શ્વેત, અશ્વેત - ૨૫ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૨૫

ક્રિયા વિચારવા લાગી.. શ્રુતિ. તે એને નાનપણથી જાણતી હતી. એની સાથે જ મોટી થઈ હતી. સાથે જ રહ્યા હતા. કહી શકાય કે શ્રુતિને તેના માં - બાપ પછી સૌથી વધારે ક્રિયા જાણતી હતી. કોઈ દુશ્મન ન હતું. એક બે વાર એવા હાત્સા થયા હશે જેના કારણે કોઈ તેને મારી નાખે. ફોરેનમાં તે બહુ જાણીતી ન હતી. પણ એના બે ત્રણ મિત્રો હતા. કોઈ અહીં ન આવી શકે. તેના માતા - પિતા એક જ દિવસમાં રામેશ્વરમથી પોરબંદર આવી એને મારી નાખે - અને એ પણ પહેલીજ વારમાં, કોઈને જાણ ન થાય તેવી રીતે - એવું તો બનેજ નહીં. હોય શકે તેઓ બાય રોડ આવ્યા હોય. તો શ્રુતિને ખબર હશે. પણ જો શ્રુતિને ખબર હશે તો તેને કહ્યું કેમ નહીં.

હોય શકે કોઈ બીજું પણ આવવાનું હોય. સરપ્રાઇજ રાખવાનું કહ્યું હોય. તે બહાર ગઈ અને..

ના. એવું ન બને.

બની શકે પણ. ક્રિયા માનવા તૈયાર ન હતી.

કેમ? ખબર નહીં કેમ. તો પણ તે વાત આપણે ધ્યાનમાં રાખીએ.

બીજું કોણ તેને મારી શકે.. ઘર નું કોઈ વ્યક્તિ હોય તો?

કોણ? તનિષ્ક, સમર્થ કે સિયા?

તનિષ્ક પાસે શું કારણ હતું? કોઈએ તેઓને મારવા બોલાવ્યા હોય? હા, તેવું હોય શકે. આમ તો તે હા આમ જ ન પાડી દે. એમ આટલી સારી ઓફર, અને તેઓના પપ્પાની સ્ક્રિપ્ટ.. પણ કોઈ કેમ કહે? પૈસા માટે. હોય શકે તનિષ્ક ડ્રગ્સ લેતા હોય. અને પૈસા બહારથી લાવવા પડતા હોય? કે કોઈ બ્લેકમેલ કરતું હોય? એ તો ભાગી ગયા. હોય શકે તેઓ સફળ થયા હોય?

એમને ધ્યાનમાં રાખવા પડશે.

‘હલ્લો..’

તનીષાએ પહેલી જ રિંગમાં ફોન ઉપાળ્યો. તે ક્યાંક બહાર હોય તેવું લાગતું હતું.

‘તનીષા?’

‘ક્રિયા! ત્યાં શું ચાલી રહ્યું છે! મારે આજે જ ફોન કરવાનો હતો.. ગોડ! આઈ કાંટ બિલિવ શી’સ ડેડ! હજુ અમે તો શોકમાં જ છીએ. ત્યાં કેવું છે બધુ?’

‘સારું છે. આઈ એમ વિથ સમર્થ એન્ડ સિયા. અને હા, શ્રુતિ’સ પેરેંટ્સ.’

‘મે ડેડીને વાત કરી. કહેતી હોય તો તેઓને લેવા પણ તેમનું સ્ટીમર મોકલશે -’

‘ના. અત્યારે નહીં. પોલીસ કાલથી કામ ચાલુ કરી રહી છે. હોય શકે તેઓને મારી જરૂર પડે.’

‘ઓહ.. પણ જ્યારે તારે આવવું હોય તો જસ્ટ લેટ મી નો.’

‘હા.. બિલકુલ.’

અને ફોન મૂકી દીધો.

તનીષાએ વાત તો કરી પણ.. એ જાણે અવોઈડ કરતી હોય તેવું લાગતું હતું.

તનીષાએ માર્યુ.. કે નિષ્કાએ? મિલીભગત?

લાગતું તો હતું.

સમર્થ.

સમર્થ પાસે દિમાગ અને શરીર બંનેઉ એવા હતા જે શ્રુતિને એક વાર મારી તેનો દમ તોડી શકે. એની પાસે શું કારણ હોય શકે? કોઈ જૂનો બદલો? કે પૈસા જ? હોય શકે એને કોઈએ બોલાવ્યો હોય. એના આર્મ્સ ક્રિયાએ જોયા હતા. એની પર ડ્રગ્સના નિશાન.. એ સ્નોર્ટ કરતો હોય શકે. ડ્રગ્સ માંતે પૈસા. કે કોઈ મદદ.

સમર્થ તો અહીં જ રહે છે. અને એની પર નજર.. તો આમ પણ રહે છે.

ક્રિયા ભગવાનને પ્રાર્થના કરવા લાગી. એનો ગમતો છોકરો એની બેસ્ટ ફ્રેન્ડનો હત્યારો ન હોવો જોઈએ.. પ્લીઝ..

સિયા.

સિયા શ્રુતિ મરી ગઈ એ દિવસે કયા હતી?

એ તો દેખાઈ જ ન હતી.

એ સાચ્ચે કયા હતી?

‘ક્રિયા!’ પાછળથી અવાજ આવ્યો. ક્રિયા તો જાણે ઊંઘમાં ઝબકી ઉઠી.

‘તું આટલી મોડી રાત્રે આમ કેમ બેસી છે..’ સિયા એ પૂછ્યું.

‘હું.. તો એમ જ બેસી છું. તું આટલી મોડી રાત્રે મને કેમ આમ જોવા આવી છે?’

વાતમાં તો પોઇંટ હતો.