દૈત્યાધિપતિ - 28 અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - 28

સુધાએ વિચાર્યું કે ખુશવંત તેને પોસ્ટર બેડ પર બાંધી દેશે, તેના પર બળાત્કાર કરશે અને તેને મૃત છોડી દેશે. તેના બદલે, ખુશવંત સુધાને પલંગ સાથે બાંધી દીધી અને રૂમને તાળું મારી દીધું, કદાચ ઘર છોડી દીધું.
હવે જ્યારે તે આ વ્યથામાં શ્વાસ લેતી, ત્યારે તે હાંફતી હતી. તે પોતાની જાતને જોઈ શકતી ન હતી.બંધિયાર રૂમમાં તેને ડર લાગી રહ્યો હતો.. તે વિધિ વિશે વિચારતી રહી. વિધિ કોઈ પણ ભારત ભૂમિ પર ચાલતી યુવતી જેવી હતી, ના એક ડગલું સારી, ના ખરાબ, એક દમ સામાન્ય. પણ હતી એકદમ નક્કર સ્વભાવની, અત્યારે તો તે સાબિત કરવામાં પડી હતી કે મનસ્કારાએ આત્મહત્યા નથી કરી. સુધા તેની સાથે વાત કરવા માંગતી હતી. મનસ્કારા બાબતે નહીં, પણ માત્ર જૂના પરિચિત મિત્ર સાથે વાત કરવા ખાતર. સુધાએ વિચાર્યું કે આ એક પરિચિત ચહેરાની ઝંખના છે, રણમાં ઓએસિસની ઇચ્છા હતી.
પરંતુ હવે, તે હાલની સ્થિતિ તરફૃ દોરી આવી. સુધાએ કોઈક રીતે તો ઉઠવું જ પડશે. અને મકાન છોડી દેવું પડશે. હવે રાહ જોવી જોઈએ નહીં. કોની રાહ જોવી? કોઈ આવતું ન હતું, અથવા તે ઈચ્છતી હતી કે કોઈ ન આવે. પલંગ પર, તીક્ષ્ણતા અથવા ધારવાળી કોઈ વસ્તુ ન હતી. અને જ્યારે તેણીએ તેના હાથને હિંસક રીતે દબાણ કર્યું, તેના પગ હેડરેસ્ટ પર માર્યા, ત્યારે તેને ફક્ત તેની માતાનો ચહેરો જોવાની ઈચ્છા થઇ.
નાના બાળ જેવી હાલત હતી. જગ મેળવવાની ઈચ્છા હોવા છતા ચાલતા ન ફાવે તો કેવું થાય? તેવું સુધાને થતું હતું. સુધા ઉંધી ફરી ગઈ, પેટ ના દમ પર ઉભી થતા તેના હાથ અને પગ ખેંચાવા લાગ્યા. પછી ઘણું દુખ્યું, અને છતે માથે તે નીચે પડી. આમ કુદકા મારતા કઈ થાઈ તેવું લાગતું ન હતું. પછી થયું, હા, આ થઇ શકે. તેણે હાથ પગ ઊંચા કર્યા, પણ પેટ નીચે ની બાજુ રાખ્યું, યોગા માં જેમ કરે એમ, અને ડાબી બાજુ પડી જતા તે જમણી બાજુના દોરડા ખેંચવા લાગી. લાગતું હતું તે જમણી બાજુના દોરડા લાંબા થતા હતા, પણ હકીકતમાં તે ગાંઠ નાની થતા વધી મજબૂત થઇ રહ્યા હતા. આમ જોતા સુધા એ આ કરવાનું પણ બંધ કરી દીધું. જમણો હાથ તેના મોઢા સુધી આવતો હતો, તો સુધા દોરડાને કાપવા લાગી... એ પણ વ્યર્થ ગયું. હવે તો કશુંજ નહીં થાય, તેવું વિચારતા તે પડી રહી. થોડીક વાર બાદ સુધા ને તરસ લાગી. પણ ક્ષમતા બચી જ ન હતી.
નખ.
આ વિષે તો સુધા એ વિચાર્યુંજ નહિ. સુધા જમણી બાજુ પડતા ડાબી બાજુના દોરડા ખેંચાયા, લંબાયા, અને ગાંઠ મજબૂત થઇ. સુધાના જમણા હાથના નખ અને તેના દાંત ડાબી બાજુ એક સાથે કામ કરવા લાગ્યા. થોડુંક ખુલતા તે હજુ દોરડું ખેંચતી, અને ધીમે ધીમે ડાબી બાજુનો હાથ ખુલ્યો. હાઈશ.. ખાલી ચઢી ગઈ હતી. આમ તેણે બીજા હાથમાં કર્યુ. ધીમે ધીમે બંને હાથ ખુલી ગયા. અને તે બેઠી થઇ. બપોર પડી ગઇ હોઈ તેવું લાગતું હતું, પણ રૂમ બંધ હતો, તેથી કઈ ખાસ ખબર પડતી ન હતી. પગના દોરડાની ગાંઠ હાથ થી ખોલી. ચાર ગાંઠ હતી. ખોલતા નાકે દમ નીકળી ગયો. જયારે પહેલા પગની ગાંઠ ખુલી, કે તરત સુધા એ તેનો પગ નીચે મૂકી દીધો. બીજા પગની ગાંઠ ખોલતા તો તે ઊભીજ થઇ ગઈ. રૂમ બંધ હતો, પણ લોક ન હતું કર્યુ.
સુધા એ એટલી જોરથી ધક્કો માર્યો કે દરવાજો હાલી ગયો, પહેલીજ વારમાં ખુલી ગયો. ઘરના દરવાજા પર લોક હતુ, તે વાત તો પાકી હતી.
હવે એ કઈ રીતે ખોલવું?