સાચી વસંત Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

સાચી વસંત

"એક લીલા પાન ની જરૂર હોય અને આખી વસંત લઇ
ને આવે એનું નામ દીકરી"...ખરેખર દીકરી એટલે એક માં ની સાચી મિત્ર,અને પપ્પા માટે તો બીજી માં....

કીર્તિ અને શ્રુતિ બંને સગી બહેનો ,સુધા બેન અને સુધીર ભાઈ ની લાડકી દીકરીઓ..દીકરો ના હોવાનો રંજ સુધાબેન ને ક્યારેક થતો,પણ સુધીર ભાઈ ને બિલકુલ નહીં....

નાનપણ થી જ બંને બહેનો ભણવામાં હોંશિયાર...કીર્તિ મોટી થોડી શરમાળ અને ઓછાબોલી ,જ્યારે શ્રુતિ નાની એટલે થોડી વાચાળ અને જબરી પણ ખરી..

.સુધીર ભાઈ બંને ને દરેક પ્રવૃત્તિ કરાવે...આમ શ્રુતિ બેડમિન્ટન માં ખૂબ હોશિયાર ,અને કીર્તિ ને પેન્ટીંગ ગમે રંગ સાથે એ એટલી સરસ રીતે રમે કે જાણે પેન્ટીંગ જીવતી થઈ જાય.... દેખાવ માં તો બેય એકબીજા ને ટક્કર આપે....રૂપ જાણે કાચ ની પૂતળી,અને એમાં માંજરી આંખો સપ્રમાણ સુડોળ દેહ..કોઈ ને પણ આકર્ષિત કરે......

શ્રુતિ બેડમિન્ટન માટે સ્ટેટ લેવલ સુધી રમી આવી...અને કીર્તિ એ તેનું બી.કોમ. પૂરું કર્યું...કીર્તિ ને હવે પોતાની પેન્ટીંગ નું એક્ઝિબિશન કરવાનો વિચાર હતો..એને ઘરે આ વાત કહેવાનું વિચાર્યું પણ ઘરે તો કોઈ મહેમાન આવ્યા હતા....

કીર્તિ ઘરે પહોંચી ને ત્યાં જ આવેલા મહેમાન ની આંખ માં વસી ગઈ ...મોહનભાઈ તેમના સમાજ ના અગ્રણી મા ના એક હતા...અને ખૂબ પૈસાદાર ઘર...તેમને કીર્તિ ને જોતા જ સુધીર ભાઈ પાસે પોતાના દીકરા કરણ માટે કહ્યું...સુધાબેન ને સુધીરભાઈ તો શું કેવું?સમજ જ ન પડી....

"કોઈ વાંધો નહિ તમે ૨-૪ દિવસ માં વિચારી ને કે જો તો હું મારા દીકરા ને કુટુંબ સાથે તમારી દીકરી ને જોવા ની રીત પૂર્ણ કરી જઈશ...બાકી અમારા તરફ થી હા જ ગણજો.."મોહનભાઇ એ કહ્યું

"ભલે હું તમને કાલ જ કહું."...સુધીર ભાઈ બોલ્યા

તેમના ગયા પછી બંને પતિ પત્ની વિચારવા લાગ્યા કે સમાજ માં નામ મોટું છે...અને એમનો દીકરો પણ સારો છે...આ તો લક્ષ્મી ચાંદલો કરવા આવી, તો પણ કીર્તિ સાથે વાત કરી લઈ....

કીર્તિ ક્યારની આ બધું સાંભળતી હતી...તે કયારેય તેના મમ્મી પાપા ના નિર્ણય ની અવગણના ના કરતી...મમ્મી પાપા ને પોતાના તરફ આવતા જોઈ તે બીજું કામ કરવા લાગી...

"કીર્તિ બેટા આ મોહન ભાઈ ને તો તું ઓળખે જ છે.."સુધીર ભાઈ એ કહ્યું

કીર્તિ એ માથું હા માં ધુણાવ્યું

"એમના દીકરા કરણ ને પણ મેં જોયેલો છે...છોકરો સારો છે..અને ઘર પણ, જો તું કહે તો તારી વાત આગળ ચલાવી..?".સુધીર ભાઈ બોલ્યા

"જો બેટા આવું ઘર ભાગ્યે જ મળે...અને તારા પછી શ્રુતિ નું પણ ગોતવાનું છે તો એને પણ આ સંબંધ થી કોઈ સારું ઘર મળી જશે અમારા માટે તમે બંને કોઈ ભાર નથી પણ સમાજ ને અનુસરી ને પણ રહેવું પડે ને"સુધા બેન એ કહ્યું...

ત્યાં જ દરવાજે કોઈ આવ્યું ને સુધા બેન ત્યાં ગયા...

"જો તારી મમ્મી જે પણ કહે પણ તારી માથે કોઈ દબાણ નથી...ભલે ...તારું મન કહે એમ કરજે ને મને તારો દરેક નિર્ણય મંજુર રહેશે."..આટલું બોલી સુધીર ભાઈ કોણ આવ્યું એ જોવા બહાર ગયા....

કીર્તિ ને થયું કે મમ્મી પાપા કહે છે,તો એકવાર જોઈ લેવા માં શુ વાંધો?આમ પણ ક્યાં તરત લગ્ન થઈ જવાના!!...

૩ દિવસ પછી રવિવાર આવતો હતો..અને તે દિવસે જ બંને પરિવારે ભેગા થવાનું નક્કી કર્યું...સુધાબેન સવાર થી જ તૈયારી માં લાગી ગયા હતા...સોફા ને નવા કવર ચડી ગયા,અને રૂમ માં નવી બેડશીટ પથરાય ગઈ હતી..નાસ્તા ની સુગંધ તો દરવાજા સુધી આવતી હતી... કચોરી, ચકરી, ફરસીપુરી, ચેવડો,અને જાંબુ સાથે ફ્રીજ માં આઈસ્ક્રિમ...

શ્રુતિ તો મમ્મી ની આટલી બધી તૈયારી જોઈ ને ચક્કર ખાઈ ગઈ...ને હસવા લાગી..

"મમ્મી આ લોકો દીદી ને જોવા આવે છે કે તારો બનાવેલો નાસ્તો કરવા"...

"અરે તને ખબર ના પડે આ મોટા ઘર ના માણસો સામે આપણું કાઈ ઓછું ના લાગવું જોઈ"..

"હવે જા જઈ ને કીર્તિ ને તૈયાર થવા માં મદદ કર જા"અને સુધાબેન પોતાના કામે વળગ્યા...

શ્રુતિ કીર્તિ ના રૂમ માં જાય છે ,કીર્તિ હજી નાહી ને જ બહાર આવી હોઈ છે...તેના ખુલ્લા વાળ માંથી પાણી ટપકતું હોઈ છે...અને વગર મેકઅપે પણ તે ખૂબ જ સુંદર લાગે છે...

"વા..વ દીદી તમે તો આમ જ જાસો ને તો પણ થનાર જીજુ ઘાયલ થઈ જશે.."શ્રુતિ એ કહ્યું કીર્તિ ના ગાલ શરમ થી લાલ થઈ ગયા...જે શ્રુતિ જોઈ શકી..."ઓહો જોતો ખરા મારી દીદી તો કાઈ બહુ શરમાય.."એમ કહેતા તે કીર્તિ ને ભેટી પડી

"હવે જા મને તૈયાર થવા દે નહીં તો મમ્મી આવી ગઇ ને તો આપડે ગયા સમજ"કીર્તિ એ છણકો કરી શ્રુતિ ને આઘી કરી

"હવે મમ્મી નું નામ લાઇ ને કોના માટે તૈયાર થાવ છો એ ખબર જ છે ને હું તમને હેલ્પ કરવા જ આવી છું"...

અને બંને બહેનો હસવા લાગી...

થોડી વાર માં મહેમાન આવી ગયા...સુધાબેન અને સુધીરભાઈ એ બધાનું ઉષ્માભેર સ્વાગત કર્યું...

થોડી વાતચીત કર્યા બાદ સુધાબેન કીર્તિ ને બોલાવી લાવ્યા ..

કીર્તિ એ ગ્રીન કલર નો ગોલ્ડન એમ્બ્રોડરી વાળો લોન્ગ ડ્રેસ પહેર્યો હતો...સાથે મરૂન બિંદી અને ગોલ્ડન જુમકા...આછા મેકઅપ માં તે કોઈ અપ્સરા જેવી લાગતી હતી...

કરણ તો પેલી જ નજર માં તેને પસંદ કરી ચુક્યો હતો...બધા સાથે બેઠા પછી કીર્તિ એ પણ ચોર નજરે જોયું..તો સામે જ ક્રિમ શર્ટ ને ગોલ્ડન ટ્રાઉઝર માં એક તાપખીરી આંખો વાળો હેન્ડસમ બેઠો હતો...તેના વાળ માં વારેવારે હાથ ફેરવતો હતો...કીર્તિ ને પણ તે પેલી જ નજર માં ગમી ગયો...

૧૦ જ દિવસ માં સગાઈ નક્કી થઈ ગઈ....સગાઈ એક ખૂબ જ સરસ હોટેલ માં રાખવામાં આવી હતી ...ત્યાં ના હોલ માં સ્ટેજ ક્રીમ અને પીચ કલર ની લાઈટ અને ફૂલો થી સજાવામાં આવ્યો હતો.. એક ઝૂલો આખો રંગબેરંગી ફૂલો થી સજાવી ને સ્ટેજ ની એક તરફ રાખ્યો હતો..વચ્ચે નવા કપલ ને બેસવા સોફા પણ રાખ્યા હતા...સામે આખા હોલ માં મરૂન ખુરશી રાખેલી હતી..લગભગ બધા મહેમાનો આવી ગયા હતા.....

બસ કીર્તિ અને કરણ ની જ રાહ હતી ,ને ત્યાં જ હાથ માં હાથ લઈ કરણ ને કીર્તિ આવ્યા...કરણે બ્લુ શેરવાની પહેરી હતી...અને કીર્તિ બ્લુ અને ક્રિમ ઇન્ડો-વેસ્ટર્ન. પહેર્યું હતું...
બંને ની જોડી ખૂબ જ સુંદર લાગતી હતી...

સગાઈ માં સુધાબેન ને સુધીરભાઈ ખૂબ ખુશ હતા...પણ કીર્તિ આટલું બધું જોઈ ને કાંઈક વિચાર માં હતી...આવડી હોટેલ આટલું ડેકોરેશન?તેને ખબર હતી કે આનો ખર્ચ કેવડો થયો હશે??

સગાઈ પછી કીર્તિ પહેલીવાર તેના સાસરે ગઈ ...સફેદ મોટા ગેટ માં પ્રવેશતા જ એક તરફ વિશાળ બગીચો...જેમાં ઘણા ફુલ અને વચ્ચે સીટીંગ એરિયા હતો ,અને નીચે હરિયાળી લૉન...બીજી તરફ પાર્કિંગ જેમાં ૪ -૫ કાર અને સ્કૂટર હતા.. એમાં કીર્તિ ની નજર થી કેટીએમ બાઇક અછતું ના રહ્યું...ત્યાં જ તેમની ગાડી ઉભી રહી ૪- ૫ પગથિયાં ચડી ને અંદર જવાનું હતું ...અંદર જતા જ તેના સ્વાગત માટે ફૂલો ની સજાવટ કરી હતી..તે પેલી વાર તેના સાસરે આવી હતી તો તેના કુમકુમ પગલાં માટે આખી પગદંડી ફૂલો થી તૈયાર કરી હતી...હોલ માં વચ્ચે જ એક મોટું કાચ નું ઝૂમર હતું...અને આખો હોલ વિદેશી વસ્તુ થી સજાવેલો હતો....

ત્યારબાદ કીર્તિ ને તેની નણંદ તેનો રૂમ બતાવવા લાઇ ગઈ...આછા બ્લુ કલર ની દીવાલ વચ્ચે એક મોટો આધુનિક ડિઝાઇન નો બેડ જેના પર સફેદ અને બ્લુ ના કોમ્બિનેશન ની બેડશીટ પાથરી હતી...એક તરફ એક વૂડન કાઉચ અને ટેબલ હતા.....અને એક દીવાલ સફેદ કલર ના ફર્નીચર વાળી હતી...અને બેડ ના માથાની તરફ વાળી દીવાલ પર કરણ ના ફોટા હતા....કરણ ને જોઈ કીર્તિ ફરી શરમાય ગઇ....

બંને બહેનો તે આખો દિવસ ત્યાં વિતાવી સાંજે ઘરે પરત ફરી...કરણ બંને ને મુકવા આવ્યો...અને તે કીર્તિ ના મમ્મી પાપા ને પણ ખૂબ જ સન્માન આપતો...કીર્તિ માટે આ વાત ખૂબ જ મહત્વ ની હતી...અને તે કારણે તે કરણ થી વધુ પ્રભાવિત હતી....

ઘરે આવ્યા બાદ શ્રુતિ તો તેના માતા પિતા ને કરણ ના ઘર વીશે જ વાતો કરતી હતી...કીર્તિ તેના રૂમ માં ફ્રેશ થવા ગઈ...થોડી વાર માં તે પણ આવી ...તેને પાપા ની આંખ માં કીર્તિ માટે સંતોષ નો ભાવ જોયો...તેની બેન અને મમ્મી ના ગયા પછી તેમને કીર્તિ સાથે નવા પરિવાર વિશે વાત કરી..અને તે ખુશ તો છે ને?તેવું પૂછ્યું...ત્યારે

"પપ્પા હું ખૂબ જ ખુશ છું..પણ આજ નો ખર્ચ જોઈ ને તમને નથી લાગતું તમે આગળ કેમ પહોંચી શકશો?પપ્પા મારુ ભવિષ્ય સુધારવા તમારું અને મમ્મી નું ભવિષ્ય ના બગડે!! એટલો જ ખર્ચ કરજો...કેમ કે તમને દુઃખી જોઈ ને હું સુખી નહીં થઈ શકું"......

"અરે એ ચિંતા ના કર અમે અમારું ધ્યાન રાખી લેશું"

"પણ પપ્પા !!!"

"બસ અત્યારે સુઈ જા"

ને કીર્તિ સુવા ચાલી ગઇ

* * * *

કીર્તિ ના સસરા ના આગ્રહ થી લગ્ન પણ ૨ જ મહિના માં લેવાઈ ગયા...આટલું સરસ સાસરુ,કરણ પણ ખૂબ સારો પણ છતાં કીર્તિ ના મન માં મૂંઝવણ હતી...

કેમ કે તે ઘણીવાર તેના સાસરે જઈ આવી હતી...તેને ત્યાં પૈસા નો આડંબર જ વધુ દેખાતો...જે તેના સ્વભાવ ની વિરુદ્ધ હતો..આમ પણ મોટાઘર ના માણસો એટલે થોડું તો રેવાનું જ,એવો કીર્તિ વિચાર કરતી,પ..ણ મારા લગ્ન માં જ જો મમ્મી પપ્પા વધું ખર્ચ કરશે તો શ્રુતિ ના લગ્ન માં શુ કરશે? ના.....ના હું એવું નહિ થવા દવ,કીર્તિ મૂંઝવણ માં હતી કે તો કરવું શું?અને અચાનક એને કઈક વિચાર આવતા તે રાજી થઈ ગઈ તેને કોઈ ને ફોન કર્યો......

આજે રવિવાર હતો,ઘરના બધા સાથે બેસી ને નાસ્તો કરતા હતા,અને કીર્તિ ના મોબાઇલ પર એક મેસેજ આવ્યો,
તે જોઈ કીર્તિ ના ચેહરા પર સ્મિત આવી ગયું...

"પપ્પા મમ્મી ચાલો હમણાં કરણ લેવા આવશે આજે આપડે બધા એ સાથે ફરવા જવાનું છે"કીર્તિ બોલી

"અરે ના બેટા અમે ક્યાં તમારી સાથે"...

"પપ્પા કરણ નું પણ પૂરું ફેમિલી આવાનું છે"...સુધીર ભાઈ પૂરું બોલે એ પેલા જ કીર્તિ બોલી

"સારું તો ક્યારે જવાનું છે,અને ક્યાં ?તો મને રસોઈ કરવાની ખબર પડે",સુધા બેને પૂછ્યું...

"મમ્મી જમવાનું બારે જ છે,તમે બધા તૈયાર થઇ જાવ"
આમ કહી કીર્તિ તેના રૂમ માં ગઈ...

થોડીવાર પછી કરણ તેની કાર લઇ ને આવ્યો,બધા તેમાં ગોઠવાઈ ગયા..બીજી કાર માં તેના મમ્મી પપ્પા અને બહેન હતા...આજે કરણ આકાશી કલર ના કુર્તા માં સોહામણો લાગતો હતો,અને કીર્તિ એ પણ આજે લાલ કલર ની સાડી પહેરી હતી,તે પણ ખૂબ જ સુંદર લાગતી હતી....

સૌપ્રથમ તેઓ તેમના કુળદેવી ના મંદિરે ગયા,ત્યાં કરણે સુધીરભાઈ નો અને કીર્તિ એ તેના સાસુ નો હાથ પકડ્યો હતો,વીસેક પગથિયાં ચડી ને મંદિર આવી ગયું..બધા દર્શન કરી ને ત્યાં થોડીવાર બેઠા હતા,બધા ના ચહેરા પર આનંદ, અને ખુશી હતી.. કીર્તિ કરણ અને તે બંને ની બહેન બધા અંદર મંદિર માં જ હતા,અને ત્યાં જ અચાનક. અંદર થી
કીર્તિ અને કરણ ગાળામાં હાર પહેરી ને બહાર આવ્યા,કીર્તિ ના ગળા માં મંગળસૂત્ર હતું,અને માથા માં સિંદૂર...

સુધાબેન અને સુધીર ભાઈ તો આ જોઈ ને જ ડઘાઈ ગયા,કે આ શું છે...પણ મોહનભાઇ અને એમનો પરિવાર તાળીઓ થી આ જોડા ને વધાવતો હતો...તેમને સમજાતું નહતું કે આ શું છે,જ્યારે કીર્તિ અને કરણ તેમના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે સુધીરભાઈ ની આંખ માં પ્રશ્ન જોઈ કરણ બોલ્યો:-"પપ્પા જો તમે મને તમારો દીકરો જ માનતા હો તો ફક્ત દિલ થી મને સ્વીકારો,અને કીર્તિ ને મારી સાથે મોકલી દો""પ...ણ આ બધું અચાનક આ શું છે"..સુધીરભાઈ એ પૂછ્યું...

"સુધીરભાઈ તમારી દીકરી તો સાક્ષાત લક્ષ્મી છે,એના પપ્પા લગ્ન નો મોટો ખર્ચ કરી ને દેવા તળે ના દબાઈ જાય એટલે એને કરણ અને અમને બધા ને માનવી લીધા ને આજે તો અમે એને સાથે જ લઇ જવાના એને તો અમારા બધા નું મન જીતી લીધું અને અમને પણ એ શીખવ્યું,કે નાહક નો દેખાડો કરવા કરતાં જરૂરતમંદ ને મદદ કરવી એ વધુ સારું"

સુધીરભાઈ ને સુધાબેન ની આંખો માં આશું આવી ગયા,ખબર નહિ હરખ ના હતા કે દીકરી ની વિદાય ના!??

આરતી ગેરીયા......