જેલ નંબર ૧૧ એ - ૨૫ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૨૫

હવે સવાર થઈ, તો યુટીત્સ્યા સાથે વિશ્વ આખું જાગી ગયું. અને યુટીત્સ્યા સાથે જાગી ગયુ એક વિશ્વ સામ્રાજ્ય.

કેટલા યોધ્ધાઓ એ વિચાર્યુ હશે કે તેઓ વિશ્વમાં તેઓનું સામ્રાજ્ય સ્થાપિત કરે. અટિલા હન હોય, કે એલેક્ઝેન્ડર, વિશ્વના દરેક ખૂણામાં આવા લોકો રહેલા જ છે. પણ યુટીત્સ્યા આ કરવામાં સક્ષમ હતું. હતા.

તો હવે એકવાર યુટીત્સ્યા આગળ વધી ગયું, પછી તો ભીષણ પરિવર્તનો આવ્યા. લોકો બદલાયા, સમાજ બદલાયા, મૃત્યુ અને જીવન ચાલતું રહ્યું.

પણ યુટીત્સ્યા ખૂબ જ ઝડપી હતું. કોઈ બળવાખોરીને આગળ વધવા જ ન દીધા, મારી નાખ્યા. અને જે કોઈ આવ્યું એને યુટીત્સ્યાના રંગમાં ઢાળી દીધા.

‘કોણ હતો તે ડોક્ટર, એને સમર્થ વિષે ખબર હશે.’

‘નથી ખબર એને. એ ડોક્ટર આંધળો છે.’

‘હું તને આવી રીતે તું કહી દે અને માની જાઉ?’

‘ના. પણ એ ડોક્ટર છે આર્કી એલવેરી. જાણવું હોય તો જાણી લો. હું જાઉ?’

‘કયા?’

‘મારે રસ્તે.’

ના. કોઈ એ તેઓના રસ્તે જવાનું નથી.

‘એડલવુલ્ફા,’ કહી મૌર્વિ એ બીજી બાજુ આંખ ફરકાવી. એડલવુલ્ફા એ મોઢું હલાવ્યું.

પછી તો એડલવુલ્ફા વિશ્વાનલને ઢસડી ને ૧૧ એ લખેલા રૂમ આગળ લઈ આવી. તે તેના પગ પછાડતો રહ્યો, અને મૌર્વિએ દરવાજો ખોલ્યો. પછી એને જોરથી અંદર નાખી દીધો, અને દરવાજો બંધ કરી દીધો.

‘એડલવુલ્ફા, ગુડ જોબ. પણ હજુ લોકો છે.’

‘એ તો છે જ. પણ હવે વિશ્વાનલ..’

‘એનું ધ્યાન હું રાખી લઈશ.’

હવે આવશે મૈથિલીશરણ. મૈથિલીશરણને પકડવું સહેજ પણ સહેલું નથી. તે હવે એક બહુ જાણિતો સંગીતકાર છે. અને સંગીત યુટીત્સ્યા ને પણ ગમે છે. મૈથિલીશરણે એનું નામ બદલી નાખ્યું છે. હવે તે ત્યુશાનના નામે પ્રસિધ્ધ છે. આખા ગામના બીજા છેડે રહે છે. જૂના જમાનામાં તે સ્થળને સાઉથ અમેરિકા કહેવાતું હતું. અને હાલ તેને.. યુટીત્સ્યા જ કહેવાય છે. ત્યાં ના જંગલો ખૂબ પ્રસિધ્ધ છે. અને લોકો પણ. અને સણીગતકારો પણ. ત્યુશાન ત્યાં નો નથી, પણ ત્યાંના લોકો જુદા જુદા સંગીતને સાંભળવા તત્પર રહે છે.

ત્યુશાનની સામે ૫૦૦૦ લોકોની વિશાળ શ્રોતાગણના છે. પછી પડદો ખૂલે છે. આ પડદો તેની સામે નથી, પણ પીંજરા સામે છે. અને પીંજરામાં એક હાથણ છે. આ હાથણને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ત્યુશાન ગાઇ, તે પછી જ તે બોલે. જંગલ રાગ છે, અને તેની પાછળ ૫૦ થાંભલા થી પણ બળવાન એવી આ હાથણ ઊભી છે.

હાથણ જો ગુસ્સે થઈ ગયો તો? કાળ, બીજું શું. પણ ત્યુશાન તો આવી રીતે કેટલીય વાર બેસ્યો હશે. ક્યારેક સાપ હોય તો ક્યારેક સિહં હોય. ક્યારે આગ હોય, અને ક્યારેક પાણી હોય. ત્યુશાન તો તરતા - તરતા પણ સંગીત બનાવી દે છે. અને ઊંઘતા ઊંઘતા પણ. હા, તે કોઈ દિવસ ઊંઘતા - ઊંઘતા લોકો ની સામે સંગીત નથી કરતો. ત્યાં લય અને સૂરનું તા ધીન ના, ધીન તા થઈ જાય છે.

જે વિચાર્યુ તેવું જ થયું. હાથણ ગુસ્સે થઈ ગઈ. પાંજરું હલાવી નાખ્યું, પણ લોકો તાળિયો પાડતા જ રહ્યા.

પાંજરું તૂટી ગયું. લોકોની ઉત્સુકતા વધી ગઈ. શું આવું કર્યું હશે કે.. ત્યાં તો હાથણ શ્રોતાની સામે આવી ગઈ. બધાને ઉછાડી મૂક્યા. ફેંકી દીધા. અને ત્યુશાન નું શું થયું? કશુંજ નહીં. તે તો ખાલી ઊભો જ રહી ગયો. હલ્યા વગર, માત્ર તેની જગ્યા પર. અને તે તો જોતો રહ્યો. હાથણ દૂર જતી રહી હતી. પણ હવે શું કરવું? કેટલાય લોકોને વાગ્યું હશે, લોહી વહી રહ્યું હતું.

યુટીત્સ્યા ત્યુશાનને છોડશે નહીં.