માં ના રૂપ Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

માં ના રૂપ

આમ તો મેં કીધું જ છે,કે મને નારી,અને એના રૂપ વિશે લખવાનું બહુ જ ગમે છે,સ્ત્રી ના દરેક રૂપ માં તેનું સૌંદર્ય પણ અદભુત રીતે આલેખી શકાય,પણ માં એટલે માં,પણ આજે હું આપની સમક્ષ માં નું એક અલગ રુપ દેખાડવાની કોશિશ કરીશ આશા છે,તમને જરૂર ગમશે,તમને આ લેખ વાંચ્યા પછી જે કાંઈ પણ લાગે મને એકવાર કોમેન્ટ માં જરૂર કેજો...

"માં એટલે માં બીજા વગડા ના વા"
"ગોળ વિના સુનો કંસાર મારો માં વિના સુનો સંસાર"
"જનની ની જોડ સખી નહીં જડે રે લોલ"
આમ તમે જુઓ તો કેટલીય પંક્તિ,કહેવતો માં વિશે કહેવાય છે,કેમ કે આપડે માં નું એ પ્રેમાળ,મીઠું,દયાળુ,રૂપ જોયું છે,પણ કોઈ ને કયારેય એ વિચાર આવ્યો કે એ રૂપ આપડને જ ખાલી કેમ દેખાય છે?એટલે!😊 કોઈ વહુ કે જમાઈ ને પૂછો જોવ!તો એને તો એ સાસુમાં ના રૂપ માં કોણ જાણે કઇ કેટલા માતાજી ના દર્શન થતા હશે.😀

ખરેખર માં નું રૂપ તેના બાળકો પૂરતું મર્યાદિત છે! એ તો માનવું જ પડે હો, જો કે અત્યાર ની માયું માં તો તેના પોતાના બાળકો ને ઘણા ઘણા દર્શન થાય છે...પણ એમાં એનોય વાંક નથી,અત્યાર ના બાળકો ડોરેમોંન, નોબીતા, છોટાભીમ, સીંચેન,ખબર નહીં કેટલાય કાર્ટૂન ના દર્શન એની માં ને કરાવે તો માં પણ એને અલગ અલગ દર્શન કરાવે ને..

વેલ મારે તો આજે વાત કરવાની છે,સાસુમાં ની,પેલા ની વહુઓ માટે સાસુ એટલે સાસરી માં એક જાત ની બીક,પછી ની જનરેશન માટે સાસુ એટલે આપડા જેવા નસીબ એવી મળે😂 પણ અત્યાર ની જનરેશન માટે સાસુ એટલે,,,,,,,એક મિત્ર,હા અત્યાર ની વહુઓ ને સાસુ એક મિત્ર ના રૂપ માં જોઈ છે..કે જે એની સાથે હસી હસી ને વાતો કરે,એની સાથે પાર્ટી કરે,એની સાથે મન ભરી ને ખરીદી કરે,અને ક્યારેક રસોઈ ના બનાવી બહાર થી જમવાનું પણ મંગાવે,હા કરાય આ બધું જ કરાય પણ સામે એવું ના સમજવું કે એ મિત્ર સાથે મનફાવે ત્યારે ઝગડો કરાય,અને મીઠો ઝગડો હોઈ ત્યાં સુધી તો ઠીક પણ ઉમર નો લિહાજ તો રાખવો જ પડે ને...

અત્યાર ના આ ડિજિટલ,ફાસ્ટ,અને મોડર્ન યુગ ની કોઈ સૌથી મોટી ઘરેલુ સમસ્યા હોય તો એ છે,સાસુ વહુ ના ઝગડા....

સૌથી પહેલા તો સાસુ ની વાત કરીએ ,આજ સુધી મેં જે કર્યું એ જ ચાલતું રહેવું જોઈ,મારા વ્યવહાર,મારી ગોઠવણ,
મારા રીતરિવાજ એ જ રીતે ચાલવા જોઈ જે અત્યાર સુધી ચાલે છે,અમે આટલા વર્ષો થી કરી છીએ તમે કેમ ના કરી શકો? મારુ કુટુંબ માં મારા પિયર માં કેવડું નામ!એને તો તારે જાળવવું જ જોઈ ને🤐 શુ કામ? એવો દુરાગ્રહ શુ કામ રાખવાનો,શુ તમારા સાસુ જે કરતા હતા એ બધું જ તમે કરી શકો છો? યાદ કરો એ સમય જ્યારે તમારા ઘર માં પૂરતી સગવડ ના હોઈ ને તમારા સાસુ મહેમાન ને સાચવતા,તમે એવી રીતે એમની દીકરી ને પણ સાચવી છે?ના જરાય નહિ,તો વહું પાસે થી એવી અપેક્ષા કેમ?
એક વાર એક સાધુ ઘરે ઘરે જઈ ને સિદ્ધુ માંગતા,એક ઘર પાસે આવ્યા તો તે ઘર ની વહુ એ કહ્યું કે મહારાજ આજ લોટ નથી કાલ આવજો,સાધુ તો ત્યાંથી ચાલી ગયા,થોડેદુર તેની સાસુ મળી,એટલે મહારાજે ફરિયાદ કરી કે" માજી તમારી વહુ એ સિદ્ધુ ના આપ્યું "આ સાંભળી ને સાસુ તો ગુસ્સે ભરાયા કે "તમને ના પાડી હાલો તમે અત્યારે જ ઘરે હાલો"એમ કહી ને પાછા ઘરે લઈ ગયા,ઘરે જઈ ને વહુ ને રાડ પાડી"તે મહારાજ ને લોટ ની ના કહી"ઓલી કે હા તો સાસુ કહે "તું કોણ ના પાડવાવાળી મહારાજ હું ના પાડુ છું કાલ આવજો"😂 મહારાજ ની દશા તો કાપો તો લોહી ના નીકળે...એટલે આવું છે,કે હું કહું એમ જ થવુ જોઈ,પહેલા તો એમ પણ કહેવાતું કે પરણી ને સાસરે જાય એટલે વહુ એ પાંચ વર્ષ તો કઈ બોલવાનું નહીં,મારા જેવી પૂછે કે પછી બોલવાનું ને?😀શુ બોલે પછી તો એને ના બોલવાની જ ટેવ પડી ગઈ હોય,અરે વહુ એ તો આખા ઘર સાથે લગ્ન કર્યા છે,તો શરૂ શરૂ માં થોડું સહન કરી પછી બધું બરાબર થઈ જાય(હા ટેવ પડી જાય ને સહન કરવાની).. તમારા પર વીતી એવી વહુ પર વીતે એવું અત્યાર ની સાસુ નથી વિચારતી , પણ માં નું રૂપ સાસુમા માં તો પરિવર્તિત થઇ જ જાય...

સામે પક્ષે વહુ એને તો મન માં પેલે થી જ એવું ઢશાવામાં આવ્યું હોય કે ,સાસુઓ એ જે ભોગવ્યું,એ તારે ય ભોગવવું જરૂરી થોડું છે,એટલે એ તો પેલા થી જ નક્કી કરી ને આવી કે આ સાસુ પોતે જીવી નથી શકી એટલે મને હેરાન કરે છે, એ પણ સમજાવે છે તો એક માં જ ને!હા તમે પેલા સાસરે આવી ને નક્કી તો કરો કોણ કેવું છે,સગાઈ પછી,અને લગ્ન પછી પણ સસરા માં ઘણો ફરક હોઈ શકે...તમે એવું વિચારી લો કે મારા સસરા માં મારી કિંમત જ નથી બધું સાસુ કહે તેમ જ થાય,તેમનું જ બધા માને,મારો વર પણ!અરે બેન એ બધા ને તારા બનાવવા,તારી વાતો મનાવવા ઘણું બલિદાન આપવું પડે..તારે ઘણી જવાબદારી નિભાવવી પડે.પારકા ને પોતાના કરવા પોતાનું અસ્તિત્વ જોખમ માં મૂકવું પડે,અઘરું છે,અશક્ય નહીં.હું તો કહું વર્તન જ એવું કરો કે તમારા સાસુ એના દીકરા ને વઢે,પણ તમને પુરા લાડ થી રાખે.ઘર માં હળવુ મજાકભર્યું વાતાવરણ રાખો ! આ મારો જોયેલો એક દાખલો કહું "એકવાર એક વહું એના
ઘર ના મેઇનરૂમ માં બેઠી હતી,સાસુ પણ ત્યાં જ સુતા હતા,અને અચાનક ઘર નો મુખ્ય દરવાજો જોરદાર અવાજ સાથે બંધ થયો,સાસુ ડરી ને ઉભા થઇ ગયા અને વહુ ને પૂછ્યું કે કેમ જોરથી બંધ કર્યો,ધીમે થી ના કરાય આ હું સૂતી હતી તોય તમે આટલો અવાજ કરો?હવે વહુ જ્યાં બેઠી હતી ત્યાં થી લગભગ ત્રણ ફુટ દૂર દરવાજો હતો,અને
એ પોતાની જગ્યા એ થી ઉભી થઇ નહતી,પણ હવા થી દરવાજો બંધ થયો,અને સાસુ ઊંઘ માં તો એમને પણ એ વાત નો ખ્યાલ ન હતો,એટલે એને ગુસ્સે થવા ને બદલે હસતા હસતા કહ્યું હું થોડી જાદુગર છું કે અહીં થી બેઠા બેઠા દરવાજો બંધ કરું😂અને બંને સાસુ વહુ હસી પડ્યા.
બસ એટલે દરેક બાબતે કોઈ આપડો વાંક કાઢે,તો સામે આપડે તેનો વાંક કાઢવો જ એ સ્વભાવ ના રાખવો...

જેમ દરેક સાસુ એ પોતાનું ઘર,પોતાનો દીકરો,પોતાની દીકરી,અને પોતાનું નામ આ બધી મમત મુકવી પડે,તે રીતે જ નવી આવેલી વહુ એ અમારા ઘરે આમ,ને અમારા ઘરે તેમ,મારા પપ્પા,ને મારી મમ્મી,આ બધી મમત મુકવી પડે..

હું તો કહું કે લગ્ન પછી તમે એક નવો સફર,એક નવું જીવન શરૂ કરવા જાવ છો,ત્યારે જૂની યાદો ને દિલ માં રાખી,નવા સંબંધો ને એની સાથે જોડવાનો પ્રયત્ન કરો,તમે નવી જગ્યા એ ફરવા જાવ ત્યારે બધો જ જૂનો સામાન સાથે નથી લઇ જતા ને?બસ તે રીતે જ આ નવા સફર ને મન થી માણો, કોઈ જૂની બાબત મન માં ભરી ને નહિ...

આમ તો એ કહેવું ના જોઈ પણ અત્યારે તમારા દીકરા કે દીકરી નો એ જ રીતે ઉછેર કરો,જે એને ભવિષ્ય માં હિંમતભેર જીવતા શીખવે નહીં કે નાસીપાસ થતા,વાંક કોનો?અત્યાર ના માં બાપ નો કે જે તેમના સંતાનો ને સંપૂર્ણ સુખ આપવા ઈચ્છે છે,કે અત્યાર ના યુગ નો ?જેમાં બધા ગાડરિયા પ્રવાહ માં તણાય રહ્યા છે...હું એમ નથી કહેતી કે તમારા બાળકો ને સુખ થી વંચિત રાખો,પણ એના સ્વાસ્થ્ય માટે કડવી દવા દેવામાં વિચાર નથી કરતા,તો એના જીવન ને સુખી બનાવા ક્યારેક કોઈ બાબતે રોકવા પડે તો રોકો,આ ખાલી દીકરી માટે નહીં,પણ દીકરા ને પણ આજ બાબત લાગુ પડે છે,ફરક ફક્ત એટલો જ છે કે તમારો દીકરો સાસરે કાયમ માટે નથી જવાનો... ઘણીવાર દીકરા ની નાસમજ ને લીધે પણ સંસાર ની ગાડી પાટા પર થી ઉતારી જાય છે..

ઘણા માં બાપ પોતાના દીકરા દીકરી ને એવી પણ સલાહ આપે છે,કે વાંધો નહીં આના જેવા તો તને સત્તર મળી જશે,પણ એના બદલે એમ કહો ને કે ચાલ તું એનાથી જુદો કે જુદી થઈ ને કોઈ બીજી વ્યક્તિ સાથે જોડાઇસ તો તને વિશ્વાસ છે,ને ત્યાં ફરી આવું નહિ થાય?એકવાર વિચારજો આપડા ઘરડા કહી ગયા છે,ને કે લગ્ન પછી દીકરી ની માં એ તેના રસોડા માં પગ ના મુકાઈ,અને દીકરા ની માં એ તેના બેડરૂમ માં તેનો સાચો અર્થ શુ છે...


અને સૌથી મહત્વ ની વાત છે,પ્રેમ પ્રેમ થી કોઈપણ જીવ ને જીતી શકાય છે,કેમ કે દરેક જીવ માત્ર પ્રેમ નો ભૂખ્યો હોઈ છે, જો સાસુ વહુ એક બીજા ને થોડા સમજી લે ને તો સંસાર સુગંધી બની જાય...મારી દીકરી સાથે કોઈ આવું કરે તો મને કેવું લાગે? અને મારા માં- બાપ સાથે આવું થાય તો મને ગમે? બસ આ વાત યાદ રાખો તો ઘણા પ્રોબ્લમ સોલ્વ થઈ જાય.. બાકી એક વાત હંમેશા મગજ માંથી કાઢી નાખવી કે સાસુ માં ના બને,અને વહું ક્યારેય દીકરી ના બને,
રહેવાનું સાથે જ છે,સંબંધ પણ રહેવાનો જ છે,તો હસી ને રહો ને...

આરતી ગેરીયા...