Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૪


જીન પાસેથી કાવ્યા ને ફક્ત માછીમાર વિશે જાણકારી જ મળી તેની પાસેથી કોઈ મદદ ન મળતાં દુઃખી તો થઈ ગઈ પણ મોટી માછલી એ કહ્યું હતું ધીરજ થી કામ લઈશ તો તને અવશ્ય સફળતા મળશે. એટલે કાવ્યા ધીરજ થી કામ લેવાનું વિચાર્યું.

જીન સામે ઊભો હતો અને કાવ્યા વિચારવા લાગી કે આ માછીમાર નું મૃત્યુ કેવી રીતે થઈ શકે.! ખુબ વિચાર કર્યા પછી કાવ્યા ને યાદ આવ્યું કે માછીમારે જે સંત પાસેથી શક્તિ મેળવી છે તે સંત ને મળી શકું તો માછીમાર ના મૃત્યુ નો રાજ ખબર પડી શકે. પણ તે સંત તો મૃત્યુ પામ્યા હતા. જો જીવતા હોત તો ચોક્કસ માહિતી મેળવી શકીશ. આ વિચારતા વિચારતા કાવ્યા ને યાદ આવ્યું કે જો સામાન્ય લેખક જીવન સાહેબ મર્યા પછી તેની આત્મા જો જીવતી હોય તો આતો મહાન સંત હતા તેની આત્મા તો અમર હોવી જોઈએ.

કાવ્યા જીન ને કહે છે. જીન તું જાણી શકીશ કે તે સંત ની આત્મા નો ક્યાં વાસ રહેલો છે.

થોડીવાર માટે જીને ધ્યાન ધર્યું અને પછી કાવ્યા ને જવાબ આપતા કહ્યું. કાવ્યા તે સંત ની આત્મા તેના આશ્રમ માં જ છે.

જીન ને કહે છે મને અત્યારે જ તે આશ્રમ પાસે લઈ જા. આજ્ઞા મળતા જીન કાવ્યા ને સંત ના આશ્રમ પાસે લઈ જાય છે.

ઘણા વર્ષો થી આશ્રમ ખાલી રહેવાથી આશ્રમ ની ઝૂંપડી નષ્ટ થઈ ગઈ હતી બસ એક મોટા વૃક્ષ સિવાય આશ્રમ માં કંઇજ દેખાઈ રહ્યું ન હતું. એ વૃક્ષ બતાવતા જીન કહે છે.
કાવ્યા આ તે વૃક્ષ છે જેની નીચે બેસીને સંત તપસ્યા કરી રહ્યા હતાં.

કાવ્યા વૃક્ષ ને પ્રદક્ષિણા કરી ને હાથ જોડીને સંત નું આહવાન કરે છે.
હે સંત.... આપ અહિ પ્રગટ થાવો.
તમારો એક શિષ્ય પાપ નું આચરણ કરતો જાય છે. જો તેને રોકવામાં નહિ આવે તો એક મુસીબત આવી શકે છે. એટલે હે મહાત્મા આપ ધર્મ કાજે મારી સામે પ્રગટ થાઓ...

થોડીક ક્ષણોમાં કાવ્યા સામે તે સંત પ્રગટ થયા. સંત ને જોઈને કાવ્યા પ્રણામ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે. સંત બધું જાણતા હોય તેમ કાવ્યા ને આશીર્વાદ માં યશસ્વી ભવઃ કહે છે.

બાજુમાં ઊભેલ જીન પણ તે સંત ને પ્રણામ કરે છે. ત્યારે સંત જીન ને પણ આશીર્વાદ આપતા કહે છે. અમરત્વ પ્રાપ્ત કરો.

કાવ્યા હાથ જોડીને સંત સામે વિનંતી કરી.
હે.. સંત મહાત્મા આપ તો અંતર્યામી છો આપ બધું જાણતા જ હોવ છો. હું આપની પાસે એક રહસ્ય ની જાણકારી મેળવવા અહી તમારી પાસે આવી છું. આપ મને માછીમાર ના મોત નું રહસ્ય જરૂર થી કહો.

થોડી વાર સંતની આત્મા ત્યાંથી લુપ્ત થઈ અને ફરી કાવ્યા સામે પ્રગટ થઈ અને પછી
સંત બોલ્યા..
હે કાવ્યા મને ખબર તે માછીમાર એક રાક્ષસ છે અને તે મારા કારણે આટલી શક્તિ પ્રાપ્ત કરી છે.

વાત વચ્ચે અટકાવીને કાવ્યા સંત ને પ્રશ્ન કરે છે..
મહાત્મા આપ સારી રીતે જાણતા હતા કે તમારો શિષ્ય એક રાક્ષસ છે. તો આપે તેને આશીર્વાદ શા માટે આપ્યા. તમને ખબર હતી રાક્ષસ ક્યારેય ધર્મ કાજે તેની શક્તિ નો ઉપયોગ કરતો નથી.

કાવ્યા ની વિડંબના સંત સમજી ગયા હતા. કાવ્યા ના મનનું સમાધાન કરવા કાવ્યા ના આ જટિલ પ્રશ્ન નો જવાબ આપતા કહે છે.

જીવનના હું આખરી પડાવ માં હતો ત્યારે મારો દેહ છોડવાનો સમય હજુ બાકી હતો. અને શરીર પણ વૃદ્ધ થવાથી હું અસ્વસ્થ રહેવા લાગ્યો હતો. ત્યારે તે સમયે આ રાક્ષસ મારો શિષ્ય બનીને મારી સેવા કરવા લાગ્યો હતો. અને તેની નિઃસ્વાર્થ સેવા જોઈને હું દેહ ત્યાગ કરતા પહેલા તેને વચન માંગવા કહ્યું.
પહેલે થી માછલી પ્રત્યે પ્રેમ હોવાથી રાક્ષસે મારી પાસે થી એક શક્તિશાળી જાળ વરદાન માં માંગી અને મે તેમને વરદાનમાં શક્તિશાળી જાળ આપી, મે દેહ ત્યાગ કર્યો. ત્યાર પછી તેણે મારા આશ્રમ માં રહી ગયેલી વસ્તુનો ગર ઉપયોગ કરીને ઘણી શક્તિ પ્રાપ્ત કરી. આટલું કહી સંત પોતાની વાત પૂરી કરી.

કાવ્યા ને જે જવાબ માટે આવી હતી તે જવાબ સંત પાસે થી અત્યાર સુધી તેના મુખેથી મળ્યો નહિ એટલે ફરી કાવ્યા એ કહ્યું.
મહાત્મા આપ કહેશો કે તે માછીમાર નું મૃત્યુ કેવી રીતે થશે..?

શું સંત માછીમાર ના મૃત્યુ નું રહસ્ય કહેશે.?
કાવ્યા ની આગળ ની સફર કેવી રહેશે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..