Repeat books and stories free download online pdf in Gujarati

પુનરાવતૅન

રોજબરોજની જેમ આયૉ પોતાનું રૂટિન પતાવીને સાંજે પોતાની કારમાં ઘરે જવા નીકળી.

ઘરે પહોંચીને દેવકી પાસેથી પોતાનું બાળક લઈને આખા દિવસનો થાક ઊતારવા લાગી. આખો દિવસ પોતાના બાળકથી દૂર રહેતી વકિઁગ વુમન આયૉ રાત પડતાં જ પોતાના બાળકને પોતાના આચળમાં લઈને હેત વરસાવા લાગતી.

સિંગલ મધરને કેટકેટલી તકલીફ ભોગવવી પડે છે એનો અંદાજ તો કોને હોય?

આયૉ આવી જ એક સિંગલ મધર વીથ વકિઁગ વુમન હતી. જે પોતાના બાળકને એક આયા જેનું નામ દેવકી છે તેની પાસે મૂકીને આખો દિવસ ઑફિસમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં મશગૂલ રહેતી હતી. કામના ભારણ વચ્ચે ક્યારેક ઘરે ફોન કરીને પોતાના બાળકની પણ સંભાળ રાખી લેતી હતી.

રૂટિન સમય પ્રમાણે આયૉ પોતાની ઓફિસનું કામ પતાવીને કારમાં ઘરે આવતી. તેના આવતાં જ દેવકી તેનું બાળક તેને સોંપીને પોતાના ઘરે જતી હતી.દેવકીના ગયા પછી આયૉ અને તેનો ફૂલ જેવો દીકરો જય બંને પોતપોતાની મસ્તીમાં જ રહેતા.આયૉનો ઘરે આવ્યા પછીનો બધો જ સમય તેના બાળક સાથે વિતતો.

રસોઈકામ કરતાં કરતાં તે પોતાનાં બાળકને રમાડતી. એની સાથે જ જમતી.ઘરનું બધું કામ પતાવીને આયૉ પોતાના બાળકને લઈને આરામ કરતી.
આખો દિવસ માની મમતા માટે તરસતું બાળક માની હૂંફ પામતા જ તરત સૂઈ રહેતું.

આયૉ પણ આખા દિવસની થાકેલી તેને સૂવડાવીને સુઈ જતીએક દિવસ અચાનક અડધી રાતે આયૉ બચાવો બચાવોની બૂમો પાડીને ઊઠી જાય છે. આયૉને એક ખૂબ જ ડરામણું સ્વપ્ન આવે છે જેમાં તેને પોતાનો જય ક્યાંક છૂટતો દેખાય છે. એ દ્રશ્યને સપનામાં જોતાં જ તે અચાનક જયને બચાવો બચાવોની બૂમો પાડી ઊઠે છે.

અચાનક ઊઠીને જુએ છે તો તેનો જય તેની બાજુમાં જ મીઠી નિંદર માણતો નજરે પડે છે. તેને જોતાં જ તેને રાહત થાય છે.
તે મનમાં વિચારે છે આખો દિવસ સતત હું મારા બાળકની ચિંતા કરું છું કદાચ એનું જ આ પરિણામ છે.વિચારો કરતાં કરતાં ક્યારે તેની આંખ લાગી જાય છે તેની તેને પોતાને જ ખબર નથી હોતી.

આયૉ સવારે વહેલી ઊઠીને પોતાનું નિત્યક્રમ પરવારીને ઓફિસ જવાની તૈયારી કરે છે. દેવિકાની રાહ જોતાં જોતાં તે જયની પણ દિવસભરની બધી તૈયારી કરી લે છે. થોડીકવારમાં જ દેવિકાના આવતાં તે જયને તેમની પાસે મૂકીને, ધ્યાન રાખવાનું કહીને ઑફીસ જવા નીકળે છે.

દેવિકા નાનકડાં જયની સાથે મસ્તી કરવામાં મશગૂલ બની જાય છે. દેવિકાના આવ્યાં પછી નાનકડો જય ખૂબ મસ્તી કરવાં લાગે છે.

આયૉ રોજ ઓફિસે પહોંચતા જ પહેલું કામ દેવિકાને ફોન કરીને જયના સમાચાર લેવાનું કરતી હોય છે. દિવસમાં ત્રણથી ચાર ફોન જયના સમાચાર પૂછવા કરે છે.

બધું જ રૂટિન પ્રમાણે ચાલી રહ્યું હતું. એ દિવસે પણ બધું જ સામાન્ય હતું. આયૉ ઓફિસે, દેવિકાબેન જય જોડે ઘરે બધું સામાન્ય હતું.

એ દિવસે અચાનક બપોરના સમયે દેવિકાના ઘરેથી
ફોન આવતાં તેમને તાત્કાલિક ઘરે જવાનું થાય છે. તેમના પતિનો અકસ્માત થયો હોવાથી તેમને હોસ્પિટલમાં આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યાં હોય છે. આ સમાચાર સાંભળતાં જ દેવિકાબેન રડતાં રડતાં આયૉને ફોન કરે છે. અને બધી વિગતો જણાવે છે.

દેવિકાબેન જયને સાથે લઈ જઈ શકે એમ હતાં નહી ને આયૉ તુરંત તો ત્યાં પહોંચી શકે એમ હતી નહી.તેથી જયને આયૉની ઓફિસે મૂકી જવાનું નક્કી થાય છે.

દેવિકાબેન જયને નવાં કપડાં પહેરાવી તૈયાર કરે છે. આ જોઈને જય ચિચિયારીઓ પાડવા લાગે છે. નાનકડો જય બહાર જવાનો ઈશારો કરતાં કરતાં દેવિકાબેનને તેડી લેવાનો ઈશારો કરે છે.

દેવિકાબેન જયનો બધો જરૂરી સામાન લઈને ઘરને લોક કરીને આયૉની ઓફિસ જવાં નીકળે છે.


✍નિકેતાશાહ



રોજબરોજની જેમ આયૉ પોતાનું રૂટિન પતાવીને સાંજે પોતાની કારમાં ઘરે જવા નીકળી.

ઘરે પહોંચીને દેવકી પાસેથી પોતાનું બાળક લઈને આખા દિવસનો થાક ઊતારવા લાગી. આખો દિવસ પોતાના બાળકથી દૂર રહેતી વકિઁગ વુમન આયૉ રાત પડતાં જ પોતાના બાળકને પોતાના આચળમાં લઈને હેત વરસાવા લાગતી.

સિંગલ મધરને કેટકેટલી તકલીફ ભોગવવી પડે છે એનો અંદાજ તો કોને હોય?

આયૉ આવી જ એક સિંગલ મધર વીથ વકિઁગ વુમન હતી. જે પોતાના બાળકને એક આયા જેનું નામ દેવકી છે તેની પાસે મૂકીને આખો દિવસ ઑફિસમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં મશગૂલ રહેતી હતી. કામના ભારણ વચ્ચે ક્યારેક ઘરે ફોન કરીને પોતાના બાળકની પણ સંભાળ રાખી લેતી હતી.

રૂટિન સમય પ્રમાણે આયૉ પોતાની ઓફિસનું કામ પતાવીને કારમાં ઘરે આવતી. તેના આવતાં જ દેવકી તેનું બાળક તેને સોંપીને પોતાના ઘરે જતી હતી.દેવકીના ગયા પછી આયૉ અને તેનો ફૂલ જેવો દીકરો જય બંને પોતપોતાની મસ્તીમાં જ રહેતા.આયૉનો ઘરે આવ્યા પછીનો બધો જ સમય તેના બાળક સાથે વિતતો.

રસોઈકામ કરતાં કરતાં તે પોતાનાં બાળકને રમાડતી. એની સાથે જ જમતી.ઘરનું બધું કામ પતાવીને આયૉ પોતાના બાળકને લઈને આરામ કરતી.
આખો દિવસ માની મમતા માટે તરસતું બાળક માની હૂંફ પામતા જ તરત સૂઈ રહેતું.

આયૉ પણ આખા દિવસની થાકેલી તેને સૂવડાવીને સુઈ જતીએક દિવસ અચાનક અડધી રાતે આયૉ બચાવો બચાવોની બૂમો પાડીને ઊઠી જાય છે. આયૉને એક ખૂબ જ ડરામણું સ્વપ્ન આવે છે જેમાં તેને પોતાનો જય ક્યાંક છૂટતો દેખાય છે. એ દ્રશ્યને સપનામાં જોતાં જ તે અચાનક જયને બચાવો બચાવોની બૂમો પાડી ઊઠે છે.

અચાનક ઊઠીને જુએ છે તો તેનો જય તેની બાજુમાં જ મીઠી નિંદર માણતો નજરે પડે છે. તેને જોતાં જ તેને રાહત થાય છે.
તે મનમાં વિચારે છે આખો દિવસ સતત હું મારા બાળકની ચિંતા કરું છું કદાચ એનું જ આ પરિણામ છે.વિચારો કરતાં કરતાં ક્યારે તેની આંખ લાગી જાય છે તેની તેને પોતાને જ ખબર નથી હોતી.

આયૉ સવારે વહેલી ઊઠીને પોતાનું નિત્યક્રમ પરવારીને ઓફિસ જવાની તૈયારી કરે છે. દેવિકાની રાહ જોતાં જોતાં તે જયની પણ દિવસભરની બધી તૈયારી કરી લે છે. થોડીકવારમાં જ દેવિકાના આવતાં તે જયને તેમની પાસે મૂકીને, ધ્યાન રાખવાનું કહીને ઑફીસ જવા નીકળે છે.

દેવિકા નાનકડાં જયની સાથે મસ્તી કરવામાં મશગૂલ બની જાય છે. દેવિકાના આવ્યાં પછી નાનકડો જય ખૂબ મસ્તી કરવાં લાગે છે.

આયૉ રોજ ઓફિસે પહોંચતા જ પહેલું કામ દેવિકાને ફોન કરીને જયના સમાચાર લેવાનું કરતી હોય છે. દિવસમાં ત્રણથી ચાર ફોન જયના સમાચાર પૂછવા કરે છે.

બધું જ રૂટિન પ્રમાણે ચાલી રહ્યું હતું. એ દિવસે પણ બધું જ સામાન્ય હતું. આયૉ ઓફિસે, દેવિકાબેન જય જોડે ઘરે બધું સામાન્ય હતું.

એ દિવસે અચાનક બપોરના સમયે દેવિકાના ઘરેથી
ફોન આવતાં તેમને તાત્કાલિક ઘરે જવાનું થાય છે. તેમના પતિનો અકસ્માત થયો હોવાથી તેમને હોસ્પિટલમાં આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યાં હોય છે. આ સમાચાર સાંભળતાં જ દેવિકાબેન રડતાં રડતાં આયૉને ફોન કરે છે. અને બધી વિગતો જણાવે છે.

દેવિકાબેન જયને સાથે લઈ જઈ શકે એમ હતાં નહી ને આયૉ તુરંત તો ત્યાં પહોંચી શકે એમ હતી નહી.તેથી જયને આયૉની ઓફિસે મૂકી જવાનું નક્કી થાય છે.

દેવિકાબેન જયને નવાં કપડાં પહેરાવી તૈયાર કરે છે. આ જોઈને જય ચિચિયારીઓ પાડવા લાગે છે. નાનકડો જય બહાર જવાનો ઈશારો કરતાં કરતાં દેવિકાબેનને તેડી લેવાનો ઈશારો કરે છે.

દેવિકાબેન જયનો બધો જરૂરી સામાન લઈને ઘરને લોક કરીને આયૉની ઓફિસ જવાં નીકળે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


દેવિકાબેન જયને ટ્રોલીમાં મૂકીને ઘરને બંધ કરીને ફટાફટ આયૉ પાસે જવાં નીકળે છે. ટેક્સીની હડતાળ હોવાથી દેવિકાબેનને બે મેટ્રો બદલીને આયૉની ઓફિસે પહોંચવાનું હતું. પોતાના પતિની હાલત ગંભીર છે એમ જાણતાં જ દેવિકાબેન ખૂબ જ ઉતાવળમાં સ્ટેશને પહોંચે છે.

મેટ્રો સ્ટેશન પર હાજર હોય છે તેથી જયને ટ્રોલી સાથે તરત જ અંદર લઈને બેસી જાય છે. બપોરનો સમય હોવાથી મેટ્રોમાં ભીડ ઓછી હોય છે. તેથી તેઓ સરળતાથી જયને સાચવી શકે છે.

અડધો ક્લાકમાં દેવિકાબેનનું પહેલું સ્ટોપ આવી જાય છે. તેઓ જયને સાવચેતીપૂવૅક નીચે ઊતારે છે. અને આગળ જવા બીજી સાઈડનાં પ્લેટફૉમ પર પહોંચે છે. જ્યાં હજુ સુધી જે મેટ્રોમાં તેમને જવું હતું તે આવી ન હતી. દસ મિનિટ રાહ જોવાની હતી.

દેવિકાબેનને દસ મિનીટનો સમય પણ દસ ક્લાક જેવો લાગે છે.આ બધા સમય દરમિયાન વચ્ચે વચ્ચે તેઓ હોસ્પિટલમાં તેમના દીકરાને ફોન કરીને પોતાના પતિના સમાચાર પૂછી લેતાં હોય છે.

દસેક મિનિટમા જ જે મેટ્રોમાં તેમને આગળ જવાનુ હોય છે તે સ્ટેશન પર આવી પહોંચે છે. જેમાં થોડીક ભીડ હોવાથી દેવિકાબેન જયની ટ્રોલી લઈને ઊતાવળે એમાં બેસવા જાય છે. બધાના અંદર ગયાં પછી જેવા દેવિકાબેન જયની ટ્રોલીને અંદર લેવા જાય છે કે તરત જ ટ્રોલીનું એક વ્હીલ મેટ્રોના દરવાજામાં ફસાઈ જાય છે. દેવિકાબેન ખૂબ જ પ્રયત્ન કરીને ટ્રોલી અંદરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેઓના હાથમાંથી ટ્રોલીનું હેન્ડલ છૂટી જાય છે. અને મેટ્રો ચાલુ થઈ જતાં તેઓ અંદર ને જય ટ્રોલીમાં ત્યાં જ રહી જાય છે.

મેટ્રો તો એની ઝડપ પકડીને બે જ મિનિટમાં ત્યાંથી છૂ થઈ જાય છે. દેવિકાબેન અંદર રડતાં ને બૂમો પાડતાં રહી જાય છે. જય ટ્રોલીમાં ત્યાં એકલો રહી જાય છે

દેવિકાબેન રડતાં રડતાં જ આયૉને ફોન કરે છે અને આખી ઘટના જણાવે છે. આયૉ તુરંત જ ઓફિસથી એ સ્ટેશન જવા નીકળે છે જ્યાં જય છૂટી ગયો હોય છે.

દેવિકાબેન પણ આગળના સ્ટેશને ઊતરીને પાછા વળવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ ત્યાં સુધી નાનકડા જયનું શું ?

*******************************************

ત્યાં જ દૂર લઘરવઘર કપડાં પહેરીને એક ભિખારી જેવો લાગતો માણસ બેઠો હતો. દેખાવે થોડો વિચિત્ર લાગતો હતો. તેના લાંબા વાળ, ઘણા દિવસોથી નહાયો ના હોય એવો એનો વેશ હતો.દેવિકા જયને જ્યારે મેટ્રોમાં લઈ જઈ રહી હતી. ત્યારથી એ ભિખારીની નજર જય પર જ હતી. જયની ટ્રોલી ત્યાં છૂટી જતાં તે તરત જ જયની પાસે પહોંચી ગયો હતો.

તે થોડોક ધૂની હોય એમ તે જયની ટ્રોલીને આમતેમ આમતેમ ફેરવવા લાગે છે ને ટ્રોલીમાં જયને જોઈને તેની સાથે રમવા લાગે છે. જાણે જયને ક્યારયનો ઓળખતો હોય એમ એની સામે અલગ-અલગ ચાળા કરીને એને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે એટલો જયની સાથે રમવામાં મશગૂલ હતો કે જય વિશે કોઈને પૂછતો પણ નથી કે કોઈને જાણ પણ નથી કરતો કે આ બાળક અહીં છૂટી ગયો છે તે કોનો છે.


બીજી બાજુ આયૉ ને દેવિકાબેન બંને લોકો વહેલામાં વહેલી તકે સ્ટેશન પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ટ્રાફિક હોવાને કારણે બંનેને ખૂબ જ વાર લાગે છે. આયૉની આંખો તો રડી રડીને સૂજી ગઈ હોય છે. તેનો આંખના રતન જેવો જય, જેના વિના તેનું જીવન શક્ય જ ન હતું તે ખોવાઈ જતાં અથવા તો એમ કહીએ કે છૂટી જતાં તેનું હૈયું વલોવાઈ ગયું હતું. આયૉ ને દેવિકા સતત ફોનમાં સંપકૅમાં રહીને ત્યાંની લોકલ પોલિસને પણ જાણ કરીને ત્યાં સ્ટેશન પર પહોંચવાની વિનંતી કરે છે.



આ બાજુ સ્ટેશન પર

પેલા મુફલિસનેતો જાણે જય સ્વરૂપે એક રમકડું મળ્યું હોય એમ તેની સાથે ગેલ ગમ્મત કરવા લાગે છે. સ્ટેશન પર આવતાં જતાં લોકો એને વિચિત્ર નજરે જોતાં હોય છે.

પરંતુ આજે તો કોને પડી છે કે કોઈની વાતમાં કોઈ માથુ મારે. જોનારા પણ હશે કંઈ એમ વિચારીને ત્યાંથી ચાલ્યાં જતાં હતાં.

પેલા માણસે પોતાની પાસે રહેલી રોટલીનો ટુકડો જયને ખાવા માટે આપ્યો. બિચારો નાનકડો જય તો એને શું ખબર પડે કે કોની જોડે લેવાય, કોની જોડે નહી, એને તો બસ મમ મમ દેખાયું ને લઈ લીધું.
જય થોડીવાર રમ્યાં પછી જાણે અકળાયો હોય એમ રડવા લાગ્યો. પેલો માણસ જયને રડતો જોઈને ફરી પાછો એની સાથે રમવા લાગે છે.જય પાછો શાંત થઈ જાય છે.

ઘણીવાર સુધી જયની સાથે રમતાં રમતાં તે થાકી જઈને બેસી જાય છે. જય તેને શાંત બેસેલો જોઈને જ રડવા લાગે છે આ બધું જોતાં તે ફરી પાછો ઊભો થઈને,જયની સાથે રમવા લાગે છે.

એકાદ ક્લાક પછી એક મેટ્રો ત્યાં આવીને ઊભી રહે છે. જેમાંથી એકસાથે આયૉને દેવિકા બંને નીચે ઊતરે છે. બંને તે ભિખારી પાસે જયને જોઈને ચોંકી જાય છે.

ભિખારીનો પહેરવેશ જોતાં જ તે ડરી જાય છે.તેમને જયની સલામતીનો ડર લાગે છે. આયૉ તુરંત જ ત્યાંની પોલિસને બોલાવે છે. તેઓને ડર લાગે છે કે આ ભિખારી જયને કંઈક કરી ના બેસે.

પોલિસ આવતાંવેત તે ભિખારીને પકડી લે છે. અને તેની પાસેથી જયને લઈને આયૉને સોંપી દે છે.
આયૉને, દેવિકાબેન જય મળતાં જ રાહતનો શ્વાસ લે છે. આયૉ પોલીસની સાથે ત્યાં ઊભી રહે છે અને દેવિકાબેન પોતાનું નિવેદન લખાવીને પોતાના પતિ પાસે હોસ્પિટલ જવાં નીકળે છે.

આ બધાની વચ્ચે પેલો બિચારો ભિખારી વિસ્મયી રીતે બધાને જુએ છે.

આયૉ અને દેવિકાનું નિવેદન લીધા પછી પોલીસ પેલા ભિખારીની પાસે પૂછપરછ કરવાં જાય છે.
પોલીસ તેને પૂછે તને આ બાળક ક્યાંથી કેવી રીતે મળ્યું ?

ભિખારી એકદમ ચૂપ થઈને ઊભો રહે છે.

પોલીસ : તારું નામ શું છે.

ભિખારી ફરી ચૂપચાપ જ રહે છે.

પોલીસ ઓફિસર થોડાં અકળાઈને : બોલ, બોલતો કેમ નથી.

ભિખારી એકીટશે પોલીસની સામે જોતાં જોતાં ચૂપ થઈને ઊભો રહે છે.

પોલીસને લાગ્યું આ ભિખારી હાથે કરીને કંઈ બોલતો નથી. આયૉ પોલીસને જણાવે છે કે સર મને મારો જય મળી ગયો છે તો હવે મને આ ભિખારીથી કોઈ તકલીફ નથી તો પ્લીઝ તમે એને જવા દો.

પોલીસ : મેડમ એમ ના ચાલે. કેસ કયોઁ છે એટલે અમારે તો તપાસ કરવી જ પડે. અમારે એ તો જોવું જ પડે કે આ ભિખારી કોણ છે અને તેને બાળક મળ્યું તો તેણે પોલીસને જાણ કેમ ના કરી.

આયૉએ ઘણી વિનંતી કરી. પરંતુ પોલિસ ટસની મસ થઈ નહી. તેઓ તો બસ જાણે ભિખારીને ગુનેગાર બનાવા માંગતાં હોય એમ તેની પર પ્રશ્નોની ઝંડી વરસાવા લાગી જેની સામે તે ફ્કત મૌનની મુદ્રામાં ઊભો હતો.

પોલીસ પાસેથી મંજૂરી લઈને આયૉ જયને લઈને ઘરે જવાં નીકળી. બીજે દિવસે તે પોલીસ સ્ટેશને આવીને જરૂરી કાયૅવાહી પૂરી કરી દેશે એમ કહીને તેને ત્યાંથી વિદાય લીધી.

આ બાજુ બિચારો ભિખારી એકલો મૂંગો જ ઊભો હતો. એ જયને જતાં જોઈને રડવાં લાગ્યો. જાણે કોઈએ તેનું રમકડું છીનવી લીધું હોય તેમ તે શૂન્યમનસ્ક બની જયને જતાં જોઈ રહ્યો.

પોલીસની કડક પૂછપરછ બાદ પણ તે કંઈ ના બોલતાં તેને પોલીસસ્ટેશને લઈ જવામાં આવ્યો. પોલીસ સ્ટેશને આખી રાત તેને જેલમાં રાખવામાં આવ્યો.


જાણે પોલીસે વિચારી જ લીધું હોય કે આ જ દોષી છે. એણે જ જયનું અપહરણ કયુઁ હોય એમ તેની સાથે વતૅન કરવા લાગી


ક્યારેક ક્યારેક સત્ય કંઈક અલગ પણ હોય શકે છે. આપણને જે દેખાય છે તે જ વાસ્તવિક્તા છે તે જરૂરી નથી. પરંતુ આપણો માનવ સહજ સ્વભાવ જ એવો છે કે સાચું આપણે જોઈ નથી શક્તાં ને ખોટું જોયાં વગર સાચું માની લઈએ છીએ.

કદાચ, ભિખારીની બાબતમાં પણ કંઈક એવી જ વાત હોય

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આખી રાત આયૉએ જયને સંભાળવામાં ને જય સહીસલામત પાછો મળી ગયો એના વિચારોમાં જ વિતાવી દીધી. આયૉના મગજમાં પણ ભિખારી પ્રત્યે દયા ઊપજી હતી. તે ભિખારીને એક ગુનેગાર નહી પરંતુ પોતાના દીકરાને બચાવનાર મસીહારૂપે જોતી હતી.

એક કાળી રાત વિતી ગયાં પછી જાણે બધે,પ્રકાશની ચાદર પથરાય છે એવી જ રીતે આજની સવાર કંઈક નવી જ તાજગી લઈને આવી હતી.

ગઈકાલ ઘટેલી દુઁઘટનાની બીક હજુ આયૉના મગજમાંથી દૂર થઈ ન હતી. તેના પ્રાયશ્ચિત રૂપે હવે આયૉ જય જોડે એક આખું અઠવાડિયું સમય વિતાવાની હતી.તેણીએ ઓફિસમાંથી રજા લઈ લીધી હતી. આમ પણ દેવિકાબેન તેમનાં પતિની તબિયતને લીધે રજા પર હોવાથી જયને પણ સંભાળવાનો હતો.

સવારના સમયમાં આયૉના મોબાઈલમાં પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો. ઈ. રાઠોડે તેને બપોર સુધીમા પોલીસ સ્ટેશને બોલાવી હતી.

આયૉએ પોલીસને પૂછ્યું પેલા ભિખારીએ કંઈ નિવેદન આપ્યું. પોલીસે કહ્યું તમે પહેલાં અહી આવો પછી આપણે બધી વાત કરીએ.

આયૉને કંઈક ખોટું થયાનો અંદેશો આવતો હતો. તે ઝડપથી પોતાનું કામ પતાવીને જયને લઈને પોલીસ સ્ટેશન ગઈ.
આયૉએ પોલીસ સ્ટેશને સો જેટલાં માણસોનું ટોળું જોયું જાણે કોઈ મોટી વ્યકિતને ત્યાં લાવ્યાં હોય એમ બધા ત્યાં આવી પહોચ્યાં હતાં.

"આ જ આયૉ મેડમ છે" ભીડમાંથી કોઈક બોલે છે.
આયૉ પોતાનું નામ સાંભળતાં જ ચોકી જાય છે. ત્યાં રહેલ માણસોનું ટોળું આયૉ તરફ તેને નુકસાન કરવાં ધસે છે પરંતુ તરત જ પોલીસ આવીને બધું સંભાળી લે છે. આયૉની પાસે જયને જોઈને ત્યાં રહેલ બધા જ જયને હાથ જોડીને પ્રણામ કરવા લાગે છે.

*******************************************

વીરસિંહની જય વીરસિંહની જય ....ત્યાં રહેલ બધા જયને જોઈને વીરસિંહની જય એમ બૂમો પાડવા લાગે છે.
આયૉને કંઈ જ સમજાતું નથી. એ તો બસ ત્યાં પેલા ભિખારીની બાબતમાં ચચૉ કરવા પોલીસનો ફોન આવતાં પોલીસ સ્ટેશને આવી હોય છે.

પોલીસ આયૉને બધી વાત વિગતવાર જણાવે છે
પોલીસની વાત સાંભળીને આયૉ ચોંકી જાય છે.
પોલીસ પેલા ભિખારીની આપવીતી જણાવે છે.
અસલમાં તો જયને બચાવનાર એ ભિખારી કોઈ ભિખારી નથી હોતો. પરંતુ એ શહેરથી દૂર આવેલ એક અજીતગઢ નામના રાજ્યનો એક રાજા હતો. જેનુ નામ વિજયસિંહ હતું. જે પોતાની સાથે ઘટેલ એક દુઁઘટનાને કારણે આમ રેલ્વે સ્ટેશન પર ભટકતો હતો.
******************************************

અજીતગઢમાં વિજયસિંહ એક પરાક્રમી રાજા તરીકે ઓળખાતો હતો. આજુબાજુના બધા રાજ્યોંમાં બળવાનમાં બળવાન રાજા તરીકે વિજયસિંહની ગણના થતી હતી. પૈસેટકે ખૂબ જ ધનાઢ્ય એવા વિજયસિંહને રૂપરૂપના અંબાર જેવી શિખા નામની રાણી હતી. અખૂટ રૂપિયો હોવા છતાં વિજયસિંહને શેર માટીની ખોટ હતી. વૈદ, હકીમ, બધા પાસે ઈલાજ કરાવી જોયા. પરંતુ એમના દુઃખનું ઓસડ કોઈની પાસે ન હતું.


બાજુનાં શહેરમાં એક ડૉક્ટર બાળકો થાય એવી દવા કરે છે. એવું કોઈના દ્રારા જાણતાં રાજા વિજયસિહ ને શિખારાણી અહીં એક હોસ્પિટલમાં સારવાર કરાવાં આવ્યાં હતાં.

એક વષઁની સારવાર દરમિયાન ભગવાને એમની પ્રાથૅના સાંભળી અને શિખારાણીને સારા દિવસો રહ્યાં. રાજા વિજયસિંહ ને શિખારાણીનો તો હરખ સમાતો ન હતો. બંને પોતાના વંશના કુળદીપક માટે રાહ જોતાં હતાં. બંને પોતાના આવનારા બાળક માટે બધી તૈયારી કરવાં લાગ્યાં હતાં. અજીતગઢની પ્રજાને તો દર અઠવાડિયે ભોજન, કપડાંની ભેટ બધું ખુશી-ખુશી વિજયસિંહ તરફથી વહેંચવામાં આવતું.

માતૃત્વના નવ મહિના પુરા થતાં શિખારાણીને ત્યાં એક કુંવરનો જન્મ થયો.જેનું નામ વીરસિંહ રાખવામાં આવ્યું.

વિજયસિંહનો દીકરો વીરસિંહ. અજીતગઢમાં બધા પોતાના ભાવિ રાજકુમારના જન્મથી ખૂબ જ ખુશ હતાં. આખા અજીતગઢને શણગારવામાં આવ્યું હતું. રાણીજીને કુંવરનાં જન્મ પછી જ્યારે અજીતગઢ લાવવામાં આવ્યા ત્યારે અજીતગઢના બધા માણસો આશીઁવાદ આપવા આવ્યા હતા. ચારેબાજુ બસ ખુશી જ ખુશી છવાયેલી હતી.

પરંતુ ક્હ્યું છે ને કે સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ આવ્યા જ કરે,છે. દુઃખની પરિસ્થિતિમાં જ માણસની સહનશક્તિનો પરિચય થાય છે.

વીરસિંહના જન્મ પછી અજીતગઢમાં ચારેબાજુ ખુશી જ ખુશી છવાયેલી રહેતી. રાજા ને રાણી બંને પોતાના કુંવરને જોઈને ફુલા ન હતા સમાતા.

જોતજોતામાં સમય જતાં વીરસિંહ એક વષૅનો થવા આવ્યો હતો. વીરસિંહની પહેલી વષઁગાંઠ નિમિત્તે અજીતગઢમાં ધામધૂમથી ઊજવણી કરવાનો પ્રોગામ બનાવામાં આવ્યો હતો. સહુ વીરસિંહની વષઁગાંઠની ઉજવણીની તૈયારીઓમાં લાગી ગયા હતાં.

રાજા-રાણી પણ વીરસિંહના જન્મની ખરીદી માટે શહેરમાં આવ્યાં હતાં. કાયમ આલીશાન ગાડીમાં ફરવાંવાળાં રાજાએ પોતાના એકના એક દીકરાને ટ્રેનની મુસાફરી કરાવીને તેને ઓર ખુશ કરવાનું વિચાયુઁ.

એ સમયે લાંબા રૂટની ટ્રેન સેવાઓ બંધ હોવાને કારણે રાજા વિજયસિંહ અને શિખારાણી વીરસિંહને મેટ્રોમાં બેસાડવાં માટે પોતાના અંગરક્ષકો સાથે આવ્યાં હતાં. વિજયસિંહ અને તેમનાં અંગરક્ષકો મેટ્રોમાં પહેલાં ચઢી ગયાં હતાં. એ દિવસે મેટ્રોનો એક અલગ જ ડબ્બો તે લોકો માટે બુક કરવામાં આવ્યો હતો.

વિજયસિંહ અને તેમનાં અંગંરક્ષકનાં ચઢી ગયાં પછી શિખારાણી જેવાં વીરસિંહને લઈને મેટ્રોમાં બેસવાં ગયાં કે અચાનક જ તેમનો પગ લપસતાં તેમનાં હાથમાંથી વીરસિંહ છટકીને ટ્રેનની નીચે જઈ પડ્યો.

ઘડીનાં છઠ્ઠા ભાગમાં શું બની ગયું એ સમજાય એ પહેલાં જ શિખારાણી તરત જ બચાવો બચાવોની બૂમો પાડતાં પાડતાં વીરસિંહને બચાવવાં ટ્રેનની નીચેનાં ભાગે ઝૂક્યાં. જેવાં રાણી ઝૂક્યાં બરાબર એ સમયે જ રાજાને તેના અંગરક્ષકો રાણીની બૂમો સંભળાતાં મેટ્રોની બહાર નીકળ્યાં ને તરત જ વીરસિંહને બચાવવાં માટેનાં પ્રયત્ન કરવાં લાગ્યાં. વીરસિંહ એકદમ કુમળુ બાળક હોવાથી પોતાના બચાવ માટે કંઈ કરી શકે એમ તો હતું નહી. એને તો શું બન્યું છે એની પણ સમજણ ક્યાં હતી.
વીરસિંહ અચાનક નીચે પટકાતાં એ બેભાન થઈ ગયો હતો. ટ્રેનની નીચે જવું શક્ય ના હોવાથી બને એટલાં ઝડપી ટ્રેનને ચાલુ થતી અટકાવી જરૂરી હતી.

રેલ્વેસ્ટેશન પર દોડાદોડી થઈ ગઈ. સહુ લોકો વીરસિંહને બચાવવાંનાં પ્રયત્ન કરવાં લાગ્યાં. અંગરક્ષકો દોડીને રેલ્વેસ્ટેશનની મુખ્ય ઓફિસે પહોંચે કે ટ્રેનનાં આગળના ભાગે જઈને ટ્રેનને રોકે એ પહેલાં જ ટ્રેનને ગ્રીન સિગ્નલ મળતાં જ ટ્રેન ચાલુ થઈ.

કુંવર, કુંવરની બૂમો વચ્ચે વિજયસિંહ, રાણીજી, અને તેમનાં અંગરક્ષકોની નજર સામે વીરસિંહ ટ્રેનની નીચે આવીને કપાઈ ગયો.

પોતાના લાડલા પુત્રને ટ્રેનની મુસાફરી કરાવાની કિંમત વિજયસિંહે તેના મૃત્યુથી ચૂકવી.
_________________________________
એકના એક દિકરાનું આવું કમકમાટી ભયુઁ મોત જોઈને વિજયસિંહ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા.
રાણીજી તો વીરસિંહના મોતને સાક્ષાત જોયાં પછી તરત જ અહીં ને અહીં રેલ્વેસ્ટેશન પર હ્રદયરોગનો હુમલો થતાં મોતને ભેટ્યાં હતાં.

રાણીના ગયાં પછી રાજાની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ. માનસિક સંતુલન ગુમાવાને કારણે તેમનું રાજ- રજવાડું, તેમની બધી મિલકત તેમનાં પિતરાઈ ભાઈઓએ પડાવી લીધી. અને તેમને રાજ્યની બહાર કાઢી દીધાં.

પોતાના વહાલસોયા પુત્રને ગુમાવનાર વિજયસિંહ છેલ્લાં સાત વષઁથી અહીં પ્લેટફોમૅ પર જ રહે છે. આવતાં જતાં બધા લોકો એમને પાગલ સમજીને મશ્કરી કરે છે.
ક્યારેક કોઈક જતાં આવતાં દયા ખાઈને બે-પાંચ રૂપિયા આપે તો એક બિસ્કીટનું પેકેટ લઈને ખાઈ લે છે. વીરસિંહને ભાવતાં બિસ્કીટ ખાઈને વિજયસિંહ રડી પડે છે. તેમને તેમનાં ભૂતકાળની યાદોંમાંથી ફ્કત વીરસિંહને શિખારાણી જ યાદ છે. તેમનાં રાજ્યનાં લોકોએ તેમને અજીતગઢ પાછા લઈ જવાનો ખૂબ પ્રયત્ન કયૉ પરંતુ બધુ વ્યથૅ. તેઓ વીરસિંહ અને શિખારાણીની યાદોથી દૂર જવા તૈયાર જ નથી.
___________________________________
આખો દિવસ રેલ્વેસ્ટેશન પર આવતાં બાળકોને જોયા કરે છે. એમાં પણ જો,વીરસિંહની ઉંમરનાં બાળકોને જુએ તો તરત રડવા લાગે છે. ભગવાનને ફરિયાદ કરતાં હોય એમ બંને હાથ ઉપરની તરફ કરે છે.
પોલીસની વાત સાંભળીને આયૉના મનમાં વિજયસિંહ માટે દયા ઉપજી આવી.

તે પોલીસને પોતાનો કેસ પાછો લેવાનું કહે છે. આ સાંભળીને પોલીસ પણ ખૂબ ખૂશ થઈ જાય છે. આયૉનું વિજયસિંહ પ્રત્યેનું માનવતાનું વલણ જોઈ ત્યાં ઉભેલા દરેકની આંખમાં આંસુ આવી જાય છે.

આયૉ જયને લઈને વિજયસિંહ પાસે લોકરૂપમાં જાય છે. જ્યાં જયને જોતાં જ વિજયસિંહ ઉભા થઈને તેને ભેટવા દોડે છે. આયૉ આ દ્રશ્ય જોઈને ભાવવિભોર બની જાય છે. તે સામેથી વિજયસિંહના હાથમાં જયને સોંપે છે. અને તેમને જયને વ્હાલ કરવાનો ઈશારો કરે છે.

વિજયસિંહ જયને હાથમાં લેતાં જ પ્રેમથી બચીઓ ભરવા લાગે છે. જાણે તેમનો વીરસિંહ તેમની પાસે પાછો આવ્યો હોય તેમ. પોલીસ સ્ટેશનમાં હાજર બધાં ઑયાના આ કાયૅને તાળીઓથી વધાવે છે.

થોડીકવાર વિજયસિંહ સાથે જયને રમવા દીધા બાદ આયૉ તેમને સમજાવીને જયને પોતાની પાસે લે છે. વિજયસિંહ ભીની આંખોએ જયને પોતાની પાસેથી આયૉને સોંપે છે.

કેસ પાછો લીધો હોવાથી વિજયસિંહને છોડી દેવામાં આવે છે. વિજયસિંહ પોલીસ સ્ટેશનની બહાર આવતાં જ તેમનાં અનુયાયીઓ જોરજોરથી વિજયસિંહની જય હો ના નારા લગાવે છે.

આયૉ જરૂરી બધી વિધી પતાવીને પોલીસ સ્ટેશનથી બહાર આવીને વિજયસિંહના અનુયાયીઓ જોડે વાત કરે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આયૉ વિજયસિંહના માણસોને સમજાવીને તેને પોતાની સાથે લઈ જવાનું કહે છે. પહેલાં તો તેમનાં માણસો ના પાડે છે પરંતુ આયૉની સમજાવટથી તેઓ માની જાય છે.

આયૉ વિજયસિંહની ટ્રીટ્મેન્ટ કરાવીને તેમની જિંદગી સામાન્ય કરવાનું વિચારે છે.
આ કારણસર જ તે વિજયસિંહને પોતાની સાથે લઈ જવાની વાત કરે છે.
વિજયસિંહ પણ જયને પોતાના દીકરાની જેમ વ્હાલ કરતા હતા. તેમની જયથી દૂર જવાની જરા પણ ઈચ્છા ન હતી.
એકબાજુ આયૉ જયની જવાબદારી સંભાળતી હોય છે. અને બીજી તરફ તે વિજયસિંહ તરફ પણ કુણી લાગણી અનુભવવા લાગે છે

વિજયસિંહ સાથે બનેલ દુઁઘટનાને કારણે તેની જે હાલત થઈ હતી. અને પોતાનો જય તેનાં દિકરા જેવો જ દેખાતો હતો. આ વાત જાણ્યાં પછી આયૉ તેમને સાજા કરવાં માટેનાં બધા પ્રયત્ન કરવાં લાગી. મોટામાં મોટાં ડોક્ટરો પાસે તેનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો.

મોટા ભાગનાં ડોક્ટોરોએ આયૉને ભૂતકાળમાં બનેલ ઘટનાઓનું તેની સમક્ષ જો ફરી દ્રશ્ય ઉભું કરવામાં આવે તો તે સાજો થઈ શકે એમ છે તે નિદાન કયુઁ.

આયૉ વિજયસિંહને સાજા કરવાં માટે કંઈપણ કરવાં તૈયાર હતી. જય વિજયસિંહના લીધે જ બચ્યો હતો. આ વાતનો ઉપકાર તેમનો ઈલાજ કરાવીને આયૉ ઉતારવા માંગતી હતી.
આયૉને વિજયસિંહની સાથે રહેવાથી તેની આદત પડવા લાગી હતી. રોજ તેને હોસ્પિટલમાં લઈ જવું, તેની સંભાળ રાખવી, ઘરમાં જયને પણ વિજયસિંહ સાથે સારું એવું ગમવા લાગ્યું હતું. આયૉ વિજયસિંહને લઈને મનમાં એક નિણૅય કરે છે. જે વિજયસિંહના સાજા થઈ ગયાં પછી તેને જણાવાનું વિચારે છે.
આયૉ વિજયસિંહના બધા માણસો પાસેથી તેની સાથે બનેલ ઘટનાની માહિતી મેળવી લે છે. અને પોતે કંઈ રીતે વિજયસિંહની સામે તેનો ભૂતકાળ રજૂ કરે તો તે સાજા થઈ જાય એનાં વિચારો કરે છે.

આયૉ જયની મદદ લઈને વિજયસિંહને સાજા કરવાનું વિચારે છે.
આયૉ જય અને વિજયસિંહની સાથે ટ્રેનમાં બહારગામ ફરવા જવાનું વિચારે છે. જેમાં સાથે વિજયસિંહના રાજ્યના વિશ્વાસુ માણસોને પણ લે છે. રસ્તામાં કંઈ અનહોની ના બને એ વાતની પુરી કાળજી આયૉ અને વિજયસિંહના માણસો રાખે છે.......................


આયૉ સફર દરમિયાન એક સ્ટેશન પર ટ્રેન રોકાતાં જયને લઈને નીચે ઊતરે છે. એ સમય દરમિયાન વિજયસિંહ ટ્રેનમાં બેઠા બેઠા ફ્કત જય અને આયૉને જ જોઈ રહે છે. જાણે વષોઁ જુની
કોઈક વાત યાદ આવી હોય એમ તે બંનેને જતાં જોઈ રહે છે. આયૉ બધું જાણતી હોવાં છતાં અજાણ્યાં બનવાનો ડોળ કરીને પોતાનો અભિનય ચાલુ રાખે છે. જયને સ્ટેશન પરથી તેના પ્રિય બિસ્કીટ અપાવે છે. અચાનક ટ્રેનને ચાલુ થવાનું સિગ્નલ મળતાં આયૉનું ધ્યાન ત્યાં જાય છે. ભીડ બહુ હોવાંથી આયૉ તેમની વચ્ચેથી પસાર થઈને ટ્રેન સુધી પહોંચવા જાય છે. ટ્રેન ધીમે ધીમે ગતિ પકડતી જાય છે.


વિજયસિંહ જેવો આયૉને અને જયને ટ્રેનની તરફ આવતાં જુએ છે કે જાણે બધું યાદ આવી ગયું હોય એમ ઝડપથી ટ્રેનમાં ચઢવાનું કહે છે. ટ્રેનની ઝડપ વધી જતાં આયૉ ટ્રેનમાં ચઢી શકતી નથી. વિજયસિંહ તેને અને જયને બૂમો પાડે છે.

આયૉ જયને લઈને સ્ટેશન પર દોડે છે પરંતુ તેના જ પગની ઠેસ વાગતાં જ જયને લઈને નીચે પડી જાય છે. અચાનક જયને નીચો પડતો જોઈને વિજયસિંહ જયસિંહ જયસિંહના નામની બૂમ પાડી ઉઠે છે. અને ઝડપથી ચાલુ ટ્રેનની બહાર કૂદકો મારીને જયને બચાવવાંનો પ્રયત્ન કરવા લાગે છે. આ દ્રશ્ય જોઈ આયૉ સમજી જાય છે કે વિજયસિંહની યાદશક્તિ પાછી આવી ગઈ છે. તે તરત જયને નીચેથી ઉઠાવીને તેની તરફ જાય છે. જ્યાં જયને જોતાં જ વિજયસિંહ એને ગળે લગાવી લે છે.
--------------------------------------

વિજયસિંહ તેને પોતાનો જ કુંવર જયસિંહ હોય એમ માની તેના પર વ્હાલ વરસાવે છે. બે મિનિટ માટે તો આયૉ ત્યાં ઊભી છે અને તે એની માતા છે એમ પણ ભૂલીને ફ્કત જયને વ્હાલ કરવાં લાગે છે. અચાનક વિજયસિંહને બધું યાદ આવે છે ને હકીકત સમજાય છે કે આ તો મારો જયસિંહ નથી તે તો ટ્રેનની નીચે આવીને મૃત્યુ પામ્યો હતો. આ વાત યાદ આવતાં જ તે જયને આયૉને સોંપી તેની માફી માંગે છે. આયૉ સમજાવે છે કે કેવી રીતે તેઓએ જયને બચાવ્યો હતો ને કેવી રીતે તેઓ આજે સાજા થયા છે અને તેમની સાથે છે.
આયૉની વાત સાંભળીને તરત વિજયસિંહ પોતાનો ભૂતકાળ યાદ આવી જતાં ત્યાં જ રડતાં રડતાં ફસડાઈ પડે છે. ચોધાર આંસૂએ પોતાના વ્હાલા દીકરા જય અને રાણીને યાદ કરે છે. આયૉ તેમનું દુઃખ જોઈ નથી શકતી. તે તેમને સાંત્વના આપીને કહે છે હવેથી મારો જય એ તમારો જ જય છે. જે દિવસથી તમે એને બચાવ્યો છે. એ દિવસથી એની પર તમારો પણ એટલો જ હક છે જેટલો હક મારો છે. આ સાંભળીને વિજયસિંહ જયને હાથમાં લઈને વ્હાલ કરવા લાગે છે. ત્યાં ઉભેલ વિજયસિંહના માણસોની આંખમાં પણ આંસૂ આવી જાય છે. તેઓ પણ આયૉનું આ વિજયસિંહ પ્રત્યેનું વતૅન જોઈને આશ્ચયૅચક્તિ થઈ જાય છે. અને વિજયસિંહને સાજા કરવા બદલ તેનો આભાર માને છે.

વિજયસિંહ આયૉ પાસેથી પોતાના જવાની રજા માંગે છે. આયૉ એક મિનિટ માટે ચૂપ થઈ જાય છે. તે વિચારવા લાગે છે કે હવે તો વિજયસિહં સાજા થઈ ગયા છે હવે તો કયા હકથી તેમને રોકે ? કયા હકથી તેમને જય અને પોતાને સાથે લઈ જવાનું કહે ? આયૉ આ બધા વિચારોમાં દિગ્મૂઢ બની જાય છે. અચાનક વિજયસિંહ હું જાઉં છું તેમ બોલતાં જ તે પોતાની વિચારોની અવસ્થામાંથી બહાર આવે છે.

**********




આયૉ વિજયસિંહને પૂછે છે કે શું અમે તમારી સાથે આવી શકીએ. વિજયસિંહ અચરજભરી નજરે તેને જોયા કરે છે. તે જણાવે છે કે હું હવે પહેલાંની જેમ કોઈ,મહારાજા નથી, હવે મારી પાસે કંઈ નથી. અને તમને હું લઈને જઉં તો પણ ક્યાં લઈ જઉં. મારું પોતાનું જ હજુ કોઈ ઠેકાણું નથી. આ વાત સાંભળીને આયૉ કહે છે કે જો તમારી હા હોય તો હું તમે અને જય ત્રણેય લોકો અહીં મારા ઘરે સુખ શાંતિથી રહી શકીશું. તમારો સાથ જ અમારા માટે મહ્ત્વનો છે. આયૉ વિજયસિંહને પોતાના મનની બધી દશા જણાવે છે કે કેવી રીતે આટલાં દિવસોમાં તે એમની નજીક આવવાં લાગી હતી. કેવી રીતે જયનું અને પોતાનું ભવિષ્ય તેમની સાથે જોવાં લાગી છે.
વિજયસિંહને પણ જય અને આયૉની આદત પડી ગઈ હતી. મનમાં ને મનમાં તેઓ પણ એ બંને થી અલગ થવાનું વિચારીને દુઃખી હતાં. પરંતુ આયૉની વાત સાંભળીને તેઓ ખુશ થઈ જાય છે. એકવાર પોતાના જયને ખોઈ ચૂક્યા હતા. હવે બીજીવાર તેઓ એને પોતાનાથી દૂર કરવા ન હતા માંગતા. વિજયસિંહ આયૉની નજીક જઈને આયૉને પોતાની બાંહોમાં સમાવી લે છે. અને પોતાની અધાઁગીની બનાવાનું વચન આપે છે. આયૉની ખુશીનો તો કોઈ જ પાર નથી હોતો. જયને એક પિતા અને પોતાને એક જીવનસાથી મળશે. એ વાતની ખુશી સમાતી ન હતી. વિજયસિંહ પોતાના માણસોને બધી વાત જણાવે છે. બધા જ વિજયસિંહના જીવનમાં ખુશી આવશે એમ વિચારીને ખુશ થઈ જાય છે. આયૉ અને વિજયસિંહ જયને લઈને તેનાં ઘરે જવાં નીકળે છે. વિજયસિંહના માણસો તેમની રજા લઈને અજીતગઢ જવાં નીકળે છે.

સમાપ્ત 🙏

✍નિકેતાશાહ

















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED