નપુંસક (એક થ્રીલર સ્ટોરી) NIKETA SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નપુંસક (એક થ્રીલર સ્ટોરી)

માનવી એક સામાજિક પ્રાણી કહેવાય છે. પરંતુ ક્યારેક માનવી પોતાની હિન પ્રવૃતિઓ પરથી એક પ્રાણી કરતાં પણ બદતર હરકતો કરી બેસતો હોય છે. આપણી વાતૉનું પાત્ર પણ કંઈક આવું જ માણસરૂપી પ્રાણીનું પાત્ર છે.

એને એક વિકૃત આદત હતી. અડધી રાતે લોકોના ઘરની તિરાડોમાંથી અંદર ઝાકવાની. મોડી રાતે ચાલીમાં જ્યારે બધા સૂઈ જાય પછી તે પોતાની વિકૃતિ સંતોષવા માટે નીકળી પડતો.

એનું નામ નંદુ હતું. દેખાવે સાવ મૂફલિસ જેવો, લઘરવઘર કપડાં, ઓળ્યા વગરનાં વાળ, સાદુ પાટલૂન અને ટૂંકી બાંયનો ખુલતો શટૅ. આવો લઘરવઘર જ નોકરીએ જતો. અને ત્યાંથી આવીને ચાલીની પાછળ આવેલા દારૂના ઠેકા પર પડ્યો રહેતો.
મુંબઈની ચાલીમાં એક જ રૂમની ઓરડીમાં એકલો રહેતો હતો. અને એકલો જ પોતાનું ગુજરાન ચલાવતો હતો.

નંદુ એક માનસિક રીતે વિકૃત મનોરોગી હતો.નંદુ એકલો રહેતો હોવાથી પોતાની હવસ સંતોષવા આવી હરકતો કરતો. બહાર જઈને સ્ત્રીઓ પર પૈસા ઉડાવી શકે એવી તો એની આવક હતી નહી. પોતાની હવસ સંતોષવા એણે આ વિકૃત રસ્તો અપનાવ્યો હતો.

મોડી રાતે ચાલીમાં બધું થંભી જતાં એકદમ સ્મશાન જેવી શાંતિ લાગતી. નંદુ ત્યારે નીકળી પડતો. પોતાનો શિકાર શોધવાં.જેના પણ ઓરડીના દરવાજાની તિરાડમાંથી રતિસુખ માણતા પતિપત્ની દેખાય કે તરત જ એ ત્યાં ઊભો રહીને પોતાની જાત સાથે પણ એવી જ હરકત કરતો. અને ત્યાં સુધી કરતો કે જ્યાં સુધી એની અંદરનો શેતાન શાંત ના થઈ જાય.
આવી વિકૃત હરકતોની આદતને લીધે તે વારંવાર ચાલીઓ બદલતો રહેતો. એક ચાલીમાં બે કે ત્રણ વષઁથી વધારે રહેતો નહી. દિવસે એનું વતૅન એકદમ સામાન્ય રહેતું. જેથી કોઈને પણ એની પર શંકા જતી નહી.

ખરાબ કાયૉનો અંજામ પણ ખરાબ જ આવે છે. નંદુ શું એ નહી જાણતો હોય ? રોજબરોજની આ બધી હરકતોથી તે ક્યારેક અકળાઈ જતો. તે લગ્ન કરવાનું વિચારતો પણ એના જેવા મુફલિસને કન્યા આપે કોણ ?

નંદુ આમ વિચારીને લગ્નનું માંડીવાળીને જેમ ચાલે છે એમ ચાલવા દો એમ વિચારીને પોતાની હરકતો ચાલુ જ રાખતો.

છેલ્લાં કેટલાંક સમયથી ચાલીમાં અમુક મહિલાઓને કોઈક રાતે એમનાં ઘરની બહાર હોય છે એવો ભાસ થાય છે. કોઈકની બદનજર એમનાં ઘરની આસપાસ ફરી રહી છે એવો રાતે ખ્યાલ આવે છે. જે પણ મહિલાઓને શંકા જાય છે તે બધી મહિલાઓ અંદરોઅંદર ચચૉ કરે છે. એકબીજાને જે ભાસ થાય છે તે જણાવે છે. તેઓ પોતાના પતિને કહીને તપાસ કરવાનું વિચારે છે.
મહિલાઓ પોતાના પતિને વાત કરે છે તે બધાના પતિઓ પણ આ બાબતે કંઈક પગલાં ભરવાનું વિચારે છે. એક દિવસે બધા નક્કી કરે છે રાતે જાગીને ચોકીપહેરો ભરવાનું. જે કોઈ વ્યકિત છે, તેને પકડવાનું.

એ જ દિવસે નંદુએ વધારે દારૂ પીધો હોવાથી ઊભા થવાની હાલતમાં પણ નથી હોતો. તેથી તે એ દિવસે રાતે દારૂ પીને આવ્યાં પછી ઓરડીની બહાર નીકળતો જ નથી. બીજા બે-ત્રણ દિવસ પણ એની તબિયત નાદુરસ્ત હોવાથી એ બહાર નથી નીકળતો. આ સમય દરમિયાન ચાલીનાં લોકોને કંઈ શંકાસ્પદ ના લાગતાં તેઓ નિશ્ચિત થઈ જાય છે. બધી સ્ત્રીઓ બે-ત્રણ દિવસથી કંઈ હરકત ના હોવાથી વહેમ પડ્યો હશે એમ માનીને રાહત અનુભવે છે.

બસ એ જ રાતે આશરે બે એક વાગે નંદુ જે છેલ્લાં કેટલાંય દિવસથી પોતાની શરીરની ભૂખને ન હતો સંતોષી શક્યો. તે નીકળી પડે છે પોતાના શરીરની ભૂખ માટે વિકૃત ભોજન શોધવા. નંદુની આંખો ખૂબ જ બિહામણી હતી. એની આંખોનો ડોળો સહેજ આંખની બહાર આવેલો હતો. નંદુ શિકારની શોધમાં આમતેમ ઘરોની તિરાડોમાં જોતો હોય છે પરંતુ ક્યાંય પણ એને એની હવસ સંતોષાય એવું કંઈ દેખાતું નથી

જે ચાલીમાં તે રહેતો હતો એ ચાલીથી થોડેક દૂર છૂટીછવાયી ઓરડીઓ બનાવેલી હતી. નંદુ પોતાનો શિકાર શોધવા ત્યાં જઈ ચઢે છે. ત્યાં ત્રણ ચાર ઓરડીની બહાર ચોર પગલે તપાસ કરતાં એક ઓરડીના દરવાજાની તિરાડમાંથી એને એક દંપતિ રતિસુખ માણતું નજરે ચઢે છે. તે ત્યાં ઊભો રહીને પોતાના પેન્ટમાં હાથ નાંખીને પોતાના અંગો સાથે વિકૃત હરકત કરતા કરતાં અંદર સૂતેલી સ્ત્રીને જેવો તિરાડમાંથી અંદર જોવા જાય છે કે તરત જ અંદર સૂતેલી સ્ત્રીને ભાસ થાય છે કે દરવાજાની બહાર કોઈ છે.

તે સ્ત્રી તરત જ તેના પતિને જણાવે છે કે બહારથી કોઈ અંદર જોઈ રહ્યું છે. તે સ્ત્રીનો પતિ તરત દરવાજાની તરફ દોડે છે. તે સ્ત્રીના પતિને દરવાજા તરફ દોડતો આવતો જોઈને નંદુ તરત જ પેન્ટ પહેરીને ત્યાંથી ભાગવા જાય છે. ઉતાવળે ભાગતાં થોડેક આગળ જતાં
નંદુના પેન્ટની મોરીમાં એનો પગ ભરાઈ જતાં નીચે પડી જાય છે. પેલી સ્ત્રી અને તેનો પતિ ચોર , ચોર કહીને બૂમો પાડતાં પાડતાં એની પાછળ દોડે છે. અડધી રાત હોવાથી બધે નીરવ શાંતિ હતી. ચોર,ચોરની બૂમો સંભળાતા બીજી બધી ઓરડીના લોકો બહાર દોડી આવે છે.

નંદુ નીચે પડતાં જ ચાલીનાં લોકો એની પર તૂટી પડે છે. ચોર સમજીને એને બહુ જ મારે છે. જે સ્ત્રીએ એને ઘરની અંદરથી જોયો હતો તે પોતાનાં પતિ સાથે ત્યાં આવી ચઢે છે. તે સ્ત્રી કહે છે આ અમારા બારણાંની તિરાડમાંથી અંદર જોતો હતો. આ સાંભળતાં જ ત્યાં ઊભેલા ઘણાં લોકોને યાદ આવ્યું કે બે-ત્રણ દિવસ પહેલાં બાજુની ચાલીમાં પણ કોઈ આવો વિકૃત માણસ રાતે ફરતો હતો. જે લોકોનાં ઘરમાં અડધી રાતે ઝાકતો હતો. બધા નંદુની બરોબરની ધોલ-ધપાટ કરે છે. ત્યાં હાજર રહેલ ટોળાંમાંથી કોઈ એક પોલિસને બોલાવે છે. પોલિસને નંદુની બધી હરકતો વિશે જણાવીને તેને પોલિસમાં સોંપી દે છે.

નંદુને પોલિસ સ્ટેશન લાવ્યાં પછી તેની ફરીથી ડંડાથી ધોલાઈ કરીને કડક રીતે પૂછપરછ કરવામાં આવી. તે કોણ છે અને આટલી મોડી રાતે કોઈના ઘરની બહાર શું કરતો હતો.નંદુ અસહ્ય મારથી પોતાની બધી શક્તિ ગુમાવી ચૂક્યો હતો. તેની પાસે પોતાની હકીકત જણાવ્યાં સિવાય કોઈ છૂટકો જ ન હતો. નંદુ પોતાનો કાળો ભૂતકાળ જે હવે તેના માટે એક વિકૃત આનંદનું સાધન બની ગયો હતો એ જણાવે છે. નંદુએ પોલીસને શું જણાવ્યું હશે ? શું કરવાં નંદુ આવું વિકૃત વતૅન કરતો હતો. નંદુના ભૂતકાળમાં એવું તો શું બન્યું હતું. આવો આપણે નંદુના મોઢે જ સાંભળીએ.

હું નાનો હતો ત્યારે મારા પિતાં દારુ પીને આવ્યાં પછી મારી માને ખૂબ જ મારતાં. હું ત્યારે આશરે દસેક વષઁનો હતો. જ્યારે મારા પિતા મારી માને મારીપીટ કરતાં. પહેલાં તો દારૂ પીને આવતાં ત્યારે ફ્કત મારતાં જ હતાં. પરંતુ ધીમે ધીમે તો તેઓ મારી સામે જ મારી મા સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધતાં.આ બધું મારી નજરો સામે જ થતું પરંતુ હું લાચાર કંઈ કરી શકતો નહી.એ સમયે મારા પિતા સામે હું પ્રતિકાર કરી શકું એટલી સમજણ મારામાં ન હતી.

મારા પિતાના આવા વતૅનને જોઈને હું પણ મારા અંગો સાથે આવી હરકતો કરવાં લાગ્યો. જેમાં મને આંતરિક આનંદ મળતો.હું એકલામાં મારા અંગો સાથે વિકૃત ચેષ્ટાઓ કરીને સંતોષ મેળવી લેતો. એ ચેષ્ટાઓને શું કહેવાય એની મને સમજણ ન હતી પડતી. પણ હા આનંદ બહુ આવતો.
આજ સિલસિલો જ્યાં સુધી હું બાર વષઁનો થયો ત્યાં સુધી ચાલ્યો. એક દિવસ રાતનાં સમયે મારા પિતાએ દારૂ પી આવીને મારી માને જગાડી. દારૂના નશામાં ચૂર મારા પિતાનો અવાજ સાંભળીને હું તરત ઊભો થઈ ગયો..હવે મને બધી સમજણ પડતી હતી. મારી મા ની ખરાબ દશા હવે મારાથી જોવાતી ન હતી. એ દિવસે મારા પિતાએ મારી મમ્મીને પહેલાં ખૂબ મારી. એ જ દિવસે મેં મારા પિતાનું કામ તમામ કરવાનું નક્કી કરી લીધું. જેવા મારા પિતા મારી માતાને માર મારીને જબરદસ્તી કરવાં ગયાં કે તરત જ મેં ઘરમાં પડેલો દસ્તો ઊઠાવીને એમનાં માથામાં માયોઁ. જ્યાં પાંચ જ મિનિટમાં એમનાં રામ રમી ગયાં. લોહીના ખાબોચિયામાં એમની લાશ પડી હતી. મને બચાવવાં માટે મારી માએ મારા પિતાના મોતનો આરોપ પોતાનાં પર લઈ લીધો. મારી માને આજીવન કારાવાસની સજા થઈ. હું નાનો હોવાથી મારું ભવિષ્ય ના બગડે એ માટે હું ક્યારેય મારી માને જેલમાં મળવા નહી જઉં એમ વચન માંગ્યું
હું નાનો હતો ત્યારે ઘણીવખત મારી સામે જ મારી મા સાથે મારા પિતાએ શરીરસંબધ બાંધ્યો હતો જેથી હવે મને પણ શરીરસંબંધની ભૂખ લાગતી હતી. હું મારી શરીરની ભૂખ સંતોષવા કંઈક ને કંઈક કરતો,એકવાર હું શરીરસુખની શોધમાં રેડલાઈટ એરિયામાં ગયો હતો. જ્યાં એક સ્ત્રી સાથે હું શરીરસુખ માણવા એના રૂમમાં ગયો.ધીમેધીમે એ સ્ત્રીએ પોતાની હરકતો કરવાનું શરૂ કયુઁ. તે સ્ત્રીએ મારા લિંગને સ્પશઁ કયૉઁ. જેવો તે સ્ત્રીનો સ્પશૅ થયો તરત જ મારું લિંગ શિથિલ થઈ ગયું. આ જોઈને

પેલી સ્ત્રી બોલી''અરે તું તો નપુંસક છે, તારામાં તો દમ જ નથી''

બસ આ સાંભળતાં જ હું તરત ત્યાંથી કપડાં પહેરીને ઘરે ભાગી આવ્યો. ઘરે આવીને મને પોતાના પર ખૂબ જ ગુસ્સો આવ્યો. જે વિકૃત હરકતો કરીને હું એકલામાં જે આનંદ મેળવતો હતો એ જ હરકતો જ્યારે સ્ત્રીના સહવાસમાં કરવામાં આવી તો નબળો પડી ગયો. મને મારા પુરુષ હોવા પર શંકા થવા લાગી.
હું હવે એકલો પડી ગયો હોવાથી અને હવે કોઈ ટોકનાર ના હોવાથી અવળા રસ્તે ચઢી ગયો હતો દારૂ, જુગાર.

બહારની સ્ત્રી પાસે હું એક જ વાર ગયો હતો પરંતુ પેલી સ્ત્રીના એ શબ્દો કે તું નપુંસક છે એ મારા દિમાગમાં ઘર કરી ગયાં હતા. એ પછી હું ક્યારેય કોઈપણ બહારની સ્ત્રીઓ પાસે ગયો જ ન હતો. પરંતુ મારા મગજમાં પેલી સ્ત્રીનો મારી મદૉનગી પરનો સવાલ હજીપણ મને પજવતો હતો. એક પૂણૅ પુરુષ હોવાછતાં નપુંસકનું બિરુદ મળી ગયું હતું.

નાનપણમાં મારા પિતા દ્રારા મારી માને અને મને જે યાતનાઓ અપાઈ હતી. એનાથી હું મારી પોતાના પરનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. જેના કારણે પેલી સ્ત્રી સાથે શરીરસંબંધ બાંધતાં પહેલાં જ તેનું લિંગ શિથિલ થઈ ગયું હતુ.

હું નપુંસક નથી એ સાબિત કરવાં રોજ રાતે એ નીકળી પડતો. જે ઘરમાં પતિપત્ની શરીરસુખ માણતાં નજરે પડે ત્યાં ઊભા રહીને પોતાનાં લિંગ સાથે પણ એવી હરકતો કરતો. જે સ્ત્રીને બારણાંની અંદર જોતો. બહાર ઊભો રહીને એને કલ્પીને એની જ સાથે એકલાં એકલાં સંભોગ કરતો હોય એવી ક્રિયાઓ કરતો.

હું મારી આ વિકૃતિ દ્રારા પૂણૅ પુરુષ છું નપુંસક નહી એ સાબિત કરવાં માંગતો હતો. એથી જ ચાલીમાં રહીને હું અલગ અલગ સ્ત્રીઓની માહિતી એકઠી કરતો. જેથી હું મારી ગમતી સ્ત્રી સાથે કાલ્પનિક સંભોગ ભોગવી શકું ને પોતાના પૌરુષત્વને પંપાળી શકું.

નંદુની વાત સાંભળતાં જ પોલિસનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. તે લોકો પણ આવા વિકૃત માણસને જોઈને ધૃણા કરે છે. ચાલીવાળાઓને જ્યારે નંદુની હકીકત ખબર પડે છે ત્યારે બધી સ્ત્રીઓ એક મિનિટ માટે તો ડરી જ જાય છે કે કેવો વિકૃત હતો આ માણસ.

નંદુ પર પોલિસ કેસ થાય છે. કોટૅમાં કોઈ વકીલ તેનો કેસ લડવાં તૈયાર નથી થતો. આવા વિકૃત મગજનાં માણસને આમ પણ કોણ બચાવે ? ત્યાં જ અચાનક કોટૅમાં એક સ્ત્રી વકીલ આવે છે. જે નંદુનો કેસ લડવાં તૈયાર થાય છે આ જોઈને કોટૅમાં બધા ચોકી જાય છે. બધા એ સ્ત્રી વકીલને વિચિત્ર નજરે જુએ છે. નંદુને પણ એ સ્ત્રીનો ચહેરો જાણીતો લાગે છે. નંદુને પોતે કરેલ ખોટાં કામ માટે જરાય પસ્તાવો નથી હોતો. એ તો બસ એક જ વાતનું રટણ કરે છે ''હું નપુંસક નથી''પોતાની મદૉનગી પરના એક સ્ત્રી દ્રારા ઉઠાવાયેલા સવાલનો જવાબ મેળવવાં જ તે આવા ધૃણાસ્પદ કૃત્યો કરે છે અને કેટલાય ભૂતકાળમાં કયૉ હશે.

કોટૅમાં હાજર બધા એની પર ગુસ્સો ઉતારવા માંગે છે બધા એને માર મારીને સીધો કરવાં માંગે છે. આ
બધામાં નંદુની સ્ત્રી વકીલ જેની ઉંમર આશરે પચાસ વષઁની હતી. ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં, વાળમાં થોડીક સરસ લાગતી સફેદી, વકીલનો રૂઆબદાર કોટ અને બધા વચ્ચે બુલંદ અવાજે બોલવાની છટા. આ સ્ત્રી નંદુનો કેસ લડવાની હતી. તે સ્ત્રીનું નામ દમંયતિ શેઠ હતું જે શહેરનાં મોટામાં મોટાં બિઝનેસમેન પ્રતાપ શેઠનાં ધમૅપત્ની હતાં. વકીલ જગતમાં દમંયતિશેઠનું બહુ મોટું નામ હતું. આજ સુધી એકપણ કેસ તેઓ હાયૉ ન હતા. કોટૅમાં નંદુનો કેસ ચાલ્યો. દમંયતિ શેઠની દલીલો સમક્ષ ફરિયાદ પક્ષ નબળો સાબિત થયો.

દમંયતિ શેઠે નંદુને માનસિક રીતે બિમાર ગણાવીને કોટૅમાંથી તેને માનસિક રોગોનો સારવાર કરતી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો. જેથી તે જેલની સજામાંથી બચી જાય. ચાલીનાં લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા. બધાને એક જ ડર રહેતો કે નંદુ કદાચ પાછો આવી ના જાય.

માનસિક રોગોની હોસ્પિટલમાં નંદુને સવાર-સાંજ સારું ભોજન, અમુક દવાઓ,સારા કપડાં આપવામાં આવતાં હતાં. થોડાંક દિવસ તો અહીં પણ ઠીકઠાક ચાલ્યું.
પરંતુ નંદુની અંદરનો શેતાન હવે એટલો આક્રમક બની ગયો હતો કે એની વિકૃતિઓ એનાં મગજમાં રહેલા શેતાન પર હાવી થઈ જતી.

એક રાતે સિસ્ટર વોડૅમાં નંદુને દવા આપવાં ગઈ. નંદુ એને જોતાં જ પોતાનું પેન્ટ કાઢીને ઊભો રહી ગયો.પોતાનું લિંગ બતાવીને એ સિસ્ટરને પૂછવાં લાગ્યો જો મને જોતો તને હું નપુંસક લાગું છું. પોતાના પુરુષપણાનું સટિઁફિકેટ એ સિસ્ટર પાસે માંગવાં લાગ્યો.

સિસ્ટર તો નંદુના આ વતૅનથી એવી ગભરાઈ ગઈ કે ત્યાંથી ભાગી જ ગઈ. થોડીવારમાં વોડૅબોય્ઝ આવ્યાં ને નંદુને પેન્ટ પહેરાવીને માર મારવાં લાગ્યાં. માર પડતાં જ નંદુની અંદરનો શેતાન શાંત થઈ ગયો.
સિસ્ટરે ફોન કરીને ડોક્ટરને બધું જણાવી દીધું.

ડોક્ટરે એક ફોન લગાવીને નંદુની બધી હરકત જણાવી દીધી. સામે છેડેના ફોનમાંથી એક જ શબ્દ નીકળ્યો. ''સમય આવી ગયો છે''

કોણ હશે આ ? વ્યક્તિ
?
?
?


સિસ્ટરનો ફોન આવતાં જ ડોક્ટર એક ફોન કરીને ઊતાવળે હોસ્પિટલ આવવાં નીકળે છે. હોસ્પિટલ આવીને સૌ પ્રથમ નંદુને તપાસે છે. વૉડબોય્ઝ દ્રારા તેને ખૂબ માર પડ્યો હોવાથી તે બેભાન જેવી હાલતમાં હોય છે.તેને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવે છે. ત્યાં તેને પૂરેપૂરો બેભાન કરીને તેનું એક ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશનમાં તેનું લિંગ કાઢી નાંખીને તેને નપુંસક બનાવી દેવામાં આવે છે.બધી પ્રક્રિયા પુરી થયાં બાદ વોડૅમાં નંદુને ખસેડવામાં આવે છે. તેને છ-સાત દિવસ સુધી ઘેનનો માપનો જ ડોઝ આપીને ઊંઘમાં જ રાખવામાં આવે છે.

છએક દિવસ પછી નંદુને ઘેનનો ડોઝ ઓછો કરતાં પૂરેપૂરો હોશ આવી જાય છે. હોશમાં આવતાં જ નંદુ પૂછે છે કે શું થયું છે મને ?

ડોક્ટર કહે છે છ દિવસ પહેલાં અમારી એક નસૅ તમને રાતની દવા આપવા આવી હતી. ત્યારે તમે તમારું પેન્ટ ઊતારીને ઊભા રહી ગયા હતા અને વિકૃત હરકતો કરતાં કરતાં સિસ્ટરને પૂછતાં હતાં કે જુઓ ''હું કંઈ નપુંસક છું જુઓતો''.
આમ બોલતાં બોલતાં તમે તમારું લિંગ ત્યાં પડેલી,ડ્રેસિંગ માટેની કાતર વડે કાપી નાંખ્યું અને તરત જ બેભાન થઈ ગયા. તમારું લિંગ કપાઈ જતાં અમારે ટાંકા લઈને સજૅરી કરવી પડી. તમારું લિંગ એવી રીતે તમારાથી કપાઈ હતું કે સજૅરી દ્રારા પણ અમે જોડી ના શક્યા. નંદુ બધું સાંભળે છે પરંતુ તેને કંઈ જ યાદ આવતું ન હતું.

પોતાની વિકૃતતાને કારણે તે હવે સાચી રીતે નપુંસક બની ગયો હતો. ડૉક્ટરની વાત સાંભળીને તે ખૂબ જ રડે છે. ડૉક્ટર નંદુને સારી ઊંઘ આવે એ માટે એક ઈન્જેક્શન આપી, તેને પોતાનું ધ્યાન રાખવાનું કહીને પોતાની કેબિનમાં આવીને બેસી જાય છે. નંદુ પોતાની કિસ્મત પર ભારોભાર પસ્તાવો કરે છે. પોતાની નાનપણથી લઈને અત્યાર સુધીની બધી વાતો વાગોળે છે. પોતાનું પુરુષપણું હવે એ ખરા અથૅમાં ગુમાવી ચૂક્યો હતો. ભૂતકાળ વાગોળતાં વાગોળતાં તે ક્યારે સૂઈ ગયો એ પણ ધ્યાન ના રહ્યું

ડોક્ટરની કેબિનમાં એક સ્ત્રી રૂપિયા ભરેલી બેગ સાથે ડોક્ટરના આવવાની રાહ જોતી હોય છે. ડોક્ટર આવીને તે સ્ત્રીને કહે છે તમારું કામ થઈ ગયું છે. તે સ્ત્રી રૂપિયા ભરેલ બેગ ડોક્ટરને આપતાં કહે છે આ લો તમારા કામની કિંમત પુરા પચાસ લાખ.

ડોક્ટર પેલી સ્ત્રીને પૂછે છે તમે નંદુની આ દશા કેમ કરાવી ?
પેલી સ્ત્રી કહે છે. નંદુની સાથે જે કંઈપણ બન્યું છે તેનાં માટે તેની વિકૃત હરકતો જવાબદાર છે.
પેલી સ્ત્રી વિગતવાર બધું જણાવે છે.

મારે લગ્નનાં બહુ વષોઁ પછી સંતાનમાં એક જ દીકરી હતી. જેને મેં એક ફૂલની જેમ સાચવીને ઊછેરી હતી. મારા પતિની તો એ જાન હતી. હું ને મારા પતિ અમે બંને તો એને જોઈને જ જીવતાં હતાં.એનું નામ સિયા હતું

અમારી દીકરી સિયા ખૂબ જ રૂપાળી હતી. ભણવામાં હોશિયાર , બધી ઈત્તર પ્રવૃતિઓમાં પણ અવ્વલ જ હોય. સ્કૂલમાં પણ પ્રથમ નંબરે જ હોય. તે પંદર વષઁની થઈ તેથી એ સ્કૂલે રોજ સાયકલ પર એકલી-જતી આવતી હતી. એક દિવસ રિસેસના સમયે સિયા સ્કૂલનાં ગેટની બહાર કંઈક લેવાં ગઈ હતી. એ સમયે સિયાની નજર નંદુ પર પડી હતી. તે ત્યાં એક ઝાડ પાસે ઊભો રહીને તેની પર નજર રાખતો હતો. સિયા નંદુની ડરામણી આંખ જોતાં જ ડરી ગઈ. જે ખૂબ જ બિભત્સ રીતે તેને જોતો હતો તે તરત જ પોતાનું કામ પતાવીને સ્કૂલમાં અંદર આવી ગઈ. એ દિવસે સિયા થોડીક ગભરાઈ ગઈ. તેને એની એક બહેનપણીને આ બધી વાત કરી હતી.

એની બહેનપણીએ કીધું તું હવે એકલી બહાર ના જઈશ. કામ હશે તો આપણે બંને સાથે જઈશું. આમ કહીને તે બંનેએ આ વાત કોઈને ના કહેવાનું નક્કી કયુઁ અને આ વાત મનમાં રાખીને ચૂપ થઈ ગયા હતા.


સિયા ઘરે આવીને પણ ચૂપ રહી હતી.
બીજા દિવસે જ્યારે સિયા સ્કૂલની બહાર તેની બહેનપણી સાથે રિસેસ સમયે નીકળી ત્યારે નંદુને સ્કૂલની બહાર તેને જોયો ન હતો. સિયાને લાગ્યું કે એ માણસ હવે નહી આવે. એ દિવસે સિયા સ્કૂલેથી છૂટીને સાયકલ પર ઘરે આવવાં નીકળી.અમારા ઘરે આવતાં રસ્તામાં એક ગલી જેવું આવે છે. જે એકદમ સૂમસામ હોય છે. ત્યાં ખાસ કોઈ અવરજ્વર હોતી નથી. નંદુ ત્યાં જ ઊભો રહીને સિયાની રાહ જોતો હતો.

સિયા અચાનક નંદુને જોતાંવેત જ ગભરાઈ ગઈ. એ સાયકલ સ્પીડમાં ચલાવીને ભાગવા ગઈ પરંતુ નંદુ તેને સાયકલ પરથી નીચે પાડીને સાઈડમાં લઈ ગયો.નંદુ એ દિવસે ખૂબ જ વિકૃત લાગતો હતો. લઘરવઘર મેલાં કપડાં, દાઢી કરયા વગરનો ચહેરો, સિયા તો એને જોઈને જ ડરી ગઈ. એ દિવસે જાણે પોતાની હવસ સંતોષવા આવ્યો હોય એમ સિયાની સામે પોતાનું પેન્ટ કાઢીને ઊભો રહી ગયો. સિયાને પોતાનું લિંગ બતાવતાં બોલ્યો જો હું તને નપુંસક લાગું છું જોતો, જોતો જરા.

બસ, નંદુનું આ વતૅન જોઈને સિયા એટલી બધી ડરી ગઈ કે ત્યાંથી એને ધક્કો મારતાં વેંત, સાયકલ, બૅગ બધું ત્યાં મૂકીને દોડતી ઘરે આવી ગઈ. ઘરે હું હાજર ન હતી. તેથી ગભરાહટના માયૉએ રૂમમાં જ પુરાઈ રહી. સાંજે જ્યારે હું આવી ત્યારે મને બધી વાત કરી. મેં સિયાને એના પપ્પાને આ બાબત માટે કંઈ પણ વાત કહેવાની ના પાડી.

પ્રતાપ સિયાની બાબતમાં બહુ લાગણીશીલ હતા. મેં મારી રીતે આ વાતનો ફેસલોં લાવવનું નક્કી કયુઁ. ખાનગીરાહે મેં બધી તપાસ કરાવી. મને નંદુની બધી ડિટેલ્સ મળી ગઈ હતી.


બધી તપાસ કયૉ પછી થોડા દિવસમાં મેં સિયાના પપ્પાને બધી વાત કરી. તેઓ પણ ખૂબ ગભરાઈ ગયા. તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ક્હયું. પણ મેં કહ્યું મને બધું હેન્ડલ કરવા દો. હું બધું સંભાળી લઈશ.


આ બધા સમયમાં એક વાત મારા માટે બહુ ખરાબ બની. સિયા નંદુના આવા વિકૃતિભયૉ વતૅનથી એટલી બધી ડરી ગઈ હતી કે સ્કૂલે જવાં જ તૈયાર ન હતી.

ઘણી સમજાવટ પછી હું એને સ્કૂલે મૂકવા જઈશ અને એનાં પપ્પા લેવા આવશે એ શરતે સ્કૂલે જવા તૈયાર થઈ.

રોજ હું સ્કૂલે મૂકવા જતી અને સ્કૂલની બહાર ચેક કરતી કે નંદુ ઊભો નથી ને ક્યાય પણ. સાંજે પ્રતાપ સિયાને લઈને આવતા. પંદર દિવસ બધું બરાબર ચાલ્યું. નંદુ પણ પંદર દિવસ બિલકુલ દેખાયો જ નહી.
હું, સિયા અને એનાં પપ્પા થોડીક હળવાશ અનુભવવાં લાગ્યાં. કદાચ ત્યાં જ અમે થાપ ખાઈ ગયા.

પંદર દિવસ સુધી નંદુ રોજ સ્કૂલ પર આવતો હતો. દૂર ઊભો રહીને સિયા પર નજર રાખતો હતો. મને કે એના પપ્પાંને જોઈ સિયાની નજીક જતો નહી.

એક દિવસ સિયાના સ્કૂલેથી છૂટવાના સમયે પ્રતાપની એક અરજન્ટ મીટિંગ આવી ગઈ. તેઓ મને જાણ કરવાનું ભૂલી ગયા.બસ આ જ ભૂલે અમારી જિંદગી બરબાદ કરી દીધી.

એ દિવસે નંદુ આવ્યો હતો. સિયા એનાં પપ્પા લેવા ના આવતાં એકલી ઘરે જવા નીકળી. ઘણા દિવસથી નંદુ તેને દેખાયો ન હતો તેથી એ પણ થોડીક નિશ્ચિત થઈને એકલી ઘરે પહોંચી જઈશ. એમ વિચારીને ચાલતી નીકળી. રસ્તામાં જ પેલી સૂમસામ ગલી આવતાં ત્યાં ખૂણામાં એક જગ્યાએ નંદુ ઊભો હતો. એણે સિયાને જોતાવેંત આંતરી લીધી.

નંદુએ સિયાને કહ્યું તું મને બસ એટલું કહી દે ''હું પુરુષ છું કે નપુંસક છું''

નંદુએ ક્હ્યું ''તું મને બહુ જ ગમે છે તને જોતાં જ મને ઊત્તેજના થાય છે''
તો તું મને કહે ''હું પુરુષ છું ને''એમ કહીં સિયાની સામે પોતાનું પેન્ટ કાઢીને ઊભો રહીને પોતાનું લિંગ બતાવવા લાગ્યો.

સિયા બિચારી પંદર વષૅની પારેવડાં જેવી છોકરી આ નરાધમનો પ્રતિકાર પણ કેવી રીતે કરી શકત. સિયા ચીસો પાડીને કોઈને બોલાવે એ પહેલાં જ નંદુએ સિયાનું મ્હોં દાબી દીધું.

તેણે નંદુને કંઈ જ જવાબ ના આપ્યો. તે ત્યાંથી ભાગવાના પ્રયત્ન કરતી રહી. આ વાતથી ગુસ્સે થઈને નંદુએ ક્રૂરતાપૂવૅક પોતાના પેન્ટથી સિયાનું ગળું દબાવી દીધું. અને પેન્ટ પહેરીને સિયાની લાશને ત્યાં મૂકીને ભાગી ગયો.


સ્કૂલ છૂટ્યે ઘણો સમય થઈ ગયો હતો પરંતુ પ્રતાપ કે સિયા આવ્યાં ન હતાં એ વાતથી બેચેન થઈને મેં પ્રતાપને ફોન લગાવ્યો. ત્યારે તેમણે કીધું હું તો મીટિંગમાં છું. મારે એક અરજન્ટ મીટિંગ આવી ગઈ છે હું તને જણાવવાનું ભુલી ગયો હતો.

પ્રતાપે પૂછ્યું'' સિયા આવી નથી'' ?
મેં ક્હયું ના મારો જવાબ સાંભળીને તેઓ ડરી ગયાં કે શું બન્યું હશે. કેમ નહી આવી હોય.અમે સ્કૂલે જઈને શું બન્યું છે એ જોવાનું નક્કી કયુઁ. હું ઘરેથી સીધી સિયાની સ્કૂલે જવા નીકળી અને,પ્રતાપ ઓફિસથી સ્કૂલ આવવાં નીકળ્યા.

ત્યાં પહોંચીને અમને જાણ થઈ કે સિયાને છૂટી ગયે તો એક કલાક થઈ ગયો છે. એ સાંભળીને તો મારું ને પ્રતાપનું હૈયુ એક ધબકાર ચૂકી ગયું. સિયા ક્યાં ગઈ હશે, એની સાથે શું બન્યું હશે એ વિચારે મને ને પ્રતાપને ડરાવી દીધા.

આજુબાજુમાં તપાસ કરતાં કરતાં અમે બંને પેલાં સૂમસામ રસ્તે પહોચ્યાં જ્યાં એક ખૂણામાં સિયાની લાશ પડી હતી.
લાશને જોતાં જ અમે ભાંગી પડ્યા. રડતાં રડતાં જ મેં પોલિસને ફોન કયોઁ. પોલિસે આવીને બધી પૂછપરછ કરીને સિયાની બોડી પોસ્ટમોટૅમ માટે મોકલી આપી.


કોઈની પર શંકા છે પોલિસના આ સવાલનો જવાબ અમે ના માં આપ્યો. મેં પ્રતાપને મારી રીતે હું ન્યાય કરીશ અને દોષિતને સજા હું જ આપીશ એમ કહીને પોલિસને કંઈપણ ના કહેવા માટે મનાવી લીધા.


પોસ્ટમોટૅમ રિપોટૅમાં સિયાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું માલૂમ થયું. મારો નંદુ પરનો શક યકીનમાં ફેરવાઈ ગયો.

એણે જ અમારી સિયાને અમારી પાસેથી છીનવી લીધી હતી. મેં મનોમન એની સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું.


નંદુને શોધવું મારે માટે બહુ આસાન હતું. એક દિવસ એનો પીછો કરતાં કરતાં હું એક દારૂની દુકાને જઈ પહોચી. જ્યાં મેં મારા માણસને નંદુની સાથે બેસીને દારૂ પીતાં પીતાં બધી હકીકત કઢાવવાનું નક્કી કયુઁ હતું. મારા માણસે નંદુને મફતનો દારૂ પીવડાવીને સિયાની હત્યા કેવી રીતે કરી, અને પોતે કેવી વિકૃતતા રોજ રાતે કરે છે એનો બધો જ ચિતાર આપી દીધો.

નંદુ પાસેથી બધી માહિતી મેળવ્યાં પછી, અને એની કમજોરી જાણી ગયાં પછી એને મૃત્યદંડ આપવો સહેલું બની ગયું હતું. મેં એક ફ્રુલપ્રુફ યોજના બનાવી.

નંદુ તેની ચાલીમાંથી વિકૃત હરકતો કરતાં પકડાયો હતો. તેથી મારે એને શોધવા ના જવું પડ્યું.


તમે હવે સમજી તો ગયાં જ હશો કે કોણ હતી આ સ્ત્રી ?


સિયાના ગયાં પછી એનાં પપ્પા પોતાને તેના મૃત્યુ માટે જવાબદાર સમજતાં હતાં. તેનાં ગયાં પછી તેઓ ખૂબ જ ડિપ્રેશનમાં રહેવાં લાગ્યાં. સિયા વગર તેમને જીવવું આકરું થઈ ગયું હતું તેથી ડિપ્રેશનની હાલતમાં પ્રતાપે એકદિવસ ઊંઘની ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું.

નંદુએ મારો પરિવાર વિખેરી નાખ્યો હતો. એટલે જ મે જાતે જ એનાં માટે મૃત્યુની શૈયા તૈયાર કરી હતી. જેમાં મારે ડૉકટરની મદદથી એનું કામ તમામ કરવાનું હતું તેથી જ તમારી મદદ મેં લીધી.


નંદુની આ વિકૃતતાએ કેટલાંયના જીવન બરબાદ કયૉ હશે. કેટલીયે સિયાઓ નંદુની માનસિક વિકૃતતાનો ભોગ બની હશે. કેટલાંય ઘર નંદુએ પોતાની હવસ સંતોષવા ઊજાડ્યા હશે. આ બધાનો બદલો લેવાં જ મેં નંદુને કાનૂનનાં દાયરાની બહાર જઈને સજા આપવાનું નક્કી કયુઁ. જેનું પરિણામ તમારી સામે છે.


હવે નંદુ કોઈને પોતાનું પેન્ટ ઊતારીને પૂછશે તો નહી કે ''હું પુરુષ છું કે નપુંસક''

આ સ્ત્રીની વાત ચાલતી હતી ત્યારે જ એક વોડૅબોય્ઝ ડૉક્ટરને આવીને કહે છે કે નંદુને કોઈ દવાની આડઅસર થઈ લાગે છે. તેનું શરીર આખું લીલું થઈ ગયું છે. મોઢામાંથી ફીણ નીકળે છે. આંખો પહોળી થઈ ગઈ છે.

ડોક્ટર દોડતાં નંદુ પાસે જાય છે. પાંચ જ મિનિટમાં ડોક્ટર નંદુને મૃત જાહેર કરે છે.


ડૉક્ટર કેબિનમાં આવીને નંદુના મૃત્યુના સમાચાર પેલી સ્ત્રીને આપે છે.
તે સ્ત્રી ડોક્ટરનો આભાર માનીને ત્યાંથી ચાલતી થાય છે. ડોક્ટર વિચારે છે એક નંદુ જેવા માનસિક રોગીથી આજે કેટલીયે સિયા શેઠ બચી ગઈ હશે.


એક સ્ત્રી દ્રારા કહેવાયેલ નપુંસક શબ્દે જ નંદુની આ હાલત કરી. પુરુષ તરીકે જીવન જીવતાં જીવતાં તેની વિકૃતીઓને કારણે એક નપુંસક બનીને મૃત્યુ પામ્યો.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ડોક્ટરને રૂપિયા આપીને નંદુને નપુંસક બનાવનાર તે સ્ત્રી બીજું કોઈ નહી પણ દમંયતિ શેઠ હતા.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏