Who in books and stories free download online pdf in Gujarati

કોણ..માં??

"મીરા....ઓ મીર...આ કોણ જાણે ક્યાં ગઈ આ છોકરી"ઋષિતા પોતાની તેર વર્ષ ની દીકરી ની બૂમ પાડી રહી હતી.

મીરા ઋષિતા અને રજત ની મોટી દીકરી,અને એથી નાનો એક દીકરો મિત.નાનું અને સુખી કુટુંબ એટલે આમ તો ઘર માં બધા સાથે જ રહે,રજત ના મમ્મી પપ્પા ભાઈ ભાભી અને ભત્રીજા ભત્રીજી.એક છત નીચે દસ લોકો નો પરિવાર.

ઋષિતા અને રજત સારું ભણેલા,એટલે પોતાના બાળકો ને પણ સારું શિક્ષણ આપવાની ભાવના,અને સાથે
સારા સંસ્કાર પણ આપતા.ઋષિતા ભણેલી અને પૈસાદાર કુટુંબ માંથી આવી હોવા છતાં તેને કોઈ જાતનું અભિમાન
કે આડંબર નહિ.તેની જેઠાણી અને સાસુનું માન જાળવતી
અને બધા સાથે હળીમળી ને રહેતી.

રજતના મોટા ભાઈને પણ એક દીકરો અને દીકરી હતી,તે બને કોલેજ માં હતા,મીરા અને મિત ને તેના ભાઈ બહેન સાથે સારું ફાવતું.મિત હજી દસ વર્ષ નો હતો,અને તે સૌથી નાનો પણ એટલે થોડો તોફાની હતો.પણ મીરા આખી અલગ વ્યક્તિત્વ ધરાવતી હતી,આટલી નાની હોવા છતાં પણ કોઈ પણ વાત ને અલગ નજરે જોતી,તેના પપ્પા ની જેમ તેને પણ વાંચનનો શોખ એટલે દરેક વસ્તુ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જતી.

આમ તો ચારેય ભાઈ બહેન આખો દિવસ મજાક મસ્તી કર્યા રાખતા,પણ મિત ને ઘર માં બધા બહુ લાડ થી રાખતા ખાસ તેના ભાભુ.ઋષિતા ઘર નું લગભગ કામ ઉપાડી લેતી,તેની જેઠાણી સેવા પૂજા અને બાળકો ને લાડ કરાવતી,અને સાસુ તો સાવ નિવૃત.મીરા ઘણીવાર જોતી કે દીદી ના કામ કરવા છતાં પણ મમ્મી ક્યારેક થાકી જાય છે,ક્યારેક એ પણ અમારા માટે પોતાની કોઈ ઈચ્છા મારી નાખે છે,અને ક્યારેક દાદી અને ભાભુ ની વાત પણ સાંભળવી પડે છે.

એકવાર એમ જ ઘર ના બધા બાળકો જમવા બેઠા હતા,અને મીરા એ જોયું કે એની મમ્મી થોડી થાકેલી વર્તાય છે,તો મીરા જમતી ઉઠી ને ઋષિતા ને મદદ કરાવવા
ગઈ,એટલે તેના ભાભુ બોલ્યા"કાઈ તારી એકની જ મમ્મી કામ નથી કરતી હો,તું હાલ જમી લે કામ થઈ જાશે"

મીરા ને આ વાત ન ગમી ને તેને કહ્યું કે બસ મેં જમી લીધું,
એટલે ઋષિતા એ તેને ખિજાઈને જમવાનું કહ્યું,તો મીરા કે મારું પેટ ભરાય ગયું એટલે જવાબ માં ઋષિતા એ કીધું કે "હું તારી મા છું મને ખબર હોય તને કેટલી ભૂખ લાગે,જા જમી લે,મેં તને જન્મ આપ્યો છે,નહિ કે તે મને."

મીરા એ ત્યારે તો ચૂપચાપ જમી લીધું.પણ એ આખો દીવસ એ કોઈ સાથે કંઈ જ બોલી નહિ,રાતે પણ ચૂપચાપ જમી ને ઉઠી ગઈ.બધા વિચાર કરે આ ક્લબલ કરતી કાબર ને થયું છે શું?તેના પપ્પા એ જમ્યા પછી તેને બારી માં એકલી બેસેલી જોઈ અને ત્યારે પૂછ્યું"શુ થયું બેટા કોઈ એ કઈ કહ્યું તને?"પણ મીરા એ તેમને પણ જવાબ ના આપ્યો.

આજે પણ સવાર થી મીરા ક્યાંય દેખાઈ નહિ,એટલે ઋષિતા તેને શોધતી હતી.મીરા....ઓ મી...રા ક્યાં છો બેટા..પણ કોઈ ઉત્તર ના મળ્યો.અંતે હારી ને ઋષિતા ઘર ની બહાર આવી,તો જોયું કે મીરા ઘર બહાર આંગણા માં લીમડા ના ઘેઘુર વૃક્ષ નીચે બેઠી હતી.ઋષિતા એ જોયું કે તે કંઈક લખી રહી હતી,અને ઋષિતા તેની પાસે ગઈ અને પૂછ્યું;"મીરા દીકરા શુ કરે છે,હું તને ક્યારની શોધું છું"

મીરા એ તેની મમ્મી સામે જોયું,અને તેનો હાથ પકડી ને બેસાડી તે બંને હાથ થી પોતાનો ચહેરો છુપાવી દીધો અને થોડીવાર એમ જ બેસી રહી.ઋષિતા ને તો ચિંતા થઈ કે આને શુ થયું! અને ત્યાં જ મીરા એ પોતાના હાથ માં રહેલો એક કાગળ ઋષિતા ને આપ્યો.ઋષિતા એ તે વાંચ્યો

મારી વ્હાલી મમ્મી,

કાલે તે મને કહ્યું હતું કે તે મને જન્મ આપ્યો છે,નહિ કે મેં તને.તો હું આજ કહું છું કે જન્મ મેં તને આપ્યો છે,કેમ કે મારા જન્મ પેલા તું એક દીકરી,એક વહું,એક પત્ની,એક દેરાણી કે કાકી હતી.હું જ્યારે તારા ઉદર માં હતી,ત્યારે પણ તું આ બધું જ હતી,પણ મારા જન્મ પછી તું મમ્મી બની,મને યાદ છે,તું મને ઘણીવાર કહેતી કે મારા જન્મ સમયે તું ખૂબ જ ખુશ હતી.તું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજતી કે તને પેલા સંતાન રૂપે એક દીકરી આવી,તું એમ પણ કહેતી કે મારા જન્મ પછી તને હંમેશા એવું લાગતું કે મારા રૂપ માં તને એક ફ્રેન્ડ મળી.તું કહેતી કે એક દીકરી એ મા નો સાચો આધાર હોય છે,દીકરો મા ને વ્હાલો હોઈ છે,પણ એક મા ની સાચી સહેલી તેની દીકરી જ હોઈ છે.ક્યારેક કોઈ ને ના કહી શકાય એવી વાતો એક મા પોતાની દીકરી ને કહી શકે છે.તો તે મને ક્યાંથી જન્મ આપ્યો!જન્મ તો મેં તને આપ્યો,એક મમ્મી તરીકે,પોતાની કોઈપણ ઉમર માં તારું નાનપણ જીવતું રાખતી હું તારી સહેલી બની,હું તારા માટે એક એવી શક્તિ બની જેના હોવા પર તને ગર્વ છે,અને હા પેલા તું શક્તિ હતી,પણ મારા જન્મ પછી તું એ શક્તિ ને ઓળખતી થઈ.એટલે મા શારીરિક રૂપે તે મને જન્મ આપ્યો,પણ માનસિક રીતે મેં.તો જેટલી મારી આંખો તું વાંચી શકે એટલી જ હું તારી વાંચી શકું.તો હવે તું કે મેં તને જન્મ આપ્યો ને?

તારી દીકરી રૂપી મા મીરા..

આ કાગળ વાંચતા સુધી માં તો ઋષિતા ની આંખો માંથી અશ્રુ ધારા વહેવા લાગી અને તેને મીરા ને ગળે લગાવી લીધી....

✍️ આરતી ગેરીયા...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED