આશા ની મશાલ Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશા ની મશાલ

સમીર અને સીમા એટલે બે શરીર અને એક આત્મા.
લવમરેજ તો નહીં,પણ પ્રેમ અને સમજ બંને માં ખૂબ જ.
સમીર શહેર ની પ્રતિષ્ઠિત સ્કૂલ માં હિન્દી અને ગુજરાતી ભણવાતો,એ ઉપરાંત તેને વાંચવાનો શોખ પણ ખૂબ જ, એટલે અવારનવાર લાઈબ્રેરી માં જોવા મળે.જ્યારે સીમા એક નર્સ.બંને સાહિત્યના જીવડા,અને ઉપરથી ઋજુહ્ર્દય
ધરાવે,કોઈની તકલીફ એમના થી જોઈ ના શકાય.

બંને ને કોઈ સગા એ મેળવ્યા,અને પરિવારની મંજૂરીથી
બંને લગ્નગાંઠે બંધાયા.સમીરે પ્રથમરાતે જ સીમા ને કહ્યું,

"તું પહેલા એક સ્વતંત્ર વ્યક્તિ છે,એ પછી મારી પત્ની,કે આ ઘર ની પુત્રવધુ,મારા કોઈપણ કાયદા તારા પર કયારેય લાગુ નહિ કરું,તું તારા નિર્ણયો લેવા સ્વતંત્ર છે,અને સામે હું પણ એવી જ અપેક્ષા રાખીશ.બાકી એક પુત્રવધુ તરીકે તું આ ઘર ની માન મર્યાદા તારી ગરિમા મુજબ જાળવીશ
એ વાત નો મને વિશ્વાસ છે.હોઈ શકે ઘર ના કોઈ નિર્ણય ક્યારેક તને અણગમતા હોઈ,પણ એ મારો સ્વતંત્ર વિચાર ના હોઈ ,તો પણ ત્યારે તું મારી અને ઘર ની પરિસ્થિતિ સમજી શકીશ,એવી આશા રાખું છું."

સમીર ના વિચારોથી સીમા પ્રભાવિત થઈ ગઈ,અને તેને સમીર ને વચન આપ્યું કે કે હંમેશા ઘર ની માન મર્યાદા નું ધ્યાન રાખી ને વર્તન કરશે.અને આમ બંને નું લગ્નજીવન શરૂ થયું.

સમય ને જતા વાર નથી લાગતી,સીમા એ એક નાની પરી ને જન્મ આપ્યો,જે એકદમ ઢીંગલી જેવી હતી,જેનું નામ સમીરે ચેનાબ રાખ્યું.ચેનાબ એટલે પંજાબ ની એક નદી,જેનું એકનામ ચન્દ્રભાગા પણ છે.સીમા એ પૂછ્યું કે આ નામ કેમ?ત્યારે સમીરે તેને કહ્યું

"આપડી દીકરી નદી ની જેમ અવિરત પોતાનો સ્નેહ અને
પ્રેમ દરેક પર વહાવતી રહેશે,તે પોતાના કાર્યોમાં કોઈ અડચણ વગર સદાય આગળ વધતી રહેશે,અને લોકકલ્યાણ માં અગ્રેસર રહેશે."

"આજે તો હું ફરીવાર તમારા પ્રેમ માં પડી"સમીર ની વાત સાંભળી સીમા એ કહ્યું.અને બંને હસવા લાગ્યા.

જોતજોતા માં ચેનાબ બે વર્ષ ની થઈ ગઈ,અને સીમા એ ફરી એકવાર એ ઘરને નવા રંગે રંગી દીધું.અને એક પુત્ર ને જન્મ આપ્યો,આ દીકરા નું નામ સમીરે ચિરાયું રાખ્યું.

ચેનાબ અને ચિરાયું ના ઉછેર માં સીમા અને સમીરે કોઈ જ કમી ના રાખી,બંને ને એકજ સમાન ઉછેરતા,બંને માં સારા સંસ્કારો નું સિંચન કર્યું,પૈસા કરતા આ વારસો મહત્વ નો છે,એટલે જે આ વારસો સાચવી શકે,એ જ સાચો માનવ ,આવા સમીર ના વિચારો,અને એટલે જ સીમા પણ બાળકો નો એ રીતે જ ઉછેર કરતી.પોતાના બાળકો માટે એને પોતાની જોબ પણ પાર્ટ ટાઈમ કરી નાખી.

આમ સમીર અને સીમા ના આ પ્રેમાળ લગ્નજીવન ને પચીસ વર્ષ પૂર્ણ થાય છે.આ દિવસ ની ઉજવણી માટે ચિરાયુ એ એક નાની એવી પાર્ટી નું આયોજન કર્યું ,કેમ કે એક તો સમીર ને દેખાડો પસંદ નહિ,અને બીજું કોરોના ને લીધે જાજી છુટ પણ નહીં,તો ફક્ત અમુક અંગત સગા ને બોલાવી ને આ પાર્ટી નું આયોજન કરવામાં આવેલું હતું.

ચેનાબ એટલે સમીર નું હૃદય ,જે અત્યારે મેડિકલ ના ફાઇનલ યર માં હતી,તે બીજા શહેર માં ભણતી હોઈ,તે આ પાર્ટી માં હાજર નહતી.સમીર અને સીમા ને તેના વગર આ ઉજવણી અધૂરી લાગતી હતી પણ ચિરાયું ના ઉત્સાહ ને જોઈ તેઓ ના કહી શક્યા નહી.ચિરાયુએ તેમની ઘરની લોન માં જ એક નાનું એવું સ્ટેજ બનાવ્યુ હતું,અને તેના પર એક પરદા વડે કઈક ઢાંકેલું હતું.આમ તો ચિરાયું એ બધું ખૂબ જ સુંદર કર્યું હતું,અને મહેમાનો માં પણ તેના મમ્મી પપ્પા ના પરિવાર સિવાય કોઈ નહતું,તો પણ તે વારે વારે તેના મમ્મી પપ્પા ને પૂછતો કે કોઈ રહી નથી ગયું ને?કાઈ ભૂલ તો નથી ને?સમીર અને સીમા તેની સાલસતા જોઈ ખુશ થતા,અને કહેતા કે બેટા તે કર્યું હોય એમા શુ ખામી હોઈ!

છેવટે લગભગ બધા મહેમાન આવી ગયા,અને કેક કટ કરવા સમીર અને સીમા સ્ટેજ પર આવ્યા,ત્યારે તેમને ફરી એક વાર ચિરાયું એ પૂછ્યું"પપ્પા મમ્મી જોઈ લેજો કોઈ બાકી નથી ને કોઈ આવવામાં?"સમીર અને સીમા એ ફરતી નજર કરી અને પછી એકબીજા સામે જોયું,તેમની આંખ માં પાણી હતા,અને સીમા બોલી"દીકરા તે ખૂબ જ સરસ આયોજન કર્યું છે,બસ ચેનાબ હોત તો અમને વધુ સારુ હોત"

" બસ આટલી જ વાત લ્યો હું આવી ગઈ"અને અચાનક પરદા પાછળ થી ચેનાબ નીકળી,સમીર અને સીમા તો ચિરાયું સામે જોતા જ રહી ગયા,અને ચેનાબ અને ચિરાયું હસતા હતા.

"કેમ પપ્પા મમ્મી કેવી લાગી સરપ્રાઈઝ!"ચિરાયું એ પૂછ્યું

"એકદમ સરસ તારા જેવી"સમીરે તેને ભેટતા કહ્યું.

સમીર અને સીમા હવે રિટાયર્ડ થઇ ગયા હતા,અને બંને ની ઈચ્છા સમાજ માટે કંઈક સારું કરવાની હતી. ચેનાબ ને એક હોસ્પિટલ માં સારી જોબ હતી,પણ કોરોના ને લીધે તે હોસ્ટેલ માં રહેતી,કેમ કે ઘરે કોઈ ને હાની ના પહોંચે,એ તકેદારી તે રાખતી.ચિરાયું એમબીએ ના ફાઇનલ યર માં હતો,સાથે તેનું એક ગ્રૂપ હતું જે આ કોરોનાકાળ માં જરૂરતમંદ લોકો ની સેવા પણ કરતું.

ચેનાબ એના મમ્મી પપ્પા સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી લેતી.કેમ કે ચારેકોર કોરોના નો હાહાકાર હતો,મેડિકલ સ્ટાફ ઉભાપગે સેવા આપવા છતાં,કયારેક ચૂક થઈ જતી, તો ક્યારેક વધુ પડતી દર્દી ની બેદરકારી તેમને મૂંઝવી દેતી,
ચેનાબ તેના પિતા સાથે આ બધી વાતો કરતી,સમીર ખુશ હતો કે આજે તેની દીકરી એ તેનું નામ સાર્થક કર્યું.

કોરોના ની મહામારી માં મેડિકલ સ્ટાફ ની વધુ જરૂરત હોઈ,સીમા એ પણ હોસ્પિટલ જવાનું શરૂ કર્યું, તે અને ચેનાબ એક જ હોસ્પિટલ માં કામ કરતા,સીમા પોતાની દીકરી ની નીચે કામ કરતા ખૂબ જ ગર્વ અનુભવતી.ચિરાયું પોતાની મમ્મી ના આ પગલાં થી ખુશ હતો.સમીરે શીખેલા યોગા તેને અત્યારે કામ માં આવ્યા,ઘણી દરખાસ્તો પછી તેને પણ અમુક હોસ્પિટલ માં દર્દીઓ ને યોગા શીખવવાની મંજૂરી મળી ગઈ.ચેનાબ પેલા તો ગુસ્સે થઈ કે અત્યારે પપ્પા એ બહાર નીકળવું ના જોઈ,પણ પછી તેને પોતાના પપ્પા નું કામ જોઈ ને ગર્વ થયો.ચેનાબે જોયું કે સમીર નાના મોટા દરેક દર્દી સાથે ખૂબ પ્રેમથી વર્તતો,ચેનાબે એ પણ જોયું કે તેના પપ્પા સાથે કલાક રહ્યા પછી એ દર્દી નું ઓક્સિજન લેવલ પણ વધુ બતાવતું.કેમ કે ખરેખર કોરોના કે કોઈપણ રોગ ના દર્દી ને સાચી તો દવા કરતા કોઈના પ્રેમ અને હૂંફની જરૂર વધુ હોય છે.

આમ એક આખો પરિવાર સમાજસેવા માં કાર્યરત થઈ ગયો હતો.સીમા ની ઉમર પણ વધુ હોય,અને કામનો બોજ પણ એક દિવસ તે તાવમાં પટકાઈ,ચેક કરતા તે કોરોના પોઝિટિવ આવી,ચેનાબ થોડી મૂંઝાઈ ગઈ,પણ સીમા એ તેને હિંમત આપી,કે તે પોતાની ફરજ પ્રત્યે ધ્યાન આપે.સમીરે પણ ચેનાબ ને મૂંઝાયા વગર પોતાના કાર્ય માં આગળ વધવાનું કહ્યું,ચિરાયું હોસ્પિટલની બહાર પોતાનું કામ કરતા તેની મમ્મી ની ખબર લેતો રહેતો,પણ તેનું મન સીમા ની બીમારી ના લીધે ગમગીન થઈ ગયું હતું,અને એ વખતે તેને એક મહત્વ નો નિર્ણય લીધો.

ચિરાયું પાસે પોતાના જમા થયેલા જે કાંઈ પણ રૂપિયા હતા ,તે બધા તેને કોરોના ના દર્દી ની દવા પાછળ ખર્ચી નાખ્યા.સમીર સીમા અને ચેનાબ તેના આ નિર્ણયથી ખુશ થયા.સમીર અને સીમા એ પણ પોતાની જમા પૂંજી ચિરાયું ને સોંપી દીધી,જેથી તેનો સદુપયોગ થઈ શકે.

બધી તકેદારી રાખવા છતાં સમીર પણ એક દિવસ કોરોના પોઝિટિવ આવ્યો.ઉમર અને કોરોના વધી જવાથી
બે જ દિવસ ના ટૂંકા ગાળા માં સમીર નું મૃત્યુ થયું,અને તે જ સાંજે સીમા એ પણ અનંત ની વાટ પકડી.ચેનાબ અને ચિરાયું પોતાના માતાપિતા ના કરેલા કાર્યો માટે તેના પર ગર્વ કરતા હતા.

હવે ચેનાબ પાસે ફક્ત એનો ભાઈ ચિરાયું જ હતો, અને ચિરાયું પાસે એની બહેન.બીજા દિવસે સવારે સમીર અને સીમા ના મૃતદેહ ને એકસાથે અગ્નિદાહ આપી, ચિરાયું અને ચેનાબ ફરી પોતાના કામે લાગી ગયા,અને હવે તો ચિરાયું પણ તેના પપ્પા ની જેમ બધા દર્દી ની સેવા કરવા લાગ્યો.

ચિરાયું તે દર્દીઓ ને હસાવતો,યોગા કરાવતો,કોઈ નો જન્મદિવસ હોઈ તો તેની ઉજવણી કરતો,અને જો કોઈ ને કાઈ સમસ્યા દેખાઈ તો તરત તેની મદદ માટે ડોક્ટર ,નર્સ વગેરે ને બોલાવતો,અને તેની બહેન તેમનો ઈલાજ કરતી. આમ બંને ભાઈ બહેન પોતાનું દુઃખ ભૂલી સમાજ સેવા માં લાગી પડ્યા,અને પોતાનું ઘર છોડી હોસ્પિટલ ના જ ક્વાર્ટર માં રહેવા લાગ્યા...

અત્યાર ના આ સમય માં ખરેખર માણસ ને એકબીજા ની હૂંફ અને મદદ ની જરૂર છે.તમારી કરેલી એક નાની મદદ પણ બીજા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.

આરતી ગેરીયા...