જેલ નંબર 11 એ - 23 અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર 11 એ - 23

પછી હેલીપીકોપ્ટર નીચે પડી ગયું. તેવું મૌર્વિને યાદ હતું, પણ વિશ્વાનલે તો કશુંકે અલગ જ કીધું. નીચે ન હતું પળ્યું. પછી તો ઉત્સવી હસવા લાગી હતી.
મીથુન અને ઉત્સવીનું એક પ્રકરણ હતું.
સિહોર પોહંચ્યા તે પહેલા જ મિથુન ઉત્સવીને મળ્યો હતો, તે મૌર્વિને ખબર હતું, પણ તે જ વખતે તેમની વચ્ચે શું વાત થઇ હતી, તે ન હતી ખબર. તે બંને નું એક પ્રેમ પ્રકરણ હતું, વર્ષો જૂનું. અને ટૂંકમાં સમજાવું તો, તે બંને ભાગી ગયા. પેલું બટન નથી આવતું, જેનાથી સીટ હવામાં ફૂલી જાય? બસ એજ પ્રેસ કરતાની સાથે ઉત્સવી અને મિથુન હવામાં ઉડી ગયા.
ગાયબ થઇ ગયા. યુટીત્સ્યાના લોકો તો જોતા જ રહી ગયા, આ શું થયું?હવાની મધ્યે આ શું થયું? પછી તો હેલિકોપ્ટર ઉભું જ રહી ગયું.. પણ બીજુ થાય જ શું કશું જ નહીં. ઝડપ થી સર્વે ઉભા થઇ ગયા, અંદર કોઈ હતું નહિ, અને ધામચકડી માં હેલિકોપ્ટર હલવા લાગ્યું, પાયલોટ તો જોર જોર થી બૂમો પાડવા લાગ્યો. નીચે મીડિયા આવી ગઈ હતી.
મંથના બસ બેસી હતી, બેભાન થઇ ગઈ હોઈ તેમ.
વિશ્વાનલ, એટલે હું, તો બેસી રહ્યો હતો. હું તો ખબર નહિ ક્યાં હતો. મૈથિલીશરણ તો બધાને તાકી તાકીને અચુકતું કશુંક બોલતો હતો, અને મૌર્વિ તો પાયલોટને પેનિક ન કરતા નીચે ઉતારવાનું કેહતી હતી.
ત્યારે જ કો - પાયલોટ પણ હવા માં ઉડી ગયો , આપણે સર્વે તેને ઊંચા પેરેશુટ પર ઉડતા જોયો, અને હું પણ એ બટન ગોતવા લાગ્યો, મારે મારવું ન હતું, આટલા જાડા વ્યક્તિ તરીકે નહિ. અને હું બટન ગોતવાનો જ હતો કે મૈથિલીશરણ હેલિકોપ્ટરની બારીની બહાર થી હાથ હલાવવા લાગ્યો, જોર જોર થી. અમને લાગ્યું કોઈ એને જોવે છે, પણ કોઈ ન હતું. ખાલી કોઈ રિપોર્ટરે વિડિઓ રેકોર્ડ કર્યો હતો.
મંથના પાયલોટ ની જગ્યા પર આવી ગઈ, અને તે પાયલોટ ને પણ ઉડાડી દીધો. મને તો સખ્ખત ડર લાગતો હતો, પણ તે તો સીટ બેલ્ટ બાંધી દીધો. તે બેસી, એને ખબર નહિ શું કર્યું અને હેલિકોપ્ટર એટલી જલ્દી ભાગ્યું કે મારુ માથું સીટ થી અથડાઇ ગયું. બધાએ સીટ બેલ્ટ બાંધ્યો. ઉત્સવી ના ગાર્ડ નીચે જ હતા, મંથનાને કહ્યું, તમે સર્વે કૂદી જાઓ, પણ યુટીત્સ્યા બચાવે ખરી? તે ક્ષણે લાગતું હતું કે મીથુન અને ઉત્સવી આપણને બચાવવા ભાગી ગયા છે, પણ હકીકત અલગ હતી. તે લોકો તો મતલબી હતા. પછી જયારે મંથના આપણને ફ્લાય કરવા લાગી, ત્યારે તું કંઈક બબડવા લાગી, ખબર નહિ શું. અને મૈથિલીશરણ તો ભગવાનના નામનું જાપ કરવા લાગ્યો, એટલી જોર જોર થીબોલતો હતો કે નીચે સુધી સંભળાય. હું પણ ગભરાઈ ગયો હતો, મેં સીટ બેલ્ટ તો બાંધ્યો હતો, પણ હું હજી તે બટન જ ગોતતો હતો. કંઈક કરતા મળી જાય તો હું કૂદી જઈશ. લાગતું હતું કે મરી જઈશું, પણ બચી ગયા.
યુટીત્સ્યા વાળાઓ આતંકી હુમલો કરવાના હતા, આપણી બાજુ બે હેલિકોપ્ટર મોકલી આપણને એર અરેસ્ટ કરવાના હતા, એવું મંથનાના ઈયર ફોનમાંથી સંભળાતું. સામે પર્વત માળા હતી,બરફ માં ઢંકાયેલી અને વિશાળ. ઠંડુ તો હતું પણ લાગતી ન હતી, હવે ના જ લાગે ને જીવન મરણનો પ્રશ્ન હતો.
બે હેલિકોપ્ટર પર્વતની વચ્ચેની ગેપ માંથી પસાર થતા આપણી તરફ આવ્યા, તો મંથના એ હેલિકોપ્ટર ઉભું રહી ગયું.
તે હેલિકોપ્ટર પણ ઉભા રહી ગયા. આપણે સામેના પર્વત પર એક ગુફામાં હેલિકોપ્ટર થોભ્યું. મંદ મંદ પગ બહાર કાઢતા બધા બહાર નીકળ્યા, અને સૌથી પહેલા મૌર્વિ નીકળી.
તે બાજુ થી હેલિકોપ્ટરમાં બેસેલા યુટીત્સ્યાના ગાર્ડ આપણી તરફ આવ્યા.
યુટીત્સ્યા ભાષા તે વખતે તો વધુ લખાઈ ન હતી, છતાં મંથના તે ભાષામાં બોલી, કહ્યું
'વ્યા યુટીત્સ્યા.'
એડલવુલ્ફા એકદમ ધીમા સ્વર માં અનુવાદ કરી બોલી,
'હું જ યુટીત્સ્યા છુ?'
'હા. તે જ યુટીત્સ્યા હતી.'