Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૧


ધ્યાનમાં બેસીને કાવ્યા પરીઓના ગુરુમાં નું આહવાન કરવા લાગી. હજુ થોડી વાર ગુરુમાં નું આહવાન કર્યું ત્યાં ગુરુમાં કાવ્યાની સામે પ્રગટ થયા.

સફેદ વસ્ત્રો, હાથમાં છડી, માથા પર હીરા થી જડિત મુગટ, સફેદ પાંખો અને શરીર પર ગુરુમાં ને તેજ હતું.
ઉઠ... કાવ્યા.. ઉભી થા... ગુરુમાં બોલ્યા.

કાવ્યાના કાન પર ગુરુમાં ના શબ્દો પડતા કાવ્યા આંખ ખોલી તો સામે ગુરુમાં હતા. ઉભી થઈને કાવ્યાએ પ્રણામ કરી આશીર્વાદ લીધા અને ગુરુમાં ના હાથમાં મોતી આપતા કહ્યું.
લો... ગુરુમાં આ દિવ્ય મોતી.

હાથમાં મોતી લઈને ગુરુમાં એ મોતીને નીરખી ને જોઈ રહ્યા અને પછી તે મોતીને એક હાથમાં લઈને એક મંત્ર બોલીને મોતીને ગાયબ કરી દિધો.
કાવ્યા તું ખરેખર એક પરી બનવાને લાયક છો. હું તારી હિમ્મત અને ઈચ્છા શક્તિથી ખુશ છું. જા હું તને વરદાન આપુ છું. આજ થી તું સાચી પરી છો. ગુરુમાં એ આટલું કહીને કાવ્યા પર એક દિવ્ય તેજ તેના શરીર પર મોકલ્યો.

દિવ્ય તેજ શરીરમાં દાખલ થતાં કાવ્યાનું શરીર તેજમય લાગવા લાગ્યું. માથા પર મુગટ, ઉડવાની પાંખો અને હાથમાં છડી આવી ગઈ. કાવ્યા પોતે સાચી પરી હોય તેઓ અહેસાસ કરવા લાગી.

પ્રણામ કરી ને ગુરુમાં સામે કાવ્યા બોલી.
ગુરુમાં હું આજે ધન્ય ધન્ય થઈ ગઈ. મારું સપનું સાકાર થઈ ગયું. હું હવે પરીઓના દેશ જઈ શકીશ ને..?

હા કાવ્યા. પણ એક વાત ધ્યાન રાખજે પરી હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલનારી હોય છે. ને સત્ય અને ધર્મ માટે તે પોતાની બધી શકિત કુરબાન કરવા ક્યારેય પાછી વળીને જોતી નથી. અને હા.. એક વાત ખાસ ધ્યાનમાં રાખજે કે પરી ક્યારેય પ્રેમ કરતી નથી અને જો પ્રેમ કરે તો તેને મોટી સજા સાથે પરીઓના દેશ માંથી બહાર કરી દેવામાં આવે છે. ગુરુમાં કાવ્યા ને સમજાવતા કહ્યું.

એક વચન આપતી હોય તેમ કાવ્યા બોલી. ભલે ગુરુમાં તમે જેમ કહેશો તે હું કરીશ. હું પરીઓના દેશમાં નિયમ નું પાલન કરીને રહીશ. પણ ગુરુમાં તમારી પાસેથી એક પરવાનગી જોઈએ છે. કાવ્યાએ ગુરુમાં સામે અગત્ય નો પ્રશ્ન પૂછ્યો.

કેવી પરવાનગી કાવ્યા.? ગુરુમાં બોલ્યા.

કાવ્યા બોલી. હું અત્યારે ભલે પરી રહી પણ હું પહેલા એક મનુષ્ય હતી અને મારે માતા પિતા છે. તેમને જ્યારે મારી જરૂર પડે ત્યારે હું તેમની પાસે જઈ શકું તેવી પરવાનગી મને આપો.

માથા પર હાથ મૂકીને ગુરુમાં બોલ્યા. કાવ્યા પરી ક્યારેય બંધનમાં હોતી નથી. હા બધી પરીઓ સાથે રહેતી હોય એટલે નિયમ અનુસાર રહેવાનું હોય. તું પણ બધી પરીઓ સાથે રહીશ એટલે મારા બનાવેલા નિયમોનું તારે પાલન તો કરવું રહ્યું. પણ હું તને આજ્ઞા આપુ છું. તારે કોઈ પણ સમયે તું કોઈ પણ જગ્યાએ જઈ શકે છે પણ એટલું યાદ રાખજે મારા નિયમ વિરૂદ્ધ કે સત્ય વિરૂદ્ધ કોઈ પણ કામ કરીશ તો તું સજાને પાત્ર બનીશ. જો તું હવે બધું સમજી ગઈ હોય તો ચાલ મારી સાથે પરીઓના દેશમાં.

કાવ્યાએ ગુરુમાંની બધી વાતનો સ્વીકાર કરી સાથે ચાલવા તૈયાર થાય છે. ત્યાં મહેક પરી ને જોઈને થોડી વાર થોભી ગઈ ને કાવ્યા એ ગુરુમાં ને કહ્યું.
ગુરુમાં આ મહેક પરીની સજા સમાપ્ત થઈ હોય તો આપણે તેને સાથે લઈ જઈએ.

કાવ્યાની વાત સાંભળીને ગુરુમાં મહેક પરી ની પાસે જઈને કહ્યું.
મહેક પરી હું તારી તપસ્યાથી ખુશ થઈ છું. આજથી તારી સજા હું માફ કરી દવ છું. અને તારી ઈચ્છા હોય તે માંગી શકે છે. પણ માંગતી વખતે એટલું ધ્યાન રાખજે જેના કારણે તારે આટલી તપસ્યા મારી કરવી પડી હતી તે માંગીશ નહિ. કેમકે તે હું તને ક્યારેય નહી આપી શકું.

મહેક પરી ગુરુમાં સામે હાથ જોડીને કહે છે.
ગુરુમાં મારે કંઈ નહિ જોઈએ બસ મને તમારી સાથે આપણા દેશમાં લઈ જાવ. હું પહેલા ની જેમ પરીઓ સાથે રહેવા માગું છું. મને બધી પરીઓની યાદ આવી રહી છે. આપ જે કહેશો તે હું કરીશ ક્યારેય નિયમો નું ઉલંઘન કરીશ નહિ.

ગુરુમાં એ એક બાજુ કાવ્યાનો હાથ પકડ્યો ને બીજી બાજુ મહેક પરીનો. અને ઉડીને નીકળ્યા ત્રણેય પરીઓના દેશમાં.

પરીઓ નો દેશ કેવો હશે.? અને મહેક પરીએ જે સજા ભોગવી હતી તેનું શું રહસ્ય હતું તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..