***
પોલીસ ની મદદ લીધા બાદ શીલા , અભી અને નીયા ત્રણેયની બોડી એક કલાક માં મળી ગઈ હતી...
તાત્કાલિક ત્રણેય ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા...
નિખિલે તરત જ નીયા ના ફોનમાંથી એના પપ્પા નો નંબર શોધીને એને જાણ કરી હતી ....એનો પરિવાર ત્યાં પહોંચે એ પહેલા નિખિલ ને જાણ થઈ હતી કે શીલા તો ત્યાં જ મૃત્યુ પામી હતી....પરંતુ અભી ની અંદર હજુ પણ શ્વાસ ચાલી રહ્યા હતા....
નિખિલ ને તો જાણે જીવન જીવવાની કોઈ તક મળી હોય એવી ખુશી થઈ આવી....
ડોક્ટરે અભી ને પણ કોઈ મોટા સજજન ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી હતી ...
નીયા ની બધી વ્યવસ્થા પોલીસે રાખી હતી અને એના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી પણ પોલીસ ને આપીને નિખિલ અભી ને લઈને ત્યાંથી નીકળી ગયો...
દિલ્હી માં આવેલ સિવિલ હોસ્પિટલ માં અભી ની તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી...
શીલા હજુ પણ બેંગલોર ના હોસ્પિટલ માં પડી હતી એને લેવા જાવાનો સમય પણ નિખિલ પાસે ન હતો....એની જવાબદારી પણ નિખિલે પોલીસ ને આપી દીધી હતી...
નિખિલ ને કંઈ સમજાતું ન હતું...એક બાજુ શીલા અને એક બાજુ અભી ...
શીલા તો હવે આ દુનિયા માં ન હતી રહી....પરંતુ અભી ને બચાવવા માટે જે થઈ શકે એ બધું નિખિલ કરી રહ્યો હતો...
અભી ને સાવ સારો કરવામાં નિખિલ ને બે વર્ષ જેવો સમય લાગી ગયો....બે વર્ષ થી સતત અભી ની સાથે સાથે નિખિલ પણ હોસ્પિટલ માં જ રહ્યો હતો...
***
નીયા અને એનો પરિવાર વહેલા લગ્ન સ્થળ ઉપર પહોંચી ગયા હતા....
લગ્ન ની તૈયારી ધૂમધામ થી કરવામાં આવી હતી...
આગળ ની બધી રસમો માં ગેરહાજર રહેવા માટે નીયા એ ઘણા ખરા ખોટા સવાલોનો સામનો કરવો પડ્યો...
બ્લૂ ચણિયો , સફેદ પારેવા જેવું બ્લાઉઝ અને એની ઉપર બ્લૂ રંગના દુપટ્ટા માં નીયા વ્હીલચેર ઉપર બેઠી હતી....એના ચહેરા ઉપર મેકઅપ ના નામે લિપસ્ટિક હતી...એની આંખો માં સાવ ખાલીપણું નો ભાવ દેખાતો હતો...
એ બધાને આમથી તેમ દોડતા જોઈ રહી હતી...
જયસુખભાઇ ના છોકરા ના પંદર સોળ જેવા મિત્રો ત્યાં આવીને એને અભિનંદન પાઠવી રહ્યા હતા...એની નજીક બેઠેલી નીયા એક એક ને જોઈ રહી હતી ...
એવામાં એની નજર કાળા સુટ પહેરેલા કોઈ જાણ્યા જોયેલા યુવાન થી ઉપરની થોડી મોટી ઉંમરના છોકરા ઉપર પડી...એની આંખો ઉપર ચશ્મા હતી...કાળા સુટ માં એ કોઈ બિઝનેસમેન લાગી રહ્યો હતો...
એના ચહેરા ઉપર શાંતિ છવાયેલું એક સ્મિત હતું...
એને જોઇને નીયા ને થોડીવાર એવું થઈ આવ્યું કે આ ચહેરો કોઈ જાણીતો છે...એની સામે સ્થિર નજરે જોયા બાદ નીયા ના મોઢેથી શબ્દો ખર્યા...
"નિખિલ ભાઈ....."
એને જોઇને પોતાની વ્હીલચેર ના પૈડાં ફટાફટ ફેરવીને ઉતાવળીએ નિખિલ પાસે પહોંચી...
એને આ રીતે જતા જોઇને નીયા ના મમ્મી પપ્પા , કાકા કાકી બધા એની તરફ વળ્યા...
પોતાની નજીક આવતી વ્હીલચેર ઉપર બેઠેલી છોકરી જોઇને નિખિલે પહેલા એના ચશ્મા સરખા કર્યા અને નીયા નો ચહેરો સરખો જોઈને એના ચહેરા ઉપર એક મોટી સ્માઈલ ઉપસી આવી...
"નીયા...." એ દોડીને નીયા નજીક પહોંચ્યો અને ગોઠણભેર નીચે બેસીને બોલ્યો...
નિખિલ ને નજીક થી જોઇને નીયા ની આંખોમાં આંસુ ધસી આવ્યા હતા...એના મોઢામાંથી એક શબ્દ પણ નીકળે એમ ન હતું...એ રડુ રડુ બની ગઈ...
નીયા નો પરિવાર એની સહેજ નજીક પહોંચીને ત્યાં જ થંભી ગયો...
નીયા એનું રડવાનું ચાલુ કરે એ પહેલા નિખિલે એને પોતાની છાતી સરસી છાપી દીધી...બંનેની આંખોમાંથી આંસુ સરી પડ્યા...કોઈ કંઈ બોલતું ન હતું....
આસપાસ ના બધા એને જોઈ રહ્યા હતા....
નિખિલ ને પોતાના થી દુર કરીને નીયા એ પૂછ્યું...
"અ...ભી...."
નીયા હજુ પણ અભી ને પ્રેમ કરે છે એવો ખ્યાલ આવતા નિખિલ ના ચહેરા ઉપર એક નવી ચમક દેખાઈ આવી...પરંતુ બીજી જ ક્ષણે એ ઊભો થઈ ગયો...એને જોઈને નીયા ને અંદરથી થોડો ડર લાગી ગયો....
"નિખિલ ભાઈ...અભી ક્યાં ...." નીયા એનું બોલવાનું પૂરું કરે એ પહેલા નિખિલ ત્યાંથી ચાલવા માંડ્યો...
નીયા એની પાછળ પાછળ પૈડાં ફેરવતી આગળ વધવા લાગી...એના પરિવાર ના સભ્યો પણ એની પાછળ પાછળ આવ્યા...
અચાનક નિખિલ ઊભો રહી ગયો....એની પાછળ પાછળ નીયા ની વ્હીલચેર પણ ત્યાં રોકાઈ ગઈ...
વ્હીલચેર નો અવાજ સાંભળીને નિખિલ થી થોડો દૂર ઊભેલો બ્લૂ સુટ પહેરેલ પહેલા કરતા પણ ખૂબ જ હેન્ડસમ છોકરો ફોનમાં વાત પતાવીને પાછળ ફર્યો...
જાણે કોઈ પવન ની લહેર આવી હોય એમ નીયાના વાળ ઉડવા લાગ્યા...એની આંખો માં ફરી એક જીવન જીવવાની ઉમ્મીદ દેખાઈ આવી....આંખોમાં આંસુ સાથે સ્માઇલ કરીને નીયા એ છોકરા ને જોવા લાગી ...અને એ બોલી ઉઠી...
"અભી......."
અભી નામ સાંભળતા પરિવાર ના સભ્યો ને પણ કોઈ ખુશી થઈ આવી.... કિરણબેને તો ધીમે ધીમે રડતાં રડતાં પોતાની કડક સાડી થી મોઢે દાટો દઈને જોર જોરથી રડવાની કોશિશ કરવા લાગ્યા...પણ એને ખુશી થતી હતી એટલે વધારે જોરથી રડી ન શક્યા...
નિખિલ અને અભી બંને એકબીજા ને જોઈ રહ્યા હતા...નિખિલ તો જાણે સ્ટેચ્યુ બની ગયો હતો...
નીયા અભી ને જોઇને પોતાના પગ ઉપર ઊભા થવાની કોશિશ કરી રહી હતી ...પરંતુ એને ઘણી પીડા થઈ રહી હતી...
અભી ના ચહેરા ઉપર નીયા ને જોઈ ને કોઈ લાગણી થઇ ન હતી...એ તો એક અજાણ્યા માણસ ની જેમ નીયા ને જોઈ રહ્યો હતો...
પોતાના પગે ઊભા રહીને નીયા એ એક કદમ આગળ વધાર્યો...એના પરિવાર ના સભ્યો બધા ખૂબ ખુશ થઈ ગયા...એ કોઈ પણ નીયા ની આ ક્ષણ માં વચ્ચે આવવા માંગતા ન હતા...નિખિલ તો હજુ ત્યાં જ ઊભો હતો...નીયા ને આ રીતે જોઇને અભી પોતાના ભાઈ નિખિલ તરફ આગળ વધીને બોલ્યો...
"કોણ છે આ...."
સાંભળી ને નિખિલ ની બંને આંખો મીંચાઈ ગઈ...
અભી થી ચાર પગલા દૂર ઊભેલી નીયા આ સાંભળીને ત્યાં જ ઉભી રહી ગઇ એના મોઢા ઉપર ની સ્માઇલ તરત ગાયબ થઈ ગઈ...જાણે હમણાં જ જીવતા થયેલા પગ ફરી પાછા હતા એ સ્થિતિ માં આવી ગયા અને નીયા ત્યાં જ નીચે પડવાની તૈયારી માં હતી ત્યાં અભી એ દોડીને એને કમરેથી પકડી લીધી...
નીયા ની આંખો બંધ થઈ ચૂકી હતી...એનો હાથ હવામાં નીચે ઝુલીને પડ્યો...
એને નજીક થી જોઇને અભી ની નજર એક સેકન્ડ માટે સ્થિર થઈ ગઈ હતી...નીયા નો સ્પર્શ જાણે એનો કોઈ પોતાનો લાગ્યો...
નીયા ના પપ્પા અને કાકા દોડીને ત્યાં આવ્યા....એના કાકા ના છોકરા એ તરત એમ્બ્યુલન્સ ને ફોન જોડ્યો...
અડધી કલાક માં બધા હોસ્પિટલ માં પહોંચી ગયા હતા...
જયસુખભાઇ પણ પોતાના છોકરા ના લગ્ન મૂકીને ત્યાં આવી પહોંચ્યા પરંતુ ડોક્ટર ના કહ્યા મુજબ નીયા ખાલી બેહોશ થઈ હતી એટલે જયસુખભાઇ ને ત્યાંથી રવાના કરી દીધા...
અત્યાર સુધી નિખિલે નીયા વિશે અભી ને કંઈ જણાવ્યું ન હતું...અભી પૂરી રીતે સારો થઇ ગયો હતો પરંતુ એને રુહી કે નીયા વિશે કંઈ યાદ ન હતું ...એના પ્યાર સિવાય એને બધું યાદ હતું...ડોક્ટર ના કહ્યા મુજબ એની માટે જે ખૂબ જ મહત્વ નું હતું એ જલ્દી ભુલાઈ ગયું હતું...આગળ કોઈ પરેશાની ન આવે એટલે નિખિલે પોતાના ભાઈ ને નીયા થી દુર રાખ્યો હતો...નિખિલ ની જાણકારી મુજબ પોલીસ ના કહ્યા પ્રમાણે નીયા નો પરિવાર એને અમેરિકા લઈને નીકળી ગયા હતા..
ત્યાર બાદ નિખિલે ક્યારેય નીયા વિશે જાણવાની આતુરતા બતાવી ન હતી...
આજે નીયા ને આ રીતે જોઇને નિખિલ ને થોડી દયા થઈ આવી એણે અભી ને નીયા વિશે બધુ જણાવી દીધું હતું...
અભી ને કંઈ યાદ આવ્યું ન હતું પરંતુ નીયા નો સ્પર્શ અત્યારે પણ એને અંદરથી થીજવી રહ્યું હતું...કોઈ પોતાનું હોય એવી લાગણી એને થઈ આવી હતી...
ડોક્ટરે જણાવ્યું કે નીયા એના પગ ઉપર જલ્દી ચાલવા લાગશે...કારણે કે આ રીતે એક મિનિટ પણ પગ ઉપર ઉભુ રહેવું એક ચમત્કાર હતો...એની ટ્રીટમેન્ટ કરીને નીયા હવે જલ્દી જ એના પગ ઉપર ઉભી થઇ જશે...આ જાણીને બધા ખૂબ ઉત્સાહ માં આવી ગયા...
હોસ્પિટલ ના બેડ ઉપર નીયા સૂતી હતી એને અભીએ હમણાં જ બોલેલું વાક્ય ફરી યાદ આવ્યું ...
' કોણ છે આ....'
નીયા અચાનક જ હોશ માં આવી ગઈ એની આંખો ખુલી ગઈ...
નર્સે ડોક્ટર ને અંદર બોલાવ્યા...એની સાથે સાથે એનો પરિવાર પણ અંદર આવી ગયો...
"અભી..." નીયા એ ચારે તરફ નજર ફેરવીને કહ્યું...
બધાના ચહેરા ઉતરી ગયા હતા....એવામાં બહાર થી દોડીને નિખિલ આવ્યો...બધા ની નજર એની ઉપર એક આશા ની કિરણ થી મંડાઈ ગઈ...
નિખિલે નીયા તરફ જોઈને સ્માઇલ કરી અને એની પાસે આવ્યો...અભી ની યાદશકિત વિશે નીયા ને બધું જણાવ્યું અને હમણાં જ નીયા ને સ્પર્શી ને એને થોડી ઘણી લાગણી થઈ આવી એ પણ નિખિલે નીયા ના પરિવાર સામે કહ્યું...
થોડા સમય બાદ બધા નીયા ને એકલી મુકીને ત્યાંથી નીકળી ગયા...નીયા નું ધ્યાન સતત દરવાજા તરફ હતું....
બધા બહાર નીકળી ગયા બાદ દરવાજો ધીમે થી ખુલ્યો અને અભી અંદર આવ્યો....
અભી ને જોઇને નીયા ફરી બેઠી થઈ ગઈ ...
હમણાં જ જોયેલો અભી અને અત્યારે જોયેલા અભી માં ઘણો ફરક હતો આ અભીને જોતા હવે નીયા ને એનો પહેલાનો અભી યાદ આવ્યો ...
"નીયા...."
અભી મોટા મોટા પગલે ચાલીને એની નજીક આવ્યો અને નીયા ને ગળે વળગી પડ્યો.... બંને એકબીજા ને સોરી કહેતા રડી રહ્યા હતા...
જાણે અભી નીયા ને પોતાની અંદર સમાવી લેવા માંગતો હોય એ રીતે પોતાની કઠણ પકડ થી નીયા ને પોતાના બાહુપાશ માં ઘેરી લીધી હતી...
આ બંનેને જોઇને નર્સે પણ પોતાની આંખ માં આવેલ એક આંસુ સાફ કરીને સ્માઇલ કરીને ત્યાંથી બહાર નીકળી ગઈ...
(સમાપ્ત)