પ્રેમમાં એવી વાતો હોય છે જે હંમેશા ફ્કત હોઠોથી નહી પણ ક્યારેક આંખોથી કહેવાતી હોય છે.પ્રેમનો સ્વીકાર કરો કે ના કરો પરંતુ પ્રિય પાત્રની આંખોમાં જોઈને જ પ્રેમ છે એમ ખબર પડી જાય છે.
એક વષઁથી તો કૈશવ ફ્કત નીતાને જોતો હતો. જાણે એમ કહું આંખોથી પ્રેમ કરતો હતો. કૈશવની હિંમત ક્યારેય ના થઈ. એના પ્રેમના પારખા કરવાની. હું નીતાને પૂછું ને કદાચ નીતાની ના આવે તો પોતાનું શું થાય એ વિચારથી ડરીને ફ્કત મનોમન એને ચાહતો હતો. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી કૈશવને નીતાની બધી જ ખબર રહેતી.નવરાત્રિમાં કૈશવ નીતાની નજીક રહી શકાય એ માટે એની આજુબાજમાં જ ગરબા રમતો.દરેક તહેવારે નીતા જે રંગના કપડાં પહેરે એ જ રંગના મેંચિગ કપડાં પહેરતો ભલે ને પછી ભાઈબંધના માંગીને લાવવાં પડે. એક જ સોસાયટીમાં રહેવાને લીધે ક્યારેક વાર-તહેવારે પણ દોસ્તો સાથે કૈશવ અને નીતા બધાને મળતાં. ત્યારે છુપી રીતે કૈશવ નીતાને જોઈ લેતો. પ્રણયના ગીત મનમાં જ ગણગણી લેતો
જાહેરમાં થોડું ગવાય ? 😂 ગાય તો એની શું વલે થાય
પ્રેમમાં પડેલ માણસ શું નું શું ના કરે 🤦♀️ નીતા ક્યારે સ્કૂલે જાય છે એની પણ બધી જાણ કૈશવને રહેતી.
😂અલ્યા સ્કૂલે એટલે બારમાં ધોરણમાં હો😂
પહેલો પ્રેમ કાચી ઉંમરનો પ્રેમ કહેવાય છે.
કૈશવ પણ બારમાં ધોરણમાં ને નીતા પણ બારમાં ધોરણમાં પરંતુ બંનેની સ્કૂલ અલગ-અલગ. તેમ છતાં બંને વચ્ચે ક્યારેક જરૂરી નોટ્સની આપ-લે થતી. પરંતુ મજાલ છે કે કૈશવ પોતાની વાત કહી શકે ? નીતાને ગુમાવાનો ડર એટલો બધો હતો કે પ્રેમનો એકરાર કરી જ ના શક્યો. આમ ને આમ બારમું ધોરણ પુરું થતાં બંને કોલેજમાં આવ્યા. સદ્ નસીબે કૈશવ અને નીતાની કોલેજ એક જ હતી.,એટલે રોજ બંને બસમાં જોડે જ જતાં. રોજ ફ્કત ઔપચારિકતા પુરતી વાતો થતી. કોલેજ ચાલુ થયાનાં બીજે જ મહિને કૈશવના પપ્પાને પેરાલિસીસનો હુમલો થતાં કાયમ માટે પથારીવશ થઈ ગયાં. કૈશવને પોતાનું ભણતર અધૂરું મૂકીને કામે લાગવું પડ્યું. એક મિત્ર તરીકે નીતાએ તેને સમજાવ્યું કે તું એક્સટૅનલ તરીકે પરીક્ષા આપી દે. તારી લાઈફ તો બની જાય. પરંતુ કૈશવની આથિઁક સ્થિતી નબળી હોવાથી તેને ભણવાનું જ માંડી વાળ્યું. બીજી બાજુ નીતા રેગ્યુલર કોલેજ જતી હતી. કૈશવની કંપની વગર હવે તેને સુનુ સુનુ લાગવા લાગ્યું હતું કૈશવ પણ એક મિલમાં કામ મળતાં કામે લાગી ગયો હતો. જે પ્રેમ માટે છેલ્લાં વરસથી એ તડપતો હતો. સંજોગોએ હવે તેનાથી જ તેને દૂર કરી દીધો. કૈશવને ના હવે નીતા જોવા મળતી હતી. કે ના નીતા સાથે એની કોઈ વાત થતી હતી. કૈશવ મનમાં ને મનમાં વિચારતો કે ક્યારેક તો એ નીતાને પોતાના દિલની વાત જરૂર કહેશે
આમ ને આમ કોલેજનાં ત્રણ વષૅ પુરા થયાં
નીતા માટે માંગા આવવાના શરૂ થઈ ગયાં. નીતાના મનમાં કંઈક બીજી જ વાત ચાલતી હતી. નીતા પણ કૈશવને કોલેજમાં શરૂના દિવસોમાં પસંદ કરવા લાગી હતી. પરંતુ નીતા કૈશવને કંઈક કહે એ પહેલાં તો કૈશવ કોલેજ છોડીને જતો રહ્યો.
આમ બંને એકબીજાને ચાહવા લાગ્યા હતા પરંતુ બંને એકબીજાને કહી ન હતાં શક્યાં. કૈશવની પાસે એના દોસ્તો દ્રારા નીતાના માંગા આવવાં લાગ્યાં છે એ વાત પહોચે છે. કૈશવ નીતાને પોતાના દિલની વાત કહેવાં જવાનું વિચારે છે. દિલમાં એક ડર સાથે તે નીતાને મળવાનું વિચારે છે. નીતાની હા હશે તો તે પોતે શું કરશે અને ના હશે તો તેની હાલત શું થશે આ જ કશ્મકશમાં તે પોતાના એક મિત્ર કે જે નીતાનો પાડોશી હોય છે એનાં દ્રારા નીતાને મળવાનો સંદેશો મોકલાવે છે. નીતા તો જાણે આ જ સમયની રાહ જોતી હોય એમ તરત એને વળતા જવાબમાં હા કહેવડાવે છે.
રવિવારની સાંજે બગીચાના પાછળના ભાગમાં જ્યાં ખાસ કોઈ વસ્તી નથી હોતી.
ત્યાં મળવાનું નક્કી થાય છે.વષોઁથી મનોમન એકબીજાને ચાહતા હૈયા મળવા ઉતાવળા થયા છે. આંખોથી પ્રેમ કરીને ખુદને સમજાવતાં મન આજે એકમેકને મળીને પ્રેમનો સ્વીકાર કરવા તત્પર થયાં છે.
કૈશવ અને નીતા રવિવારની સાંજે બગીચામાં મળે છે. નીતા સફેદ કુતૉ અને લાલ રંગની લેંગિન્સ અને ઉપર લાલ બાંધણીનો દુપટ્ટો પહેરીને આવે છે. કાનમાં ઓક્સોડાઈઝના ઝુમકા, હાથમાં ઓક્સોડાઈઝની બંગડી, માથામાં મરૂન નાની બિંદી લગાવીને આવી હોય છે. જાણે યુવાનીના ઉંમરે ઊભેલી કોઈક અપ્સરા. એક અપ્સરાને પણ શરમાવે એવું એનું રૂપ હતું. વાળ તો જાણે ધનધોર ઘટા,એમાં પણ પાછો સાગરો ચોટલો જ હંમેશા રાખતી.સાવ સાદી પરંતુ સુંદર રૂપની માલિકણ હતી નીતા. કૈશવને જોતાં જ નીતાં શરમથી નજર ઝુકાવી લે છે. કૈશવ પોતાના દિલની વાત નીતા સમક્ષ કરે છે. નીતા આ સાંભળીને કહે છે હું આ પળની રાહ કેટલા સમયથી જોતી હતી. બસ તે કહેવામાં બહુ વાર કરી દીધી.
જો પહેલાં કહી દીધું હોત તો આજે હું તારી સાથે જ હોત. આ સાંભળીને કૈશવ પૂછે છે તું શું કહે છે કંઈ સમજાતું નથી.
નીતા
નીતા
નીતા
કૈશવ નીતાના નામની બૂમો પાડીને તેને અડકવા જાય છે. તે નીતાને અડકી શકતો નથી. તે અચાનક જ ચોકી જાય છે. કૈશવને કંઈ જ સમજાતું નથી તે શૂન્યમન્સક બની તેને જોઈ જ રહ્યો હોય છે.
નીતા કહે છે કૈશવ તું થોડોક મોડો પડ્યો.
થોડીવાર પહેલાં જ હું તને મળવા અહીં આવવા નીકળી હતી. ત્યારે રસ્તામાં મારી સ્કૂટીનો અકસ્માત થયો. જેમાં મને માથામાં ગંભીર ઈજા થતાં ત્યાંને ત્યાં મારું મૃત્યુ થઈ ગયું. તને મળવાનું વચન આપ્યું હતું તેથી હું મૃત્યુ પછી પણ તને મળવા આવી છું. તને એમ ના લાગે કે મેં વચન ના નિભાવ્યું. કૈશવ આ સાંભળતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. કૈશવ વિચારે છે કે મેં કેમ પહેલાં મારા દિલની વાત ના કરી. કેમ હું નીતાને પ્રેમ કરું છું એ કહી ના શક્યો.
કાશ મેં કહીં દીધું હોત તો નીતા આજે મારી પાસે જ હોત. આમ વિચારીને તે ઓર જોરજોરથી રડવા લાગ્યો.
નીતાએ કૈશવને સમજાવ્યું કે કદાચ આ જન્મમાં આપણો સાથ નહી લખ્યો હોય.
આ જન્મમાં આપણો પહેલો પ્રેમ ભલે અધૂરો રહ્યો.પરંતુ આવતાં દરેક જન્મમાં આપણે આપણો અધૂરો પ્રેમ પુરો કરવા મળીશું. એ વખતે તું તારો પ્રેમ આંખોથી વાતો કરીને ના કરતો. મને કહીને પણ જતાવજે. આટલું બોલીને નીતા પણ રડી પડી. નીતાએ કૈશવ પાસે તે જીવનમાં હંમેશા ખુશ રહેશે એમ વચન માંગ્યું. આ બધી વાત કરીને નીતાએ કૈશવ પાસેથી જવાની પરવાનગી માંગી. નીતાએ કૈશવને કીધું હવે મને હસતાં ચહેરે વિદાય કર.
કૈશવે ક્હ્યું એક શરતે તને જવા દઉં.
આજથી દર રવિવારે સાંજે તારે મને અહીં મળવા આવવાનું. કૈશવે કીધું આજથી દર રવિવારે હું તારી અહીં રાહ જોઈશ. તું આવે કે ના આવે હું તને રવિવારની સાંજે અહીં જ મળીશ. નીતા ઘડીકભર માટે કૈશવને જોતી જ રહી જાય છે. નીતા વચન આપે છે કે હું તને દર રવિવારે મળવા અહીં આવીશ. આ સાંભળીને કૈશવ કહે છે આપણો પહેલો પ્રેમ ભલે અધૂરો રહ્યો પરંતુ આપણી પ્રણયની લાગણીઓ એકબીજાનાં દિલમાં હંમેશા જીવંત રહેશે.
આજેપણ દર રવિવારે બગીચાની પાછળ એક બેન્ચ પર કૈશવ જોવા મળે છે. એની સાથે કોઈ દેખાતું નથી. પરંતુ તે કોઈકની જોડે વાત કરે છે. શેકેલી મગફળીનાં બે પેકેટ ખરીદે છે. એક પોતે ખાય છે ને બીજું તેની બાજુમાં મૂકે છે. આઈસક્રીમ બે લે છે પરંતુ એક ખાય છે. આખી સાંજ એકલો એકલો વાતો કરતો હોય એમ લાગે છે. કૈશવ દુનિયાને એકલો દેખાય છે. પરંતુ કૈશવને તો નીતાની આંખોમાં જ પોતાની દુનિયા દેખાય છે. કૈશવ હવે કોઈપણ ડર વગર નીતા સાથે આંખોથી આંખો મિલાવીને પ્રેમ કરે છે.
હવે એને કોઈ ડર નથી. કાં તો એમ કહું કૈશવ અને નીતાના પહેલાં પ્રેમને હવે કોઈ અડચણ નથી.
નિકેતાશાહ🙏