રાજા Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા

રાજા વિક્રમના દરબારમાં પ્રજાને લીલાલહેર હતી. ચોરી કે કંઈ પણ ગૂનો કરવા બદલ ગુનેગારને કદી માફી આપવામાં નહતી આવતી સીધી ફાંસીની સજા જ આપવામાં આવતી હતી. જેથી પ્રજા નિશ્ચિત તેમજ ખુશખુશાલ હતી.

એક દિવસ રાજાના લગ્ન એક સૈનિક એક ચોરને લઈને હાજર થયો. રાજાએ સૈનિકને પૂછ્યું કે આ કોણ છે ?

એટલે સૈનિકે જણાવ્યું કે, "મહારાજ આ આપણી રાજ્યની સીમાની અંદર એક દુકાનમાં ચોરી કરતાં ઝડપાયો છે."

ચોરે પોતાનું નામ ચતુર સિંહ ખૂબજ બતાવ્યું. રાજાએ ચોરને પૂછ્યું કે શું તને ખબર નથી કે આપણાં રાજ્યમાં ચોરી કરવી એ એક ગૂનો છે ?

ચોર: જી, મને ખબર છે મહારાજ પરંતુ મેં મારા ઘરની પરિસ્થિતિને કારણે ચોરી કરી છે આ મારી પહેલી જ ચોરી છે.
રાજા: ચોરી પહેલી હોય કે છેલ્લી તેની સજા એકસરખી જ છે. અને રાજાએ સૈનિકને હુકમ કર્યો કે આ ચોરને સો કોરડા મારવામાં આવે અને છ મહિના સુધી તેને બંદી બનાવવામાં આવે.

ચોર: મહારાજ, આપે મને સજા ફટકારી તેનો મને કોઈ વાંધો નથી પરંતુ આમ મારી વાત ધ્યાનથી સાંભળો, દરેક પૂર્ણિમાની રાત્રે મને સ્વપ્ન આવે છે અને આ વખતે મને જે સ્વપ્ન આવ્યું તે પ્રમાણે સૌમિલ રાજ્યના રાજા આપણાં રાજ્ય ઉપર ચડાઈ કરવાના છે અને આપને બંદી બનાવી દેવાનાં છે.

રાજા: શું બકવાસ કરે છે ? તું શું બોલે છે તેનું તને ભાન છે ? સૌમિલના રાજા મારા પરમ મિત્ર છે અને તે કદીપણ આપણાં રાજ્ય ઉપર ચડાઈ કરી જ ન શકે.

આમ, ગુસ્સા સાથે બોલતાં રાજા સૈનિકને હુકમ કરે છે કે, " આ શું બોલે છે તેનું તેને જરા પણ ભાન નથી આને જલ્દીથી તમે બંદીખાને લઈ જાવ.

હજી તો આ ચતુર સિંહ ચોરને બંદીખાને લઈ જઈ રહ્યા છે ત્યાં તો એક સૈનિક દોડતો દોડતો રાજદરબારમાં આવે છે અને રાજાને સમાચાર આપે છે કે સૌમિલના રાજાએ આપણાં રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યા છે.

રાજાને ચતુર ચોરની વાત સાચી લાગતાં તે ચોરને બંદીખાને લઈ જતાં અટકાવે છે અને તેની સજા માફ કરીને તેને પોતાના રાજ્યમાં પહેરેદારીની નોકરી આપે છે.

થોડા દિવસ પછી ફરી પૂર્ણિમાની રાત આવે છે અને ફરીથી ચતુર ચોરને સ્વપ્ન આવે છે પરંતુ તેને બીક લાગે છે કે રાજાએ તો તેને પહેરેદારની નોકરી સોંપી છે અને પોતે સ્વપ્નની વાત કરશે તો આ નોકરી ચાલી તો નહીં જાય ને ? પણ પછી તેને વિચાર આવે છે કે ભલે મારી નોકરી ચાલી જાય પરંતુ હું રાજ્યનો નાગરિક છું અને તે નાતે રાજાને સત્ય વાત જણાવવી તે મારી ફરજ છે તેથી તે રાજ દરબારમાં હાજર થાય છે અને પોતાની વાત કરવા માટે રજા માંગે છે.

ચોર: મહારાજા, મારે જે વાત કરવી છે તે હું સૌની હાજરીમાં કરી શકું તેમ નથી આપને એકલાને જ કરી શકું તેમ છું. કારણ કે તેમાં મારા જીવનું પણ જોખમ છે.

રાજા: મારા રહેતાં કોઈ તારી જાનહાનિ કરી શકે તેમ નથી તું તે બાબતે બેફિકર રહેજે અને તારે જે કંઈપણ કહેવું હોય તે આ દરબારમાં જ કહેવાનું રહેશે.

ચોર: ગુસ્તાખી માફ મહારાજા પરંતુ આપનો જે વફાદાર સેવક છે તે જ અત્યારે સૌમિલ રાજાની સાથે મળીને આપની વિરુદ્ધમાં કાવત્રું ઘડી રહ્યો છે અને પછી આપને બંદી બનાવીને તે પોતે આ રાજ્યનો રાજા બની આ રાજગાદી ઉપર બેસવા ઈચ્છા રાખી રહ્યો છે.

રાજા ખૂબજ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે, "એની શું સાબિતી છે તારી પાસે ?"

ચોર: મહારાજા આપના જૂનાં કિલ્લામાં તે અત્યારે પોતાના માણસો સાથે બેસીને એ જ પ્લાન ઘડી રહ્યો છે.આપને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો આપનાં માણસોને આ વાતની તપાસ કરવા માટે મોકલો.

રાજાએ આ વાતની તપાસ કરાવી તો આ વાત બિલકુલ સત્ય નીકળી. રાજાએ ચતુર સિંહને પોતાના રાજ્ય ઉપર આવતાં સંકટને ટાળવા બદલ તેનો આભાર માન્યો અને તેને ઘણીબધી સોનામહોરો ભેટ આપી.

થોડા દિવસ પછી ફરીથી આ ચોરને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યો અને ફરીથી તેને ઘણીબધી સોનામહોરો અને રોકડ રકમ રાજાએ દાન આપી અને પોતાનું રાજ્ય છોડીને ચાલ્યા જવા હુકમ કર્યો.

રાજાના અચાનક આવા નિર્ણયથી ચતુર ગભરાઈ ગયો અને વિચારમાં પડી ગયો. તે પોતાનાથી શું ભૂલ થઈ ગઈ તે મહારાજાને પૂછવા લાગ્યો ત્યારે રાજાએ જણાવ્યું કે, " ચતુર, તું તારી વિદ્યાથી મારી ઉપર આવતાં સંકટને ટાળી દે છે તે વાત સાચી પરંતુ તારી આ વિદ્યાથી અચાનક સમય પહેલા બે મૃત્યુ થઈ ગયા જે વાત બરાબર નથી.

ચતુર: મહારાજા, હું કંઈ સમજ્યો નહીં.

રાજા: આપણાં રાજ્યના મહામંત્રી જે ત્રણ મહિના બાદ હ્રદય હુમલાને કારણે મૃત્યુ પામવાના હતાં તે વાત તે સમય પહેલાં તેમને જણાવી દીધી અને પરિણામે તે સમય પહેલાં આઘાતને કારણે મૃત્યુ પામ્યા અને તેમના મૃત્યુના સમાચાર તેમની પત્નીને મળતાં તે પણ મૃત્યુ પામી. માટે જે બનવાનું છે તે બનીને જ રહે છે પરંતુ સમય પહેલાં કોઈને પોતાનું ભવિષ્ય ખબર પડી જાય તે વાત બરાબર નથી માટે હું તને આ રાજ્યમાંથી બહાર બીજે ક્યાંય ચાલ્યા જવાનો હુકમ કરું છું.

આમ, પોતાની આવી વિદ્યાને કારણે ચતુર સિંહે પોતાનું રાજ્ય છોડવું પડયું.

આવા હતાં રાજા વિક્રમાદિત્ય.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/7/2021