લતા મંગેશ્કર.... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લતા મંગેશ્કર....

लता दीदी...
🌹🙏🏿🌹
જૂના સમયમાં હિન્દી,મરાઠી,ગૂજરાતી ફિલ્મો જુઓ તો લતા દીદીના કંઠ વગર ફીલ્મ અધૂરું લાગે.તે જમાનામાં પહેલાં રંગભૂમિમાં પોતાના પિતાશ્રી દીનાનાથ મંગેશકરના પગલે નાની બાળા લતા રંગભુમીના પરદા પાછળ લાઈવ ગીતો ગાઈ શ્રોતાઓનાં મન મોહી લેતાં.ઘણાં સુરીલાં ગીતો ગાઈને પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી હતી.રેડીઓના દરેક સ્ટેશનને ઓન કરીએ એટલે બી.બી.સી,બીનાકા ગીતમાલા,શિલોંગ, પાકિસ્તાન રેડીઓ,ઓલ ઇન્ડિયા રેડીઓ,સ્થાનિક સ્ટેશનો,રશિયા,યુરોપ અને ઘણા હિન્દી ભાષા જાણતા દેશના લોકોમાં લતા મંગેશકર ખૂબજ પ્રિય હતાં.કોઈ પણ દેશના રેડીઓ સ્ટેશન પર લતા દીદીનું ગીત કે તેના અવાજની ધૂન વાગી ના હોય તેવું બન્યું નથી.પછીના જમાનામાં ફીલ્મ સર્જકોએ લતા દીદીના અવાજનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.તેમની પહેલાં ઘણી ગાયિકાઓ હતી. નૂરજહાં,ગીતા દત્ત,સુરૈયા, શામશાદ બેગમ જેવી નામાંકિત સિંગરનો જે સમયે દબદબો હતો ત્યારે લતાદીદી પોતાના ચાહકોની એક અuલગ ઓળખાણ બનાવી રહી હતી.કવિ પ્રદીપ,કલ્યાણજી આનંદજીથી માંડી અત્યાર સુધીના ગીતકાર સંગીતકારોમાં તે હમેશાં અતિપ્રિય હતાં.તેમનો જનમ તા.28/09/1929 થયો હતો.લતા દીદી ખાસ કંઈ અભ્યાસ કરી શક્યાં નથી.કેમકે પોતાની માતા અને પિતાનો ખૂબજ કુમળી વયે સહારો કુદરતે છીનવી લીધો હતો.તે ઉષા,આશા અને ભાઈ હ્રદયનાથ માં સૌથી મોટાં હતાં.તમામની જવાબદારી મોટી બેન લતાના શિરે આવી તેથી ભણવા કરતાં કમાવાનું પસંદ કર્યું.અત્યંત ગરીબ પરિવારમાં નાટકમાં કે ફિલ્મોમાં જે કંઈ ગાયકીમાં રકમ મળતી તેમાં લતાદીદી નાનાં ભાઈ બેન પાછળ અભ્યાસ, ઉછેર પાછળ ખર્ચ કરતાં.શરૂઆતમાં બે ત્રણ ફિલ્મમાં અભિનય આપ્યો પરંતુ તેમાં તે અસફળ રહ્યાં.પોતાનું તેમજ ઘરનું તમામ કામ તે જાતે જ કરતાં.તેમની માતા ગૂજરાતી હતાં તેથી લતાદીદી ગૂજરાતી,હિંદી,મરાઠી, તેલુગુ બોલી શકતાં.પડદા પાછળ તેમનો સૂરીલો અવાજ વિશ્વના પડદા ચીરતો વિશ્વના સંગીતના ચાહકો સુધી પહોંચી ગયો.તેમની નકલ કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું હતું.પરંતુ તેના કંઠ સુધી કોઈ પહોંચી ના શક્યું.તેની નકલ કરી આજની મોટા ગજા ની સિંગરો કે ગલીઓમાં ગાતી નવોદિત સિંગરો જરુર દસ બાર હજાર કમાતી થઇ ગઈ.
તેમના અવાજમાં કેવો જાદૂ હતો તે તો ખુદ સાક્ષાત સરસ્વતી જ જાણી શકે.ગાયેલું ગીત તો કોપી કરી બધાં ગાઈ શકે પરંતુ ગીતને યોગ્ય અવાજ સંશોધન કરી શાસ્ત્રીય પદ્ધતિએ ગાવો કઠણ હોય છે,તે છતાં દરેક ગીતકારની રચના તેમની રીતે ગાઈને ગીતકાર,સંગીતકારને લતાદીદીએ અમર બનાવી દીધા છે.તત્કાલીન શાસ્ત્રીય કંઠના કામણ ફેલાવનાર સિંગર સાયગલના તેઓ ખૂબ ચાહક હતાં.અને મનોમન સાયગલને પ્રેમ કરતાં હતાં.ખુલીને એકરાર ના કરવામાં ભલાઈ સમજનાર આખી જિંદગી તેમણે અપરિણીત રહી વિતાવી દીધી.તેનું એકજ કારણ હતું,તેમનાં નાના ભાઈ બહેનની જવાબદારી ! તેઓ સંગીતનો જીવ હતાં.સ્વાર્થી રાજકીય પાર્ટીઓએ પોતાની ઇમેજ વધે તે માટે તેમને રાજસભાના સાંસદ બનાવ્યાં હતાં.સદસ્ય હોવા છતાં તેઓ ક્યારેય મહેનતાણું કે પોતાના ફાળે આવતી સરકારી ગ્રાન્ટમાં લાંચ ના લેતાં.સદાય સાદું ભોજન જમતાં.મરચું,તીખું,તળેલું કે ગળ્યું તેઓ પોતાનાં કંઠને માટે કાયમ ત્યાગ કર્યો હતો.જયાં પણ સ્ટુડિયો ગાવાં જતાં જતાં ત્યાં પોતાનું ભોજન,પાણી,ચા સાથે જ ઘેરથી લઇ જતાં.તેઓને તમેં ક્યારેય કોઈ જાહેર કાર્યક્રમમાં જોયાં નહીં હોય.પોતાનાં એવોર્ડ સમારંભમાં અતિ આગ્રહવશ જવું પડતું.એવોર્ડથી તેમનું સન્માન ન્હોતું પરંતુ લતા દીદીને એવોર્ડ મળવાથી એવોર્ડનું સન્માન વધી જતું હતું.સંસદમાં તેમણે "એ મેરે વતન કે લોગો" ગાઈને એકાદ વખત લતાજીએ live કાર્યક્રમ આપેલો.દેશનો સર્વ શ્રેષ્ઠ પુરસ્કાર "ભારત રત્ન" તેમને આપીને તત્કાલીન સરકારે તેમનું બહુમાન કર્યું.ખરેખર તો તેમાં સમય પારખી સરકારે બહુમાન તેમના થકી મેળવી લીધું.
જવાહરલાલ નહેરુ,ઇન્દિરાગાંધી,અટલબિહારી વાજપાઇથી અને અત્યાર સુધીના વડા પ્રધાને તેમનું ઉચિત સન્માન કરેલું છે.તે અનન્ય છે.
જૂના મહાન સિંગર સર્વશ્રી મુકેશ,કિશોર કુમાર,મહમંદ રફી,મહેન્દ્ર કપૂર થી માંડી અત્યાર સુધીના મનહર ઉદાસ,પંકજ ઉદાસ,સચિન જેવા નાના સિંગર સાથે સ્વર બેલડી ગીતો ગાયાં છે.દેશની લગભગ બધી ભાષામાં તેમણે પોતાનો કંઠ આપ્યો છે.જેમકે ગુજરાતીમાં પારકી થાપણ "બેનાં રે....". મેનાં ગુર્જરી નું. " છેલાજી રે... મારા હાટુ પાટણ થી.. " અખંડ સૌભગ્યવતીનું "તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી " જેવાં ગીતો ગાઈને ગૂજરાતી ભાષાને પણ શ્રેષ્ઠ બનાવી દીધી.
ગાંધીજીને અતિપ્રિય નરસિંહ મહેતાનું ભજન "વૈષ્ણવજન" ભજનમાં સૂર આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.દરેક પ્રેમીના દિલમાં લતાજી આજે નહીં ચિરકાળ સુધી સ્વરસ્વરૂપે જીવંત રહેશે.દરેક પ્રેમીના દિલની તે ધડકન હતાં.કોઈ પણ સિંગર સારું ગાય તો તેની ઉપમા લતાજીની આપે છે અને પુરુષોને કિશોર કુમારની ઉપમાંથી નવાજે છે.ઘણાં હિંદી ફિલ્મી ગીતો તમેં વારંવાર સાંભળો તો મીઠાં લાગે. જેમકે પાકીઝા,રાણીરૂપમતી,મધર ઇન્ડિયા ફિલ્મોમાં જે અવાજ આપ્યો છે તે કાબિલે દાદ છે.આટલી મહાન છતાં નિરાભિમાની લતાદીદીને સ્વરકિન્નરી,કોકિલકંઠી,સાક્ષાત સરસ્વતી,સૂર સમ્રાજ્ઞા દેશ પરદેશનાં લોકો સમજે છે.જેમણે લગભગ દરેક ભાષામાં અંદાજે 60000 થી વધુ ગીતો,ભજનો,લોકગીત,સ્તુતિઓ,ગરબા,રાસ,શ્લોકો,દુહા,ચોપાઈ ગાયાં હશે.તે હમેશાં સફેદ ખાદીની મરાઠી સ્ટાઇલની સાડી પરિધાન કરતાં.
આ મહાન સંગીતની દેવી સંગીતની આરાધના કરતાં કરતાં ટૂંકી માંદગી અને વૃદ્ધાવસ્થાને કારણે 92 વરસની ઉંમરે ગઈ કાલે સવારે એટલે કે તા.06/02/2022 રવિવારના રોજ આ લૉકમાંથી પરલૉક સીધાવ્યા.દેશ અને દુનિયાના લતાજીના ચાહકોએ તેમની આ ચહિતી મહાન ગાયિકા માટે ભાવાંજલિ અર્પી છે.હું પણ આ મહાન ગાયિકાનો ચાહક છું.મારી પાસે જૂની T સિરીઝનાં ઘણાં આલ્બમ સંઘરી બેઠેલો છું.હવે ફરી આ ધરતી પર લતાદીદી અવતરશે કે નહીં તે શંકા છે.
"ऒ जाने वाले हो सके तो लौट के आ...."
"तूम मुझे यूँ भुला ना पाओगे.."
"रहें ना रहें हम.. म्हेका करेंगे बनके कली.. "
***लतादीदी आपको मेरी और से शब्दाँजली***
- सवदानजी मकवाणा (वात्सल्य)
તા 07/02/2022 : સોમવાર