પ્રધાન એ રજા તરત જ આપી પણ દીધી હતી.

કારણકે એની પોતાની હાલત પણ એવીજ હતી. એ પોતે પોતાના ઘોડદોડ રોડ પર સ્થિત "પ્રધાન મેન્શન' નામક બંગલા ના આલીશાન રૂમઆ AC ચાલુ કરી ને ફોમ સાયલન્ટ કરી ને સુઈ ગયો હતો. અને આ બધી ગડભાંજ માં એને પોતાનો ફોન પણ ચેક ન કર્યો કે કેટલા મિસ્કોલ્સ આવ્યા છે. અને આજ વસ્તુ કોઈક બીજી વ્યક્તિ ને ફાયદો કરાવી ગઈ. જે ફોન એને કાપ્યા હતા એ ક્લીનર ના હતા અને હવે એજ ક્લીનર જામનગર હાઈવે ની જાડી ઓ માં પડ્યો હતો.

એક શંકાસ્પદ હત્યા, એને જોડતી તમામ વ્યક્તિઓ, શીતલ જીવિત છે કે મૃત એનો વણ ઉકેલાયો પ્રશ્ન, પોરબંદર થી ઉપડેલો માલ જે પ્રધાન માટે હતો પણ જે હવે કોઈક ત્રીજી વ્યક્તિ પાસે પહોંચશે.

આખી ગૂંચવણ કંઈક અલગ જ પ્રકારની જટિલ હતી. રહસ્યો ના તાર કયા કોની સાથે કાઈ રીતે જોડાયેલા છે એ આવનાર સમય માં જ ખુલાસો થવા નો હતો.

વધુ આવતા અંકે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED