જેલ નંબર ૧૧ એ - ૩૪ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૩૪

‘વ્યા..

યુટીત્સ્યા..

આ શબ્દોનો પળઘો પડે છે. યુટીત્સ્યા તેમના હાથ પકડે છે, ઉપર લઈ આવે છે. કોણ કોને પકડે છે.. કશું ખબર નથી પડી રહી.. બધા તેઓનઇ આંખોમાં આંખ નાખી જોવે છે. તેઓને લાગે છે કે આ ત્રણ તો કોઈ અજાણિતા જાનવરો છે. હવે યુટીત્સ્યા તેઓને સજા આપશે.

‘હવે તમને સજા મળશે.’ એડલવુલ્ફા બોલી.

બીજું કોઈ કશું બોલતી નથી.

‘શું મતલબ?’

‘એ જ કે તમને હવે સજા મળશે. તમે હવે મરી જશો.’

‘એડલવુલ્ફા, આ બધુ શું છે?’ સમર્થ તેને પૂછે છે.

‘સત્ય. હું યુટીત્સ્યા છું. અમે સર્વે યુટીત્સ્યા છે.’

‘પણ એડલવુલ્ફા..’

ત્યાં તો તેઓની સામે થી બધા હલવા લાગે છે. બધા દૂર જતાં રહે છે. નીચે પાણી માંથી

અચૂકતા અવાજ આવે છે. આ શું? કશું ખબર નથી પડતી. તે બધા જમણી બાજુ જાય છે, અને ડાબી બાજુથી મંથના આવે છે.

મંથના બધાથી અલગ ઊભી છે. તે અચાનકથી ત્યાં આવી ગઈ છે.

‘૧૧ - એ ને પાછું ઊભું કરવાની જૂરરત કઈ રીતે થઈ તમારી. શું સમજો છો? કે તમે યુટીત્સ્યા છો?’

‘તે મિથુન ને..’

‘મે નહીં. ઉત્સવી છે. મિથુન એક ગુનેહગાર હતો. ઉત્સવી તેને મારીને મરી હતી.’

‘પણ ઉત્સવીતો મારી સૌથી પ્રિય..’

બાળપણના દિવસો. રેશમી અજવાળું, ધીમો પવન, અને વરંડામાં ઉત્સવી સાથે થપ્પો!

અને એજ ઉત્સવીએ આજે મિથુનને..

‘મિથુન તમને ઉલ્લુ બનાવી રહ્યો હતો. તે પહેલે થી જ ઉત્સવી સાથે ભળેલો હતો. નક્કી કર્યું હતું કે તમને બધાંને સોંપી પોતાની આઝાદી ખરીદી લેશે. તે જુઠ્ઠું બોલ્યો. ઉત્સવીએ તેને સજા આપી.

અહીં ૧૩ થી વધુ લોકો હતા.

‘યુટીત્સ્યામાં તો ફક્ત ૧૩ લોકો હોવા જોઈએ તો પછી..’ આ પ્રશ્ન મૈથિલ કરતાં મંથનાએ સાંભળ્યો.

‘હું યુટીત્સ્યાની પ્રમુખ છું. ઈલી ય યુટીત્સ્યા.’

‘હવે તું અમારી સાથે..’

‘સજા મળશે. કાલે આખ્ખું જગત જોશે.. તમારી સજા!’

બધાએ તે ધૂન ફરી શરૂ કરી..

‘વ્યા યુટીત્સ્યા..

અને જ્યારે મૌર્વિએ નીચે જોયું તો તેને ખબર પડી કે તેઓ ભાગી કેમ નહીં શકે..

ઠંડી આગ બધે પથરાયેલી હતી. આખી બિલ્ડિંગ આગ ઉપર બનાવેલી હતી તેવું લાગતું હતું.

‘જો ભાગવાની કોશિશ કરશો.. તો મૃત્યુ પામશો.’

અચાનક.. ધીમે - ધીમે.. પ્રકાશ ખાલી થવા લાગ્યો.. અને અંધારું થઈ ગયું.

ફરી અજવાળું થયું જ નહીં.

‘સમર્થ.. મૈથિલીશરણ..’

‘હા.’ બે અવાજ બોલ્યા.

‘અહીં શું કોઈ છે?’

‘મને તો નથી લાગતું.’ મૈથિલ બોલ્યો.

‘ના. નહીં હોય. તેટલે જ તો અહી અંધારૂ છે.’

પાછું અજવાળું થયું. નીચે કાચની દીવાલ હતી. અને કાચની દીવાલ નીચે ઇલ માછલીઓ. ઇલ માછલીઓ પાણીમાં તરી રહી હતી. પાણીમાં પ્રકાશ પળતા વિજળીઓ ફરતી હોય તેમ લાગતું હતું. અહી આ પ્રકાશ ક્યાંથી આવી રહ્યો હતો તે ખબર ન હતી. તેઓ જ્યારે થી અહી આવ્યા હતા ત્યારથી નીચે પાણી પડતુ બંધ થઈ ગયું હતું. તે મૌર્વિ અને મૈથિલે જોયું હતું. પણ સમર્થનું ધ્યાન તો હજુ એડલવુલ્ફા પર હતું.. તે આવું કઈ રીતે કરી શક્તિ હતી? શું પોતાના યુટીત્સ્યા પદનો પ્રેમ એટલો હાવી હતો કે એડલવુલ્ફા સારું અન્વ ખરાબનું ભેદ ભૂલી ગઈ હતી?

અહી કોઈ હતું નહીં, તેટલે મૌર્વિને લાગ્યું કે તેઓ વાત કરી શકતા હતા. પણ મૌર્વિએ એ યાદ રાખવાંની જરૂર હતી કે તે યુટીત્સ્યાના મહેલમાં હતી.

‘હવે આપણે કઈ રીતે ભાગીશું?’

‘કોઈક રીતે તો બહગવું જ પડશે…’ મૈથિલ બોલ્યો.

***

જેલ નંબર ૧૧ - એનો છેલ્લો ભાગ આ પછીનો છે. આમ તો ‘છેલ્લા’ પછી કોઈ ભાગ આવે નહીં. પણ ૧૧ - એમાં છુપાયેલી થોડીક કથાઓ આ છેલ્લા ભાગ પછી પણ તમને જણાવી જરૂરી છે.


તો શું લાગે છે. કેવી રીતે બચશે આ ત્રિમૂર્તિ?