Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૮

સાધુ શ્રાપ આપવા હાથમાં જળ લે તે પહેલા માછીમાર તેના પગમાં પડીને ફરી માફી માંગવા લાગે છે.
મને ક્ષમા કરો મહાત્મા...

સાધુએ હાથમાં જળ લઈ લીધું હતું એટલે શ્રાપ તો આપવો જ રહ્યો. પણ સાધુને માછીમાર ની ભૂલ તો દેખાઈ રહી હતી. પણ તેણે કોઈ પાપ કર્યું ન હતું એટલે માછીમાર કઠોર શ્રાપ દેવો તેને ઉચિત લાગ્યો નહિ. પણ તેણે જે ભૂલ કરી છે તેની સજા તો ભોગવી રહી.

માછીમાર ઘણી આજીજી કરે છે પણ સાધુ તેની કોઈ વાત માનતા નથી અને સાધુ માછીમાર ને શ્રાપ આપે છે.
"જા તારા મોત નું કારણ તારી આ જાળ જ રહેશે. જેમ તે મારા પર આ જાળ ફેંકી છે તેમ જો કોઈ તારા પર આ જાળ ફેંકશે ત્યારે તારું મોત થશે."

શ્રાપ મળતા માછીમાર સાધુ ને નમન કરીને ત્યાં થી નીકળી જાય છે. પણ તળાવ માં રહેલ પરી ખુશ થાય છે. અને તળાવ ની બહાર આવવાનું વિચારે છે પણ સાધુ મારા આ કર્મ માટે કઈક શ્રાપ આપી ન દે તેથી તે તળાવ ની બહાર આવવાનું ટાળે છે અને રાહ જુએ છે કે સાધુ અહીથી ક્યારે જતા રહે.

સાધુ ઉભા થઇ ને તળાવ પર નજર કરે છે તો તેને તળાવમાં એક પરી જોવા મળે છે. પરીને જોઈને સાધુ સામે પરીએ કરેલું કર્મ તેની નજર સામે આવી જાય છે. અને સાધુ ને ખ્યાલ આવી જાય છે કે માછીમારે જે ભૂલ કરી છે તેનાથી મોટી ભૂલ તો આ પરીએ ભૂલ કરી છે. એટલે સાધુ પરી તરફ નજર કરી ને બોલે છે.

હે પરી મને ખબર છે તારા કારણે મારી તપસ્યા ભંગ થઈ છે એટલે માછીમાર જેટલી તું પણ આ પાપ ની ભાગીદાર છો. જો તળાવ માંથી તું બહાર નહિ આવે તો હું તને અહી જ શ્રાપ આપી દઈશ.

શ્રાપ ની વાત સાંભળતા જ પરી તળાવ માંથી બહાર આવે છે. અને હાથ જોડીને વિનંતી કરે છે.
મહાત્મા... મને ક્ષમા કરો. મારાથી મોટી ભૂલ થઈ છે પણ આ ભૂલ એક ભલા માટે થઈ છે. એક પરી થઈને હું આવી ભૂલ ક્યારેય કરું નહિ.

માછીમાર તો રાક્ષસ હતો એટલે તેના લોહીમાં પાપ હતું, પણ આતો પરી છે અને પરી ક્યારેય ખોટું કરે જ નહિ આ વિચારથી સાધુ પરી ને કહે છે.

હે પરી તે પણ એક પાપ કર્યું છે એટલે તને પણ પાપ ની સજા અવશ્ય મળશે પણ પહેલા મને એ જણાવ કે તે પરી થઈને મારી તપસ્યા ભંગ કરવાનું કેમ વિચાર્યું.

સાધુ ને પરી આખી ઘટના કહે છે. અને એ પણ જણાવે છે કે તમને તળાવ માં તપસ્યા કરતા જોઈને મને એ વિચાર આવ્યો કે જો આ સાધુ ની તપસ્યા ભંગ કરવામાં માછીમાર કારણભૂત બને તો સાધુ તપસ્યા ભંગ ના ક્રોધમાં માછીમાર ને શ્રાપ આપી દે. આ વિચાર થી મે આટલું મોટું પાપ આચર્યું છે.

મને ક્ષમા કરશો... હાથ જોડીને પરી ફરી વિનંતી કરી.

સાધુ ને ખ્યાલ આવી ગયો હતો કે પરી એક સારા કાર્ય માટે નિમિત્ત બની હતી. પણ પાપ તો પાપ છે. એટલે પરી ને પણ સાધુ હાથમાં જળ લઈને શ્રાપ આપે છે.

જા...પરી હું તને શ્રાપ આપુ છું. તું પરી બનીને જરૂરથી રહીશ પણ પાણી ના સંપર્કમાં આવીશ એટલે તારી કોઈ શક્તિ તને કામ નહિ આવે અને હંમેશા તું પાણી થી દુર રહીશ.

પરી હાથ જોડીને સાધુ ના શ્રાપનો સ્વીકાર કરીને ફરી હાથ જોડીને માફી માંગી અને ત્યાંથી સાધુ ની રજા લઈને નીકળી ગઈ.

આશ્રમમાં સંતની આત્માએ કાવ્યાને માછીમાર ના મૃત્યુ નું કારણ આખી ઘટના થી સમજાવ્યું.
કાવ્યા ને માછીમાર ના મોત નું કારણ સંતની આત્મા પાસેથી જાણી ગઈ હતી. અને તેના મનમાં હવે કોઈ સવાલ હતો નહી એટલે કાવ્યા હાથ જોડીને આભાર વ્યક્ત કરીને સંતની આત્મા પાસેથી રજા લઈને કાવ્યા તે ટાપુ પર જીન ને સાથે લઈને ચાલતી થાય છે જતા પહેલા ફરી કાવ્યા સંતની આત્માનો આભાર વ્યક્ત કરે છે.

સંતની આત્મા આશીર્વાદ આપતા કહે છે. કાવ્યા એટલું ધ્યાન રાખજે માછીમાર પાસે જેટલી જાળ ની શક્તિ છે તે કરતા વધુ શક્તિ તેણે તપસ્યા કરીને મેળવી છે એટલું ધ્યાન રાખજે.

કાવ્યા શું માછીમાર ને મારવા કામયાબ થશે કે કોઈ મુશ્કેલી નો સામનો કરવો પડશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..