Banas river my mother books and stories free download online pdf in Gujarati

બનાસ નદી મારી લોકમાતા

"બનાસ નદી" માઁ અમારી લોકમાતા.
. 🙏🏿🙏🏿🌹🙏🏿🙏🏿

"બનાસ તું બહેન બેટી અમારી.....
કુંવારી રાખી બદનામ તુજને કરી!
માથે બંધ બાંધી તને રોકી રાખી,
કમનસીબી બેઠી "બન્ના" અમારી!
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)
🌺🌺🙏🏿🌺🌺

રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર મરુભૂમિ,રેતાળ પ્રદેશ છે. વરસાદ અનિયમિત અને દુષ્કાળ હમેશાં આ ભૂમિમાં સતત ડાકલાં કરતો જ હોય છે.
"વરસે તો ઘોડાપૂર
બાકી ના મળે નૂર."
બનાસના થોડા ઉલ્લેખ પૂરાણોમાં મળે છે.રાજસ્થાનની આ ભૂમિ શાપિત ભૂમિ છે. રાજા હરિશ્ચચંદ્ર વખતથી આ ભૂમિ કોઈ ઋષિ મુનિ ના શ્રાપથી આ ભૂમિ આજ સુધી પાણી,વનસ્પતિ, ખેતીમાં નહિવત ઉપજ ધરાવતી આ ભૂમિમાં વન્ય પ્રાણી કે માનવ વસતી ઓછી છે.પરિણામે ક્યારેક વાદળ ફાટે તો ખૂબ મોટી તારાજી થાય છે.કેમકે આ નદી એટલી ઊંડી નથી.ક્યાંક પર્વતોમાં છુપાતી આ નદીનો પ્રવાહ-વહેણનો મોટો ભાગ સપાટ અને રેતાળ હોવાથી જુના કાળમાં આ નદી વારંવાર વિનાશ સર્જતી હોવાથી રાજસ્થાની લોકબોલીમાં તેનું નામ "बीनास" (વિનાસ) લૉક મુખે ચડી ગયું હોય!અને આ નદી ગુજરાતમાં વહેતી હોવાથી તે શબ્દને "બીનાસ" બદલે શબ્દનો પર્યાય કાળાંતરે "બનાસ" નામ લોકમુખે બોલાતું થયું હોય તેવું મારું માનવું છે.અને આ શબ્દ પરથી દેશને આઝાદી મળ્યા બાદ નવ"ગુજરાત"ની રચના બાદ આ લાંબા નદીના પ્રવાહ વિસ્તારને "બનાસકાંઠા" નામકરણ કરવામાં આવ્યું હોય, તેવું મારું માનવું છે.બાદમાં આ નદી કાંઠા વિસ્તારને "બનાસકાંઠા જિલ્લા"ની નામની ઉપાધિ કાયમ માટે સ્થાપિત થઇ હોવી જોઈએ.
મારી જાણ મુજબ સન.1971માં આ નદી ઉપર ભારે પૂર આવવાના કારણે નવ દિવસ પાણીનું વહેણ ભયજનક સપાટીએ વહેતુ હતું.પ્રલય જેવી સ્થિતિમાં લોકોના જાન,માલ,ખેતીને પારાવાર નુકશાન વેઠવું પડેલું.અનુક્રમે બનાસ પર દાંતીવાડા ડેમ અને સીપુ નદી ઉપર સીપુ ડેમ બંધાતાં આ નદીનો પશ્ચિમ ડુંબાણ વિસ્તારે રાહત અનુભવી.સાથે સાથે આ નદીના કિનારાના ગામડામાં ખેતીને જે મીઠું પાણી બારેમાસ મળતું હતું તે બંધ બંધાવાના કારણે નદી વહેતી બંધ થતાં જમીનમાં પાણીનાં તળ ઊંડા અને ક્ષારયુક્ત પાણીથતાં આ વિસ્તાર આજે પણ અહીંના લોકો આ નદીને વહેતી જોવાં ઝંખે છે.પચાસ વરસ પહેલાં આ નદીમા બારેમાસ પાણી વહેતુ હતું તે ચોમાસે અને આજે સુક્કી ભટ્ઠ ભાસતી આ નદી ઉનાળે પશ્ચીમી પવનો રણને આગળ વધવામાં મદદ કરતી હોય તેવું લાગે છે.અમલદારોને વિનતી કે થરા પાસે નર્મદાની કેનાલમાંથી આ નદીને થોડું પાણી બારેમાસ વહેવા દે તો આ નદી મુળ સ્વરૂપે આવે.
ગુજરાતમાં બનાસકાંઠામાં વહેતી આ બનાસ નદીનું મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે.આ નદી આશરે 50 કિ.મી. જંગલમાં વહે છે.તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે.આ ડેમ દ્વારા ડીસા અને પાટણ વિસ્તારના લગભગ એક લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં શિયાળુ પિયત થાય છે.પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.મહાભારત અને પદ્મપુરાણમાં પણ ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.આ નદીને મત્સ્ય અને વાયુ-પુરાણોમાં ‘વર્ણાશા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.અને માર્કંડેયમાં એ ‘વેણાસાં’ કહેવાતી હતી,સંભવત: જયાં આ નદી વિલીન થાય છે તે રણમાં "વેણું દાદા"ની ડુંગરી આજે પણ અસ્તિત્વમાં છે.જયારે બ્રહ્મપુરાણમાં એ ‘વેણ્યા’ છે.પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે.કેમકે આ સિવાય સ્થળ પુરાવા જોતાં બીજી કોઈ નદી આ વિસ્તારમાં કચ્છના રણને મળતી નથી.
બનાસ નદી બે છે.તેમાં એક બનાસ મધ્યપ્રદેશના ચંબલની શાખા છે.જે પૂર્વાગામીની છે.જ્યારે બીજી બનાસ ઉત્તર- પશ્ચિમ ગુજરાતની છે,જે પશ્ચિમગામિની છે.સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે,અને ખારી, ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે.બનાસના ડાબા કાંઠે અન્‍ય પાંચ શાખા નામે સુકલી,બાલારામ,સુકેત,સેવરણ અને બાત્રિયા મળે છે.આ નદીને ‘કુંવારિકા’ નદી તરીકે ઓળખવામાં આવે છે.કારણકે તે કોઈ સાગર કે મહાસાગરને મળતી નથી,પરંતુ રણમાં જઈ સમાઈ જાય છે.આ નદીના નામ પરથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ પડેલું છે.અમુક ઉલ્લેખો પ્રમાણે નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખમાં એનાં તીર્થોમાંના દાનપુણ્યનો આરંભ ‘બાર્ણાસા’ નદીથી થયો કહેવાયા છે. સાહિત્યિક ઉલ્લેખો જોતા ખ્યાલ આવે છે કે પુરાતન પ્રબંધ સંગ્રહમાં ભીમદેવ રાજાના સમયમાં પાટણ ઉપર તુરુષ્કો ચડી આવ્યા ત્યારે ‘બનાસ’ નદીના કાંઠાના ‘ગાડર’ નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર કર્યાનું નોંધ્યું છે. આ નદીની સીપુ અને બાલારામ એ મુખ્ય શાખા નદીઓ છે.આ નદી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર,ધાનેરા,ડીસા, દાંતીવાડા,કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના જોરાવરગંજ ગામેથી વહેતી આ નદી રણમાં સમાઈ જાય છે.કચ્છના નાના રણની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે.તેથી આ પ્રદેશના રહેવાસી માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે.તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે.અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે.બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ,સીપુ નદી ઉપર સીપુ ડેમ બાંધવામાં આવેલ છે.બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે.અહીં લેફ. એડવિનબાર્ને ૧૮૮૫માં મુંબઇ ઇલાકાના પક્ષીઓ ઉપર સુંદર પુસ્તક બહાર પાડ્યું હતું.તેમાં આ નદી અંગે એવો ઉલ્લેખ છે કે બનાસ નદી બારે માસ વહેતી હતી.આદિકાળથી અવિરત વહેતી આ નદી હંમેશ માટે ધરતી ઉપરથી અલોપ થઇ ગઇ.ચારે બાજુ વન્ય પ્રાણીઓ અહીં વિહરતા હતાં.બનાસ નદીને કાંઠે વાઘ અને સિંહ એક કાંઠે સાથે પાણી પીતા હોવાના દાખલા છે.ડીસાના અંગ્રેજોના રેસકોર્સના મેદાન પાસે અંગ્રેજો ઘોડા ઉપર બેસી સિંહનો શિકાર કરતા હતા.ધીમે ધીમે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થવા માંડી હતી.હરણના માથા ફાડે તેવો તડકો પડતો હોય.જયાં રેતાળ રણ જેવો પ્રદેશ છે,તોય માનવી દીલના નમણા છે.
આવી આપણી લોકમાતા બનાસ પાછી મુળ સ્થિતિમાં વહેવા લાગે. વરુણદેવને વિનતી કરીએ કે અમારી આ નદી બારેમાસ વહેતી રાખ! અમારું જીવન તારે આધારિત છે. તું જો નહી સજીવન થાય તો ધીરે ધીરે રહ્યુ અસ્તિત્વ ઉદ્યોગ, દબાણના કારણે ખતરામાં આવતું જાય છે.માટ હે! માત ! તુને વંદન કરીએ.....
(આ લેખના ઘણા અંશ ગુગલ આધારે લીધા છે.)
પાટણ :05/01/2022
બુધવાર :સમય : 04:45 am
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED