તવસ્ય - 7 Saryu Bathia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

તવસ્ય - 7

પાછળના ના પ્રકરણમાં...

બે મહિના પહેલા જયારે કિવા ખોવાઈ ત્યારે શું થયું હતું, તે જોયું, આ પ્રકરણ માં પણ એ continue રહેશે.

_____________________________________

લિફ્ટમાં...

"કિવા, મમ્મા જલ્દી પાછી આવી જાશે, આજે ડેડા પાસે હોમવર્ક કરી લેજે, પછી સાંજે ડેડા પાર્કમાં હિંચા ખાવા લઇ જાશે, મમ્મા વિના રાતે સુઈ જઈશ ને?"ગાર્ગી એ કિવા ને તેડી લેતા કહ્યું.

"હાં મમ્મા, માલા માટે શું લાવીશ?"

"તારા માટે શું લાવું બચ્ચા? "ગાર્ગી એ કિવાને વ્હાલ કરતા પુછ્યું.

"માલા માટે તું કલલ લાવીશ મમાં?"કિવા હજી 'ર' સ્પષ્ટ બોલી નહોતી શકતી. એટલે કલરને કલલ કહેતી.

"બચ્ચા તારી પાસે તો ઘણા બધા કલર છે ને!"

"હાં મમ્મા,પણ માલી પાસે 'ઓઇલ કલલ' નથી."

"ઓકે, તો મમ્મા તારા માટે oil pastels લાવશે."

"Love you માં."કિવા એ ગાર્ગીને કિસ કરતા કહ્યું.

આ સાંભળીને ગાર્ગીની આંખમાં પાણી ને ચહેરા પર હળવું હાસ્ય હતું ."Love you too, બચ્ચા."

વેદ બાજુમાં ઉભીને તેમની વાતો સાંભળી રહ્યો હતો.

ગ્રાઉન્ડ ફ્લોર આવતા તે ત્રણેય બહાર નીકળી ને સુમિત્રા મેડમની કાર પાસે પોંહચે છે.

"નાની -નાની" કરતા કિવા સુમિત્રાબેન ને વ્હાલી થાય છે.

"કેમ છે મારી ગુડિયા?"સુમિત્રાબેન એ કિવા ને માથે હાથ ફેરવતા પુછ્યું.

"I am fine, nani. How are you?"

"I am happy to see you today."સુમિત્રા બેને હસતા જવાબ આપ્યો.ને સીટ પરથી ફ્રૂટ્સ બાસ્કેટ કાઢીને કિવાના હાથમા આપ્યું.જેમાં કિવાને ભાવતા બધા ફ્રૂટસ હતાં.

કિવાએ ગાર્ગી સામું જોયું, ગાર્ગી એ આંખના ઈશારાથી હાં પાડતા કિવાએ તે લઇ ને વેદને આપી દીધી.

વેદ સુમિત્રાબેન ને પગે લાગે છે."કેમ છો માં?"

"મજામાં છું બેટા. "સુમિત્રાબેન હસીને ઉત્તર આપે છે.

"તમને કેમ છે, વેદ બેટા?"

"બસ મજા-મજા. "

"હવે જઇએ, ગાર્ગી બેટા? "

"જી માં."

વેદ ગાર્ગીની બેગ ડિક્કી માં મૂકી દે છે અને ગાર્ગી કાર માં બેસી જાય પછી ડોર બંધ કરી આપે છે.

"Bye Gargi, take care."

"Bye Ved"

સુમિત્રાબેન વેદના હાવભાવ પરથી તેની મનઃસ્થિતિ સમજી જાય છે.

"વેદ બેટા, અમે કાલની મિટિંગ પુરી કરીને સન્ડે ના બપોર સુધીમાં આવી જશું."

"ઓકે માં."

ગાર્ગીનાં નીકળ્યા બાદ વેદ કિવાને લઈને તેના ઘરે જાય છે.

"બચ્ચા, ભુખા લાગી છે ને?ચાલ નાસ્તો કરીએ."

"હાં ડેડા."

નાસ્તો કર્યા બાદ..

"કિવુ, આપણે તારા બધા ફ્રેન્ડસ ને પણ આજે ગાર્ડનમાં બોલાવીએ તો!"

"હાં ડેડા."કિવા ખુશીથી ઉછળતા બોલી.

"ઓકે બચ્ચા, હું ટ્રાય કરું છું."

કિવાને તેના ફ્રેન્ડસ સાથે રમવાની મજા આવશે, કદાચ એ ખુશીમાં ને ખુશીમાં તેની મમ્માને મિસ નહી કરે.આજે જાહેર રજા હોવાથી લગભગ બધા પેરેન્ટ્સ ફ્રી જ હશે.આમ વિચારીને વેદ કિવા ના ફ્રેન્ડસ ના પેરેન્ટ્સ ને ફોન કરે છે, જેમાંથી લગભગ બધા વેદ અને ગાર્ગીનાં પણ ફ્રેન્ડ હોય છે.

થોડીવાર પછી..

વેદ એ નીચે બેસી કિવાને માથે હાથ ફેરવતા કહ્યું."કિવુ, આજે ધૈર્યા, મિસ્ટી, વિવાન,તાની,હેમાંગ બધા ગાર્ડનમાં આવશે."

"થૅન્ક યુ ડેડા."કિવા વેદ ને વ્હાલી થતા બોલી.

"ઓકે તો પહેલા આપણે તારું હોમવર્ક ફિનિશ કરી લઈએ, પછી હિંચા ખાવા જઈશું."

સાંજે 5:30 નો સમય થતા વેદ કિવા ને લઈને ગાર્ડન પહોંચે છે.

કિવા આજે રેડ કલરના ફ્રોકમાં અને વેદ એ મહા મહેનતે વાળેલી બે પોનીમાં ઢીંગલી જેવી લાગતી હતી.

ગાર્ડનમાં પહોંચતા જ...

બાળકોએ એકબીજાને જોઈને કોલાહલ મચાવી દીધો.

ગાર્ડન ઘણું વિશાળ હતું.મુખ્ય પ્રવેશદ્વાર થી અંદર આવી ને થોડું ચાલ્યા બાદ ડાબી બાજુ cafeteria છે .જ્યાં સૂપ, ફણગાવેલા કઠોળ, જ્યુસ જેવી હેલ્થી વસ્તુઓ મળે છે તો સેન્ડવિચ, ઢોસા, મુંબઈની શાન વડાપાંવ, ભજજી પાંવ, પાવ-ભાજી, ફ્રેનકી, આઈસ-ક્રીમ અને કોલ્ડડ્રિંક્સ પણ મળે છે.

Cafeteria થી થોડું આગળ વધતા 'GameZone 'છે. GameZone ની બરાબર બાજુમાં 'Fish aquarium 'છે.ત્યાંથી થોડું જમણી બાજુ વળતા 'children play area' છે.ત્યાં હિંચકા, લસરપટ્ટી (Slide),ઉંચક -નીચક(see saw), merry-go-round અને અન્ય rides છે.

ગાર્ડનની અંદર ખાસ્સો લાંબો walk way છે. તેની સમાંતર animal train ચાલે છે,ટ્રેન ની વિશેષતા એ છે કે તેના બધા ડબ્બા અલગ અલગ રંગના છે, અને બધા ડબ્બાને કોઈને કોઈ પ્રાણીનો આકાર આપેલો છે.અહીં પીળી કેશવાળી વાળા સિંહ થી લઈને કાળો હાથી, સફેદ સસલું,હરણ, રીંછ, ચિત્તો, વાંદરો,વરૂ, શિયાળ, દીપડો,ગેંડો અને ઝીબ્રા સુધી બધા છે.જે -તે ડબ્બાની અંદર તે પ્રાણીનું નામ ઇંગ્લિશ, હિંદી અને મરાઠીમાં આપેલ છે.ભૂલકાઓ ની આ ટ્રેન ફેવરિટ છે, ધીમી ગતિએ ચાલતી ચાલતી તે આખા ગાર્ડનની સફર કરાવે છે.

ગાર્ડનની બરાબર મધ્યમાં' ભારત માતા ' ની પ્રતિમા છે. તેની બરાબર સામે નાનું ફ્લાવર ગાર્ડન છે, જેમાં નાના નાના રંગબેરંગી ફૂલોનાં છોડ વાવેલા છે. જાણે ભારત માતાના ચરણોમાં આ બધા ફૂલો ચડાવ્યા હોય!

ભારત માતા ની પ્રતિમાની જમણી બાજુ જતા એક કમળ આકારનો ફુવારો (fountain) છે.અને ડાબી બાજુ કૃત્રિમ તળાવ બનાવેલું છે, જેમાં બગલા અને અન્ય પંખીઓ ઉડાઉડ કરી રહ્યા છે.

Children પ્લે area ની બાજુમાં એક નાનો area છે, જેના પ્રવેશદ્વાર પર મોટા અક્ષરે 'family'લખેલુ છે, આખો દરવાજો સુંદર મધુમાંલતીની વેલ થી સજાવેલો છે. અંદર બેસવા માટે પથ્થરની બનાવેલી ગોળાકાર સીટો છે, જેમાં લગભગ 10 જેટલા વ્યક્તિ આરામથી બેસી શકે, અને ગોઠવણી પણ એવી રીતે છે કે બધા એકબીજાને જોઈ શકે, અને બરાબર વચ્ચે ટેબલ પણ છે.

'Family area' પૂરો થતા, 'friend area' શરૂ થાય છે, બહારથી બંનેનો દેખાવ સરખો જ છે, પણ અહીં અંદર બેસવા માટે થોડા થોડા અંતરે ઝાડના થડ જ સીટ તરીકે ગોઠવ્યા છે, અને થોડી બેંચીસ પણ મુકેલી છે.

ગાર્ડન માં નારિયેળી, પીપળો, વડ જેવા મોટા વૃક્ષો ઘણાબધા છે,તેમાં પંખીઓએ માળા બનાવેલા છે,તેથી અહીં પંખીઓ નો કલરવ સંભળાય છે. અને પુસ્કળ ફૂલોની વેલ અને છોડ હોવાને કારણે વાતાવરણમાં સુગંધ અને તાજગી લાગે છે.