મળીશું ક્યારેક..એક કહાની ઐસી ભી NIKETA SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મળીશું ક્યારેક..એક કહાની ઐસી ભી

પહેલીવાર મેં એને જોઈ ને બસ ત્યાંરથી ખોવાઈ ગયો હતો એનામાં. એના હાસ્યમાં, એના ગાલમાં પડતાં ખંજનમાં, થાય બસ જોયા જ કરું, કેટલી માસૂમ લાગતી હતી. એ પીળા રંગના ચણિયાચોળીમાં. છૂટા લહેરાતા વાળ, રંગબેરંગી કંકણોનો શણગાર, આંખોમાં કાજળ, હોઠો પર લાલ રંગની લિપસ્ટીક, અને એનાં હોઠ પરનો કાળો તલ ઉફફફ! બસ આટલું કાફી હતું મને એનો દિવાનો બનાવા માટે.

એક મિત્રના લગ્નપ્રસંગમાં મેં એને જોઈ હતી. બસ ત્યારથી જ એની પર મોહી પડ્યો હતો.કંઈક કહેવું તું એને પણ શું કહું એ તો મારી સામે જોતી પણ ન હતી. બસ મારાથી દૂર એની સહેલીઓ જોડે મસ્તીમાં મસ્ત હતી અને હું પાગલ એના હસતી વખતે ગાલમાં પડતાં ખંજનમાં વ્યસ્ત હતો. આખા લગ્ન દરમિયાન એક પળ પણ મેં મારી નજરથી એને દૂર ન હતી કરી. બસ એની પાછળ પાછળ જ એને જોવામાં ફરતો રહ્યો. કાશ! એની પણ નજર મારી પર પડી જાય અને મારું જીવન સફળ થઈ જાય. શું ખેંચાણ હતું એનામાં નથી ખબર પણ જોઈને એની તરફ જ ખેંચાતો જતો હતો. ભાઈબંધો બધા બૂમો પાડતા રહ્યાં ને આપણે તો પીળા રંગની ચણિયાચોળીવાળી સાથે પહેલી નજરનાં પ્રેમમાં પડી ગયા.

પહેલી નજરનો પ્રેમ કેવો હોય છે કદાચ એને જોયા પછી માલૂમ પડ્યું. કોઈક ગમતું મળી જાય તો એની ખુશીનો અહેસાસ મને પહેલીવાર થયો. આખા પ્રસંગમાં બસ એના હાસ્યને જ નિહારતો. એની સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા હતી. પણ આપણે રહ્યાં થોડાંક શરમાળ એટલે પાછા કંઈ બોલી તો શકીએ નહી. બસ મારી એજ શરમે મને પાછો રાખી દીધો.

લગ્નપ્રસંગ પુરો થતાં એ તો જતી રહી. અને હું રહી ગયો એને જતી જોતા. કંઈપણ કહ્યાં વિનાનો, એને કીધા વગર પ્રેમ કરનારો 😔.બહુ બધી મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ. ના હું કંઈ કહી શક્યો ના એને કંઈ જાણ થઈ બસ એક પ્રેમની લહેરખી મને સ્પશીઁને ચાલી ગઈ.

આ વાતને આજે પચીસ વષૅ થયાં છતાં મને તે એવી રીતે યાદ છે જાણે કાલની જ વાત છે.

વષોઁ પહેલાં કંઈ કેટલું રહી ગયું તું એને કહેવાનું, એને પૂછવાનું, કુંટુંબના સંબંધીની દીકરી હતી તેથી ફરી ક્યારેક તો મળવાની આશા હતી જ બસ એ ક્યારે મળશે એની રાહ હું જોતો હતો. અરે એનું નામ તો કહેવાનું રહી ગયું એનું નામ છે નિહાની. અને મારું મીત. કેવું લાગ્યું નામ જામે છે ને પણ અમારું કંઈ ના જામ્યું એનું શું ? મજાક થા 😂

બહુ વષોઁ પછી મારી નિહાનીને મળવાની ઈચ્છા પુરી થઈ. જ્યારે સોશિયલ મિડીયામાં મેં એને જોઈ. બસ ત્યારથી જ વષોઁ જુની એક ઈચ્છા મારી એ સમયની લાગણીઓ કહી દેવાની જાગૃત થઈ ગઈ. સોશિયલ મિડીયામાં દોસ્તી કરવી આમ તો સામાન્ય બાબત છે. મેં પણ નિહાનીને જેવી જોઈ કે તરત ફ્રેન્ડરિકવેસ્ટ મોકલી જ દીધી. એ આશાએ કે કાશ મને એની સાથે વાત કરવા મળે ને હું મારા મનમાં રહી ગયેલ વાત એને જણાવી શકું.

બસ પછી તો શું મારા નસીબ આ વખતે કંઈક વધુ જોર કરતાં હશે કે નિહાનીએ મારી રિકવેસ્ટ એકસેપ્ટ કરી. આપણે તો ખુશમ ખુશ કે બસ હવે વાત કરવાં મળશે એની સાથે, એને કંઈક કહેવા મળશે, હા હવે કંઈ પહેલાંના જેવી વાત ન હતી. પહેલાં પ્રેમની બસ મારા મનમાં એની યાદોની ઝાંખી હતી.હું એને બસ મારી લાગણી પચીસ વષૅ પહેલાં એને પહેલીવાર જોઈને શું થઈ હતી એ કહેવાં માંગતો હતો.

હું અને નિહાની એક જ ગામના હતાં એ સંબંધે જ મારી ફ્રેન્ડ રિકવેસ્ટ તેને એકસેપ્ટ કરી હતી. એને તો કંઈ એવું યાદ જ ન હતું કે પચીસ વષૅ પહેલાં અમે એક લગ્ન પ્રસંગમાં મળ્યાં હતાં. ત્યાં હું હતો જે એને અપલક બસ જોયાં જ કરતો હતો. એના હાસ્યને બસ નિરખ્યા કરતો હતો.

બસ એ તો એક સોશિયલ મિડીયાનાં સામાન્ય એક ફ્રેન્ડની જેમ મારી સાથે વાત કરતી હતી. પણ હું તો બધું જાણતો જ હતો ને કે તે મને કેટલી ગમતી હતી કે કદાચ આજે પણ હજુ એટલી જ ગમે છે. મારા હ્રદયના એક ખૂણાંમાં તો હજુ પણ એનો નિખાલસ હાસ્યથી હસતો ચહેરો હજુ પણ અંકિત થયેલ છે. આજે આટલા વષોઁ પછી એને જોઈને એ જ લાગણી અનુભવાયી જે વષોઁ પહેલાં અનુભવી હતી. નિહાની
કદાચ થોડીક અલગ હતી. પરંતુ હું તો ત્યાં ને ત્યાં જ હતો ફરીથી એને મળ્યાં પછી.

ઔપચારિક પુરતી મેસેજમાં વાતો થતી. કેમ છો, ક્યાં રહો છો, ને બધું. મને એની સાથે વાતો કરવાની ખૂબ ઈચ્છા હતી પણ એ તો જાણે મારાથી ભાગતી હતી. શરૂઆતનાં દિવસોમાં થોડી થોડી વાતો કરી પછી તો ધીમે ધીમે સાવ વાત કરવાનું બંધ થઈ ગયું. સોશિયલ મિડીયામાં તે મેસેજથી વાતો બહુ ઓછી કરતી હતી. હું એને રોજ મેસેજ કરતો ગુડ મોનિઁગથી લઈને ગુડ નાઈટના પરંતુ તે તો ઓફલાઈન જ રહેતી. તેની સાથે વાત કરવાની વષોઁથી મારી અંદર રહેલ ઈચ્છાઓએ મને સતત એની રાહ જોવા મજબૂર કરી દીધો હતો. ક્યારેક તો તે મારા મેસેજ જોશે.
ક્યારેક તો તે મને જવાબ આપશે એ આશાએ રોજ એની રાહ જોતો.

એક દિવસ મારી રાહ જોવાની તપશ્ચયૉનું ફળ મળ્યું ને તે સોશિયલ મિડીયામાં પાછી મને દેખાઈ. આ વખતે મેં હિંમત કરી એની પાસેથી મોબાઈલ નંબર માંગી જ લીધો.
અને મને નંબર મળી પણ ગયો. બસ પછી તો શું આપણે તો એકદમ ખુશ. ભાવતું ને વૈધે કીધું એનાં જેવો ઘાટ થયો.

વષોઁથી વણકહેવાયેલી વાત કહેવાનો જાણે મને મોકો મળ્યો. પ્રથમ પ્રેમનો જે અનુભવ થયો હતો એ કહેવાનો જાણે હવે મોકો મળ્યો. બહુ બધું હતું વષોઁ પહેલાં બસ હવે એ જણાવાનો મને મોકો મળ્યો.

મને ખબર હતી. અત્યારે શક્ય કશું જ નથી હું મારા જીવનમાં એક એવા સ્થાને છું કે જ્યાંથી શક્ય કશું નથી. એ મારી એક બસ સારી સખી બની શકે ઈચ્છા ફ્કત એ જ હતી.

નંબર મળ્યાં પછી ધીમે-ધીમે ફોનમાં ને વોટ્સઍપમાં વાતની શરૂઆત થઈ. ફોન પર તો જ્યારે પહેલીવાર અવાજ સાંભળ્યો ત્યારે થયું હ્રદય ક્યાંક ધબકાર ચૂકી ના જાય. આ એજ અવાજ હતો જે છેલ્લાં પચીસ વષૅથી હું સાંભળવા તરસતો હતો. હા સાચી વાત છે પચીસ વષૅ.

પચીસ વષૅ પહેલાં જ્યારે નિહાની ફ્કત પંદર વષૅની ને હું ઓગણીસ વષૅનો હતો.
જ્યારે મેં એને જોઈ હતી. ત્યારે એનો, એના હાસ્યનો હું દિવાનો બન્યો હતો. બસ ત્યારથી જ એ મારા મનમાં એવી રીતે સ્થાપિત થઈ હતી. જાણે બસ મારી પાસે જ હોય. બસ એને કંઈ કહી ન હતો શકતો એ કહેવાનો મોકો મને હવે પચીસ વષેઁ મળ્યો હતો.

પચીસ વષેઁ પહેલીવાર એનો અવાજ સાંભળ્યો. એની સાથે વાતો કરી. બહુ બધી જુની યાદો તાજી થઈ ગઈ. થયું બસ એને સાંભળતો જ રહું. પરંતુ સ્થિતી હવે કંઈક અલગ હતી. હવે એ કોઈની પત્ની હતી, એક બાળકની માં હતી.એટલે મારે પણ બહુ મયૉદામાં રહીને એની સાથે વાત કરવી પડી.

હા નિખાલસ તો આજે પણ એવી જ છે જેવી મેં પહેલીવાર જોઈ હતી. બસ આજે એના વાળમાં આછી ચાંદી જેવી ચમકતી સફેદી છે. કદાચ જવાબદારીના લીધે થોડીક કરચલી છે. હાસ્ય તો હજુપણ એવું જ અકબંધ છે બસ થોડુંક પરિવતૅન એનાં રૂપનું છે.
ઘણું બધું કહેવું હતું મારે પણ એક જ વારમાં બધું ના કહેવાય એટલે વિચાયુઁ થોડું થોડું રોજ કહીશ. શું કરું વષોઁથી સાચવેલી લાગણીઓને કારણે હું પણ થોડોક સ્વાથીઁ બની ગયો છું.

બે-ત્રણ દિવસે એકવાર ફોનમાં વાત થવા લાગી. જાણે મને થોડી-થોડી એની આદત પડવા લાગી. સામાન્ય વાતથી શરૂઆત થઈને એકબીજાની પસંદ-નાપસંદ સમજવા લાગ્યા. બંને એક જ ગામના હોવાથી ઘણા સગા-સંબંધી ઘણા એક જ હતા. છતાં પણ પચીસ વષૅમાં એકવાર પણ મળી ના શક્યાં. કેવો જોગાનુજોગ કે ફરી પાછા સોશિયલ મિડીયાથી મળ્યાં. હું વષોઁ સુધી રાહ જોતો રહ્યો કે એ મને ક્યારેક તો મળશે.

હવે તો છેલ્લાં છએક મહિનાથી રોજ વાત થાય છે. રોજ હું અને નિહાની એકબીજાનાં ખબરઅંતર પૂછીએ છીએ. બંને એકબીજાને સવાર-સાંજ શું જમ્યાં એ વાતથી લઈને એકબીજાના ઘરની બધી વાતો, એકબીજાના સુખ દુઃખની બધી વાતો બધું જ અમારા બંને રોજનો ચચૉનો વિષય બને છે. મારા મનની વષોઁ પહેલાંની વાત કે હું તેના પહેલી નજરનાં પ્રેમમાં પડી ગયો હતો. તે પણ મેં એને જણાવ્યું. પરંતુ એના મનમાં કંઈ જ એવી લાગણી ના હોવાને કારણે નિહાની મારી એક સારી મિત્ર બની રહી.

બહુ વષેઁ જાણે જુના મિત્રો મળ્યાં હોય એમ અમે બંને એક અતૂટ દોસ્તીના તાંતણે બંધાયા છે. એકબીજાની વાત સમજીએ છીએ. એકબીજાની સાથે મસ્તી કરીએ છીએ. પોતાનાં ભવિષ્યનાં સપનાંની ચચૉઓ કરીએ છીએ.
આજે જે પણ સંબંધ છે અમારા બંને વચ્ચે પણ બહુ જ સરસ છે. એક આત્મીયતા છે, એક હૂંફ છે, એક વિશ્વાસ છે, એકબીજાના પ્રત્યે માન-સન્માન છે, બહુ નિમૅળને એક પવિત્ર સંબંધ છે. અપેક્ષા કોઈ નથી બસ એકબીજાની ખુશીની પરવા છે. જીવનભર એક પ્રેમાળ દોસ્તીના અમૂલ્ય તાંતણે અમે બંધાયેલ છીએ.

વષોઁ જુની લાગણીઓ તેની આગળ અભિવ્યક્ત કયૉ પછી આજે હું મનથી એકદમ હળવો થઈને તેની સાથે એક વફાદાર સંબંધ નિભાવું છું. પહેલાં પ્રેમની એની સુગંધ, એનું હાસ્ય હજુપણ બધું મારી સાથે સાથે મારામાં જીવંત છે.
મારા માટે આજે પણ નિહાની એટલી જ મહત્વની છે એની જે ખુશી એ જ મારી ખુશી. એ પાસે નથી તો શું થયું જીવનમાં સાથે તો છે.
પ્રેમ કરવો સહેલો છે પરંતુ પ્રેમને પામવો અઘરો છે.
પ્રેમને પામ્યા વગર પણ એના અહેસાસમાં ખુશ રહેવું સૌથી કપરું છે. મારા મનનાં ખૂણામાં ઉંડે ઉંડે એક જ ઈચ્છા છે

❤મળીશું ક્યારેક❤

પાનખરમાં વસંત બની

તરસ્યા વાદળની હેલી બની


આ છે મારી ને નિહાનીની કહાની.

મિત-નિહાનીની ગજબ પ્રેમની અજબ કહાની.


✍નિકેતાશાહ