જેલ નંબર ૧૧ એ - ૩૨ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૩૨

ત્રણ લોકો જીવિત હતા, એક મૃત્યુ પામ્યો હતો. પણ તેને કઈ રીતે ખબર હોય કોણ મર્યુ? તેને તો એટલી ખબર હતી કે પેલો સાવ પાતળો માણસ મરી ગયો હતો. છોકરી હાંફવા લાગી હતી. તે તેની સામે જોતીજ રહી. જે યુવાન હતો તે આડો પડ્યો હતો, અને તે વ્યાપારી જેવો દેખાતો લાંબો યુવાન તે છોકરીની બાજુપર જોઈ રહ્યો હતો.

બધા જ્યારે તેને જોવા લાગ્યા, ત્યારે તેના મોઢા પર દર છવાઈ ગયો. આ લોકો તો ગુનેહગારો હતા. તેઓ તો.. મારી શકતા હતા? તેને દર લાગવા લાગ્યો, તે ઝડપથી રૂમ બંધ કરી ભાગી ગયો, ફોન લગાવવા.

‘આપણને, બાળવામાં આવ્યા હતા?’

મૌર્વિએ પૂછ્યું, પણ કોઈને લક્ષી નહીં.

સમર્થ તેની સામે જોતો રહ્યો, મૈથિલીશરણ વિશ્વાનલના મૃત શરીર તરફ જોતો હતો. આ શું? તેને વિચાર્યુ.

‘શું વિશ્વાનલ..’

હા. લાગતું હતું કે વિશ્વાનલ મૃત્યુ પામ્યો હતો. અને તેની સામે જોતાં બધા ડરવા લાગ્યા. આંખોમાં મૃત્યુ ભમતી હતી. સમર્થ ને લાગ્યું કે તેના ડાબા હાથમાં કશુંક છે.. કોઈ ઠંડી.. તેને અજીબ લાગતું હતું. જાણે કોઈએ તેનો હાથ બાંધી રાખ્યો હોય.

‘શું તેઓએ આપણને જીવતા બાળ્યા હશે?’

મૌર્વિએ ફરી કોઈને લક્ષ્યા વિના પૂછ્યું.

‘બાળ્યા હશે? ઠંડી આગમાં?’

‘એડલવુલ્ફા ક્યાં છે?’ મૈથિલીશરણ તેની વાત સમાપ્ત કરે તે પહેલા જ તો સમર્થ બોલ્યો.

‘એડલવુલ્ફા, શું તેને જ તો આ બધુ નહીં કર્યું હોય!’ મૈથિલીશરણએ તેનું બીભત્સ રૂપ જોયું હતું. તે વિકરાળ થઈ ગઈ હશે.. પણ તે આવું શું કામ કરે?

બધા શાંત રહ્યા. ધ્યાન પાછું વિશ્વાનલ પર દોરાયું.

અને તેઓ વિચારવા લાગ્યા. ત્યાં તો દરવાજા ખૂલ્યા.

યુટીત્સ્યાના માણસો આવ્યા. ૧.. ૨.. ૪... ૭... ૧૮... ૨૦ લોકો આવ્યા.

એકનો હાથ પકડ્યો, બીજાએ પગ પકડ્યા, ત્રીજાએ માથું પકડયું, ચોથાએ ખભા ઉપર મૂક્યા અને બધાને જમીન પરથી ઉઠાવી લીધા. તેઓ ચાલવા લાગ્યા. ત્યાં બે જણ પાંછળ રહી ગયા. કશું જોયા કર્યા વગર વિશ્વાનલ જે ભટ્ટી પર હતો તે ચાલુ કરી દીધી. ફટ! જેવો અવાજ આવ્યો, તો આગ પાણીની જેમ ઉછડી મૃત શરીરને ચાવવા લાગી.

બધાને લઈ ગયા. નીચે પછાડી મૂક્યા. નીચે બરફ હતું. આ જૂનું સર્બિયા હતું. સૌથી ઠંડુ પ્રદેશ. અહીં કોઈ પણ મૃત્યુ પામી જાય. બરફ હાલ પડતું હતું. તેઓની આંખોમાં પડ્યુ, અંધ થવાનો ડર લાગતાં આંખોએ જીભને કહયુ, તો જીભ બહાર ઉછડી પડી.

અને આવજો આવ્યા. બધા તેઓને જોતાં જ રહી ગયા. સમર્થની છાતી બરફ પર ઘસાઈ, તેને સામે જોયો તે મહેલ.. યુટીત્સ્યાનો મહેલ.

યુટીત્સ્યા નો મહેલ.

તેઓ યુટીત્સ્યાના દરવાજે હતા.

ખબર નહીં ક્યાંથી પણ તે બધા પાસે પાવડા આવી ગયા. તેઓએ તેમની પર બરફ ઢાંકવાનું ચાલુ કરી દીધું. મૈથિલીશરણ રડવા લાગી. મૌર્વિથી તો આ ઠંડી સહન જ ન હતી થતી. તેમની પર બરફની ચાદર ઓઢાતી ગઈ.. શું તેઓ અહીં જ મુત્યુ પામવા હતા.. આમ બરફમાં દટૈને?

સૈનિકોએ પાછા તેમણે ઉચક્યા.. અને સમર્થ, મૈથિલ, તથા મૌર્વિ લાતો મારવા લાગ્યા. તો પણ તેઓને લઈ જવામાં આવ્યા.

યુટીત્સ્યાનું મહેલ એક નાનું સફેદ રંગનું ઘર હતું. ૧૮ માળનું આ ઘર હતું, જેના દરેક માળ પર ફક્ત એક રૂમ હતો, અને બહુ બધી સીડીઓ હતી. યુટીત્સ્યાને સીડીઓ બહુ ગમતી. અંદર લઈ જતાં તરત જ તેઓને સીડીઓ પર લઈ ગયા. સીડીઓ લાકડાની હતી. બહુ જૂની હતી. ચોથો વ્યક્તિ ચઢતા - ચઢતા નીચે પડી ગયો, અને લાકડું તૂટી ગયું, સાથે મૈથિલનું માથું ધમ! દઈનીચે પછડાયું, અને લોહી વહવા લાગ્યું.

ઘૃણા.

મૌર્વિને ઘૃણા થવા લાગી. આ બધાથી, આ આફતથી, અને આ કાતિલ ઠંડી થી!

સમર્થને ખબર ન હતી કે શું એડલવુલ્ફા જ દગાબાજ હતી. અને જો તે ન હતી તો તેની સાથે શું થયું?

૧૫માં માળે સૈનિકો થોભી ગયા. સામે બહુ જ મોટો કાચ હતો.

સર્વ એક કતારમાં આવ્યા, અને કતારમાં આવતા જ તેઓ ત્રણેઉને કાચ તરફ ફેંક્યા.

પાંચ તો તૂટયો, સાથે ચાંદી પણ ફાટી અને આંખો પણ...

મિથુનનું મૃત શરીર ખીલ્લીઓથી લદ દીવાલ પર ચીપકાવ્યું હતું.