શ્વેત અશ્વેત - ૨૬ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત અશ્વેત - ૨૬

‘સાચું કહું ક્રિયા.. મને ડર લાગે છે. એકતો આપણને ખબર નથી કે જે માણસ શ્રુતિને મારવા આવ્યો હતો તે શ્રુતિનેજ મારવા આવ્યો હતો, કે કોઈ બીજાને? અને જો તે શ્રુતિને મારી ભાગી ગયો હોય તો ઠીક, પણ જો તેને એવું લાગે કે તે એને શ્રુતિને મારતા જોયો હશે તો.. તે તને પણ કદાચ- કેમકે તનિષ્ક તો જતાં રહ્યા. તને કશું થઈ ગયું તો?’

સિયાની વાત સાંભળી ક્રિયા ડરી ગઈ. તેને એવું લાગતું હતું કે.. સિયાની વાત સાચ્ચી હતી. અને હવે? હવે તે શું કરશે? પોતાનો જીવ બચાવશે? કે શ્રુતિના કાતિલને ગોતવા નીકળશે? અત્યારે મોડી રાત્રે તો આ બધુ વિચારવાનો સમય ન હતો.. પણ શ્રુતિની મૃત્યુતો સવારે જ થઈ હતી.. હોય શકે કે આજ સવારે ઉઠી તેની મૃત્યુને ભેટે?

આ બધુ વિચારતા ક્રિયાતો ઊંઘી ગઈ, અને સિયા જતી રહી.

પણ કોઈક એક વ્યક્તિ ઊંઘતું ન હતું..

વિશ્વકર્મની આંખો ખુલ્લી હતી, અને તે યાદ કરી - કરીને થાકી ગયો હતો.. તે ક્ષણો.

જ્યોતિકાની સામે ઋત્વિજ તેના ભાઈ સાથે આવ્યો હતો, બેસણાની સાંજે... આંખ સમક્ષ વિશ્વકર્માએ ઋત્વિજને પહેલી વાર જોયો.

તે લાંબો, કાળો, પહેલવાન જેવો દેખાતો હતો, થોડોક પાતળો હોત તો કદાચ ઋષિ મુનિ જેવો લાગેત પણ આંખના હરામને જોતાં ભગવાન પણ તેની પાસે ન આવેત. તેનો નાનો ભાઈ તેનાથી પાતળો હતો, તેની ચામડી પણ સફેદ હતી, અને તે ઠીક - ઠાક જ લાગતો. કોઈ સામાન્ય સંજોગોમાં તે એંજીનિયર હોત. હાલ તો તે ખાલી એક ગુંડાનો જમણો હાથ હતો.

‘હવે તો તમારી દીકરી પણ સ્વર્ગ સિધાવી ગઈ છે.. ઘર તો ખાલી જઈ શેને?’

‘હવે તો તમારી દીકરી પણ સ્વર્ગ સિધાવી ગઈ છે.. ઘર તો ખાલી જઈ શેને?’

‘હવે તો તમારી દીકરી પણ સ્વર્ગ સિધાવી ગઈ છે.. ઘર તો ખાલી જઈ શેને?’

‘હવે તો તમારી દીકરી પણ સ્વર્ગ સિધાવી ગઈ છે.. ઘર તો ખાલી જઈ શેને?’

‘હવે તો તમારી દીકરી પણ સ્વર્ગ સિધાવી ગઈ છે.. ઘર તો ખાલી જઈ શેને?’

આ પ્રશ્ન. આ એકજ પ્રશ્ન વિશ્વકર્માના મનમાં ગોળ - ગોળ ફરતો હતો, પાછો આવતો હતો. તે સામે ટ્રાફિક સિગ્નલની જેમ ઊભો રહી જતો.

શું ઋત્વિજના માણસોએ જ તો શ્રુતિને.. આ વિચાર ફક્તથી તે ડરી ઊઠતો. કારણકે જો આમ હશે, તો શ્રુતિના આત્માને કોઈ દિવસ ન્યાય નહીં મળે.

તે અંદર ગયો. આ રૂમ તેઓનો જૂનો બેડરૂમ હતો. સામે બારી હતી, બારીની બાજુમાં દરવાજો હતો, દરવાજાની પાસે ખૂણામાં તિજોરીઓ હતી, અને તિજોરીઓના ખૂણામાં એ દરવાજો હતો, જેમાંથી તે પ્રવેશ્યો.

બારીની બહાર જોતાં જ્યોતિકા ધીમે- ધીમે કોઈની જોડે ફોન પર વાત કરતી હતી. તે આડો પડ્યો. જ્યોતિકાએ ફોન મૂકી દીધો. તે કાચ સામે જોવા લાગી. તિજોરી પરના કાચ ઉપર ઘણા જાળા થઈ ગયા હતા. પણ સગ્ગી દીકરીના બેસણાની રાતે કઈ માં કરોળિયાના જાળા પાળે?

‘ઋત્વિજ.’ વિશ્વકર્મા સળવળતા અવાજમાં બોલ્યો.

જ્યોતિકા સમજી ગઈ. ‘કાલથી પોલીસ પુરાવા ગોતવા નીકળશે.’

‘અને તેની સામે કોઈ પુરાવા મળી આવ્યા તો?’

‘તો તે મૃત્યુથી પણ ખરાબ સજા ભોગવશે.’

આ વાત વિશ્વકર્માએ કાચ જોતાં સાંભળી. જે સ્ત્રીનો પ્રતિબિંબ આ કાચમાં પલટો હતો, તે એક એવી સ્ત્રી હતી, જે તેની પુત્રીના કાતિલને જમીન પર ઢસેડી તેની સાથે..

‘હવે બસ કાળની સવાર થાય, કે આ બધુ શરૂ કરીએ.’

શરૂ તો કરી દીધું છે, જ્યોતિકાએ વિચાર્યુ.

અને તે જ ક્ષણે ત્રણ જીવો ઊંઘવા ગયા, તેઓને ખબર ન હતી, કે હવે કાળ સવારે સુર્ય હશે, કે મૃત્યુ.