The flute ... books and stories free download online pdf in Gujarati

બંસરી...

बंसरी.....💘
લીલા તે વાંસની વાંસળી રે..વગડે વગાડતો જાય!
લઇ નીકળું દોરી દાતરડું રે..મારું હ્રદય ચીરતો જાય.
- વાત્ત્સલ્ય
બંસરી દરરોજ સવારે દાતરડું અને દોરી લઇ દૂર સીમાડે પોતાના ખેતર જતી ત્યાં તેનો ભવભવનો ભેરુ તે સીમાડા તરફ અર્ધા ગાઉને અંતરે વાંસળી વગાડતો જતો હોય ત્યારે વાંસડીના મધૂર સૂર તેના કાને અથડાય અને તે નાદમાં તન્મય થઇ જતી બંસરીને ભાન ના રહેતું કે તેનું ખેતર આવી ગયું છે.તેનું ચિત્ત ભલે દૂર દૂરથી આવતા વાંસડીના સૂર આવતા બંધ થાય છતાં કાનમાં ગુંજ્યા કરતા.જયાં સુધી તેને કોઈ ખલેલ ના પહોંચાડે ત્યાં સુધી તેની મધૂર વાંસડીના સૂર મનને મોજ તનને તડપન આંખને ચેન શાંત ના થવા દે.
. પોતાના પ્રિયતમ પવનને પ્રેમ કરતી બંસરી ફળિયું જુદું પણ ગામ એક,ખેતર જુદું પરંતુ રસ્તો એક,શરીર જુદું પરંતુ મન એક,વાન જુદા પરંતુ વર્ણ એક,ઘર જુદાં પરંતુ ઘરેણ એક..... તેવું સામ્યતા ધરાવતું બંનેનું મિલન થવા જ ના દીધું હોય તેમ ભવોભવ ભગવાને દરેક જન્મે અલગ અલગ ખોળિયાં આપી નસીબ તડપવા જ આપ્યું હોય તેમ જીવન બેઉનું વીતતું હતું.
ગામમાં ગલીઓ જુદી પરંતુ પાણીનો કૂવો એક,ગામની દરેક સ્ત્રીઓ ત્યાંજ પીવાનું પાણી ભરવા આવે.ગામને પાળે કૂવો અને દોરડા વળે પાણી સિંચતી બંસરીની કમર વાંકી વળે ત્યારે ઢોરને પાવા આવેલા પવનને થતું કે હું મોટો થઇ બંસરી માટે કોશ મૂકી દઈશ.મનમાં વિચાર કરતો કે બંસરીને મારી રાણી બનાવીશ ત્યારે મારા ઘરના ચોકમાં એક નાની કૂયલી બનાવીશ.અને બંસરી બીમાર થાય તો તેને પાણી સિંચી દઈશ.અરે! તેને દરેક કામે મદદ કરવાની ઝંખના તેને રાત્રે ઉજાગરો કરાવતી ત્યારે બંસરી કળી જતી કે પવને મારા માટે આખી રાત જાગી છે.
. બધાજ રસ્તા ગામ તળાવે ભેગાં થાય અને ત્યાંથી જ કરોળીયાના ઝાળાની જેમ પ્રસરાઈ જાય.ગામને તળાવે મહાદેવનું મંદિર અને એ મંદિરના પ્રાંગણ માં ઘટાટોપ વડલામાં બોલતી કોયલડી.એ રસ્તે આવન જાવન કરતી ત્યારે પવન તેની બંસરીને નીરખી ચાલ્યો જતો.ભેટો થાય પરંતુ ભેટી ના શકે,મલકાય પરંતુ મૌન બની છૂટાં પડે. ....
સમય વીતતો ચાલ્યો.મિલન માટે મનના મોરલા ટહૂક્તા પરંતુ વડના ઉપર બીજાં પંખી કલરવ કરતાં હોય ત્યારે તેમને ટહુકા કરવાનો મોકો મળતો જ નહી.ઝંખનાયું ઝાઝી જાગવા લાગે ત્યારે વનવગડે નીકળી પડતો.પવન વાંસળી વગાડી મનને શાંત કરી લેતો પરંતુ બંસરીના બદનમાં લાગેલી પવનના મિલનની આગ કયાં ઠારવી કઈ રીતે ઠારવી? ઘરના કામમાં ચિત્ત લાગે ના ત્યારે તેની બા ઠપકો આપતી.. બંસરી ચિત્ત ઠેકાણે રાખ!
ભગવાનને મનોમન પ્રાર્થના કરતી.. હે મારા! મનના મહાદેવ ! હે!મારા મહાદેવ તેં આ ગામમાં જનમ આપ્યો છે તો મારા માણીગરનો ભેટો તો કરાવ! પાણી ભરવા જતી ત્યારે બેડલું મૂકી સવારના દર્શન કરીને મંદિરની ચારે બાજુ ચાર ફેરા ફરીને બંસરી કહેતી પ્રભુ! મને ગમતા મારા પવનની સાથે ક્યારે ફેરા ફેરવશો? તમેં તો શાંત બેઠા છો અહીં હું આ તમારું મૌન જોઈ ખૂબ જ અકળાઈ ઊઠી છું.ગુસ્સો આવે છે તમારા ઉપર... આખી જિંદગી દરરોજ તમારાં દર્શને આવું છું.તો આટલી વિનતી નહી સાંભળે?
. ઓઢણા વડે આંસુ લૂછી તે બેડલું લઇ કૂવે પાણી ભરવા જતી આ તેનો નિત્યક્રમ હતો.(સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરો તો ભગવાન અવશ્ય મદદ કરે છે )
તે દિવસ ઘેર ગયા પછી ખૂબ રડી.સંજોગવશાત સોમવાર હતો.શ્રાવણ મહિનો હતો.સોળ સોમવાર અને તે પણ નક્કોરડા ઉપવાસ!તેને આખી રાત ઊંઘ ના આવી. જમવાનું મન જ ના થયું.સવારે બીમારીનાં વધામણાં થયાં.તેની બા એ પૂછ્યું બેટા બંસરી! કેમ હજુ ઊંઘે છે?નીરુત્તર બંસરી lના હાથને સ્પર્શ કર્યો તો શરીર ગરમ ગરમ લાગ્યું.કપાળે હાથ મુક્યો... તાવ ની અસર વરતાઈ.બંસરી ના બાપાને જાણ કરી.બાપાએ ગામમાંથી બળદ ગાડું ભાડે કરી શહેરના દવાખાને લઇ ગયા.સારવાર ચાલુ થઇ.
. બીજી બાજુ પવન નિયમિત નિરખવા આવતો સવાર,બપોર,સાંજ,રાત પડી પરંતુ બંસરી ના દેખાઈ.અનેક સવાલો મનમાં આવવા લાગ્યા.બંસરી કેમ આજે નથી દેખાતી? ઘેર જાઉં? ના... ના! નથી જવું. કહી મન મનાવતો રહ્યો.પવને તેની ભાભીને કીધું..ભાભી! આજ બંસરી આખો દિવસ નથી જોઈ તપાસ કરો ને ભાભી! એના ઘેર કોઈ બહાને જાઓ... ભાભી.... જાઓ.. ને જલ્દી.....!!!!
ભાભીને પરાણે વ્હાલો લાગતો દિયર પવન,આજે આટલી આજીજી કરે છે તો લાવ જઇ જોઈ આવું.અને કામને બહાને જઈ તપાસ કરી તો ખબર પડી કે દવાખાને છે.મોતીઝરો થઇ ગયો છે. દવાખાને ત્રણ દિવસ રાખવાની છે.
પવનના કાને બીમારી અને ત્રણ દિવસ ની મુદત સાંભળી તે બેભાન જેવો થઇ ગયો.તેણે નક્કી કરી લીધું.ઉગતી સવારે બસ આવે એટલે બંસરીને મળવા જઈશ.
. તાવમાં કણસતી બંસરી દવાખાનાના ખાટલે પડખાં ફેરવતી હતી અને બબડતી હતી.... પવન! પવન... પવન!
દવાખાને રૂમનું ધીમેથી બારણું ખોલી પવન ધીરેથી પ્રવેશ્યો.બંસરીની બા જોડે બેઠી માથું દાબતી હતી તે ઉભી થઇ,અને બા ને પવન પગે લાગ્યો.આવ, પવન! કહી બા બારણું ખોલી બહાર ગઈ.પવને ધીરેથી બંસરી........ ઈ.... ઈ.બોલ્યો ત્યાં બંસરીએ આંખ ખોલી! વિસ્મય ચહેરે બંસરી બોલી પવન ! તું...? અહીં? કોણે કીધું? જેવા અનેક સવાલ ગળે આવ્યા.પરંતુ હોઠ ચૂપ રહ્યા.
બંસરી! આટલી બીમાર હોય અને મને ખબર ના પડે એવું બને? હું દરરોજ નિરખવા તળાવે આવું અને તું મળે જોઈ લઉં છું.ભગવાનને પ્રાર્થના કરી કાયમ કહેતો કે બંસરીનો ભેટો કરાવ. લે... બેઠી થા.તારો ઉપવાસ છે.લે તારા માટે આ સફરજન, દાડેમ,પપૈયો લાવ્યો છું.થોડું ખા.. પાગલ. તું ખાય ના તો આ હાલત થાય.તને ખબર છે તારા સમાચાર સાંભળી મેં પણ નહી ખાધું.તું ખાય તો જ જ હું ખાઉં, બાકી હું પણ નહી ખાઉં.સફરજનના ટુકડા કરી તેના મોઢામાં મૂકી પવન બોલ્યો ! બકા! સારું થઇ જશે જલ્દી હાં...!
. બંસરી મનને મનાવવા જે કંઈ લાવેલો તે થોડું ખાઈને થોડી સ્વસ્થ થઈ.અને રૂમનો દરવાજો ખુલ્યો.દાક્તર તપાસ માટે આવ્યા... પવન ઉભો થયો.બંસરીની બા બાપુજી બધાં જ રૂમમાં આવ્યાં.દાક્તરની તપાસ બાદ કીધું... બંસરી બેટા! તું બિલકુલ સ્વસ્થ છે.જા. .. ઘેર જાઓ. થોડી દવા આપું છું.જમી ને જ લેજે.
દાક્તરના ગયા પછી બંસરીના બાપા પવનનો હાથ પકડી એટલું બોલ્યા "પવન તારા સ્પર્શ વિના બંસરી બેસુરી છે.તું જ તેનો દાક્તર છે.તું જ એનો પમરાટ છે.તું જ એનો શણગાર છે.જા બેટા... તારાં મા -બાપ ને કે કે મારી દીકરીનાં માંગા મારે ઘેર લઇને આવે.આજથી બંસરી તારી છે."
. (સમયની રાહ જુઓ,પ્રયત્ન કરો,ઉતાવળ ના કરો,સાચા દિલથી પ્રાર્થના કરો જે માંગો છો તે મળી જશે.આ જનમ નહી તો પછી ના જનમે પણ મળશે.સાચો પવિત્ર પ્રેમ હોય તો તે ક્યાંય નહીં જાય.) - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED