Jail Number 11 A - 26 books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૨૬

આ ઘટનાને હવે છ મહિના થવા આવ્યા હતા. હાલ તો ત્યુશાન વાંચી રહ્યો હતો. યુટીત્સ્યાના લોકોને ન્યૂઝપપેર થી બહુ લગાવ હતો. સમાચાર પત્રો પોતે ચલાવતા, પણ બંધ નહતા કર્યા. આજે પણ તે હાથણ વિષે ન્યૂસપેપરમાં આવ્યું હતું. તે ભાગી ગઈ હતી. પણ હવે પકડાઈ ગઈ. અને એ પણ એક મામૂલી મહુત થી. બીજા પન્ના પર તેનો અને અકશેયાસ્ત્રા ના ફોટા હતા. લોકો કહે છે કોઈ ચક્કર ચાલે છે. હવે જમાનો બદલાય કે યુગ, લોકોમાં થોડીક સરખામણ તો રેહવાની જ. બીજા વિષે વાતો કરવી, કોની જોડે શું થયું, કોણ - કોનું દુશ્મન છે, કોણ કોને ગમાડે છે, તેની જોડે બહું પૈસા છે- કેમ છે, કયા છે, તે પૈસાનું એ શું કરે છે, શું કામ કરે છે વગેરે વગેરે વિષે જિજ્ઞાસા હોવી એ તો આદિમાનવ કાળથી મનુષ્યની પ્રકૃતિ રહેલ છે.

અકશેયાસ્ત્રા પણ તેના જેવી જ એક ગાયક હતી. તે બહુ લાંબી હતી, અને તેની ચામડી સુર્ય નીચે શેકેલા પિત્તળની હોય તેવું લાગતું. તેના હોઠ વધુ લાલ ન હતા, પણ શરીર સુકોમળ હતું, અને નયનમાં એક અચંભો કરે તેવું તેજ હતું. તે જ્યારે પણ વસ્ત્ર પહેરે ત્યારે તે વસ્ત્રમાં કાળો રંગ હોય જ.

અકશેયાસ્ત્રા જ એડલવુલ્ફા માટે ત્યુશાન સુધી પહોંચવાનો રસ્તો બની.

અકશેયાસ્ત્રાના ઘરમાં એડલવુલ્ફા ન્યૂસપપેરની ‘લર્જીયા’ તેટલે કે ‘એડિટર’ બની ને ગઈ હતી. એડલવુલ્ફા કોઈ નામ ચિહ્ન ન્યૂઝપપેરની લર્જીયા હતી, છતાં અકશેયાસ્ત્રા તેને ઓળખી ન શકી, તો એડલવુલ્ફા એ કહ્યું તે બીજા દેશની હતી. એડલવુલ્ફાના કપડાં તથા રંગ થી કયા દેશની તે હતી તે આમ તો ખબર નહોતી પડતી પણ.. તેને અલગ ભાષાઓ બોલતા આવડતું હતું, અને બીજી ભાષા બોલી ને જ તે સત્ય છૂપાવવા સમર્થ રહી.

‘તો શરૂ કરીએ. અકશેયાસ્ત્રા, તમે તમારા છેલ્લા સંગીત ગયાં વખતે મંચ પર થી નીચે પડી ગયા હતા. તેનું કારણ?’

‘મને એક બીમારી છે. જીઓબારડીને. જેનાથી તમારું લોહી એક જ જગ્યાએ ઠંડુ થઈ જાય. સટ્રેન હતો તેથી એના કારણે બેભાન થઈ ગઈ. હવે બધુ બરાબર છે.’

યુટીત્સ્યાએ કુલ ૮૦ નવી બીમારીઓ વિષે તેઓના બોર્ડ પર લખ્યું હતું. તેમાની એક આ પણ હતી.

‘ઘણા લોકો તો તેમ કહે છે કે તમે તમારી બીમારી છુપાવવા જુઠ્ઠું બોલી રહ્યા છો. તમે તેઓને શું કહશો?’

‘જેઓને મારી બીમારી જુઠ્ઠાણું લગતી હોય તેઓને મારા વચન શું સાચ્ચા લાગશે?’

‘અનોખો જવાબ. યુટીત્સ્યાએ તમારું ગાયન બિરદાવ્યું હતું. શ્રોતાઓ માને છે તમારું અને ત્યુશાનનુ ગાયન ભળે ત્યારે જ તમે સારું ગાઈ શકો છો, શું આ વાત તમને સાચ્ચિ લાગે છે?’

‘ત્યુશાન પાસે એક અનોખો અવાજ છે, જે મને વધુ સારું ગાવા પ્રેરે છે. કદાચ તેથી લોકોને લાગતું હોય કે હું વધુ સારું ગાઉ છું. આમ તો એકલા પણ મારો અવાજ સારો જ છે.’

એડલવુલ્ફા હસે છે.

‘સચ્ચિ વાત છે. ગઇકાલ રાત્રે તમે અને ત્યુશાન સાઇકલ પર એકસાથે જતાં દેખાયા હતા. શું અમે જાણી શકીએ છે તમે કયા જતાં હતા?’

‘મારા ઘરે પરત ફરતા હતા. વાત કરવી હતી એક નવા ગીત માટે, અને તેની ઓફિસ પર સાઇકલ લઈને ગયા હતા, તેનું ઘર મારા ઘર પછી આવે છે, અમે રસ્તો એક જ લીધો હતો.’

અકશેયસ્ત્રા જેટલું વિચાર્યુ હતું તેથી વધુ બોલતી હતી. હોય શકે તે આ વાત ફેલાવવા માંગતી હોય કે તે અને ત્યુશાન એક સાથે છે. આમ પણ એડલવુલ્ફા ક્યાં કશું છાપવાની હતી.

‘અને કયા છે, ત્યુશાનનું ઘર.’

‘અકશેયાસ્ત્રા આ પ્રશ્નનો જવાબ આપે તે પહેલા તો તે બેભાન હતી, તેની ખુરસીમાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED