દ્વારકા ......જ્ગત મદિર.....
દ્વારકા કે દ્વારામતી પ્રાચીન નગરી મહાન તીર્થ અને ભારતના ચાર પવિત્ર તીર્થ માની એક મનાય છે.
અયોધ્યા ,મથુરા માયા ,કાશી કાંચી અવંતિકા પૂરી દ્વારામતી એવ સપ્તેતા મોક્ષ દlયિકા .....
શ્રી કૃષ્ણ જેમનો સમય ઈસ પૂર્વે ૧૪૩૭ ગણાય છે .
તેમણે લગભગ ૩૪૦૦ વરસ પૂર્વ ૧૨ યોજનમાં આ સોનાની
દ્વારિકા વસાવી હતી. તેમ માનવામાં આવે છે.
તેના મહત્વ અંગે પુરાણો કહે છે.
સૌરાષ્ટ્રે પન્ચ્રરત્નાની નયી નારી તુરંગમાં ચતુર્થે સોમ્નનlથાસ્ય પંચમ હરિદર્શનમ.....કહેવાય છે કે
વૈવસ્વત મનુનો પોત્ર રેવતે આ સ્થળે કુશ સ્થલી વસાવેલ.
દ્વારાવ્તીનો ઉલ્લેખ ભગવતગીતા ,વિષ્ણુપુરlણ, મહાભારત , હરિવંશ, સ્કંધ પુરાણ વગેરેમાં મળે છે.
તેનો અર્થ પશીચ્મ તરફનો દરવાજો એમ થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણે મથુરામાં મગધપતિ જ્ર્રરાસઘના જમાઈ ,પોતાના મામા કંસને હણ્યો ત્યારે તેની
સાથે વેર થતા જરાસંઘે યાદવો પર વારંવાર હુમલાઓ કરવા માંડ્યા .
તેથી કંટાળી ને શ્રી કૃષ્ણે યાદવોને મગધ થી સુદૂર વસાવવાનો વિચાર કર્યો.
વનિતા પુત્ર ગરુડની સલાહથી અને કુક્કુત્ટીમ નું અlમન્ત્ર્ણ મળતા શ્રી કૃષ્ણે કુશસ્થલી આવવા નક્કી કર્યું.
ત્યાં વસતા કેટલાક દેત્યો સાથે યુદ્ધ કરી તેમને નિર્મૂળ કરી યાદવોએ કુશ્સ્થ્લીમાં જ વસવા સમુદ્ર પાસે ભૂમિની
માંગણી કરી .અને મનાય છે કે નાના ટાપુઓના પહેલી સદીમાં પ્રદેશને વચ્ચેપૂરીને સમુદ્ર તરફ દીવાલ બાંધીને
સોનાની દ્વારાવતી વસાવી...
આ મહા તીર્થ ના મૂળસ્થાન વિષે સંશોધકો અને સ્થાપતિઓમાં વાદવિવાદ છે.
ધાર્મિક દ્રષ્ટીએ જો કે ઓખા મંડલ માં આવેલી દ્વારીકાજ મહત્વની ગણાય છે.
પહેલી સદીમાં ગ્રીકોએ દ્વારકા માટે બરlકે શબ્દ વાપર્યો છે.
જે પુરાણ સમયમાં સુંદર ને સમૃદ્ધ બંદર હતું.
એવી માન્યતા છે કે દ્રlરીકાને સમુદ્રે ડુબાડી દીધી હતી.
વિશેષ મહત્વની બાબત એ છે કે આ દ્વારકામાં જઆદિશંકરાચાર્યજી આઠમી સદીમાં મઠ સ્થાપે છે .
વિષ્ણુ પુરાણ અને ભાગવત ભગવાનના મદિર સિવાયનો ભાગ એટલેકે દ્વારકાનો થોડો ભાગ
પાણીમાં ડૂબી ગયો હોવાનું જણાવે છે .એમ દ્વારીકાનું સ્થાન ગમે તે હોય છતાં વર્તમાન દ્વારકા
જ મહત્વની છે. તેની આસપાસથી મળતા પૂરlવાઓ અવશેષો પરથી તે ૨૨૦૦ વરસથી આજ
સ્થાન પ્રર છે તેમ જણાય છે. સંશોધનો આ સ્થાન અતિ પ્રાચીન હોય તેમ પણ જણાવે છે.
જેથી પુરlણી દ્વારાવતી અહી પાસે જ હશે તમ મનાય છે.
જૂની દ્વારિકા આજના મદિર થી ૪૦ ફૂટ નીચે હશે તેમ પણ મનાય છે.
એમ મનાય છે કે બીજી દ્વારિકા પહેલી નગરી સમુદ્રમાં મળી જતા બીજી કે ત્રીજી સદીમાં
પહેલી કરતા ઉંચે બંધાઈ હતી. ચોથી સદી આસપાસ બીજી દ્વારિકા પણ સમુદ્રમાં સમાઈ ગઈ હતી.
પછી છઠ્ઠા કે સાતમી સદીમાં તે ફરી બંધાઈ.
શ્રી કૃષ્ણના સ્વધામગમન બાદ આ દ્વારકાનું સમુદ્રમાં વિસર્જન થયું હતું. તે પછી ફરી ફરીને નવસર્જન થયું.
કાળના પ્રવાહમાં તેનું ફરી ફરીને તેનું વિસર્જન અને નવસર્જન થયl કર્યું છે. વળી શ્રી કૃષ્ણની હયાતી માં જ
અનેક રાજવીઓએ દેશી તેમજ વિદેશી રાજવીઓએ દ્વારિકા પર ચડાઈ કરી તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યા
કર્યો હતો. માનવામાં આવે છે કે મહમદ ગઝનીના સમય સુધી દ્વારિકા સોમનાથ જેવું અતિ પ્રસિદ્ધ તીર્થ નહોતું.
પરતું વીસ. ૧૨૦૦ પછી દ્વારિકા એ વૈશ્ન્વ્તીર્થ તરીકે ઘણું મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વૈષ્ણવો વૃંદાવનની માફક દ્વારકાને પણ મહત્વની યાત્રા માનતા હતા.
ચૈત્ન્યપ્ર્ભુ અને મીરાંબાઈએ પણ તેની યાત્રા કરી હતી.
સોલંકીકાળ દરમ્યાન દ્વારકા ગુજરાતમાં તીર્થ તરીકે સિદ્ધી મેળવી અને તેની ગણના સાત મોક્ષદાયક
તીર્થોમાં થવા લાગી આવી પણ માન્યતા છે.
પુરાતત્વના સંશોધનો પ્રમાણે સમગ્ર ઓખl મડપનો વિસ્તાર એતિહાસિક ને પ્રાચીન જ ણાય છે .
કારણ આ વિસ્તારમાં પ્રાચીન મંદિરો ના અનેક નાના મોટા ખંડિયેરો દ્રષ્ટિગોચર થાય છે.
દ્વારકાની આબોહવા દરિયાકિનારે હોવાથી બારેમાસ ખુશનુમા રહે છે.
જોકે આજની દ્વારકા અને ભાગવત કે પુરાણોમાં વર્ણવેલી સોનાની દ્વારાવતી નગરીની
કોઈ સરખામણી થઇ શકે તેમ નથી.
ભાગવત મુજબ ૧૨ યોજનના ઘેરાવામાં સમુદ્ર વચ્ચેશ્રી કૃષ્ણે દ્વારાવતી નગરી ટાપુઓમાં પુરાણો કરીને બાંધી હતી.
તેમાં અંદર ને બહાર અનેક બગીચાઓ હતા.
તેમાં ગગનસ્પર્શી અટારીઓ સુવર્ણકળશો અને સ્વચ્છ ને સુંદર અગાશીઓ વાળા ૧૫ લાખ જેટલા પ્રસાદો હતા.
જ્યાં ખીલેલા કમળો વાળા અનેક સરોવરો હતા. છપન કોટી યાદવો અહી વસતા હતા.
હાલમાં દ્વારકાનું મહત્વ દ્વારકાધીશના પ્રાચીન જ્ગત્ મદિર ના કારણે છે.
હરિવંશ , ભાગવત , વિષ્ણુ પુરાણ વગેરે મતે ભગવાન શ્રીકૃષ્ણનો આવાસ જ એકમાત્ર સ્થાન હતું ,
જે પહેલી દ્વારકા સાથે નાશ પામ્યું નહોતું .
આ જ્ગત્ મદિર ના બે ભાગ જે લlડવામદિર અને નીજમદિર તરીકે ઓળખાય છે.
લlડવા મદિર તે સમયમાં સભાગૃહ તરીકે વપરાતું હતું. એવી માન્યતા પ્રચલિત છે કે જ્ગત્ મદિર કે
દ્વારકાધીશનું આ મદિર ૨૫૦૦ વરસ પૂર્વે શ્રી કૃષ્ણના પોત્ર વ્ર્જ્નાભ દ્વારા તેના દાદાની સ્મૃતિમાં બંધાવેલ.
જેમાં પાછળથી હરી ગૃહ માં કે નીજ્ મદિરમાં શ્રી કૃષ્ણ ની મૂર્તિ જયારે મૂર્તિ પૂજા પ્રચલિત બની ત્યારે
સ્થાપવામાં આવી હતી. કેટલાક અન્ય મતો પણ આમાં પ્રવર્તે છે તે મુજબ લાડવા મદિર
અને નિજ મદિર અલગ અલગ સમયે બંધાયા હશે.
લlડવામદીર ઈસ પૂર્વે ૧૩૦૦ માં અને નીજ્મદિર પછીથી ઈસ પૂર્વે 500 થી ૨૦૦ દરમ્યાન બંધાયેલ હશે
એવી પણ માન્યતા છે.
જ્ગત્ મદિર પ્રાચીન ને ભવ્ય છે જે , જે તે સમયની ગુજરાતની અદ્ભુત શીલ્પ્ ને સ્થાપત્ય કળાનું દર્શન કરાવે છે.
આજે આ સમગ્ર મદિર સંકુલ ભારત સરકાર હસ્તક તેના પુરાતત્વ વિભાગ હસ્તક આવે છે.
એના સમારકામ અને સંશોધનો ચાલ્યા જ કરે છે , જે ભારત સરકાર દ્વારા થાય છે.
ગોમતી ઉપરથી પગથીયા ચઢતા આ મદિર ઘણું ભવ્ય ને આકર્ષક લાગે છે .
ઘણે ઉંચે સુધી પગથીયા ચઢવા પડે છે, ૧૨૫ ફૂટ ઊંચું મદિર પાંચ માળનું છે અને તેના ૬૦ થાંભલાઓ
ઉપર ને ઉપર સુધી જાય છે .ઉપર સુધી જવા અંદર સીડી છે. બહારથી સમગ્ર મદિર ઉપર કોતરણી છે
અને અંદરથી સાફ કોતરકામ વગરની રચના છે . મદિરની ફરતે બેવડો કોટ છે.
જેમાં ભીતોની વચ્ચે પરિક્રમા કરવાની જગ્યા છે.
કોટની દક્ષીણે સ્વર્ગદ્વાર ગોમતી તરફ જતો અને ઉતરે મોક્ષદ્વાર એમ બે દરવાજા છે.
લlડવા મદિર અને નિજ મદિરને બારીકાઈથી જોતા જણાય છે કે લાડવા મદિર ત્રણ તરફ સમા કૃતિ છે
જયારે ચોથી દિશામાં એની ઉપર મૂકી દીધું હોય તેમ નિજ મદિર ઉભું છે .
લાડવામદિરની ચારે તરફ ૧૪- ૧૪ થાંભલા ઓ પર પાંચ માળનો મંડપ બંધાયો છે.
અને તેની વચ્ચે ૨૫-૨૫ નું મેદાન છે જે માન્યતા મુજબ સભાગૃહ તરીકે વપરાતો હોવાનો અંદાઝ છે.
મદિર ની બાંધણી ખુબ જ પ્રાચીન છે અને સl દી પણ છે. અહી વિશેષ શિલ્પ નથી પરતું નિજ મદિરની
દીવાલો અને ઝરુખl ઓ જાત જાતના શિલ્પોથી ભરપુર છે. અહી વિદેશી શિલ્પ પણ નજરે ચડે છે.
અહી અતિ પ્રાચીન થી અર્વાચીન તમામ શિલ્પ નજરે ચડે છે. એટલે એમ માનવામાં આવે છે કે આ મદિર નો અવારનવાર નાશ થયો હશે. તેમજ સમુદ્રના કારણે પણ નુકશાન થાય તેવી સમભાવના ઓ છે. એજ પ્રમાણે જીર્ણોદ્ધાર પણ વારંવાર થયો હશે. જેથી આ પ્રકારની રચના ઉભી થઇ હશે.
મદિરના થાંભલાઓ એક જ શીલા માંથી બનાવેલા જણાય છે તેમજ સમ્પૂર્ણ પત્થરનું ચણતર છે .તેમાં ક્યાય ચુના કે ગર જેવી વસ્તુ નથી જે સ્થાપ્ત્ય કળા ની અજાયબી છે.રાસાયણિક અને ભૂસ્તરીય પુરાવાઓ જણાવે છે કે આ મદિર બાંધકામમાં દ્વારકા નજદીક ની જ સેગારની ખાણના પથ્થર વપરાયા છે.તેમને મદિરની નજદીકથી જ ખોદી કાઢયા છે.
એવી શક્યતાઓ વિશેષ છે.
મુખ્ય મદિરમાં ગર્ભગૃહમાં ચાંદીની પથરો થી મઢેલી સિહાસન ઉપર બિરાજમાન રણછોડ રાય ની ત્રણ ફૂટ ઉંચી
શ્યામ ચતુર્ભુજ મૂર્તિ છે. ઉપલા માળમાં અંબાજીની મૂર્તિ છે. સભાખંડના એક ખૂણામાં બળદેવજી ની મૂર્તિ છે.
મદિરના પ્રાંગણમાં મુખ્ય મંદિર થી તદન અલગ ત્રિવિક્રમ જી નું શિખરબંધ મદિર એક બાજુએ છે અને બીજી તરફ પ્ર્દ્યુંન્મજીનું શિખરબંધ મદિર છે.
જ્ગત્ મદિર સિવાય દ્વારકામાં જોવાલાયક અન્ય સ્થાનોમાં રુકમણી મદિર અને શંકરાચાર્યજીનો મઠ છે .
રુકમણીનું મદિર પ્રાચીન શિલ્પકલા અને મદિર શાસ્ત્ર પ્રમાણે બંધાયેલ પ્રાચીન છે.
સમુદ્રકાંઠે બંધાયેલ આ મદિર નો જીર્ણોદ્ધાર પણ અનેક વખત થયેલો છે. .
આ મદિર ની શિલ્પ કળા પણ ઘણી સુંદર છે.
દ્વારકા ની નજદીક જ બેટ દ્વારકા આવેલું છે જે પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. .
આ સ્થાને ઓખાથી દરિયામાં બેટ હોઈ નોકl દ્વારા જવાય છે .તે ૩૦ કિમી દુર આવેલ છે .
અને ૫ કિમી દરિયામાં જવાનું રહે છે. બેટ શંખોદ્વાર કે બેટ દ્વારકા તરીકે પ્રખ્યાત આ સ્થાન
પાછળ દંતકથા રહેલી છે તે મુજબ વિષ્ણુ ભગવાને દેત્ય શખાસુર ને અહી હણ્યl હતા .
જેથી આ સ્થળ શંખોદ્ધાર કહેવાય છે .
ભગવાન શ્રી કૃષ્ણે આ સ્થળે તેમના કુટુબ સાથે રહેવાનું પસદ કરેલ .
ત્યારે તેમની રાજધાની દ્વારકા હતી. અહી પણ રણછોડરlયજી નું મદિર છે
આ મદિર તેમજ અન્ય પણ પ્રાચીન મદીરો હવેલી જેવા આકારના મહેલમાં છે
બેટ દ્વારકા જતા રસ્તામાં દ્વારકાથી ૧૬ કિમીના અતરે ૧૨ જ્યોતિર્લીંગ માં ગણાતું નાગેશ્વર મહાદેવનું મદિર છે.
અન્ય ગોપીતળાવ જ્યાં શ્રીકૃષ્ણના સ્વર્ગવાસ પછી ગોપીઓએ તેમના દેહ વિલીન કર્યા હતા તે આવે છે.
દ્વારકામાં જ્ન્માસ્ટમી એ શ્રી કૃષ્ણ નો જન્મદિવસ સોથી મોટો દિવસ છે તે ભારે ધામધુમથી ઉજવવામાં આવે છે.
મોટl મેળા જેવું વાતાવરણ હોય છે. એ સિવાય પણ નવરાત્રી તેમજ અન્ય ઘણા તહેવારો મનાવવામાં આવે છે.
દેશના પશ્ચિમ છેડે આવેલ દ્વારકા રેલ અને રોડ રસ્તે બાકી શહેરો સાથે જોડાયેલ છે.
અનેક ગેસ્ટ હાઉસ ,હોટલો ધર્મશાળાઓ આધુનિક સગવડ સાથે યાત્રીકોને સુવિધા પૂરી પlડે છે.
બારે માસ અહી યાત્રિકોની અવરજવર રહેતી હોય છે.
ભારત સરકારના પુરાતત્વ વિભાગની દેખરેખ મદિર ઉપર છે.
તેમજ ટ્રસ્ટ પણ ભારત સરકાર અને કલેકટર હસ્તક છે જે સંચાલન કરે છે.