તવસ્ય - 9 Saryu Bathia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તવસ્ય - 9

આગળના ભાગમાં આપણે જોયું કે 'કિવા'કેવી રીતે ગાર્ડનમાંથી કિડનેપ થઈ જાય છે.

હવે આગળ...

----------------------------------------------
બેગ લઈને પહેલો વ્યક્તિ ગાર્ડનની દીવાલ કૂદીને, ત્યાં તૈયાર ઉભેલી ગાડીમાં બેસી ગયો. અને ડ્રાઈવર પુરપાટ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. બેગ વાળા વ્યક્તિ એ ગાડીમાં બેસીને ગાર્ડનમાં બેઠેલા વ્યક્તિને 'Done'નો મેસેજ કર્યો.

આ મેસેજ વાંચીને ગાર્ડનમાં બેસેલા વ્યક્તિના મુખ પર ખંધુ સ્મિત આવી ગયું. આ બધું ફક્ત 7 થી 8 મિનિટમાં બની ગયું.

આ બાજુ વિવાને 'તાની'ને જોઈને તેનો થપ્પો કરી દીધો. વેદ એ ફોન પૂરો કરીને, કિવા જ્યાં છુપાઇ હતી ત્યાં જોયું તો કિવા નાં દેખાતા, તેને આશ્રય થયું. કદાચ કિવા આજુબાજુનાં ઝાડ પાછળ છુપાઇ ગઈ હશે, એવુ વિચારીને તે ફરીથી બધા સાથે વાત કરવામાં જોડાઇ ગયો.

હવે વિવાન કિવાને શોધવા લાગ્યો. આજુબાજુ બધે દસ મિનિટ સુધી શોધવા છતાં તેને કિવા ક્યાંય ન મળી. આ બાજુ વેદને પણ હવે એમ થયું કે સાડા સાત વાગી ગયા છે,અંધારું થઈ ગયું છે તો હવે ઘરે જવું જોઈએ,અને વિવાન પણ થાકી ગયો છે. એટલે તેણે વિવાન પાસે જઈને ધીમેકથી કિવા જે ઝાડ પાછળ છુપાઈ હતી તે કહી દીધું.

વિવાન ખુશ થઇ ને દોડીને ત્યાં ગયો, પણ તેને કિવા ન મળી. આથી તે આજુબાજુના 4-5 વૃક્ષો ફરતે પણ જોઈ આવ્યો, પણ કિવા ક્યાંય ન દેખાઈ.વિવાન ફરી પાછો વેદ પાસે આવ્યો.

"અંકલ, કિવા ત્યાં નથી."વિવાન હાંફ્તા -હાંફ્તા બોલ્યો.

"પણ કિવા તો ત્યાં જ હતી."વેદ આશ્ચર્યચકિત હતો.તેણે 'મિસ્ટી 'ને પાસે બોલાવીને પૂછ્યું.

"અંકલ, હું ને કિવા ત્યાં જ હતાં. હું બહાર આવી ત્યારે પણ કિવા ત્યાં જ હતી."મિસ્ટીએ થોડું ડરતા કહ્યું.

આ સાંભળીને વેદ દોડતો જ ત્યાં પહોંચી ગયો.
તેણે આજુબાજુ બધે જોઈ લીધું.પણ કિવા ક્યાંય ન મળી.

"કિવુ...... કિવુ....કિવા...બેટા ક્યાં છે, તું?વેદ બધા ઝાડ, બધી બેન્ચ ની ફરતે જોવા લાગ્યો.

વેદ ને જોઈને, બીજા બાળકોના પેરન્ટ્સ પણ કિવા ને શોધવામાં જોડાયા. બધાએ મળી આખો family Area, Friend Area, Children play Area અરે, તેની આજુબાજુનાં બધા વૃક્ષો, બધું જ જોઈ લીધું. પણ કિવાનો ક્યાંય પત્તો ન હતો.

આ જોઈને, હવે પેલો વ્યક્તિ ધીમેથી ત્યાંથી નીકળી ગયો.

હવે બધાને ચિંતા થવા લાગી.એટલે હવે એ લોકો કિવાનો ફોટો બતાવીને આખા ગાર્ડનમાં પૂછપરછ કરવા લાગ્યા. ભારત માતાની મૂર્તિ, Animal train, Wash room અને લગભગ બધે જોવા છતાં કિવા ક્યાંય મળતી નથી.

વેદ કિવાને શોધતા -શોધતા cafeteria પહોંચે છે.

"ये मेरी बच्ची है। आपने इसको कहीं देखा है? कबसे ढूंढ रहा हुं, नहीं मिल रही है!"વેદ એ હાંફ્તા હાંફ્તા આટલુ કહીને તેના ફોનમાં કિવાનો ફોટો બતાવ્યો.

हां, इसको तो मेने अभी २० -२५ मिनट पहले aqurium के पीछे जाते हुऐ देखा था।

વેદ આ સાંભળીને aqurium બાજુ દોટ મૂકે છે. ત્યાં કિવા -કિવા ચિલ્લાવે છે. પણ કંઈ જવાબ મળતો નથી.બધા મોબાઈલ ની torch થી આજુબાજુ તપાસ કરે છે, ત્યાં Red Hair band નીચે ધૂળમાં પડેલી મળે છે.

વેદ તે તરત જ ઓળખી જાય છે. તે કિવાની favorite Hair band છે.આજે કિવા ને તેણે જ તો તૈયાર કરી હતી, અને Hair band પણ તેણે જ પહેરાવી હતી. વેદ આ જોઈને હિંમત ખોઈ બેસે છે.

બધા તેને સાંત્વના આપવાની કોશિશ કરે છે.આ બાજુ થોડેદૂર ઉભીને અક્ષર કંઈક અલગ જ વિચાર કરતો હોય છે.તેને આમ જોઈ તેની પત્ની 'ઈશા' તેની પાસે આવે છે.

"અક્ષર, શું વિચારો છો? આપણે બધા ફરી એકવાર આખા ગાર્ડન માં તપાસ કરીએ તો!કિવા મળી જશે, તે રમતમાં ને રમતમાં થોડે દૂર જતી રહી હશે."

"ઈશા,આપણે કિવા ને સારી રીતે ઓળખીયે છે, તે આ ઉંમરે પણ ઘણી સમજદાર છે. તે અક્ષરની બધી વાત માને છે.મને નથી લાગતું કે, અક્ષરે દૂર જવાની નાં પાડી હોવા છતાં તે જાય. અને સૌથી મોટી વાત એ છે કે તેની hair band અહીંથી મળી છે. જરૂર કાંઈક ગરબડ છે."

"અક્ષર.........., તમને એવુ લાગે છે કે કિવા કિડનેપ..."ઈશા ગભરાતા બોલી.

"અત્યારે ચોક્કસ કંઈ નહીં કહી શકાય, પણ એકેય શક્યતા ને નકારી પણ નહીં શકાય."અક્ષર ઊંડો શ્વાસ લઈને બોલ્યો.

"તો આપણે જલ્દી police complain કરી દઈએ."

"હાં, પણ કિવા ખોવાઈ ગઈ ત્યારથી બાળકો ડરેલા છે, હવે તેમને જલ્દી ઘરે લઇ જવા પડશે. હું અહીંયા વેદ સાથે રહુ છું. બાકી તમે બધા ઘરે જતા રહો. હું ' વિશ્વાસ 'ને કહી દઉ છું, એ તને અને વિવાનને ઘરે ડ્રોપ કરી દેશે."

"Ok, please કાંઈ ખબર પડે તો મને કહેજે."

"હાં, બિલકુલ."

બધાના પોતપોતાના ઘરે જવા નીકળે છે, જ્યારે વેદ અને અક્ષર police station જાય છે.

-------------------------------------------

મારી નવલકથા તમને કેવી લાગે છે? તમારા પ્રતિભાવ જરૂર થી comment માં લખી જણાવશો.

વેદ, ગાર્ગી અને અક્ષર,'કિવા' ને શોધતા શોધતા કેવી રીતે હરિદ્વાર પહોંચે છે? તમને શું લાગે છે?

વાંચતા રહો. 'તવસ્ય '